સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી અને નાણાં પ્રધાન શ્રી લોરેન્સ વોંગ, સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ પ્રધાન શ્રી ગાન કિમ યોંગ અને ભારતના નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણનો સમાવેશ કરતા સંયુક્ત ભારત-સિંગાપોર પ્રધાન સ્તરીય પ્રતિનિધિમંડળે, પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી. આજે મંત્રીઓએ નવી દિલ્હીમાં 17 સપ્ટેમ્બર 2022ના રોજ આયોજિત ભારત-સિંગાપોર મિનિસ્ટરિયલ રાઉન્ડ ટેબલ (ISMR)ના ઉદ્ઘાટન સત્રના પરિણામો વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. નાયબ પ્રધાનમંત્રી તરીકે શ્રી લોરેન્સ વોંગની તેમની ક્ષમતામાં ભારતની આ પ્રથમ મુલાકાત છે.
ISMRની સ્થાપના એ એક પાથબ્રેકિંગ પહેલ છે જેની કલ્પના પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા કરવામાં આવી હતી અને તે ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોની વિશિષ્ટ પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. મંત્રીઓએ વડા પ્રધાનને ખાસ કરીને ડિજિટલ કનેક્ટિવિટી, ફિનટેક, ગ્રીન ઇકોનોમી, કૌશલ્ય વિકાસ અને ખાદ્ય સુરક્ષાના ઉભરતા ક્ષેત્રોમાં યોજાયેલી વ્યાપક ચર્ચાઓ વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે ISMR જેવી પહેલ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી લી અને સિંગાપોરના લોકો માટે તેમની શુભકામનાઓ પણ પાઠવી હતી.
YP/GP/JD
Had a fruitful meeting with DPM & Finance Minister of Singapore @LawrenceWongST, Minister of Trade & Industry Gan Kim Yong. Discussed ways to further boost bilateral ties between our countries, especially in emerging areas like digital connectivity, green hydrogen and Fintech. pic.twitter.com/ZiCoBHKhF1
— Narendra Modi (@narendramodi) September 19, 2022