અત્યંત સન્માનનીય સાયાદા ડો. આસિન ન્યાનિસારા, સંસ્થાપક કુલાધિપતિ, સિતાગુ ઇન્ટરન્શનલ બુદ્ધિસ્ટ અકાદમી, મ્યાનમાર,
મહામહિમ શ્રીમતી ચન્દ્રિકા ભંડારનાયકે કુમારતુંગા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીલંકા,
શ્રી મિનોરુ કીયૂચી, વિદેશમંત્રી જાપાન,
પૂજ્ય શ્રી શ્રી રવિશંકર જી,
મારા મંત્રીમંડળના સહયોગી ડો. મહેશ શર્મા અને કિરેન રિજિજૂ જી,
જનરલ એન.સી. વિજ, નિર્દેશન વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન,
શ્રી માસાહીરો અકિયામા અધ્યક્ષ, દી ટોકિયો ફાઉન્ડેશન જાપાન,
લામા લોબજાંગ,
પ્રતિષ્ઠિત ધાર્મિક અને આધ્યાતિમિક અધિષ્ઠાતાગણ, મહાસંઘના વિશિષ્ટજન, ધર્મ ગુરુજન,
સંઘર્ષ નિષેધ અને પર્યાવરણ ચેતના માટે વિશ્વ હિન્દુ-બૌદ્ધ પહેલ, સંવાદના ઉદ્ધાટન પર મને ઉપસ્થિત રહેવાનો અત્યંત આનંદ થઇ રહ્યો છે.
દુનિયાના જે દેશોમાં બૌદ્ધ ધર્મ જીવન પદ્ધતિ છે ત્યાંથી જે આધ્યાત્મિક અધિષ્ઠાતાગણ, વિદ્ઘાન અને નેતા અહીં એકત્રિત થયા છે, તે નિશ્ચિત રીતે એક અત્યંત ઉચ્ચ સભા છે.
આ ખૂબ જ આનંદનો વિષય છે કે આ સંમેલન ભારતના બોધગયામાં આયોજિત થઇ રહ્યું છે. ભારત આ પ્રકારના સમ્મેલનની યજમાની કરવા માટેનું આદર્શ સ્થાન છે. અમને ભારતીયોને આ વાત પર ખૂબ જ ગર્વ છે કે આ ભૂમિથી ગૌતમ બુદ્ધે સમગ્ર દુનિયાને બોદ્ધ સિદ્ધાંતોથી પરિચિત કરાવી હતી.
ગૌતમ બુદ્ધનું જીવન સેવા, કરુણા અને સૌથી મહત્તવપૂર્ણ ત્યાગની ભાવના પર કેન્દ્રિત હતું. તે ખૂબ જ સંપન્ન પરિવારમાં પેદા થયા હતા. તેમને ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં વર્ષ વિતતાની સાથો-સાથ તેમનામાં માનવીય પીડા, માંદગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ અંગે વિશેષ રીતે ચેતના ઉત્પન્ન થઇ હતી.
તેઓ એ વાત પર દ્રઢ હતા કે ભૌતિક સંપતિ જીવવાનો ઉદ્દેશ્ય હોતી નથી. માનવીય સંઘર્ષથી તેમને અણગમો હતો. અને, ત્યાર બાદ તે એક શાંત અને કરુણામય સમાજની રચના માટે નીકળી પડ્યા હતા. પોતાના સમયમાં સમાજને દર્પણ દેખાડવાનું સાહસ અને દ્રઢતા તેમણે દર્શાવી હતી. તેમણે નકારાત્મક ગતિવિધિયો અને પદ્ધતિઓથી મુક્ત થવાનો રસ્તો દર્શાવ્યો હતો.
ગૌતમબુદ્ધ ક્રાંતિવીર હતા. તેમણે એવા વિશ્વાસનું પોષણ કર્યું હતું કે જેના મૂળમાં માનવ જ છે અને બીજું કોઇ નહીં. મનુષ્યના અંતરમાં ઇશ્વરત્વ હોય છે. આ પ્રમાણે તેમણે ઇશ્વરવિહીન વિશ્વાસની રચના કરી હતી. તેમણે એવા વિશ્વાસની રચના કરી હતી, જ્યાં અલૌકિકતા બહારની દુનિયામાં નહીં પરંતુ મનુષ્યના અંતરમાં જ છે. પોતાના સિદ્ધાંતના ત્રણ શબ્દો ‘અપ્પ દીપો ભવ’ એટલે કે ‘પોતાનું દીપ સ્વયં બનો’ના આધાર પર ગૌતમ બુદ્ધે માનવતાને મહાન પ્રબંધનનો સંદેશ આપ્યો હતો. તેમણે માનવ પીડા પેદા કરનારા વિચારહીન સંઘર્ષોથી ખૂબ જ દુ:ખ થતું હતું. તેમના વિશ્વ દ્રષ્ટિકોણમાં અહિંસા મૂળ સિદ્ધાંત છે.
ગૌતમ બુદ્ધનો સંદેશ અને તેમની શિખ આ સંમેલનની વિષય વસ્તુમાં સ્પષ્ટતાથી વ્યક્ત થઇ રહી છે. – સંઘર્ષ નિષેધ, પર્યાવરણ ચેતના અને મુક્ત તથા સ્પષ્ટ સંવાદની અવધારણાની વિષય વસ્તુ.
આ ત્રણેય વિષય વસ્તુઓ એક-બીજાથી અલગ તરી આવે છે, જોકે આ આપસમાં એકસરખી છે. વાસ્તવમાં આ પરસ્પરમાં એક-બીજા પર નિર્ભર છે અને એક-બીજાનું સમર્થન કરે છે.
પહેલી વિષય વસ્તુ સંઘર્ષ છે, જે મનુષ્યો, ધર્મો, સમુદાયો અને દેશો-રાજ્યો તથા અરાજક તત્વો અને ત્યાં સુધી કે સમગ્ર દુનિયામાં વ્યાપ્ત છે. અસહિષ્ણુ અરાજક તત્વ આજે મોટા ભૂ-ભાગ પર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યા છે અને માસૂમ લોકો પર બર્બર હિંસા કરી રહ્યા છે.
બીજું સંઘર્ષ પ્રકૃતિ અને મનુષ્ય, પ્રકૃતિ અને વિકાસ તથા પ્રકૃતિ અને વિજ્ઞાન વચ્ચે ચાલી રહ્યું છે. આ સંઘર્ષોના ઉપાય માટે આજે ‘એક હાથ આપો, એક હાથ લો’નો આધાર જ પૂરતો નથી પરંતુ એના માટે સંવાદની આવશક્યતા છે, જેથી તેને રોકી શકાય.
ખપતે અંગત રીતે કામ કરવું અને પર્યાવરણ ચેતના સંબંધિત નૈતિક મૂલ્ય એશિયાની દાર્શનિક પરંપરાઓ, ખાસ કરીને હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ ઊંડાણમાં સ્થિત છે.
બૌદ્ધ ધર્મે, કન્ફૂશિયસવાદ, તાઓવાદ અને શિન્ટોવાદ જેવા વિશ્વાસો સાથે મળીને પર્યાવરણને સુરક્ષિત કરવાની મહાન જવાબદારી ઉઠાવી છે. હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મ ધરતી માતાના પોતાના મહાન સિદ્ધાંતોના આધાર પર દ્રષ્ટિકોણોમાં ફેરફાર લાવી શકે છે.
દુનિયાની સામે જળવાયુ પરિવર્તનનો એક ગંભીર પડકાર છે. એના માટે સામુહિક માનવ પ્રયાસ અને યોગ્ય નિતીની આવશક્યતા છે. ભારતમાં પ્રાચીનકાળથી જ વિશ્વાસ અને પ્રકૃતિ વચ્ચે ઉંડો સંબંધ રહ્યો છે. બૌદ્ધ ધર્મ અને પર્યાવરણ એક-બીજા સાથે જોડાયેલા છે.
બૌદ્ધ પરંપરા પોતાના આખા ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ સહિત પ્રાકૃતિક વિશ્વની સાથે પોતાના અંતરને જોડવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે બૌદ્ધ દ્રષ્ટિકોણથી કોઇ પણ વસ્તુનું અલગ અસ્તિત્વ નથી. પર્યાવરણની અશુદ્ધતા મનને પ્રભાવિત કરે છે, અને મનની અશુદ્ધતા પર્યાવરણને પ્રદુષિત કરે છે. પર્યાવરણને શુદ્ધ કરવા માટે આપણે આપણા મનને શુદ્ધ કરવું પડશે.
પરિસ્થિતિક સંકટ વાસ્તવમાં તો મનની અંદરના અમતુલનની પ્રતિચ્છાયા છે. એટલા માટે ભગવાન બુદ્ધે પ્રાકૃતિક સંસાધનોના સરંક્ષણની આવશ્યકતાને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેમણે જળ સરંક્ષણના ઉપાય કર્યા અને ભિક્ષુકોને જળ સંસાધનોને દુષિત કરતા રોક્યા હતા. ભગવાન બુદ્ધના ઉપદેશો પ્રકૃતિ, વન, વૃક્ષ અને તમામ જીવોના કલ્યાણ મહાન ભૂમિકા ભજવે છે.
મેં એક પુસ્તક ‘કન્વીનિયંટ એક્શન’ લખ્યું હતું, જેનું ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે વિમોચન કર્યું હતું. પોતાના પુસ્તકમાં મેં મુખ્યમંત્રી તરીકે જળવાયુ પરિવર્તન સામે લડવાના વિષયમાં પોતાના અનુભવો અંગે વાત કરી હતી.
વ્યક્તિગત રીકે વૈદિક વાંગ્મયના પોતાના અધ્યયનના આધારે મને એ શિક્ષા મળી હતી કે મનુષ્યો અને પ્રકૃતિ-માતા વચ્ચે મજબૂત બંધન હોય છે. આપણે તમામ મહાત્મા ગાંધીના ન્યાસ પ્રણાલી સિદ્ધાંત વિશે જાણીએ છીએ.
હું આ સંદર્ભ અંગે કહેવા માગીશ કે આપણી વર્તમાન પેઢીની આ જવાબદારી છે કે તે ભાવિ પેઢી માટે સમૃદ્ધ પ્રાકૃતિક સંપત્તિને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે. વિષય ફક્ત જળવાયુ પરિવર્તનનો જ નથી, પરંતુ જળવાયુ ન્યાયનો છે. હું ફરીથી કહું છું કે વિષય ફક્ત જળવાયુ પરિતવર્તનનો નથી પરંતુ જળવાયુ ન્યાયનો છે.
મારું માનવું છે કે જળવાયુ પરિવર્તનનો દુષ્પ્રભાવ સૌથી વધારે નિર્ધન અને વંચિત લોકો પર થાય છે. જ્યારે પ્રાકૃતિક આપત્તિ આવે છે તો સૌથી વધારે મુસીબત તેમની પર જ આવે છે. જ્યારે પૂર આવે છે, લોકો બેઘર થાય છે. જ્યારે ભૂકંપ આવે છે તો તેમના ઘર બરબાદ થઇ જાય છે. જ્યારે દુકાળ પડે છે ત્યારે તેમની પર જ સૌથી વધારે પ્રભાવ પડે છે અને જ્યારે ખૂબ જ ઠંડી પડે છે ત્યારે તે જ ઘર વગરના લોકોને સૌથી વધારે મુસીબતોનો સામનો કરનો પડે છે.
આપણે જળવાયુ પરિવર્તનને આ પ્રકારે લોકોને પ્રભાવિત નહીં કરવા દઇએ. એટલા માટે હું માનું છું કે ચર્ચા જળવાયુ પરિવર્તનના બદલે જળવાયુ ન્યાય પર થવી જોઇએ.
ત્રીજી વિષયવસ્તુ- સંવાદને પ્રોત્સાહન-ને ધ્યાનમાં રાખતા વૈચારિક દ્રષ્ટિકોણના બદલે દાર્શનિક દ્રષ્ટિકોણ થવો જોઇએ. યોગ્ય સંવાદ વગર સંઘર્ષ નિષેધના આ બે વિષયો સંભવ પણ નથી અને તે એટલા અસરકારક પણ નથી.
આપણા સંઘર્ષના સંકલ્પ તંત્રોમાં ગંભીર સીમા વધારેમાં વધારે તરીકે સ્પષ્ટ થાય છે. આપણે રક્તપાત અને હિંસાને રોકવા માટે મહત્વપૂર્ણ, સામૂહિક અને રણનિતી પૂર્વકના પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રકાર એ આશ્ચર્યજનક નથી કે વિશ્વ બૌદ્ધ ધર્મનું જ્ઞાન લઇ રહ્યું છે. આ ઐતિહાસિક એશિયન પરંપરાઓ અને મૂલ્યોની ઓળખ પણ છે જેને સંઘર્ષને રોકવા તથા વિચારધારાઓના માર્ગથી દર્શન શાસ્ત્ર તરફ વધવા માટે એક ફેરફારના રૂપે પ્રયોગ કરી શકાય છે.
આ સંમેલનના સમગ્ર અવધારણાનો સાર, જેમાં પહેલા બે વિષય સંઘર્ષને ટાળવાનો અને પર્યાવરણ ચેતના સામેલ છે, જેમાં પરિચર્ચાના આ ભાગ સહજ છે. આ આપણો ‘એમને વિરુદ્ધ આપણે’ની વિચારધારા દ્રષ્ટિકોણથી દાર્શનિક વિચારધારા તરફ ફેરફાર લાવવાનું આહ્વાન કરે છે. વિશ્વની વિચારધારા ભલે તે ધાર્મિક કે ધર્મનિરપેક્ષતાથી દર્શન તરફ પરિવર્તન કરવાની હોય, એના વિષે જાણકારી આપવાની જરૂર છે. ગયા વર્ષે જ્યારે મેં સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું, તો મેં સંક્ષિપ્તમાં એ ઉલ્લેખ કર્યો હતો કે વિશ્વને કલ્પનાત્મક દ્રષ્ટિકોણમાં ફેરફાર કરવાની જરૂર છે. એક દિવસ બાદ મેં વિદેશી સંબંધોની પરીષદને સંબોધિત કરતા આ અવધારણાનો થોડો વધારે વિસ્તાર કર્યો હતો. દર્શનનો સાર એ છે કે તે સિમિત વિચારધારા નથી જ્યારે વિચારધારા સિમિત હોય છે એટલે દર્શન ફક્ત પરિચર્ચાની અનુમતિ આપતું નથી પરંતુ આ ચર્ચાના માધ્યમથી સતત સત્યની શોધમાં રહે છે. સમગ્ર ઉપનિષધ સાહિત્ય ચર્ચાઓનું જ સંકલન છે. વિચારધારા ફક્ત રોકાયા વગર સત્યમાં વિશ્વાસ કરે છે એટલા માટે જ વિચારધારાઓ જે ચર્ચાના દરવાજા બંધ કરી દે છે એમનો ઝોંક હિંસા તરફ હોય છે જ્યારે દર્શન હિંસાને વાતચીત દ્વારા રોકવાનો પ્રયત્ન કરે છે.
આ પ્રકારે હિન્દુ અને બૌદ્ધ ધર્મ આ વિષયમાં વધારે દાર્શનિક ચિંતનવાળા છે અને તે ફક્ત વિશ્વાસના તંત્ર જ નથી.
આ મારો દ્રઢ વિશ્વાસ છે કે તમામ સમસ્યાઓનું સમાધાન વાતચીત દ્વારા કરી શકાય છે. પહેલો એ વિશ્વાસ હતો કે બળ, શક્તિનું સૂચક છે. હવે, શક્તિને વિચારધારાને સામર્થ્ય અને પ્રભાવી સંવાદના માધ્યમથી જ પ્રાપ્ત કરવું જોઇએ. આપણે યુદ્ધના વિનાશકારી પ્રભાવને જોયો છે. 20મી શતાબ્દીના પહેલા 50 વર્ષોમાં દુનિયામાં બે વિશ્વ યુદ્ધની ભયાનકતા જોઈ હતી.
હવે, યુદ્ધની પ્રકૃતિ બદલાઇ રહી છે અને ભય વધતો જાય છે. હવે એક બટન દબાવવાથી અમુક જ મિનિટોમાં લાખો લોકોનો જીવ જઇ શકે છે અથવા લાંબુ યુદ્ધ શરૂ થઇ શકે છે.
આપણે સહુ અહીં આ મહત્વપૂર્ણ કર્તવ્ય પાળવા માટે એકત્રિત થયા છીએ જેથી આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે આપણી ભાવિ પેઢી શાંતિ, ગરિમા અને પરસ્પરમાં સન્માનનું જીવન જીવી શકે. આપણે સંઘર્ષ મુક્ત વિશ્વના બીજ રોપવાની જરૂર છે અને આ પ્રયાસમાં બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મનું મહાન યોગદાન છે.
આપણે જ્યારે વાતચીત અંગે વાત કરીએ છીએ તો મહત્વપૂર્ણ છે કે વાતચીત કેવા પ્રકારની હોવી જોઇએ? આ વાર્તા એવી હોવી જોઇએ જે ક્રોધ કે પ્રતિકાર ઉત્પન્ન ન કરે. એવી વાર્તાનું સૌથી મોટું ઉદાહરણ આદિ શંકર અને મંડણ મિશ્રા વચ્ચે થયેલી ચર્ચા હતું.
આધુનિક સમય માટે પણ આ પ્રાચીન ઉદાહરણ સ્મરણીય અને વર્ણન કરવા જેવું છે. આદિ શંકર એક યુવાન હતા જે ધાર્મિક કર્મકાંડોને વધારે મહત્વ આપતા નહોતા જ્યારે મંડણ મિશ્રા એક વૃદ્ધ વિદ્ધાન હતા જે અનુષ્ઠાનોના અનુયાયી હતી તથા પશુ બલિમાં પણ વિશ્વાસ રાખતા હતા.
આદિ શંકરાચાર્ચ કર્મકાંડો ઉપર ચર્ચાના માધ્યમથી એ સ્થાપિત કરવા માગતા હતા કે મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ કર્મકાંડ જરૂરી નથી જ્યારે મંડણ મિશ્રા એ સાબિત કરવા માગતા હતા કે કર્મકાંડોને નકારવામાં શંકર ખોટા છે.
પ્રાચીન ભારતમાં વિદ્ધાનો વચ્ચે સંવેદનશીલ મુદ્દાઓનો વાતચીત દ્વારા હલ શોધવામાં આવતો હતો એવા મુદ્દા રસ્તા પર નક્કી નહોતા કરવામાં આવતા. આદિ શંકર અને મંડણ મિશ્રાએ ચર્ચામાં ભાગ લીધો અને જેમાં શંકર વિજયી થયા હતા. જોરે મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાનો નથી પરંતુ એ છે કે તે ચર્ચા કેવી રીતે આયોજિત કરવામાં આવી હતી. આ એક એવી દિલચસ્પ કહાની છે જે માનવતા માટે સર્વકાળમાં પરિચર્ચાનું ઉચ્ચ રૂપ પ્રસ્તુત કરતી રહેશે.
એ સહમતી હતી કે જો મંડણ મિશ્રા હારી જશે તો તેઓ ગૃહસ્થ છોડી દેશે અને સંન્યાસ ધારણ કરશે. અને જો આદિ શંકર હારી જશે તો તેઓ સન્યાંસ છોડીને વિવાહ કરીને ગૃહસ્થ જીવન અપનાવશે. મંડણ મિશ્રા, જે ઉચ્ચ કોટીના વિદ્ધાન હતા, તેમણે આદિ શંકર કે જેઓ યુવા હતા, તેમને જણાવ્યું હતું કે મંડણ મિશ્રા સાથે તેની સમાનતા નથી એટલે જ તે પોતાની પસંદના કોઇ વ્યક્તિને પંચ તરીકે પસંદ કરે. આદિ શંકરે મંડણ મિશ્રાની પત્ની જે પોતે સાહિત્યમાં રૂચિ ધરાવતા હતા તેમને પંચ તરીકે પસંદ કર્યા હતા. જો મંડણ મિશ્રા હારી જશે તો એ પોતાના પતિને ગુમાવી દેશે. જોકે જુઓ તેણે શું કર્યું ? તેણે મંડણ મિશ્રા અને શંકર, બંને પાસેથી તાજા ફૂલોનો હાર પહેરવા માટે જણાવ્યું હતું અને કહ્યું કે ત્યાર બાદથી જ ચર્ચા શરૂ થશે. તેણે જણાવ્યું હતું કે જેના ફૂલોનો હારની તાજગી સમાપ્ત થઇ જશે તેને પરાજિત જાહેર કરવામાં આવશે, એવું કેમ ? કારણ કે તમે બંનેમાં જેને ગુસ્સો આવશે તેનું શરીર ગરમ થઇ જશે અને તેના કારણે માળાના ફૂલોની તાજગી સમાપ્ત થઇ જશે. ગુસ્સો પોતે જ પરાજયનો સંકેત છે. આ તર્ક પર મંડણ મિશ્રાને ચર્ચામાં પરાજિત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે સંન્યાસ લીધો અને શંકરના શિષ્ય બની ગયા હતા. આ વાતચીતનું મહત્વ દર્શાવે છે કે વાતચીત ગુસ્સા વગર અને સંઘર્ષથી થવી જોઇએ.
આજે, આ શાનદાર સભામાં, આપણે અલગ અલગ જીવન શૈલી સાથે જુદા-જુદા દેશોના લોકો સામેલ છે જોકે જે બંધન આપણને આસપાસમાં બાંધે છે તે આ તથ્ય છે કે આપણી સભ્યતાઓના મૂળ દર્શન, ઇતિહાસ અને વિરાસતમાં છે. બૌદ્ધ ધર્મ અને બોદ્ધ વિરાસત સૌને એકજૂટ રાખનારું અનિવાર્ય પાસું છે.
તે કહે છે આ સદી, એશિયન સદી બનવા જઇ રહી છે. હું સ્પષ્ટ કહું છે કે ગૌતમ બુદ્ધ દ્વારા દેખાડવામાં આવેલા માર્ગ અને આદર્શોને અપનાવ્યા વગર આ સદી એશિયન સદી બની શકશે નહીં.
હું ભગવાન બુદ્ધને એવી જ સામૂહિક આધ્યાત્મિક ભલાઇ કરતા જોઇ રહ્યો છું જેવું વૈશ્વિક વ્યાપારે આપણી સામૂહિક આર્થિક ભલાઇ માટે તથા ડિઝીટલ ઇન્ટરનેટે આપણી સામૂહિક બૌદ્ધિક ભલાઇ માટે કર્યું છે.
હું ભગવાન બુદ્ધને 21મી શતાબ્દીમાં રાષ્ટ્રીય સીમાઓ પાર જુદા-જુદા વિશ્વાસ તંત્રોથી રાજકિય વિચારધારાઓથી અલગ ધૈર્યની ભાવના માટેની સમજને પ્રોત્સાહિત કરનારા પૂલની ભૂમિકા ભજવતા અને આપણને સહનશીલતા અને સહાનૂભૂતિથી પ્રકાશિત કરતા જોયા છે.
તમે એ રાષ્ટ્રનું ભ્રમણ કરી રહ્યા છો જેને પોતાની બૌદ્ધિક વિરાસત પર ખૂબ જ ગર્વ છે. મારું ગૃહનગર ગુજરાતમાં વડનગર છે જ્યાં એવા અનેક સ્થળો છે જ્યાં બૌદ્ધ અવશેષ મળે છે અને ઘણા સ્થાન એવા છે જેનું ચીનના યાત્રી અને ઇતિહાસકાર હેન ત્સાંગે મુલાકાત લીધી હતી.
સાર્ક ક્ષેત્ર બોદ્ધ ધર્મના પવિત્ર સ્થાનો, લુમ્બિની, બોધગયા, સારનાથ, કુશીનગરનું ઘર છે. અ સ્થળો પર આસિયાન દેશો અને ચીન, કોરિયા, જાપાન, મંગોલિયા અન રશિયાથી અનેક તિર્થયાત્રીઓ આવે છે.
મારી સરકાર ભારત ભરમાં આ બૌદ્ધ વિરાસતને પ્રોત્સાહન આપવા માટેના તમામ સંભવ પ્રયાસો કરી રહી છે અને ભારત સમગ્ર એશિયામાં બૌદ્ધિક વિરાસતને વધારવામાં ટોચની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ ત્રણ દિવસીય બેઠક એવો જ એક પ્રયાસ છે.
મને આશા છે કે આગામી ત્રણ દિવસોમાં ભરપૂર જીવંત અને બહુમૂલ્ય ચર્ચાઓ થશે અને આપણે એક સાથે મળીને આ અંગે વિચાર કરીશું કે કેવી રીતે વિશ્વને શાંતિ, સંઘર્ષના સંકલ્પ, સ્વચ્છ અને હરિયાળા વિશ્વ તરફ લઇ જઇએ.
હું એક દિવસ બોધગયામાં તમને મળવા માટે આતુર છું.
આભાર.
UM/AP/J.Khunt/GP
The key themes of Samvad are conflict avoidance, environmental consciousness & dialogue. Looking forward to fruitful discussions.
— Narendra Modi (@narendramodi) September 3, 2015
Am delighted to be here at inauguration of Samvad the Global Hindu-Buddhist Initiative on Conflict Avoidance & Environment Consciousness: PM
— PMO India (@PMOIndia) September 3, 2015
It is a matter of immense happiness that this conference is being held in India, including in Bodh Gaya: PM https://t.co/QttMqG6YDz
— PMO India (@PMOIndia) September 3, 2015
We in India are proud of the fact that it was from this land that Gautama Buddha gave the world the tenets of Buddhism: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
The life of Gautama Buddha illustrates the power of service compassion and, most importantly renunciation: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
He was convinced that material wealth is not the sole goal. Human conflicts repulsed him: PM @narendramodi on Gautam Buddha
— PMO India (@PMOIndia) September 3, 2015
Intolerant non-state actors now control large territories where they are unleashing barbaric violence on innocent people: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
Climate change is a pressing global challenge: PM @narendramodi https://t.co/QttMqG6YDz
— PMO India (@PMOIndia) September 3, 2015
The nature, forests, trees and the well being of all beings play a great role in the teachings of Lord Buddha: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
Personally, it is my reading of Vedic literature that educated me about the strong bond between humans and Mother Nature: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
The most adversely affected by climate change are the poor and the downtrodden: PM @narendramodi https://t.co/QttMqG6YDz
— PMO India (@PMOIndia) September 3, 2015
It is my firm belief that the solution to all problems lies in dialogue: PM https://t.co/QttMqG6YDz
— PMO India (@PMOIndia) September 3, 2015
Without embracing the path and ideals shown by Gautam Buddha, this century cannot be an Asian century: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 3, 2015
Lord Buddha continues to inspire. pic.twitter.com/YtlWwjO7vG
— PMO India (@PMOIndia) September 3, 2015
Lord Buddha and our collective spiritual well-being. pic.twitter.com/2ga7xfvVMA
— PMO India (@PMOIndia) September 3, 2015
Across borders, faiths...playing the role of a bridge, enlightening us with values of tolerance and empathy. pic.twitter.com/RUy5t5rnw4
— PMO India (@PMOIndia) September 3, 2015
Power isn't about force. Power must come through strength of ideas & dialogue. pic.twitter.com/wXphVVzcfz
— PMO India (@PMOIndia) September 3, 2015
Towards an Asian Century. pic.twitter.com/uxIbjKGciS
— PMO India (@PMOIndia) September 3, 2015
Let us give our future generations a life of peace & dignity. pic.twitter.com/VjP58kCiag
— PMO India (@PMOIndia) September 3, 2015
Climate justice, not merely climate change...it is our responsibility towards the future generations. pic.twitter.com/djQwYvp1Cq
— PMO India (@PMOIndia) September 3, 2015