પ્રધાનમંત્રી કાર્યાલયમાં હાલ OSD તરીકે કાર્યરત શ્રી પી કે સિંહાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
શ્રી સિંહાએ 13મી જૂન 2015 થી 30મી ઓગસ્ટ 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે સેવાઓ આપી છે. તે ઉત્તરપ્રદેશ કેડરના 1977ની બેંચના IAS અધિકારી છે. તેમની દિર્ધ કારકિર્દી દરમિયાન શ્રી સિંહાએ ઉર્જા અને જહાજ પરિવહન મંત્રાલયના સચિવ તરીકે કામગીરી કરી છે. તેમણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ખાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે.
તેઓ દિલ્હી યુનિવર્સિટીની સેંટ સ્ટિફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકનીપદવી ધરાવે છે. ત્યારબાદ તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક કર્યુ છે. ત્યારબાદ તેમણે સેવામાં કાર્યરત રહીને જાહેર વહિવટમાં માસ્ટર્સ ડિપ્લોમા અને સામાજિક વિજ્ઞાનમાં એમ.ફિલની પદવી પ્રાપ્ત કરી હતી.
IASના લાંબા કાર્યકાળ દરમિયાન શ્રી સિંહાએ ઉત્તરપ્રદેશ સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારના સ્તરે વિવિધ હોદ્દાઓ ઉપર પોતાની સેવાઓ આપી છે.
રાજ્ય સરકારના સ્તરે જોનપુર અને આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ, વારાણસીના કમિશનર, સચિવ (આયોજન) અને મુખ્ય સચિવ (સિંચાઇ) વગેરે જેવા હોદ્દાઓ ઉપર પોતાની સેવાઓ આપી છે. તેમણે કેન્દ્ર સરકારમાં અનેક વર્ષો સુધી તેલ અને કુદરતી ગેસ મંત્રાલય, ઉર્જા મંત્રાલયઅને જહાજ પરિવહન મંત્રાલયના મુખ્યત્વે ઉર્જા અને માળખાકીય ક્ષેત્રોમાં સેવાઓ પ્રદાન કરી છે. તેઓ ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાં જેવા વિષયોમાં તજજ્ઞતા ધરાવે છે.
*******
DK/J.Khunt