Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકામાં પૂર અને જમીન ધસી પડતાં જાનમાલની હાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર અને જમીન ધસી પડવાને કારણે શ્રીલંકામાં જાનમાલની હાનિ પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પૂર અને જમીન ધસી પડવાના કારણે શ્રીલંકામાં જાનમાલની હાનિ પર ભારત દુઃખની લાગણી વ્યક્ત કરે છે.

અમે શ્રીલંકાના ભાઈઓ અને બહેનો માટે આ જરૂરિયાતના સમયે તેમની સાથે છીએ.

અમારા જહાજો રાહત સામગ્રી સાથે રવાના થઈ ગયા છે. પ્રથમ જહાજ આવતીકાલે સવારે કોલંબો પહોંચી જશે.

બીજું જહાજ રવિવારે પહોંચશે. વધુ સહાયની કામગીરી ચાલુ છે.”

TR