આજે શ્રીલંકાનાં વિદેશ મંત્રી શ્રી રવિ કરુણાનાયકેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ ગયા મહિને આંતરરાષ્ટ્રીય વેસાક દિવસના પ્રસંગે તેમની શ્રીલંકાની ફળદાયક અને યાદગાર મુલાકાતને યાદ કરી હતી. તેમણે શ્રી કરુણાનાયકેને વિદેશ મંત્રી તરીકે નવી જવાબદારી લેવા બદલ અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલનમાં જાનમાલની હાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ સંબંધમાં શ્રીલંકાને સહાય જાળવી રાખવા ભારતની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રી રવિ કરુણાનાયકેએ પૂર અને ભૂસ્ખલન પછી ભારતની ઝડપી સહાય બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ભારત સાથે ગાઢ સંબંધને મજબૂત કરવાની પ્રક્રિયા ચાલુ રાખવા શ્રીલંકાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
AP/J.Khunt/TR/GP
Mr. Ravi Karunanayake, the Foreign Minister of Sri Lanka met PM @narendramodi. pic.twitter.com/MVu3KB7Qsq
— PMO India (@PMOIndia) June 6, 2017