આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!
હું ભારતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકનું હાર્દિક સ્વાગત કરું છું. મને પ્રસન્નતા છે કે તમે રાષ્ટ્રપતિ તરીકે તમારી પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતને પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ દિસાનાયકની મુલાકાતથી આપણા સંબંધોમાં નવી ગતિશીલતા અને ઊર્જાનો સંચાર થયો છે. અમે અમારી ભાગીદારી માટે ભવિષ્યનું વિઝન અપનાવ્યું છે. અમે અમારી આર્થિક ભાગીદારીમાં રોકાણ–સંચાલિત વૃદ્ધિ અને કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે. અને નક્કી કર્યું છે કે ભૌતિક, ડિજિટલ અને ઊર્જાનું જોડાણ આપણી ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ હશે. અમે બંને દેશો વચ્ચે વીજળી–ગ્રિડ કનેક્ટિવિટી અને મલ્ટિ–પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન્સ સ્થાપિત કરવાની દિશામાં કામ કરીશું. સમપુર સૌર ઊર્જા પરિયોજનાને વેગ આપવામાં આવશે. આ ઉપરાંત શ્રીલંકાના પાવર પ્લાન્ટ્સ માટે એલએનજીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. બંને પક્ષો દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં ઇટીએ પૂર્ણ કરવા પ્રયાસ કરશે.
મિત્રો,
અત્યાર સુધી ભારતે શ્રીલંકાને 5 અબજ ડોલરની ગ્રાન્ટ અને લાઇન ઓફ ક્રેડિટ આપી છે. અમે શ્રીલંકાના તમામ ૨૫ જિલ્લાઓને ટેકો પૂરો પાડી રહ્યા છીએ. અમારા પ્રોજેક્ટ્સની પસંદગી હંમેશા આપણા ભાગીદાર દેશોની વિકાસલક્ષી પ્રાથમિકતાઓના આધારે કરવામાં આવે છે. આ વિકાસલક્ષી સાથસહકારને આગળ વધારીને અમે અનુરાધાપુરા રેલ સેક્શન અને કાંકેસાન્થુરાઇ બંદરને માહોની સિગ્નલિંગ સિસ્ટમના કાયાકલ્પ માટે ગ્રાન્ટ સપોર્ટ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. અમારા શૈક્ષણિક સહયોગના ભાગરૂપે, અમે જાફનાના 200 વિદ્યાર્થીઓને અને શ્રીલંકાના પૂર્વીય ક્ષેત્રની યુનિવર્સિટીઓને માસિક શિષ્યવૃત્તિ પ્રદાન કરીશું. આગામી પાંચ વર્ષમાં, શ્રીલંકાના 1500 સનદી અધિકારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવશે. ભારત આવાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને માળખાગત સુવિધાઓની સાથે સાથે કૃષિ, ડેરી અને મત્સ્યપાલનનાં ક્ષેત્રોમાં પણ શ્રીલંકાને સાથસહકાર આપશે. ભારત શ્રીલંકામાં વિશિષ્ટ ડિજિટલ ઓળખ પ્રોજેક્ટ માટે ભાગીદારી કરશે.
મિત્રો,
રાષ્ટ્રપતિ ડિસનાયક અને હું સંપૂર્ણ સહમત છીએ કે આપણા સુરક્ષા હિતો એકબીજા સાથે જોડાયેલા છે. અમે સુરક્ષા સહયોગ સમજૂતીને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. અમે હાઇડ્રોગ્રાફી પર સહકાર આપવા માટે પણ સંમત થયા છીએ. અમારું માનવું છે કે કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ છત્ર હેઠળ દરિયાઈ સુરક્ષા, આતંકવાદનો સામનો કરવા, સાયબર સુરક્ષા, દાણચોરી અને સંગઠિત અપરાધ સામે લડવા, માનવતાવાદી સહાય અને આપત્તિમાં રાહત જેવી બાબતોમાં સાથસહકાર આપવામાં આવશે.
મિત્રો,
ભારત અને શ્રીલંકાની વચ્ચે લોકોથી લોકો વચ્ચેનો સંબંધ આપણી સભ્યતાઓમાં જકડાયેલો છે. જ્યારે ભારતે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરી હતી, ત્યારે શ્રીલંકા આ ઉજવણીમાં અમારી સાથે જોડાયું હતું. ફેરી સર્વિસ અને ચેન્નાઈ–જાફના ફ્લાઇટ કનેક્ટિવિટીથી પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે સાંસ્કૃતિક સંબંધોને પણ મજબૂત કરવામાં આવ્યા છે. અમે સંયુક્તપણે નિર્ણય લીધો છે કે, નાગાપટ્ટિનમ – કંકેસાન્થુરાઇ ફેરી સર્વિસના સફળ પ્રક્ષેપણ પછી, અમે રામેશ્વરમ અને તલાઇમન્નાર વચ્ચે ફેરી સર્વિસ પણ શરૂ કરીશું. બૌદ્ધ સર્કિટ અને શ્રીલંકાની રામાયણ ટ્રેઇલ મારફતે પર્યટનમાં રહેલી પ્રચૂર સંભવિતતાને સાકાર કરવા માટે પણ કામ શરૂ કરવામાં આવશે.
મિત્રો,
અમે અમારા માછીમારોની આજીવિકા સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ વિસ્તૃત વાત કરી. અમે બંને સંમત થયા હતા કે આપણે આ બાબતે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. અમે શ્રીલંકામાં પુનર્નિર્માણ અને સુલેહ વિશે પણ વાત કરી હતી. રાષ્ટ્રપતિ દિસાનાયકે મને તેમના સર્વસમાવેશક પરિપ્રેક્ષ્યથી વાકેફ કર્યા હતા. અમને આશા છે કે શ્રીલંકાની સરકાર તમિલ લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. અને તેઓ શ્રીલંકાના બંધારણનો સંપૂર્ણ અમલ કરવા અને પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ યોજવાની દિશામાં તેમની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે.
મિત્રો,
મેં રાષ્ટ્રપતિ દિસાનાયકને ખાતરી આપી છે કે રાષ્ટ્રનિર્માણની દિશામાં તેમના પ્રયાસોમાં ભારત એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ઊભું રહેશે. ફરી એક વાર, હું રાષ્ટ્રપતિ દિસાનાયક અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. હું બોધગયાની તેમની મુલાકાત માટે તેમને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે તે આધ્યાત્મિક ઊર્જા અને પ્રેરણાથી ભરપૂર હોય.
તમારો ખૂબ ખૂબ આભાર.
AP/IJ/GP/JD
Addressing the press meet with President @anuradisanayake of Sri Lanka. https://t.co/VdSD9swdFh
— Narendra Modi (@narendramodi) December 16, 2024
मैं राष्ट्रपति दिसानायक का भारत में हार्दिक स्वागत करता हूँ।
— PMO India (@PMOIndia) December 16, 2024
हमें ख़ुशी है कि राष्ट्रपति के रूप में अपनी पहली विदेश यात्रा के लिए आपने भारत को चुना है।
आज की इस यात्रा से हमारे संबंधों में नई गति और ऊर्जा का सृजन हो रहा है: PM @narendramodi
भारत ने अब तक श्रीलंका को 5 बिलियन डॉलर की Lines of Credit और grant सहायता प्रदान की है।
— PMO India (@PMOIndia) December 16, 2024
श्रीलंका के सभी 25 जिलों में हमारा सहयोग है।
और हमारे प्रोजेक्ट्स का चयन सदैव पार्टनर देशों की विकास प्राथमिकताओं पर आधारित होता है: PM @narendramodi
भारत और श्रीलंका के people to people संबंध हमारी सभ्यताओं से जुड़े हैं।
— PMO India (@PMOIndia) December 16, 2024
जब भारत में पाली भाषा को “Classical भाषा” का दर्जा दिया गया, तो श्रीलंका में भी उसकी खुशी मनाई गई: PM @narendramodi
हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर भी चर्चा की।
— PMO India (@PMOIndia) December 16, 2024
हम सहमत हैं, कि हमें इस मामले में एक मानवीय approach के साथ आगे बढ़ना चाहिए: PM @narendramodi
It was indeed wonderful meeting you, President Anura Kumara Dissanayake. Your visit to India is going to add great momentum to the India-Sri Lanka friendship! @anuradisanayake https://t.co/VXfa9JX5Px
— Narendra Modi (@narendramodi) December 16, 2024
Today’s talks with President Anura Kumara Dissanayake covered topics such as trade, investment, connectivity and energy. Our nations also look forward to collaborating in sectors such as housing, agriculture, dairy and fisheries. @anuradisanayake pic.twitter.com/vdKC4Um32o
— Narendra Modi (@narendramodi) December 16, 2024
India and Sri Lanka will also work together to strengthen the fight against terrorism and organised crime. Likewise, we will also focus on maritime security, cyber security and disaster relief. pic.twitter.com/OVre18geDx
— Narendra Modi (@narendramodi) December 16, 2024
India-Sri Lanka ties will keep getting stronger! @anuradisanayake pic.twitter.com/S3E5NSEi4Q
— Narendra Modi (@narendramodi) December 16, 2024