નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવેલા શ્રીલંકાના નાણામંત્રી માનનીય બાસિલ રાજપક્ષેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આજે અગાઉ મુલાકાત કરી હતી. .
નાણામંત્રી રાજપક્ષેએ પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય આર્થિક સહયોગ વધારવા માટે બંને દેશો દ્વારા લેવામાં આવી રહેલી પહેલો વિશે જાણકારી આપી અને શ્રીલંકાની અર્થવ્યવસ્થા માટે ભારત દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને તેના S.A.G.A.R (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિ) સિદ્ધાંતમાં શ્રીલંકાની કેન્દ્રીય ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત શ્રીલંકાના મૈત્રીપૂર્ણ લોકોની સાથે ઊભું રહેશે.
નાણાપ્રધાન રાજપક્ષેએ સાંસ્કૃતિક ક્ષેત્ર સહિત બંને દેશો વચ્ચેના લોકોથી લોકો વચ્ચેના ગાઢ સંબંધોની નોંધ લીધી. પ્રધાનમંત્રીએ બૌદ્ધ અને રામાયણ પ્રવાસન સર્કિટના સંયુક્ત પ્રચાર સહિત પ્રવાસીઓના પ્રવાહમાં વધારો કરવાની સંભાવના તરફ ધ્યાન દોર્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
<a href=”https://www.instagram.com/pibahmedabad” …
Had a good meeting with Sri Lanka's Finance Minister @RealBRajapaksa. Glad to see our economic partnership strengthen and investments from India grow. pic.twitter.com/HxXbs65LQy
— Narendra Modi (@narendramodi) March 16, 2022