પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે (10-3-2016) શિખ ગુરુદ્વારા અધિનિયમ, 1925માં સંશોધનની બાબતમાં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ પર વિચાર કર્યો જેમાં સંસદના માધ્યમથી અધિનિયમને સંશોધિત કરીને શિખ ગુરુદ્વારા અધિનિયમ 1925 અંતર્ગત ગઠિત બોર્ડ તથા સમિતિઓના સભ્યોની ચૂંટણીમાં મત નાંખવા માટે વર્ષ 1944માં સહજધારી શિખોને અપાયેલી છૂટને સમાપ્ત કરવાનો આગ્રહ કરાયો.
આના અનુરૂપ કેન્દ્રીય મંત્રિમંડળે સંસદ દ્વારા શિખ ગુરુદ્વારા અધિનિયમ, 1925માં સંશોધન કરવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે 08-10-2003ની પાછલી તારીખથી પ્રભાવી માનવામાં આવશે.
J.Khunt/GP