પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 સપ્ટેમ્બર, 2015ના રોજ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે અનૌપચારિક વાર્તાલાપ કર્યો.
પ્રધાનમંત્રીએ દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે શિક્ષકોને નિરંતર પ્રયાસ ચાલુ રાખવા માટે કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષકોએ પ્રૌદ્યોગિકી પ્રત્યે સચેત રહેવું જોઈએ અને પોતાના શિક્ષણ ક્રમના એક અંગ અતર્ગત વિવેકપૂર્ણ રીતે આત્મસાત કરવી જોઈએ. તેમણે છાત્રો વચ્ચે સર્જનશીલતાને પ્રોત્સાહન આપવા માટે પણ શિક્ષકોને અપીલ કરી.
શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની આદત પાડવા માટે પણ શિક્ષકોને આહ્વાન કર્યું.
આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય માનવ સંસાધન રાજ્યમંત્રી ડૉ. રામશંકર કઠેરિયા પણ ઉપસ્થિત હતા.
UM/J.Khunt/GP
Met teachers who have been conferred National Awards. Our interaction was wonderful. http://t.co/wpuZbK7wjz
— Narendra Modi (@narendramodi) September 4, 2015
I congratulated all teachers conferred the National Awards for their determination & their invaluable service to our nation.
— Narendra Modi (@narendramodi) September 4, 2015