Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ


પ્રશ્ન – સર શું હું જાણી શકું કે તમારા મનમાં કોની ઉંડી છાપ છે?

પ્રધાનમંત્રીજી : અચ્છા એ કહો કે એવરેસ્ટથી નીચે આવ્યા બાદ તારા મિત્રો તારી સાથે કેવો સંબંધ રાખે છે. તને ખૂબ મોટી માને છે અને તારાથી દૂર ભાગે છે એવું તો નથી ને. શું થાય છે? મોટા થવાથી મોટી તકલીફ થાય છે બેટા. તારા તમામ મિત્રો તારી સાથે પહેલા જેવી જ મિત્રતા રાખે છે. નથી રાખતા.

બેટા તારો સવાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મારા જીવનમાં કોની સૌથી વધારે ઉંડી છાપ છે. જોકે જીવન બને છે કે કોઇ એક વ્યક્તિના કારણે નથી બનતું. જો આપણે ગ્રહણ કરવાનું દિમાગ ધરાવીએ છીએ અને હંમેશાં તમામ ચીજોને ગ્રહણ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો એક નિરંતર પ્રવાહ ચાલતો જ રહે છે. લોકો આપણને કંઇને કંઇ આપીને જ જાય છે. ક્યારેક રેલવેમાં પ્રવાસ કરતી વખતે બે કલાકમાં તમને એક ચીજવસ્તુ શીખવા મળી જાય છે. એક તો મારો સ્વભાવ નાની ઉંમરથી જ જીજ્ઞાસુ રહ્યો છે. હું ચીજવસ્તુને સમજવામાં તત્પર રહેતો હતો. એનો મને લાભ મળ્યો છે. બીજું એ કે મારા તમામ શિક્ષકો પ્રત્યે મને લગાવ રહેતો હતો. એક મારા પરિવારમાં મારા માતાજી મારી ઘણી સારસંભાળ લેતા હતા. જોકે બાળપણમાં એક નાનકડું ગામ હતું એટલે અન્ય કોઇ પ્રવૃત્તિ રહેતી નહોતી તેથી સમય ક્યાં પસાર કરવો, તો અમે લાઇબ્રેરીમાં જતા હતા. અને સારું હતું કે મારા ગામમાં સારી લાઇબ્રેરી હતી, પુસ્તકો પણ સારા હતા. તો સ્વામી વિવેકાનંદજીને વાંચવાની મને તક મળી હતી અને વધારેમાં મને એમાં જ મસ્ત રહેવામાં આનંદ આવવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું છે કે એ પુસ્તકોએ અને તેમના જીવને મારા પર વધારે પ્રભાવ ઉત્પન્ન કર્યો છે. ધન્યવાદ.

પ્રશ્ન – સર, હું સફળ નેતા બનીને રાજકારણમાં સહકાર આપવા માગું છું. કેવું વ્યક્તિત્વ અને ગુણ નેતા બનવા માટે જોઇએ.

પ્રધાનમંત્રીજી : દેશમાં એક તો રાજકિય જીવનની એટલી બદનામી થાય છે કે લોકોને બીક લાગે છે કે અહીં તો જઇ જ ન શકાય, જવું જ ન જોઇએ, સારા લોકોનું ત્યાં કામ જ નથી. એના કારણે દેશને મોટું નુકસાન થાય છે. આપણે લોકશાહીની વ્યવસ્થામાં છીએ.. રાજકારણ, રાજકિય સિસ્ટમ, રાજકીય પક્ષ એ તેનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે. અને દેશ માટે ખૂબ જ આવશ્યક છે કે રાજકારણમાં સારા લોકો આવે, વિદ્વાન લોકો આવે, જીવનના જુદા જુદા ક્ષેત્રના લોકો આવે, તમામ ક્ષેત્રોના લોકો રહેવા જોઇએ. અને ત્યારે જ આપણું રાજકિય જીવન પણ અત્યંત સમૃદ્ધ બનશે. તમે જુઓ મહાત્મા ગાંધી જ્યારે આઝાદીનું આંદોલન ચલાવતા હતા. તમે જોયું હશે કે જીવનના તમામ ક્ષેત્રના લોકો આંદોલનમાં જોડાયા હતા. અને એના કારણે જ એ આઝાદીના આંદોલનની તાકાત વધી હતી. ખૂબ જ મોટી તાકાત હતી. સમગ્ર આંદોલનના શબ્દની તાકાત પણ ખૂબ જ મોટી હતી. એટલે જ જેટલી વધારે માત્રામાં લોકો આવે એટલું જ દેશના કલ્યાણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હશે તેમનો. જ્યાં સુધી તમે રાજકારણમાં આવવા માગો છો. તમારે આગેવાની કરવી પડશે. જેમ તમે આ ઓલિમ્પિયાડમાં વિજયી બન્યા. જેથી તમારી અંદર એક લીડરશીપનો ગુણ હશે ત્યારે જ એમ કર્યું હશે. તમે વિચારો કે તમારા ગામની સ્કૂલમાં કોઇ ઘટના બને છે તો સૌથી પહેલા તમે ત્યાં પહોંચો છો? પ્રયત્ન કરો. તમે જેવા ત્યાં પહોંચો છો લોકોને લાગે છે કે જુઓ આતો અહીં પહોંચી ગઇ. ચલો આપણે પણ જઇએ. મતલબ કે તમારી આગેવાનીનો ગુણ ધીરે ધીરે સ્થાપિત થશે. તમને પણ વિશ્વાસ થશે કે હું પણ દસ લોકોને સાથે રાખીને ચાલું. હું વીસ લોકોને લઇને ચાલું. આગેવાનીનો ગુણ સહજ હોય છે. તેનો વિકાસ પણ કરી શકાય છે. તમે કેવી રીતે પહોંચો છો. બીજું, આગેવાન કેમ બનવું છે. એ સ્પષ્ટ હોવું જોઇએ. ચૂંટણી લડવા માટે, ખુરશી મેળવવા માટે, કે પછી જે સમાજની વચ્ચે તમે રહો છે એ સમાજની સમસ્યાઓનું સમાધાન કરવા માટે. જો તેમની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કરવું છે તો આપણને તેમના પ્રત્યે એટલો લગાવ હોવો જોઇએ, એટલો પ્રેમ હોવો જોઇએ કે તેમનું દુ:ખ તમને ઊંઘવા ન દે. અને તેમનું સુખ આપણી ખુશીઓથી વધારે હોય. આવો ભાવ જ્યાં સુધી આપણી અંદર ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી નેતા બનવું મુશ્કેલ છે. તેથી જ તમારે તમારી રીતે જોવું જોઇએ કે શું તમે આ કરી શકો છો. અને જો કરી શકીશો તો તમને કોઇની પણ જરૂર પડશે નહીં. તમને જાતે જ દેશ લીડર બનાવી દેશે. તમને ખૂબ શુભકામનાઓ.

પ્રશ્ન – પ્રધાનમંત્રીજી, ડિઝીટલ ઇન્ડિયા કાર્યક્રમ એક ખૂબ અનોખો કાર્યક્રમ છે. જોકે ભારતના ઘણા સ્થાનો પર વિજળી પહોંચી નથી. ત્યારે આ કેવી રીતે સંભવ થશે?

પ્રધાનમંત્રીજી : જુઓ તમે સવાલ પૂછ્યો કે તમે ડિઝિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છો પરંતુ ઘણી જગ્યાએ વિજળી નથી. તમારી વાત સાચી છે. મેં હમણા જ 15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી એક વાત કરી હતી, સાંભળ્યું હોય તો, કે આપણા દેશમાં 18000 ગામ એવા છે જ્યાં વિજળી નથી. મેં અમારા સરકારી અધિકારીઓની મિટિંગ કરી હતી. બે-ત્રણ મિટિંગ કરી ચૂક્યો છું. અત્યારથી જ હું તેમની પાછળ પડ્યો છું કે મારે આગામી 1000 દિવસમાં 18000 ગામોમાં વિજળી પહોંચાડવી છે. તો એક તો કામ જે તમે કહી રહ્યા છો તે પૂરું થવાની દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. બીજું એ કે વિજળી નથી તો આજે ડિઝીટલ એક્ટિવીટી રોકાતી નથી. સોલર સિસ્ટમથી પણ કરી શકાય છે અને ડિઝીટલ ઇન્ડિયાથી આપણે અછૂત રહી શકતા નથી. એ આપણી જિંદગીનો ભાગ બની રહ્યું છે. અને આપણે પણ ગતિ વધારવી હશે તો પારદર્શકતા લાવવી હોય, સારા શાસન તરફ જવું હોય તો ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરવો પડશે. સામાન્ય માનવીને એનો હક તેની હથેળીમાં મોબાઇલ ફોન પર તેની તમામ વાતો જ કેમ ન હોય. એક પ્રકારથી ડિઝીટલ ઇન્ડિયા સશક્તીકરણ અભિયાન છે. એ કોઇ તામઝામ નથી કે આપણા દેશમાં આટલા મોબાઇલ ફોન છે કે આપણા દેશમાં નથી. આ સામાન્ય નાગરિકને સશક્ત કરવાનો લક્ષ્યાંક છે. અને એટલા માટે વિજળી ક્યારેય વચ્ચે આવશે નહીં. બીજું એ કે મારું એક સપનું છે કે 2022, જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ મનાવશે, ત્યારે ઘરોમાં 24/7 વિજળી હોવી જોઇએ. વિજળી વચ્ચે વચ્ચે તો જતી રહે છે, દિલ્હીમાં અનુભવ છે. જનરેટર રાખવું પડે છે. તો એનાથી મુક્તિ મળવી જોઇએ. તેના પર હું કામ કરી રહ્યો છું તેથી તમે જે ઇચ્છો છો તે થઇ જશે.

પ્રશ્ન – તમને કઇ રમત પસંદ છે?

પ્રધાનમંત્રીજી : જુઓ જે રમતમાં અાગળ જાય છે તેમાં અને જ્યારે છોકરીઓ રમતમાં આગળ જાય છે. તો હું કહું છું કે તેમાં એમની માતાનો મોટો ફાળો હોય છે. ખબ જ મોટો ફાળો હોય છે. કારણ કે માતા ઇચ્છતી હોય છે કે દિકરી મોટી થઇ રહી છે તો તેને રસોડામાં મદદ કરે, તમામ કામમાં મદદ કરે પણ એ તમામ બંધ કરીને માતા કહે છે કે નહીં બેટા જા તું રમવા જા. આગળ વધો, તેમાં માતાનો ખૂબ જ મોટો ત્યાગ હોય છે. એ શારીરિક ક્ષમતામાં પરમાત્માએ તેને કંઇને કંઇ ઊણપ આપી છે. તેમ છતાં પણ આ બાળકીએ કમાલ કરી છે. હું તેના શિક્ષકને વિશેષ રૂપથી ધન્યવાદ કરું છું. તેણે આવા બાળક તરીકે કેટલો સમય વિતાવ્યો હશે. ત્યારે જઇને સોનિયામાં આ પ્રકારની હિંમત આવી હશે. હું શિક્ષકને પણ અભિનંદન આપું છું અને સોનિયાને પણ અભિનંદન આપું છું. હવે તેણે મને પૂછ્યું કે તમે કઇ રમત રમો છો. હવે રાજકારણવાળા શું રમે છે, તમામને ખબર છે. પણ હું સામાન્ય નાના ગામમાંથી આવું છું, અમે અત્યારે જે રમતો છે તે સમયે આ તમામ રમતોના નામો ક્યારેય સાંભળ્યા નહોતા કે જોયા નહોતા, અને અમારું પારિવારિક બેકગ્રાઉન્ડ પણ એવું નહોતું કે અમે આવી રમતો રમી શકીએ. ઝાડ પર ચડી જવું, લટકી જવું, ઉછળવું, એ જ અમારી રમતો હતી. વધારેમાં વધારે કબડ્ડી, ખો-ખો, સ્કૂલમાં રમતા હતા. જોકે મારે કપડા હાથથી ધોવા પડતા હતા તો હું તળાવે જતો હતો, જેના કારણે મને તરતા આવડતું હતું અને એ જ મારો શોખ બની ગયો હતો. ઘણા સમય સુધી હું તળાવમાં તરતો હતો અને એ જ મારી આદત બની ગઇ હતી. થોડો આગળ વધ્યો અને યોગની દુનિયામાં જોડાયો તો એમાં મને રસ પડવા લાગ્યો હતો. પરંતુ જેને તમે રમત કહો છો. મારા એક શિક્ષક હતા પરમાર સાહેબ, અત્યારે તો ખબર નથી કે તેઓ ક્યાં છે મેં તેમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ મને મળ્યાં નહોતા. તે વડોદરાના બાંદ્રા પાસે કદાચ રહેતા હતા. અને મારા ગામમાં તેઓ શિક્ષક હતા, તેઓ પી.ટીના શિક્ષક હતા. તેમણે એક જૂની વ્યાયમશાળાને જીવતી કરી હતી. તો હું સવારે પાંચ વાગ્યે તે વ્યાયામશાળામાં જતો રહેતો હતો. અને મલસ્તમ શીખતો હતો. જોકે મારી એટલી ક્ષમતા નહોતી એથી હું કોઇ સ્પર્ધામાં પહોંચી શક્યો નથી. જોકે તેમના કારણે હું થોડો મલસ્તમ શીખ્યો હતો. જેવું તમે સહું જાણો છો કે આપણા દેશના ગામડાઓમાં એ પ્રકારની તો રમતો રમાતી જ નથી, જોકે હિન્દુસ્તાનના તમામ બાળકો હોય છે જે ક્રિકેટ રમતો ન હોય તો ક્રિકેટ જ્યાં રમાતું હોય ત્યાં કિનારે તો બેઠો જ હોય છે અન બોલ બહાર જાય તો બિચારો ઉઠાવીને તે આપે છે. હું આવી સેવા ખૂબ જ કરતો હતો. સોનિયા ખૂબ ખૂબ અભિનંદન તને.

પ્રશ્ન – તમે જ્યારે સ્વચ્છ ભારત અભિયાન અમલમાં મૂકી રહ્યા હતા ત્યારે તમારે કેવી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો ?

પ્રધાનમંત્રીજી : જ્યારે મેં વિચાર કર્યો હતો ત્યારે મને લાગી રહ્યું હતું કે ઘણા પડકારો છે. હવે નથી લાગતું. એટલા માટે નથી લાગતું કે આઠમા નવમા ધોરણની બાળકીઓ પણ જો કચરાની વ્યવસ્થાપન અંગેની એપ્લિકેશન બનાવી શકે છે જે દુનિયામાં જઇને ઇનામ જીતી લાવે છે. એનો મતલબ એ છે કે મારો દેશ સ્વચ્છ થઇને રહેશે. એ સ્વચ્છ અભિયાનથી વધારે આપણા સ્વભાવ સાથે જોડાયેલું છે. આ આપણે ગંદકીથી નફરત કરવાનો સ્વભાવ વિક્સાવીએ તો સ્વચ્છતા આપમેળે થઇ જશે. મને હાલમાં ઘણા લોકો મળે છે અને કહે છે કે અમારા ઘરમાં અમારો પૌત્ર છે એ ત્રણ વર્ષનો છે તે કચરો ફેંકવા દેતો નથી અને મોદી-મોદી કરે છે. હું તમને જણાવું છું કે આ કામમાં સામાન્ય રીતે સરકાર કોઇ કાર્યક્રમ લાવે છે કે કોઇ રાજનેતા કોઇ કાર્યક્રમ બોલે છે તો આપણા દેશમાં ફક્ત વિપક્ષ જ નહીં પરંતુ લોકો પણ તેનો વિરોધ કરે છે. તેને પરેશાન કરી મૂકે છે કે આ નથી થયું , તે નથી થયું. આ એક કાર્યક્રમ એવો છે કે જેનું તમામ લોકો સમર્થન કરી રહ્યા છે. તમે જોયું હશે કે મીડિયાના લોકોએ તેને કેટલું આગળ વધાર્યું છે. પોતાની કમાણીનો સમય છોડીને એટલે કે કમાણી છોડીને તેઓ સ્વચ્છતા માટે કેમેરા લઇને ઉભા થઇ જાય છે. અને જો કોઇ ફેંકે છે તો તેનું ઇન્ટરવ્યું લઇને તેને ડરાવે છે. હવે જો આનું લોકશિક્ષાનું કામ થઇ રહ્યું છે. બીજું એ છે કે આપણે કચરાનું વ્યવસ્થાપન કર્યા સિવાય અંતિમ ઉકેલ નથી લાવી શકતા. થોડા સરળ ઉપાય છે. સરળ ઉપાય માની લો કે એક નાનું શહેર છે, તેના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં થોડા ગામ છે. જો તે ગામ અર્થ વોર્મ્સ લાવીને, શહેરનો કચરો ત્યાં નાંખે છે અને તે કીડાઓથી તેઓ ખાતર બનાવે છે અને તે ખાતર વેચે છે તો શહેર સ્વચ્છ થઇ જાય છે અને ગામને આવક પણ મળે છે. અને આસાનાથી ચીજવસ્તુઓને જોડી શકાય છે. નાના નાના પ્રયોગ છે. તેનાથી પણ આપણે કચરાને આવકમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. આજે કચરો એક મોટો વેપાર છે. ખૂબ જ મોટો વેપાર, ખૂબ જ મોટી સંખ્યામાં વ્યવસાયિકો કચરાના વ્યવસ્થાપનના ઉદ્યોગમાં આવી રહ્યા છે. અને અમે પણ ઇચ્છી રહ્યા છીએ કે સરકાર જ્યાં ફંડ આપીને મદદ કરીને કામને આગળ વધારે, નગર પાલિકાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, મહાનગર પાલિકાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, અને ગામમાં પણ મુખ્ય વાત રહે છે. ગામમાં મુખ્ય વાત રહે છે કે પાણીનો નિકાલ કેવી રીતે થાય. ગંદા પાણીનો નિકાલ તો આપણે એક વાર કરી લીધો તો ત્યાં સમસ્યા થતી નથી. બાકી વસ્તુઓ તો પોતાના ખેતરમાં નાંખી દે છે. જે આપમેળે ખાતર બની જાય છે. આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વભાવ હોય છે. તેને લઇને સરકાર તરફથી ઘણી યોજનાઓ ચાલી રહી છે, બજેટ પણ આપવામાં આવી રહ્યું છે અને પરિણામ પણ દેખાઇ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક સારું કામ હાથમાં લીધું છે.

પ્રશ્ન : વિદ્યાર્થીઓ એન્જિનીયર, ડોક્ટર વગેરે બનવા માગે છે, 3 કલાકની કમ્પ્યુટરની પરીક્ષામાં સારું પ્રદર્શન કરવું એ જ શિક્ષણનો હેતુ બની ગયો છે જેના કારણે શાળાકિય જીવન, બાળપણ અને જિજ્ઞાસા મરી પડે છે. સર તમે તેમને શું સંદેશો આપશો અને તમે આ પરિસ્થિતિને યોગ્ય કરવા કેવા પગલા લેશો.

પ્રધાનમંત્રીજી : અનમોલ તું કેટલો નાનો છે અને અત્યારે જે ફિલ્મ દેખાડવામાં આવી એમાં તું પણ એન્જિનીયર બનવા માગતો હતો. કોઇએ તો તારી પર દબાણ કર્યું હશે. સારું તારા શિક્ષક પરેશાન કરે છે કે ? આ કરો, તે કરો, તમારી પાસે આ પ્રતિભા પણ છે એવું થાય છે? અને ઘરમાં શું કહે છે? ઘરમાં પણ કહેતા હશે કે તું એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ખૂબ જ ખરાબ કરે છે, તું તારું દિમાગ એક જગ્યાએ લગાવ એમ કહેતા હશે. પપ્પા શું કરે છે નોકરી કરે છે કે બિઝનેસમેન છે?

જુઓ એ વાત સાચી છે કે આપણાં ત્યાં મા-બાપનો પણ એક સ્વભાવ હોય છે. જે કામ તેઓ પોતાના જીવનમાં કરી શક્યા નથી, તે કામ તેઓ બાળકો પાસે કરાવે છે. જે પિતા પોતે ડોક્ટર બનવા માગતા હતા, બની ન શકતા તેઓ એ કામ માટે પોતાના દિકરાની પાછળ પડી જાય છે કે તુ ડોક્ટર બન, ડોક્ટર બન. આ સૌથી મોટી કઠણાઈ છે. હું સાચ્ચે જ એક નાનો ફેરફાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છું અને આગામી દિવસોમાં કદાચ તે થશે.

તમે જોયું હશે કે આપણા ત્યાં સ્કૂલોમાં ચારિત્ર્ય સર્ટિફિકેટ આપે છે. જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળે છે ત્યારે તેની સાથે ચારિત્ર્ય પ્રમાણપત્ર પણ આપે છે. તમને પણ મળ્યું હશે. આપણને બધાને મળ્યું હશે. તમામની પાસે ચારિત્ર્ય સર્ટિફિકેટ હોય છે. જેઓ જેલમાં છે તેમની પાસે પણ હોય છે. જે ફાંસી પર લટકી ગયું હશે તેની પાસે પણ સ્કૂલનું ચારિત્ર્ય સર્ટિફિકેટ પડ્યું હશે. એનો એ મતલબ થયો કે એમ જ એ કાગળ વહેંચવામાં આવે છે. એ પ્રથા પડી ગઇ છે. તો મેં ડિપાર્ટમેન્ટને કહ્યું કે ચારિત્ર્ય પ્રમાણપત્રની જગ્યાએ યોગ્યતા પ્રમાણપત્ર આપવું જોઇએ. અને દરેક ત્રણ મહિને એક સોફ્ટવેર બનાવીને તેના મિત્રો પાસે ભરાવવું જોઇએ કે તમારો મિત્ર છે તમને શું લાગે છે તેનામાં શું વિશેષતાઓ છે. શું કરે છે. શિસ્તમાં રહે છે, સમયપાલનનો શોખ છે. મિત્રો સાથે સારી વાત છે. શું-શું કરે છે એમાં લખો. તેમના માતા પિતા પાસે ભરાવવું જોઇએ. શિક્ષકે ચારેય બાજુથી તેના વિષયમાં જાણકારીઓ ભેગી કરવી જોઇએ. આખરે નીકળશે એમ કે તેની આટલી બાબતોમાં ત્રણ કે ચાર બાબતો વિશેષ છે અને જ્યારે તે નીકળે ત્યારે તેને કહેવું જોઇએ કે દેખો ભાઇ તારા માટે, તેના માતા પિતાને જણાવવું જોઇએ પછી તેને પોતાના જીવનની દિશા નક્કી કરવામાં ખૂબ જ મદદ મળશે. એક તો ફેરફાર મુશ્કેલ કામ છે. પરંતુ લાવવાનો મારો પ્રયાસ છે અત્યારે તેની પર ડિપાર્ટમેન્ટ ખૂબ જ કામ કરી રહ્યું છે. એનાથી આ મુશ્કેલી એક તો દૂર થઇ જશે.

બીજું એ કે જે આપણા વિચારો છે કે આ કરવાથી જ કારકિર્દી બને છે. એવું નથી. તમે ક્યારેક નાનું કામ કરીને ઘણું બધું કરી શકો છો. આપમેળે કંઇક હાંસલ કરી શકો છો. અને જ્યાં સુધી આપણે એક ડિગ્રી અને એક નોકરીની અંદર રહી વિચારીએ છીએ. સામજિક પ્રતિષ્ઠા પણ નોકરી અને ડિગ્રી સાથે જ જોડાઇ જાય છે ત્યારે મુશ્કેલી નડે છે. આપણે આપણી જાતને ખુલ્લી છોડી દઇએ અને આપમેળ નક્કી કરીએ કે મને કવિતા લખવાનો શોખ છે, હું કવિતા લખીશ, આગળ શું થશે તે જોયું જશે, તમે પોતાની અંદર જ રામબાણ થઇ જશો, તમને પેઇન્ટિંગનો શોખ છે, તમે કરતાં જાઓ. તમે ક્યારેક ને ક્યારેક જીવનમાં એટલો સંતોષ તો મેળવશો જ કોઇ બીજી બાબત તમને સંતોષ આપી શકશે નહીં અને એટલા માટે જ આ ત્રણ કલાકની પરીક્ષા અને તેના આધારે પરીક્ષણ અને તેના કારણે નિર્ણય તેની સીમાથી બહાર આવીને પોતાને ઓળખવો અને જાણીને એ રસ્તો નક્કી કરવો. જો આમ કર્યું તો હું સમજુ છું કે લાભ થશે, અનમોલ તને ખૂબ ખૂબ અભિનંદન. ઘણી પ્રગતિ કરો.

પ્રશ્ન – સર હું મારા દેશ ભારત માટે કામ કરવા માગું છું. હું કેવી રીતે મારા દેશની સેવા કરી શકું ? શું તમે મને આ અંગે થોડી સલાહ આપી શકો ?

પ્રધાનમંત્રીજી : જુઓ, અત્યારે તે જે કર્યું છે તે દેશની સેવા જ છે, અત્યારે જે કરી રહી છે તે પણ દેશની સેવા જ છે. થોડા લોકોના મનમાં એમ હોય છે કે દેશની સેવા કરવી એટલે કે ફોજમાં જવું. દેશની સેવા કરવી એટલે કે નેતા બનવું, ચૂંટણી લડવી, તેમ નથી. દેશની સેવા આપણે નાની નાની ચીજવસ્તુઓથી પણ કરી શકીએ છીએ. જો એક બાળકના ઘરમાં 100 રૂપિયા વિજળીનું બિલ આવે છે તો તે પ્રયાસ કરે વપરાશ ન હોય તો વિજળી બંધ કરી દો, પંખો બંધ કરી દો, ફાલતું લાઇટ બંધ કરી દો અને સો રૂપિયાનું 90 રૂપિયા પણ બિલ આવ્યું તો હું સમજીશ કે આ દેશની સેવા છે. દેશની સેવા કરવી એનો મતલબ કોઇ મોટી મોટી વસ્તુ કરવી તેમ નથી. આપણે ભોજન કરીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક ખાવાનું અધુરું મૂકી દઇએ છીએ. જેનો બગાડ થાય છે. હવે મને કહો કે ખાવાનો બગાડ ન કર્યો અને જેટલું ભોજન ખાવું હતું એટલું જ લીધું, એટલું જ ખાધું. તો દેશની સેવા છે કે નહીં. તે દેશની સેવા જ છે. આપણા સ્વભાવમાં લાવવાની આવશક્યતા છે કે આપણા સામાન્ય વ્યવહારથી દેશને નુકસાન તો થતું નથી ને. મારા સમયનો, શક્તિનો ઉપયોગ હું દેશ માટે કરું છું કે નહીં.

તમે જુઓ, જો મેં સ્કૂટર ચાલું કર્યું, ચાલૂ કર્યું અને એટલામાં ફોન આવ્યો અને હું ઘરમાં ફોન લેવા અંદર ગયો અને બહાર સ્કૂટર ચાલું જ રહ્યું, પેટ્રોલ બળી રહ્યું છે. પૈસા તો તમારા જઇ રહ્યા છે પણ દેશના પણ જઇ રહ્યા છે. ઘણી બધી ચીજવસ્તુઓ એવી છે કે જેને સહજ રીતે સ્વીકારીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ.. માની લો કે આપણે થોડા ભણેલા-ગણેલા છીએ, અને આપણી પાસે ઘરમાં કપડા ધોવા માટે કોઇ મહિલા આવે છે. 40-50 વર્ષની તેની ઉંમર છે. ક્યારેક મન થાય છે કે હું તેને બેસાડું અને તેને શીખવાડું કે ચલો હું અડધો કલાક તમારી સાથે બેસીશ, અને તમને હું ભણાવીશ. હું સમજું છું કે એક મોટી ઉંમરમાં જે આપણા ઘરમાં કામ કરે છે, અને જો તેને તમે વાચંતા શીખવાડશો અને તે શિક્ષીત થઇ ગઇ તો, તમે ખૂબ જ મોટી દેશ સેવાનો ભાગ છો. કરોડો લોકો દ્વારા નાના-નાના દેશ હિતના કામથી મોટી દેશભક્તિ બીજી કોઇ ન હોઇ શકે. કરશો? શું તમે કંઇક કરશો, આભાર.

પ્રશ્ન – સર આજનો યુવાવર્ગ શિક્ષણ આપવાના વ્યવસાય અંગે કેમ ખાસ આકર્ષાતો નથી ? આંકડા દર્શાવી રહ્યા છે કે ભારતમાં સારા શિક્ષકોની અછત છે. સર, તમે આજના યુવાવર્ગને શિક્ષણના વ્યવસાયમાં જોડાવવા કેવી રીતે આકર્ષશો તથા તેમને આવતી કાલના આગામી સર સર્વપલ્લી રાધાકૃષ્ણન બનવા કેવી રીતે પ્રેરણા આપશો ?

પ્રધાનમંત્રીજી : એવું નથી કે દેશમાં સારા શિક્ષક નથી. આજે પણ દેશમાં ઘણા શિક્ષકો સારા છે. આજે દેશ જોતો હશે. આ બાળકો સાથે હું વાતો કરી રહ્યો છું. તે એવા પ્રતિભાસભર બાળકો છે કે તેમની અંદર પ્રતિભા હતી જે તેમના શિક્ષકોઓ ઓળખી અને તેમના શિક્ષકોએ તેને એક ઘાટ આપ્યો. અને એનું જ પરિણામ છે કે આ લોકોઓ પોતપોતાના કારણથી દેશને મોટું સન્માન આપ્યું હતું. આ બાળકોના માધ્યમથી હું જોઇ રહ્યો છું, શિક્ષકોને, જેમણે બાળકોને તૈયાર કર્યા છે. એનો મતલબ થયો કે આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપે છે કે અમે પણ કંઇ કરી શકીએ છીએ અને શિક્ષકોને પણ પ્રેરણા આપે છે કે અમે પણ અમારા એકાદ-બે વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરી શકીએ છીએ. એ આજનો, 5મી સપ્ટેમ્બરનો શિક્ષક દિવસનો કાર્યક્રમ સાચ્ચે જ એક અનોખો કાર્યક્રમ બની ગયો છે. અને તમામ પાસે દેશને ગૌરવ અપાવવા માટે કંઇને કંઇ છે જ. હું ઇચ્છું છું કે શિક્ષણનો વ્યવસાય પેઢીઓને તૈયાર કરવાનું કામ છે. જેમ કે શિક્ષણના વ્યવસાયમાં સારા લોકો છે, સારા લોકો આવે પણ છે.

જોકે એક કામ આપણે પણ કરી શકીએ છીએ. સમાજ જીવનમાં જેમણે પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે, શું તેઓ અઠવાડિયામાં એક કલાક, હું વધારે નથી કહેતો, અઠવાડિયામાં એક કલાક કે વર્ષમાં 100 કલાક. તે એવા વિદ્યાર્થીઓને ભણાવવામાં લગાવી શકે છે. ડોક્ટર હોય, વકીલ હોય, એન્જીનિયર હોય, જજ હોય, અમે લોકો નહીં આવીએ નહીં તો કંઇક અલગ જ ભણાવીને આવીશું. જોકે આ લોકો છે જે સાચ્ચે જ આઇએએસ, આઇપીએસ ઓફિસર છે, જો તેઓ જાય અને નક્કી કરે કે ભાઇ હું અહીં રહું છું, મારો વ્યવસાય અહીં છે. વર્ષમાં 100 કલાક ફલાણી સ્કૂલના આઠમા ધોરણના બાળકો સાથે વિતાવીશ. તમે જુઓ શિક્ષામાં એક નવી તાકાત આવી શકે છે. તો શિક્ષક એટલે કે એક વ્યવસ્થાથી શિક્ષક બનવું એવું નથી. ક્યાંયથી પણ એ કરી શકે છે. અથવા આપણે એવી આદત નાંખીએ કે દેશમાં જો આ પ્રકારના લોકો મારા વિચાર સાંભળી રહ્યા છે તેઓ પણ નક્કી કરે કે ભાઇ હું અઠવાડિયામાં એક કલાક અથવા વર્ષમાં 100 કલાક કોઇ પણ નિશ્ચિત કરેલી સ્કૂલમાં જઇશ, જાતે જ ભણાવીશ, તેમની સાથે વાત કરીશ, તમે જોશો કે કેવો ફેરફાર આવે છે અને એટલે જ દેશમાં પ્રતિભાની કોઇ કમી નથી. ફક્ત તેને થોડી પ્રક્રિયા અનુસાર કરવાની જરૂર છે. ઓકે, આત્મિક, તને ખૂબ શુભેચ્છા, તબિયત કેવી રહે છે ભાઇ, તારા આરોગ્યની ચકાસણી સમયાંતરે થાય છે ને? તને કોઇ મુશ્કેલી તો નથી ને ?. ઓકે, તને ખૂબ શુભેચ્છાઓ.

પ્રશ્ન – તમને શું લાગે છે કોઇ વિદ્યાર્થી માટે સફળતાની પ્રક્રિયા શું હોઇ શકે છે ?

પ્રધાનમંત્રીજી – જુઓ, સફળતાની કોઇ રેસિપી હોતી નથી, અને હોવી પણ ન જોઇએ. નક્કી કરવું જોઇએ કે નિષ્ફળ થવું નથી અને જે એ નક્કી કરી લે છે ક્યારેક ને ક્યારેક તો સફળતા તેને મળે જ છે. મોટાભાગના લોકોમાં એક મુશ્કેલી હોય છે કે ક્યારેક કોઇ એક પ્રકારે નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા એના સપનાનું કબ્રસ્તાન બની જાય છે. નિષ્ફળતાને ક્યારેય પણ સપનાનું કબ્રસ્તાન ન બનવા દેવું જોઇએ. વાસ્તવમાં નિષ્ફળતા દ્વારા જ આપણે સફળ થવાના પાઠ શીખવા જોઇએ. એક પાયો બનવું જોઇએ અને જે નિષ્ફળતાથી શીખે છે તે સફળ થાય છે. દુનિયામાં કોઇ એવો વ્યક્તિ નથી હોતો કે જેને નિષ્ફળતા ક્યારેય પણ આવી જ ન હોય. અને ફક્ત સફળતા જ સફળતા આવી હોય. એટલા માટે જ નિષ્ફળતા તરફ જવાનો દ્રષ્ટિકોણ સફળતા માટે ખૂબ જ મહત્વનો હોય છે. હું તમને એક પુસ્તક વાંચવાનો પ્રસ્તાવ આપું છું. 1913માં કદાચ આ પુસ્તક લખાયું હતું અને કદાચ દુનિયાની તમામ ભાષાઓમાં આ પુસ્તકનું અનુવાદ થયું છે. પોલિયાન્ના પુસ્તકનું નામ છે. પોલિયાન્ના અને તેમાં દરેક વસ્તુને હકારાત્મક રીતે કેવી રીતે જોવી જોઇએ તેનો એક દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો છે. તે ખૂબ જ નાનું પુસ્તક છે. 60-70 પાનાનું પુસ્તક છે, તમે લોકો એકદમ ઝડપથી વાંચી લેશો અને તેમે લોકો તો સ્કૂલમાં તેની પર ગેમ કરી શકો છો. દરેક ઘટનાને તમે એ પોલિયાન્નાના પુસ્તકને જોઇને કહી શકો છો કે એનો અર્થ આ છે. દરેક ચીજમાંથી નિકાળી શકો છો. તમારી સ્કૂલમાં રમતનું એક કારણ પણ બની શકે છે આ પોલિયાન્નાનું પુસ્તક. તો એક તો હું આગ્રહ કરીશ કે તમે તમામ બાળકો એ પુસ્તકને વાંચો. જેમાં હકારાત્મક વિચારસરણી માટે સારું માર્ગદર્શન છે અને એટલા માટે જ હું કહું છું કે તેને રેસિપીની જેમ કોઇ આ ચાર વસ્તુઓ નાંખો, આ ચાર વસ્તુઓ નાંખો, આ સવારે કરો, એક દિવસ સાંજે કરો, પછી સફળતા મળશે. એવી કોઇ રેસિપી ન હોઇ શકે અને એટલા માટે જ આપણા મનની રચના હોવી જોઇએ કે મારા નિષ્ફળ નથી થવું.

ક્યારેક તમે જોયું હશે કે કોઇ એક વ્યક્તિ ડ્રાઇવિંગ શીખે છે અને શીખ્યા બાદ એકાદ વખત ગાડી લઇને જાય છે અને એક નાનો અકસ્માત થઇ જાય છે તો ડરી જાય છે. પછી તે જીવનભર ગાડીને હાથ લગાવતો નથી. પછી તો એ ક્યારેય ડ્રાઇવર બની જ શકતો નથી. ઘણા લોકો વિચારે છે કે મારે તરતા શીખવું છે જોકે હું પાણીમાં જમ્પ લગાવીશ નહીં. જો તમે પાણીમાં કૂદશો નહીં તો તમે સ્વિમર કેવી રીતે બની શકશો. તો પહેલી વાત તો એ છે કે ભાગ લેવો પડે છે પોતાની જાતને તેમાં ભાગ લેવા દો. સફળતા ક્યારેકને ક્યારેક તો મળશે જ. સફળતાને સમયસીમામાં ન મૂકો. સફળતાનો કોઇ માપદંડ નક્કી ન કરો. માની લો કે તમે 100 મીટરની રેસમાં ગયા અને તમે 10મા ક્રમે આવ્યા. દુનિયાની નજરોમાં તમે નિષ્ફળ થયા છો પરંતુ છેલ્લી વખતે તમે ચાર મિનિટમાં દોડ્યા હતા, અને આ વખતે 3 મિનિટમાં પૂરું કર્યું મતલબ તમે સફળ છો. વસ્તુઓને કેવી રીતે જુઓ છો તેની પર છે. જો તમે આ કરી લીધું તો મને નથી લાગતું કે નિષ્ફળતા ક્યારેક તમારી પાસે આવશે અને તમે તો પોતે જ નેતા છો. હવે હું અહીં તમારા ઝારખંડના નેતા અહીં બેઠા છે તેમને કહી રહ્યો છું કે આ અંશિકાનું નામ લખો. ચાર વર્ષ બાદ તે નેતા બની જશે.

પ્રશ્ન – તમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે તમને કઇ બાબત વધારે મોહિત કરતી હતી ? વર્ગખંડમાં ભણાવાતો અભ્યાસક્રમ કે વર્ગખંડની બહારની પ્રવૃત્તિઓ ?

પ્રધાનમંત્રીજી : હું ભણવામાં ખૂબ જ …. તો પછી મોટાભાગે કંઇક બીજું જ કરતો હતો. થોડા સાથીઓના, થોડા પરિવારની આર્થિક સમસ્યાઓ માટે પણ સમય જતો હતો. જોકે મારો અવલોકનનો સ્વભાવ હતો. હું ચીજવસ્તુઓને ખૂબ જ બારીકાઇથી જોતો હતો સમજતો હતો અને તે ફક્ત ક્લાસરૂમમાં જ નહીં ક્લાસરૂમની બહાર પણ ઘટ્યાં કરતી હતી. હું હંમેશાં શોધતો રહેતો હતો. જ્યારે 1965નું યુદ્ધ થયું. અમે તો નાના હતા, તો અમે અમારા ગામના લોકો, અમારા ગામથી દૂર એક સ્ટેશન હતું. જ્યાંથી ફોજી જવાના હતા. તો એમના માટે મીઠાઇ લઇને જતા હતા તો હું પણ જતો રહ્યો હતો. ત્યારે મેં જોયું હતું કે ભાઇ આ તો અલગ દુનિયા છે, આ બધાને જુઓ આ લોકો મરવા માટે જઇ રહ્યા છે. દેશ માટે મરવા જઇ રહ્યા છે. આવી બધી ચીજવસ્તુઓ જોઇએ ત્યારે મનમાં થતું હતું કે ભાઇ આપણે જ્યાં બેઠા છીએ, તેની બહાર તો એક મોટી દુનિયા છે. તો એ બધી ચીજવસ્તુઓમાંથી ધીરે-ધીરે શીખવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જોકે એ વાત સાચી છે કે ક્લાસરૂમમાં આપણને એક પ્રાથમિક સમજણ મળે છે, એક ધ્યેયની સમજણ મળે છે. બાકીની ચીજવસ્તુઓ આપણે તેમાંથી આધાર બનાવીને શોધવી પડે છે. આપણે આપણો સ્વભાવ ઉત્પન્ન કરવો પડે છે અને કદાચ મારો બહારની તરફ ધ્યાન વધારે હતું અને કદાચ એણે જ મને બનાવ્યો હશે. એવું મને લાગે છે. આભાર.

પ્રશ્ન – તમામને ખબર છે કે તમારી પાસે ‘આંખ આ ધન્ય છે નામનો કાવ્યસંગ્રહ છે. તમે સાહિત્યમાં શોખ કેવી રીતે સ્થાપિત કર્યો ?

પ્રધાનમંત્રીજી : તમે ક્યાં આસામથી છો ? અચ્છા દિલ્હીમાં રહે છે. તો આસામ અને બંગાળમાં ખૂબ કલા છે. એ વાત સાચી છે કે અહીંથી તમામ લોકો હશે, જેટલા વિદ્યાર્થીઓ. તમારામાંથી કોણ એવી છે જેમણે કવિતા લખી છે? ક્યારે એકાદ લાઇન, બે લાઇન, કેટલા છે ? જરા હાથ ઉપર કરો તો. જુઓ ઘણા છે. મતલબ કે તમામની અંદર કવિતાનો વાસ છે. દરેક માણસની અંદર. ઘણા લોકોની કવિતા કલમમાંથી ટપકે છે. અમુક લોકોની કવિતા આંસુમાંથી નિકળે છે તો અમુક લોકોની કવિતા અંદરો અંદર જ સમાઇ જાય છે. તો આ ચીજો ઇશ્વરે જ આપી હોય છે. એ કોઇ એવું નથી કે કોઇ એકને જ મળે છે. કોઇ એને થોડું સારું કરે છે. સંભાળે છે. હું જે લખું છે એને કવિતા કહેવા માટે મારી અત્યારે તૈયારી નથી. પરંતુ કંઇ કહી ન શકાય, એટલે તેને કવિતા કહેવી પડે છે. હવે જેમ બે પૈડા હોય. એક ફ્રેમ હોય. સીટ હોય, ગવન્ડર હોય તો લોકો તેને સાઇકલ કહે છે. ભલે તે ચાલતી ન હોય તેમ છતાં પણ સાઇકલ જ કહેશે. તો મારી આ જે કવિતાઓ છે તેમને કવિતાના ત્રાજવામાં તોલવામાં આવે તો તેને કવિતા ન માની શકાય. જોકે મારા મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે. જેમ મંે પહેલા જ કીધું હતું કે મારો અવલોકનનો સ્વભાવ હતો. પ્રકૃતિ સાથે વધારે જોડાતો હતો. એ બધી બાબતો ને જ ક્યારેય કાગળ પર લખતો હતો. પછી એક, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું પરંતુ અમારા ગુજરાતના સાહિત્યિક જગતના એક ખૂબ જ મોટા વ્યક્તિ હતા. તે મારી પાછળ લાગ્યા હતા અને તેમના આગ્રહ પર તે છાપવામાં આવી હતી અને છપાયા બાદ દુનિયાને ખબર પડી હતી કે આ પણ આવું કામ કરે છે. કોઇ ખાસ કારણ નથી. ચાલતા ચાલતા દુનિયાને જોતો હતો, અનુભવ કરતો હતો, તો પોતાની અભિવ્યક્તિ કાગળ પર વ્યક્ત કરતો હતો. એનું જ એ પુસ્તક છે. હવે તો એનું કદાચ ઘણી ભાષાઓમાં રૂપાંતર થયું પણ છે. પરંતુ મને… તમે જોયું છે એ પુસ્તક, તમે જોયું છે ? ઓનલાઇન ઉપલબ્ધ છે. ઓનલાઇન મારા તમામ પુસ્તકો ઉપલબ્ધ છે. તમે ઓનલાઇન તેને જોઇ શકો છો. આભાર.

પ્રશ્ન – જ્યારે અમે તમને જાહેરમાં બોલતા જોઇએ છીએ, આજે પણ,તમે ક્યારેય લખેલું વક્તવ્ય વાપરતા નથી, તમને શું વધારે પ્રોત્સાહન આપે છે. સર હું એ જાણવા માગું છું કે તમે વક્તવ્યમાં આટલી નિપુણતા કેવી રીતે મેળવી.

પ્રધાનમંત્રીજી : અત્યારે તું બોલી રહી છે ને, સારું બોલી રહી છે. તને વકૃત્વ આવડે છે? જુઓ સારં> વકૃત્વ માટે પહેલી આવશ્કતા છે. – તમારે સારા શ્રોતા બનવું પડશે. જો તમે સારા શ્રોતા છો અને ખૂબ જ સારી રીતે સાંભળી શકો છો. મતલબ ફક્ત કાન જ નહીં. આંખ, વિચાર તમામ બાબતો તેમાં સંકળાયેલી છે તો તમને ધીરે-ધીરે-ધીરે સમજણ પડશે અને આસાનીથી તમારો આત્મવિશ્વાસ આપમેળે વધશે. અચ્છા આ કરે છે, હું પણ કરી શકું છું. એ કરી શકે છે, હું પણ કરી શકું છું.

બીજું, એ ચિંતા ન કરો કે લોકો શું કહેશે. મોટાભાગે લોકો એ વાતથી જ ડરતા હોય છે કે હું ઉભો થઇ જઇશ, માઇક નહીં ચાલે તો શું થશે, મારો પગ લપસી જશે. ચિંતા ન કરો, વધારેમાં વધારે પહેલી વખતે બે લોકો હસશે, હસવા દો શું થશે, આત્મવિશ્વાસનું સ્તર હોવું જોઇએ.

ત્રીજુ, નોંધ બનાવવાની આદત હોવી જોઇએ. આપણા રસના જે વિષયો છે તે અંગે ક્યારેય પણ કંઇક વાંચ્યુ તો એને લખી લેવું જોઇએ. સામગ્રી તૈયાર થઇ જશે. પછી ક્યારેક જરૂર પડી તો તે તમારી સામગ્રી તમારા જ્ઞાન માટે મોટો ઉપકારક સાબિત થશે. અને વાંચશો, બોલશો તો સ્પષ્ટ વક્તવ્ય થશે. બીજું એક મુસીબત હોય છે વકૃત્વની, કે એમને જે બતાવવું હોય છે એ બતાવવામાં ખૂબ જ વાર લાગે છે અન ત્યાં સુધી લોકોનું ધ્યાન હટી જાય છે. એના બદલે તમે લખવાની આદત નાંખશો તો કે તમારે જે કહેવું છે આ બે વાક્યોથી કહો તો સારું રહેશે કે એક વાક્યથી કહેશો તો સારું રહેશે. કુશળતા આવશે અને તે અભ્યાસથી જ સંભવ છે. મેં આ બધું નથી કર્યું કારણ કે મારી પાસે, મારી પાસે કોઇ કામ નહોતું એટલે હું બોલતો હતો. એવું જ છે. પરંતુ જો યોગ્ય રીતે કરવાનું છે. બીજું, હાલમાં તમે લોકો તો ગુગલ ગુરુના વિદ્યાર્થી છો. તો પબ્લિક સ્પીકિંગના ખૂબ જ સારા કોર્સ ચાલે છે તેની પર. તમે એનો અભ્યાસ કરી શકો છો. બીજું, તમે યુ ટ્યુબ પર જઇને દુનિયાના એવા ઘણા ગણમાન્ય લોકો છે તેમનું વક્તવ્ય એની પર ઉપલબ્ધ છે. તેને થોડું જોવું જોઇએ. તમને ધીરે-ધીરે ધ્યાનમાં આવશે કે હાં અમે પણ કંઇક કરી શકીએ છીએ, અમે પણ કંઇક બોલી શકીએ છીએ. હું કાગળ એટલા માટે નથી રાખતો કે હું જો રાખું તો ગરબડ થઇ જાય છે એટલા માટે હું તેને મારી આસપાસ રાખતો નથી. આભાર.

પ્રશ્ન – આજકાલ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ દબાણ રહે છે, એન્જિનીયર અથવા ડોક્ટર બનવાનું. અમે અમારા માતાપિતાને કેવી રીતે સમજાવીએ કે જો તમારા માતાપિતાએ પણ તમારા પર કોઇ પ્રકારનું દબાણ કર્યું હોત તો કદાચ આ દેશને તમારા જેવા અદભુત વડાપ્રધાન મળી શક્યા ન હોત, શું કહેશો આ વિષય અંગે ?

પ્રધાનમંત્રીજી – જુઓ, મારા નસીબમાં તો એ નહોતું. કદાચ હું સ્કૂલમાં ક્લાર્ક પણ બની ગયો હોત તો એ મારા માતાપિતા માટે ખૂબ જ મોટો ઉત્સવ હોત. તેમના એ એવો આનંદ હોત કે ચલો દિકરો મોટો થઇ ગયો છે. એટલા માટે તેઓ હું ડોક્ટર બનું કે એન્જિનીયર બનું તેવા સપના જોવાની તે સ્થિતિ નહોતી, ક્ષમતા નહોતી, એવી અવસ્થા નહોતી. પરતું હું એ વાતથી સહેમત છું કે મા-બાપે પોતાના સપના, પોતાના બાળકો પર થોપવા ન જોઇએ અને જ્યારે તમે પોતાના સપના પોતાના બાળકો પર થોપો છો તે એનો મતલબ એ નથી કે તમે તમારા બાળકોને જાણતા નથી. કે નથી તેની ક્ષમતા જાણતા, કે ન તેનો સ્વભાવ જાણો છો કારણ કે તમે ધ્યાન આપ્યું નથી. અને પિતા તો ખબર જ નથી કે આટલા વ્યસ્ત કેમ છે તેમને તો હળવાશનો સમય પણ નથી. ક્યારે મહેમાન આવશે તો બાળકને બોલાવીને પૂછશે કે અરે ભાઇ તું શું ભણે છે, આઠમાં. હાં, મારી દિકરી આઠમાં ધોરણમાં ભણે છે. એવું જ કરે છે પિતાજી. તેમને ખબર હોતી નથી. મારો દિકરો આઠમાં ધોરણમાં છે, એક સાતમાં ધોરણમાં છે, એક પાંચમાં ધોરણમાં છે. એ તો પોતાની દુનિયામાં એટલા મસ્ત હોય છે અને પછી કહી દે છે તું ડોક્ટર બન, એન્જિનીયર બન. અને એટલા માટે જ મા-બાપે પોતાના બાળકો સાથે સમય વિતાવવો જોઇએ. તેમને પૂછતા રહેવું જોઇએ. તને શું લાગે છે, તને શું સારું લાગે છ ? અને જે સારું લાગે છે તેમાં એની મદદ કરવી જોઇએ, તો સફળતા ખૂબ જ આસાનીથી મળશે. થોપી દેવાથી નહીં અને એટલા માટે જ તમારી ચિંતા સ્વાભાવિક છે. હું તમારા માતા-પિતાને જરૂર સંદેશ આપું છું કે જો તારે જર્નાલિસ્ટ બનવું છે તો તને જરૂર મદદ કરે. આભાર.

પ્રશ્ન – હાલમાં જ આપણે વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો. ભારતે આખા વિશ્વને યોગનો પાઠ ભણાવ્યો, જેનાથી ફરીથી એક વખત તમે ગૌરવ અપાવ્યું છે. સર, એના માટે અમે તમારા આભારી છીએ. તમારા મનમાં આ અંગેનો વિચાર કેવી રીતે આવ્યો ?

પ્રધાનમંત્રીજી – વાસ્તવમાં હું ખૂબ જ વર્ષો પહેલા. જ્યારે મુખ્યમંત્રી પણ નહોતો, જ્યારે વડાપ્રધાન પણ નહોતો. ઓસ્ટ્રેલિયન સરકારના નિમંત્રણ પર હું ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં હું હેરાન હતો કે જેને પણ ખબર પડી કે હું ભારતથી છું તો લોકો મને યોગ માટે પૂછતા હતા અને ઓસ્ટ્રેલિયાના કદાચ 10માંથી 6 લોકો હશે જે મને યોગ માટે પૂછતા હતા અને હું હેરાન હતો. એમાંથી અમુક લોકો હતા કે જેને યોગના નામ પણ બોલતા આવડતા હતા અને મોટી જિજ્ઞાસા હતી. તો મારા મનમાં થયું કે ભાઇ એક એવી તાકાત છે જેને આપણે ઓળખવી જોઇએ. હું જણાવી રહ્યો હતો બધાને, પરંતુ મારી વાત તેમના કાન સુધી પહોંચતી નહોતી. મને જ્યારે અવસર મળ્યો ત્યારે મેં યુએનમાં જઇને વિષય રાખ્યો અને દેશે, દુનિયાએ એમ જ સમર્થન આપ્યું. કદાચ યુએનમાં આ પ્રકારનો પ્રસ્તાવ છે. જેને ફક્ત 100 દિવસમાં જ પારિત કરવામાં આવ્યો અને દુનિયાના 177 દેશોએ તેને સહપ્રાયોજક તરીકે અપનાવ્યો. એવી ભૂતકાળમાં કોઇ ઘટના બની નથી. મતલબ યોગનું કેટલું મહત્વ છે આપણને ખબર નહોતી પરંતુ દુનિયાને તેની ખબર હતી.

બીજું, 21 જૂને હું જોઇ રહ્યો છું કે આપણા મીડિયામાં એવી -એવી કથાઓ આવતી હતી કે 21મી જૂને કામ રાખ્યું ? હું આજે પહેલી વખત જણાવી રહ્યો છું. આપણા માટે ઉર્જાનો કોઇ સ્ત્રોત છે તો એ સૂર્ય છે અને 21 જૂન આપણા ભૂ-ભાગ પર. સમગ્ર પૃથ્વી પર તો નહીં પરંતુ આપણા આ ભૂ-ભાગ પર 21 જૂન સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્ય સૌથી લાંબા સમય સુધી રહે છે. તે દિવસે ઉર્જા સૌથી વધારે સમય સુધી આપણને પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ મેં 21 જૂન અંગે મંતવ્ય આપ્યું હતું. જે દુનિયાએ સ્વીકાર્યું હતું અને આજે તો સમગ્ર વિશ્વ. હું માનું છું કે હિન્દુસ્તાનના યુવાનો જો યોગને એક વ્યવસાય તરીકે સ્વીકારે તો સમગ્ર વિશ્વમાં સારા યોગ શિક્ષકોની જરૂર છે. ખૂબ જ મોટી આર્થિક પ્રવૃત્તિ પણ છે. આરોગ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તનાવમુક્ત જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમે ચેસ રમો છો ? ચેસમાં એક ગુણ છે, ચેસની સૌથી મોટી તાકાત ધીરજ હોય છે. બાકીની તમામ રમતોમાં ઉત્તેજના હોય છે, એમાં ધીરજ હોય છે. અને બાળક મન માટે ચેસની રમતમાંથી એક ધીરજના મોટા ગુણનો વિકાસ થાય છે. યોગનો પણ એવો જ સ્વભાવ છે, જે તમારી અંદરની શક્તિઓને ખૂબ જ તાકાતવાન બનાવે છે. તો હવે દુનિયાએ તેને સ્વીકાર્યું છે, હવે આપણી જવાબદારી છે કે આપણે તેને વિસરીએ નહીં અને વાસ્તવમાં જે ખરેખર યોગ છે તેનાથી દુનિયા પરિચીત થાય. આ ભારતની જવાબદારી બને છે. આભાર.

પ્રશ્ન – અમને તમારા પહેરવેશની અનોખી છટા ગમે છે. તમે ભારતીય કપડા અને રંગોના બ્રાન્ડ એમ્બેસેડર છો. ‘મોદી કુર્તા’ ખૂબ જ પ્રચલિત થયા છે. તો દુનિયા સામે ભારતીય કપડાઓને પ્રચલિત કરવાની યુક્તિ તમને કઇ રીતે સૂઝી ?

પ્રધાનમંત્રીજી – જુઓ, આ બજારમાં થોડા અમુક ભ્રમ ચાલી રહ્યા છે કે મોદીનો કોઇ ફેશન ડિઝાઇનર છે અને મેં જોયું તો હું હેરાન થયો કે અમુક ફેશન ડિઝાઇનર છે કે જેઓ પોતે મોદીના ફેશન ડિઝાઇનર હોવાનો દાવો કરે છે. હવે અમે તમામ સવાલોનો જવાબ ક્યાં આપીએ છીએ, અમે ક્યારેય બોલતા નથી, જોકે હું કોઇ ફેશન ડિઝાઇનરને ઓળખતો નથી કે નથી હું કોઇ ફેશન ડિઝાઇનરને મળ્યો. જિંદગીની કથા એવી જ છે. મેં ખૂબ જ નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. હું એક પરિવ્રાજક તરીકે 35-40 વર્ષ સુધી ફરતો રહ્યો હતો. એક નાની બેગ રહેતી હતી મારી પાસે અને એ જ મારો સંસાર હતો. એમાં એક-બે કપડા રહેતા હતા, એકાદ પુસ્તક રહેતું હતું, એ જ લઇને હું ફરતો હતો. તમને ખબર હશે કે ગુજરાતમાં શિયાળો હોતો નથી. ક્યારેક શિયાળો આવી ગયો અને આખી બાંયનો શર્ટ પહેરી લીધો તો પૂરતું છે. ત્યાં શિયાળો હોતો જ નથી. તો હું કૂર્તો અને પાયજામો પહેરતો હતો, કપડાં જાતે જ ધોતો હતો. તો મારા મનમાં વિચાર આવ્યો કે એટલું વધારે ધોવાની શું જરૂર છે, બીજો વિચાર આવ્યો કે બેગમાં તે વધુ જગ્યા લે છે. તો મેં શુ કર્યું કે એક દિવસ જાતે જ કાતર લઇને એની લાંબી બાયો હતી તો એને કાપી દીધી હતી અને મને આરામ મળ્યો હતો અને ત્યારથી આમ ચાલી રહ્યું છે.

હવે એને ખબર નથી કે ઘણા ફેશન ડિઝાઇનર પોતાને એની સાથે જોડી રહ્યા છે. એ તો એક પ્રકારે મારી સુવિધા અને સરળતા સાથે જોડાયેલો વિષય હતો. જોકે બાળપણથી મારો એક સ્વભાવ હતો, યોગ્ય રીતે રહેવાનો. મારા પરિવારની સ્થિતિ તો એવી નહોતી. ઇસ્ત્રી કરાવવા માટે અમારી પાસે પૈસા પણ નહોતા તો અમે શું કરતાં હતા કે કપડા જાતે જ ધોતા હતા, તળાવમાં જતા હતા. પછી સવારે સ્કૂલે જતા પહેલા હું વાસણમાં લોટા, લોટા બોલીએ છીએ? તેમાં હું કોલસો રાખતો હતો, ગરમ કોલસો અને પછી તેનાથી ઇસ્ત્રી કરતો હતો અને પછી સ્કૂલે પહેરીને ખૂબ જ ઠાઠમાઠથી જતો હતો. તો સારી રીતે રહેવાનો એક સ્વભાવ પહેલેથી જ બન્યો હતો.

અમારા એક સગાએ એક વખત મને બૂટ ભેટમાં આપ્યા હતા, કેનવાસના. તે કદાચ એ સમયે 10 રૂપિયાના આવતા હશે. તો હું શું કરતો હતો કે ક્લાસ પૂરો થયા બાદ ક્લાસમાં થોડો સમય રોકાતો હતો અને જે ચોકસ્ટિકથી શિક્ષક લખતા હતા અને તેના ટૂકડા ફેંકી દેતા હતા, એને ભેગા કરતો હતો અને લઇ આવતો હતો. પછી બીજા દિવસે મારા એ કેનવાસના બૂટ પર ચોકસ્ટિક તેની પર લગાવતો હતો, સફેદ લાગતા હતા. એવો જ સ્વભાવ હતો મારો, જોકે કોઇ ફેશન ડિઝાઇનર વગેરે જેવું કંઇ નથી. જોકે હું માનું છું કે આપણે યોગ્ય રીતે રહેવું જોઇએ. પ્રસંગ અનુસાર રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. એની પોતાનું એક મહત્વ હોય છે. આભાર.

હવે ધન્યવાદ તો થઇ ગયું છે, પરંતુ હું પણ ધન્યવાદ કરું છું આ બાળકોનો અને કાર્યક્રમના આયોજકોનો પણ આભાર માનું છું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોના હાથે કરાવવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે બાળકોએ તેનું સંચાલન કર્યું . ખૂબ-ખૂબ અભિનંદન.

UM/J.Khunt /GP