Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શાંગ્રી-લા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પ્રધાનમંત્રી લી સિયન લૂંગ,

આપની મૈત્રી બદલ, ભારત સિંગાપોર સહયોગમાં તમારા નેતૃત્વ બદલ અને આ ક્ષેત્રના વધુ સારા ભવિષ્ય માટે આપનો આભાર.

સંરક્ષણ મંત્રીઓ,

શ્રી જૉન ચિપમેન,

પ્રતિષ્ઠિત લોકો અને મહાનુભાવો

આપ સૌને નમસ્કાર અને ગુડ ઈવનીંગ!

પૌરાણિક કાળથી સુવર્ણ ભૂમિ અને ઈશ્વરની દુનિયા તરીકે જાણીતા આ દેશમાં ફરી આવતાં હું આનંદ અનુભવુ છું.

મને ભારતના આસિયાન સાથેના સંબંધોના એક સિમાચિન્હરૂપ અને એક વિશેષ વર્ષમાં અહિં આવવાનો પણ આનંદ છે. આસિયાન-ઈન્ડિયા સંમેલન એ આપણી આસિયાન માટેની અને આપણી એક્ટ ઈસ્ટ નીતિ તરફની નિષ્ઠાનું પ્રમાણ છે.

જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિન પ્રસંગે અમને દસ આસિયાન દેશોના નેતાઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો આસિયાન-ઇન્ડિયા સંમેલન અમારી આસિયાન પ્રત્યેની અને અમારી એક્ટ ઈસ્ટ નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

હજારો વર્ષોથી ભારતના લોકો પૂર્વ તરફ વળેલા હતા. માત્ર સૂર્યોદય જોવા માટે નહીં પરંતુ તેનો પ્રકાશ સમગ્ર વિશ્વ તરફ ફેલાવવાની પ્રાર્થના કરવા માટે. માનવ જાત હવે ઉભરી રહેલા પૂર્વ તરફ જુએ છે, એ આશા સાથે કે 21મી સદી સમગ્ર વિશ્વને સાથે લઈને કેવી રીતે વચનબદ્ધ છે, સમગ્ર વિશ્વનું ભવિષ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકસી રહેલા કાર્યોથી ઊંડી પ્રેરણા મેળવી રહ્યું છે.

કારણ કે આ નવા યુગની પ્રતિબદ્ધતા વૈશ્વિક રાજકારણના બદલાતા સ્વરૂપમાં અને ઈતિહાસની ભુલોમાં અટવાતી રહી છે. હું અહિં એ બાબત કહેવા માગું છું કે આપણે જે ભવિષ્યની આશા રાખીએ છીએ તે શાંગ્રી-લા જેટલું અસમંજસ નહીં હોય કારણ કે આપણે આ વિસ્તારની આપણી સંગઠિત આશાઓ અને મહત્વાકાંક્ષાઓ દ્વારા આકાર આપવાના છીએ. આ બાબતને અનુસરવાનુ સિંગાપોરમાં જેટલુ સરળ છે તેટલું અન્ય સ્થળે નહીં હોય. આ મહાન રાષ્ટ્ર આપણને કહે છે કે જ્યારે દરિયો ખૂલ્લો હોય છે ત્યારે દરિયો સુરક્ષિત હોય છે ત્યારે દેશો જોડાયેલા રહે છે, કાયદાનું શાસન પ્રવર્તતુ રહે છે અને પ્રદેશ સ્થિરતા ધરાવતો હોય છે. નાના અને મોટા રાષ્ટ્રો સાર્વભોમ દેશ તરીકે સમૃદ્ધ બનતા રહે છે. તેમની પસંદગીમાં મુક્ત અને નિર્ભીક રહે છે.

સિંગાપોર એ પણ દર્શાવે છે કે રાષ્ટ્ર જ્યારે સત્તા કે અન્ય પરિબળ નહીં, પણ સિદ્ધાંતને અનુસરે છે ત્યારે તેમને વિશ્વમાં સન્માન પ્રાપ્ત થાય છે અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં અવાજ ઉન્નત થાય છે. આવા રાષ્ટ્રો ઘરઆંગણે વૈવિધ્યને અપનાવતા હોય ત્યારે તે બહારની દુનિયામાં સમાવેશીતા ઈચ્છે છે.

ભારત માટે સિંગાપોર ઘણું મહત્વ ધરાવે છે. આ ભાવના એક સિંહ રાષ્ટ્ર અને સિંહ શહેરને જોડે છે. સિંગાપોર એ આશિયાનનું સ્પ્રીંગ બોર્ડ છે. સદીઓ સુધી તે ભારતમાંથી પૂર્વના પ્રદેશમાં જવા માટેનું પ્રવેશદ્વાર છે. બે હજાર વર્ષોથી ચોમાસુ પવન, દરિયાઈ પ્રવાહો અને માનવીય મહાત્વાકાંક્ષાના બળને કારણે ભારત અને આ ક્ષેત્ર વચ્ચે સમયથી પર સંબંધો સર્જાયા છે. આ સંબંધો શાંતિ અને મૈત્રી, ધર્મ અને સંસ્કૃતિ, કલા અને વાણિજ્ય, ભાષા અને સાહિત્ય સાથેના છે. આ માનવ કડીઓ લાંબા સમયથી ચાલી આવે છે. રાજકીય વમળો અને વ્યાપારમાં પરિવર્તનોના આ પ્રવાહને કોઈ અસર થઈ નથી.

છેલ્લા ત્રણ દસકાથી આપણે આ વારસાને પુનઃપ્રાપ્ય કરવા આ ક્ષેત્રમા સંબંધો સતેજ કર્યા છે. ભારત માટે કોઈ ક્ષેત્ર આના કરતાં વિશેષ ધ્યાન ખેંચતું નથી તેના ઘણાં કારણો છે.

વેદ પૂર્વેના કાળથી ભારતીય વિચારધારામાં દરિયાઓનું ઘણું મહત્વ છે. હજારો વર્ષ પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિની સાથે સાથે ભારતીય દ્વિપકલ્પો દ્વારા દરિયાઈ વેપાર ચાલતો હતો. દરિયા અને વરુણ – પાણીના દેવતાને પુરાણોમાં – વેદોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. પુરાણોમાં હજારો વર્ષ પહેલાં લખાયેલું હતું અને તેમાં ભારતની ભૂસ્તરીય વ્યાખ્યા એવી કરવામાં આવી હતી उत्तरों यत समुद्रस्य. એનો અર્થ એ થાય છે કે સમુદ્રની ઉત્તર દિશામાં આવેલી ભૂમિ.

મારા વતનના રાજ્ય ગુજરાતમાં આવેલું લોથલ વિશ્વના સૌથી જૂના બંદરોમાં સ્થાન પામે છે. આજે પણ ત્યાં બંદરના અવશેષો છે. ગુજરાતીઓ સાહસિક છે અને આજે વ્યાપક પ્રવાસ ખેડે છે તેમાં કોઈ બેમત નથી! હિંદ મહાસાગરે ભારતના ઈતિહાસને વ્યાપક આકાર આપ્યો છે. તે હવે ભારતના ભવિષ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. આ મહાસાગર દ્વારા ભારતમાં 90 ટકા જેટલા વેપાર અને ઊર્જા સ્રોતોનું વહન થાય છે. તે વિશ્વના વેપાર માટે પણ એક જીવન રેખા છે. હિંદ મહાસાગર વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા પ્રદેશોને જોડે છે અને શાંતિ અને સમૃદ્ધિનાં નવા સ્તર સર્જે છે. ત્યાં હવે મહાસત્તાઓના જહાજોનું વહન થાય છે અને સ્થિરતા અને સ્પર્ધા ભાવ ઉભો થયો છે.

પૂર્વમાં મલાક્કાની સામુદ્રધુનિ અને દક્ષિણ ચીન સમુદ્ર ભારતને પેસિફિક પ્રદેશથી અને આસિયાનના આપણાં મહત્વના ભાગીદારો જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા, ચીન અને અમેરિકા સાથે જોડે છે. અમારો વેપાર આ ક્ષેત્ર સાથે ઝડપભેર વિકસી રહ્યો છે અને અમારા વિદેશી મૂડી રોકાણોનો નોંધપાત્ર ભાગ પણ આ દિશા તરફ જઈ રહ્યો છે. માત્ર આસિયાન દેશો જ એમાં 20 ટકાથી વધુ ભાગીદારી ધરાવે છે.

આ ક્ષેત્રમાં અમારા વ્યાપક હિતો છે અને તેની સાથેના સંબંધો ઊંડા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમારા સંબંધો મજબૂત બની રહ્યા છે. અમે આર્થિક ક્ષમતા ઉભી કરવામાં અને અમારા મિત્રો તથા સહયોગીઓને દરિયાઈ સુરક્ષામાં સુધારો કરવા મદદ કરી રહ્યા છીએ. અમે ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ જેવા મંચ દ્વારા સામુહિક સુરક્ષા ઉભી કરી રહ્યા છીએ. અમે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન મારફતે પ્રાદેશિક સહયોગનો ઘનિષ્ઠ એજન્ડા આગળ ધપાવી રહ્યા છીએ અને અમે હિંદ મહાસાગર ક્ષેત્ર સિવાયના ભાગીદારો સાથે પણ કામ કરી રહ્યા છીએ, જેથી વિશ્વનો પ્રવાસ રૂટ તમામને માટે શાંતિપૂર્ણ અને મુક્ત બની રહે.

ત્રણ વર્ષ પહેલાં મોરિશિયસમાં મેં અમારા દ્રષ્ટિકોણને ‘સાગર’ શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હતો. તેનો અર્થ હિંદીમાં સમુદ્ર થાય છે. સાગર એટલે કે આ ક્ષેત્રમાં તમામને માટે સુરક્ષા અને વૃદ્ધિ અમે અમારી એક્ટ ઈસ્ટ નીતિ અનુસાર ખૂબ જ ઉત્સાહથી, ખાસ કરીને પૂર્વ અને ઉત્તર પૂર્વ સાથે જમીન અને દરિયાઇ સહયોગીઓ સાથે અમે આ નીતિને અનુસરી રહ્યા છીએ.

દક્ષિણ-પૂર્વ એશિયા જમીન અને સમુદ્ર માર્ગે અમારા પડોશી છે. દરેક દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશો સાથે અમારા રાજકીય, આર્થિક અને સંરક્ષણ સંબંધો વિકસી રહ્યા છે. આસિયાન સાથે સંવાદના ભાગીદારથી આગળ વધીને અમે વિતેલા 25 વર્ષમાં વ્યૂહાત્મક ભાગીદાર બન્યા છીએ. અમે વાર્ષિક શિખર પરિષદો દ્વારા અને સંવાદની 30થી વધુ વ્યવસ્થાઓ દ્વારા અમારા સંબંધો આગળ ધપાવીએ છીએ, પરંતુ એમાં અમારા પરસ્પરના આ ક્ષેત્ર માટેના દ્રષ્ટિકોણથી અને અમારા જૂના સંબંધો દ્વારા અમે ઘનિષ્ઠતા અને સુગમતા ધરાવીએ છીએ.

અમે ઈસ્ટ એશિયા સમીટ એ.ઈ.એમ.એમ. પ્લસ અને એ.આર.એફ. જેવી આસિયાનના નેતૃત્વ ધરાવતી સંસ્થાઓના સક્રિય સહયોગી છીએ. અમે બીમસ્ટેક અને મેકાંગ- ગંગા ઈકોનોમિક કોરિડોર જેવા દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના સેતુનો હિસ્સો છીએ.

જાપાન સાથેના અમારા સંબંધો – આર્થિકથી માંડીને વ્યૂહાત્મક બન્યા છે. આ ભાગીદારી ખૂબ જ મહત્વની છે અને ભારતની એક્ટ-ઈસ્ટ નીતિનું તે મહત્વનું કદમ છે. રિપબ્લિક ઑફ કોરિયા સાથે અમે મજબૂત ગતિશીલતાથી સહયોગ ધરાવીએ છીએ અને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝિલેન્ડ સાથે પણ અમારી ભાગીદારીમાં તાજગીપૂર્ણ ઊર્જા વર્તાય છે.

અમારા ઘણાં બધા સહયોગીઓ સાથે અમે ત્રણ થી વધુ સ્વરૂપે મળીએ છીએ. ત્રણ વર્ષ પહેલાં હું ફિજીમાં પેસિફીક ટાપુના દેશો સાથે સફળ સંબંધોનો નવો તબક્કો શરૂ કરવા માટે ડોન ખાતે ગયો હતો. ફોરમ ફોર ઈન્ડિયા – પેસિફીક આઈલેન્ડ કો-ઓપરેશન (FIPIC) ની બેઠકો દ્વારા પરસ્પરના હિતો જાળવવા માટેનું ભૌગોલિક અંતર ઓછુ થયું છે.

અમારી ભાગીદારી પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાથી વધુ આગળ વિકસી છે. આ અમારી વ્યૂહાત્મક સ્વાયત્તતાનું કદમ છે, જે ભારતને રશિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને પાકટ બનાવી વિશિષ્ટ અને વિશેષાધિકાર ધરાવતી બનાવે છે.

10 દિવસ પહેલાં રશિયાના સોચી ખાતે એક ઔપચારિક શિખર પરિષદ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ પુતિન અને મેં આપણાં સમયના પડકારો હલ કરવા માટે બહુમુખી વ્યવસ્થા માટેની મજબૂત જરૂરિયાત દર્શાવી હતી. સાથે-સાથે અમેરિકા સાથેની ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઐતિહાસિક અવરોધો દૂર થયા છે અને સંબંધોમાં અભૂતપૂર્વ વ્યાપ ચાલુ રહ્યો છે. બદલાતી દુનિયામાં તેને નવું મહત્વ સાંપડ્યું છે અને અમારૂં સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફીક ક્ષેત્ર અંગેનું પરસ્પરનું વિઝન આ ભાગીદારીનો મહત્વનો સ્તંભ છે. ચીન સાથેના અમારા સંબંધોમાં જેટલા વૈવિધ્યપૂર્ણ છે, તેટલા બીજા કોઈ દેશ સાથે નથી. અમે વિશ્વનાં સૌથી વધુ વસતિ ધરાવતા બે દેશો તરીકે પરિચિત છીએ અને અમારો સમાવેશ વિશ્વમાં અત્યંત ઝડપી વૃદ્ધિ પામતા ટોચના અર્થતંત્રોમાં થાય છે. અમારો સહયોગ વિસ્તરી રહ્યો છે. વેપાર વિકસી રહ્યો છે અને અમે અમારી સમસ્યાઓનું સમાધાન કરવામાં પરિપક્વતા અને ડહાપણ દર્શાવીને શાંતિપૂર્ણ સરહદો માટે કટિબદ્ધ છીએ.

એપ્રિલમાં બે દિવસની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની ઔપચારિક શિખર પરિષદ અમારી સમજ મજબૂત કરવામાં અને અમારા બે રાષ્ટ્રો વચ્ચે સ્થિર તથા સબળ સંબંધો માટે તેમજ વૈશ્વિક શાંતિ અને પ્રગતિ માટે મહત્વનું પરિબળ બની હતી. હું દ્રઢપણે માનું છું કે ભારત અને ચીન સાથે મળીને જવાબદારી અને આત્મવિશ્વાસથી એક બીજાના હિતો માટે સંવેદનશીલ બનશે ત્યારે એશિયા અને દુનિયાનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

ભારત, આફ્રિકા સાથે વધતી જતી ભાગીદારી ધરાવે છે, જે ઈન્ડિયા- આફ્રિકા ફોરમ સમીટ જેવી તંત્ર વ્યવસ્થાઓ દ્વારા આગળ વધી રહી છે, જે આફ્રિકાની જરૂરિયાતો માટે સહયોગની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે અને પરસ્પર ઉષ્મા અને સન્માનનો ઈતિહાસ ધરાવે છે.

મિત્રો,

પાછા ફરીને આપણાં પ્રદેશ અંગે વાત કરીએ તો, ભારતના સંબંધો ઊંડા, આર્થિક અને સંરક્ષણ માટે સહયોગના રહ્યા છે. દુનિયામાં આ ભાગ સાથે અમે અન્ય કોઈપણ દેશની તુલનામાં વધુ વેપારી સંબંધો ધરાવીએ છીએ. અમે સિંગાપોર, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે ઘનિષ્ઠ આર્થિક ભાગીદારીની સંધિ કરી છે.

અમે આસિયાન અને થાઈલેન્ડ સાથે મુક્ત વ્યાપારની સમજૂતી ધરાવીએ છીએ અને અમે હવે સક્રિયપણે પ્રાદેશિક વ્યાપક સંધિની વિધિ પૂર્ણ કરવાની દિશામાં છીએ. મેં હમણાં જ ઈન્ડોનેશિયાની મુલાકાત લીધી છે. ભારતનો આ પડોશી 90 નોટિકલ માઈલ જેટલો નિકટ છે અને નેવુ નોટિકલ માઈલ જેટલુ અંતર પણ નથી.

મારા મિત્ર રાષ્ટ્રપતિ વિડોડો અને મેં ભારત-ઈન્ડોનેશિયાના સંબંધો સુધારીને ઘનિષ્ઠ વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમે દરિયાઇ સહયોગનો સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ. ઈન્ડોનેશિયા જતાં રસ્તામાં હું થોડોક સમય મલેશિયામાં આસિયાનના સૌથી વરિષ્ઠ નેતાઓ, પ્રધાનમંત્રી મહાથીર અને અન્યને મળવા માટે રોકાયો હતો.

મિત્રો, ભારતના સંરક્ષણ દળો અને ખાસ કરીને નૌકાદળ દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સલામતી માટે તથા માનવતાવાદી સહાય અને આફતના સમયમાં રાહત માટે ભાગીદારીનું નિર્માણ કરાયું છે. તે આ સમગ્ર વિસ્તારમાં તાલીમ, કવાયત અને શુભેચ્છા મિશન હાથ ધરી રહ્યા છે. દા.ત. સિંગાપોર સાથે અમે ઘણાં લાંબા સમયથી અવિરત નૌકાદળની કવાયત હાથ ધરી રહ્યા છીએ, જે હવે તેના 21માં વર્ષમાં પ્રવેશી છે.

અમે હવે સિંગાપોર સાથે નવી ત્રિપક્ષી કવાયત શરૂ કરીશું. અમે આ સંબંધોને અન્ય આસિયાન દેશો સાથે જોડવા માટે આશાવાદી છીએ. અમે વિયેતનામ જેવા ભાગીદાર સાથે મળીને પરસ્પરની ક્ષમતાનું નિર્માણ કરી રહ્યા છીએ. ભારત, અમેરિકા અને જાપાન સાથે મળીને મલબાર કવાયત હાથ ધરી રહ્યું છે. હિંદ મહાસાગરમાં અને ભારતની ‘મિલન’ કવાયત પેસિફીક વિસ્તારમાં RIMPAC માં સંખ્યાબંધ પ્રાદેશિક ભાગીદારો જોડાયેલા છે.

અમે એશિયામાં ચાંચિયાગિરી અને શસ્ત્ર લૂંટફાટ સામે લડત આપવા માટે આ જ શહેરમાં પ્રાદેશિક સહયોગના કરાર માટે સક્રિય છીએ. શ્રોતાઓમાં બેઠેલા માનવંતા સભ્યો, ઘર આંગણે અમે ભારતને વર્ષ 2022 સુધીમાં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થાય છે ત્યારે તેને નવા ભારતમાં પરિવર્તીત કરવા માટે સક્રિય છીએ.

અમે વાર્ષિક 7.5 થી 8 ટકાનો વૃદ્ધિ દર જાળવી રાખીશું. અમારૂં અર્થતંત્ર જેમ-જેમ વૃદ્ધિ પામે છે તેમ-તેમ અમારૂ વૈશ્વિક અને પ્રાદેશિક સંકલન વધી શકે છે. 800 મિલિયનથી વધુ યુવાનો ધરાવતો આ દેશ જાણે છે કે તેમનું ભાવિ માત્ર ભારતના અર્થંતંત્રના વ્યાપને કારણે નહીં, પણ વૈશ્વિક સંબંધોની ઊંડાઈને કારણે પણ સુરક્ષિત બનશે. અન્ય કોઈપણ સ્થળ કરતાં વધુ પ્રમાણમાં અમારા સંબંધ ઊંડા છે અને આ ક્ષેત્રમાં અમારી હાજરી વિસ્તરશે, પણ અમે જે ભાવિનું નિર્માણ કરવા માંગીએ છીએ તે શાંતિની કરોડરજ્જુ છે અને તે ચોક્કસપણે દૂર છે.

વૈશ્વિક સત્તામાં પરિવર્તનો આવે છે. વૈશ્વિક અર્થંતંત્રનું ચારિત્ર્ય બદલાય છે અને ટેકનોલોજીમાં રોજે-રોજ નવીનતા આવી રહી છે. વૈશ્વિક સ્થિરતાનો પાયો ડગમગતો હોય તેમ લાગે છે અને ભવિષ્ય ઘણું ઓછુ નિશ્ચિત છે. આપણી તમામ પ્રગતિ માટે આપણે વણઉકેલ્યા સવાલો અને વણઉકેલ્યા વિવાદો, સ્પર્ધાઓ અને દાવાઓની વચ્ચે અનિશ્ચિતતાની ધાર પર જીવી રહ્યા છીએ તથા આપણા સ્પર્ધાત્મક મોડેલ અને દ્રષ્ટિકોણ વચ્ચે સંઘર્ષ થતો રહે છે.

આપણે જોઈ રહ્યાં છીએ કે પરસ્પરની અસલામતી વધી રહી છે. સંરક્ષણ માટેનો ખર્ચ વધી રહ્યો છે. આંતરિક વ્યવસ્થાઓ ખોરવાય છે ત્યારે બહારની ચિંતાઓ વધે છે અને વેપાર તથા સ્પર્ધામાં અવરોધો સામાન્ય બને છે. આ બધા ઉપરાંત આપણે વૈશ્વિક ધોરણોને ભારપૂર્વક અનુસરવાનું રહે છે. આ બધી સ્થિતિઓની વચ્ચે એવા પડકારો છે કે જે આપણને સૌને સ્પર્શે છે. આ પડકારોમાં આતંકવાદ અને ઉગ્રવાદની ધમકીનો કોઈ અંત હોતો નથી. આ એક બીજા પર આધારિત ભવિષ્ય અને નિષ્ફળતાની દુનિયા છે અને કોઈપણ રાષ્ટ્ર પોતાની જાતે આકાર લઈ શકે નહીં કે સલામત બની શકે નહીં.

આ દુનિયા છે કે જે આપણને ભાગલા અને સ્પર્ધાથી ઉપર ઉઠીને સાથે મળીને કામ કરવા માટે પ્રેરે છે. શું એ શક્ય છે?

હા, તે શક્ય છે. હું આસિયાન દેશોને એક ઉદાહરણ અને પ્રેરણા તરીકે જોઉં છું. આસિયાન દેશો એક જૂથ તરીકે ભિન્ન પ્રકારની સંસ્કૃતિ, ધર્મ, ભાષા, શાસન અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે.

તેનો જન્મ દક્ષિણ પૂર્વ એશિયામાં થયો હતો અને તે અગ્ર હરોળની વૈશ્વિક સ્પર્ધા, હિંસક યુદ્ધો અને અનિશ્ચિત રાષ્ટ્રોનો પ્રદેશ હતો. અને આજે આસિયાન દેશો સમાન હેતુ ધરાવતા એક સુસંગઠીત 10 રાષ્ટ્ર છે અને આ ક્ષેત્રના સ્થિર ભાવિ માટે આસિયાનની એકતા આવશ્યક છે.

આપણામાંના દરેકે તેને ટેકો આપવો જોઈએ, નહીં કે તેને નબળું પડવા દેવું જોઈએ. મેં ચાર પૂર્વ એશિયા સંમેલનમાં હાજરી આપી છે. હું એ બાબતે સહમત થયો છું કે આસિયાન દેશો વ્યાપકપણે સુસંકલિત થઈ શકે તેમ છે. ઘણી બધી રીતે આસિયાન દેશો આ પ્રક્રિયાને આગળ ધપાવી રહ્યા છે. આવુ કરવા જતાં તેમણે ઈન્ડો- પેસિફીકનો પાયો નાંખ્યો છે. પૂર્વ એશિયા સમેલન અને ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી એ આસિયાન દેશો માટે બે મહત્વની પહેલ છે અને તેની ભૌગોલિકતાને આવરી લે છે.

મિત્રો,

ઈન્ડો-પેસિફીક એ એક પ્રાકૃતિક પ્રદેશ છે. તેની પાસે વિભિન્ન પ્રકારના વૈશ્વિક અવસરો અને પડકારો રહેલા છે. હું વધુને વધુ પ્રમાણમાં સહમત થયો છું કે દરેક દિવસ પસાર થતાં આ પ્રદેશમાં વસતા આપણાં બધાનું ભવિષ્ય જોડાયેલુ રહે છે. આજે આપણને ભાગલા અને સ્પર્ધાથી ઉપર ઉઠીને સાથે મળીને કામ કરવાનો અનુરોધ કરાયો છે.

ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ 10 દેશો બે મહાન સમુદ્રો સાથે જોડાયેલા છે. સમાવેશીતા, ખૂલ્લાપણું અને આસિયાનની મધ્યસ્થતા અને એકતા આથી નવા ઈન્ડો-પેસિફીકમાં કેન્દ્રસ્થ છે. ભારત ઈન્ડો-પેસિફીક ક્ષેત્રને એક વ્યૂહરચના તરીકે અથવા તો મર્યાદિત સભ્યોની ક્લબ તરીકે જોતું નથી.

આપણી વચ્ચે પ્રભુત્વ ધરાવે તેવો કોઈ જૂથવાદ નથી અને કોઈપણ રીતે આપણું વલણ કોઈ દેશની વિરૂદ્ધમાં હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. આથી ઈન્ડો-પેસિફીક ક્ષેત્ર અંગે ભારતના વિઝનની એક ભૌગોલિક વ્યાખ્યા બાંધવી શક્ય નથી. તેથી આ એક હકારાત્મક બાબત છે.

એક,

તેનો અર્થ મુક્ત, ખૂલ્લા સમાવેશી પ્રદેશ તરીકે થાય છે, જે આપણને તમામને પ્રગતિ અને સમૃદ્ધિના સમાન ઉદ્દેશથી જોડે છે. તેમાં આ ભૌગોલિક વિસ્તારના તમામ રાષ્ટ્રોનો અને તેની સાથે સહયોગ ધરાવતા તમામનો સમાવેશ થાય છે

બે,

દક્ષિણ-પૂર્વ એશિયા તેના કેન્દ્રમાં છે અને આસિયાન તેના ભવિષ્યના મધ્યમાં છે અને રહેશે. આ એક એવુ વિઝન છે કે જે આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાના નિર્માણ માટે સહયોગની ઈચ્છા માટે હંમેશા ભારતને માર્ગદર્શન આપતું રહેશે.

ત્રણ,

અમે માનીએ છીએ કે અમારી સામાન્ય સમૃદ્ધિ અને સુરક્ષા માટે અમારે સંવાદ, આ ક્ષેત્રમાં નિયમો આધારિત સમાન વ્યવસ્થામાં ક્રમિક વિકાસ કરવાનો છે. આવી સ્થિતિ ઈચ્છતા હોઈએ ત્યારે આપણે કદ કે તાકાતને ધ્યાનમાં લીધા વગર સાર્વભૌમિકતા અને પ્રાદેશિક સંકલનમાં તેમજ રાષ્ટ્રોની સમાનતામાં માનવું જોઈએ. આવા નિયમો અને ધોરણો, કેટલાકની શક્તિને આધારે નહીં, પણ બધાની સંમતિને આધારિત હોવા જોઈએ. આવા ધોરણો સંવાદમાં શ્રદ્ધા ધરાવતા હોવા જોઈએ અને બળ પર અવલંબન ન હોવું જોઈએ. આનો અર્થ એ થાય કે રાષ્ટ્રો જ્યારે આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતા વ્યક્ત કરે છે ત્યારે તેમણે તેને વળગી રહેવું જોઈએ. ભારતની બહુપક્ષીય અને પ્રાદેશિકવાદમાં શ્રદ્ધાનો તથા કાયદાના શાસનમાં કટિબદ્ધતા ધરાવતા સિદ્ધાંતનો આ પાયો છે.

ચાર,

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આપણને સૌને દરિયામાં સમાન ક્ષેત્રોમાં સમાન ઉપયોગનો અધિકાર હોવો જોઈએ અને હવાઇ ઉડ્ડયનની આઝાદી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર અવરોધ વગર વાણિજ્ય પ્રવૃત્તિ અને વિવાદોની શાંતિપૂર્વક પતાવટ થવી જોઈએ. જ્યારે આપણે બધાં આ આચારસંહિતાને અનુસરવા સંમત થઈએ છીએ ત્યારે આપણા દરિયાઇ માર્ગો સમૃદ્ધિ અને શાંતિના કોરિડોર બની રહેશે. આપણે સૌ એકત્ર થવા શક્તિમાન બનીને દરિયામાં થતા અપરાધો રોકી શકીશું, દરિયાઇ પરિસ્થિતિવિજ્ઞાનને જાળવી શકીશું, આફતો સામે સુરક્ષિત રહી શકીશું અને વાદળી અર્થતંત્રથી સમૃદ્ધ બનીશું.

પાંચ,

આ ક્ષેત્ર અને આપણે સૌને વૈશ્વિકરણનો લાભ પ્રાપ્ત થયો છે. ભારતીય ખોરાક એ પ્રકારના લાભનું ઉત્તમ ઉદાહરણ છે, પરંતુ માલ-સામાન અને સેવા બાબતે સુરક્ષાવાદ વધતો જાય છે. સુરક્ષાની દિવાલો વચ્ચે ઉપાયો મળતા નથી, પણ આપણે પરિવર્તનને આવકારીએ છીએ, આપણે સૌના માટે લેવલ પ્લેઈંગ ફીલ્ડ ઈચ્છીએ છીએ. ભારત ખૂલ્લી અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યવસ્થામાં માને છે. આપણે બધાં ઈન્ડો-પેસિફીક ક્ષેત્રમાં તમામ રાષ્ટ્રોને વેપાર અને મૂડી રોકાણના મોજા તરફ લઈ જતા નિયમ આધારિત, ખૂલ્લા, સમતોલ અને સ્થિર વ્યાપાર વાતાવરણને સહયોગ આપીએ છીએ. સ્થાનિક વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઇપી)માં આપણે આ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ. આરસીઈપી તેના નામમાં સૂચવાયું છે તે મુજબ ઘનિષ્ઠ અને જાહેર કરાયેલા સિદ્ધાંતો આધારિત હોવી જોઈએ. તેમાં વેપાર, મૂડી રોકાણ અને સેવાઓ અંગે સમતુલા હોવી જોઈએ.

,

કનેક્ટીવિટી ખૂબ મહત્વની છે. તે વેપાર અને સમૃદ્ધિ વધારવા કરતાં વિશેષ મહત્વ ધરાવે છે. તે એક રાષ્ટ્રને જોડે છે. ભારત સદીઓની સૌથી મહત્વની ઘડીએ ઊભું છે. અમે કનેક્ટીવિટીના લાભ સમજીએ છીએ. આ ક્ષેત્રમાં કનેક્ટીવિટી માટે ઘણી પહેલો હાથ ધરવામાં આવી છે. આપણે જો તેમાં સફળ થવું હોય તો, માત્ર માળખાગત સુવિધાઓનું નિર્માણ જ નહીં, પણ આપણે ભરોંસાના સેતુનું પણ નિર્માણ કરવાનું છે. અને એ માટે આ પહેલ એક બીજાની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતતા, સુશાસન, પારદર્શકતા, અર્થક્ષમતા અને ટકાઉપણા પર આધારિત હોવી જોઈએ. તેમણે કોઈ સ્થળ નહીં, પણ રાષ્ટ્રોને સશક્ત બનાવવાના છે, પરંતુ અસંભવિત દેવાના બોજા હેઠળ મૂકવાના નથી. તેમણે વ્યાપારને પ્રોત્સાહન આપવાનું છે, વ્યૂહાત્મક સ્પર્ધાને નહીં. આ બધા સિદ્ધાંતોને આધારે આપણે દરેકની સાથે કામ કરવા સજ્જ છીએ. ભારત હિંદ મહાસાગરમાં દક્ષિણ એશિયામાં અને દક્ષિણ-પૂર્વ એશિયામાં જાપાન, આફ્રિકા, પશ્ચિમ એશિયા અને એથી આગળ વધીને સ્વયં અને અન્ય સાથે મળીને તેની ભૂમિકા ભજવે છે. અને અમે ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના મહત્વના સહભાગી છીએ.

આખરે,

જો આપણે સત્તાની મોટી લડાઈના યુગમાં પાછા ફરીશું નહીં તો આ બધું જ શક્ય છે. હું અગાઉ પણ આ બધુ કહી ચૂક્યો છું. પરસ્પર દુશ્મની ધરાવતું એશિયા આપણને પાછળ છોડી દેશે. સહયોગનું એશિયા આ સદીને આકાર આપશે. આથી રાષ્ટ્રોએ પોતાની જાતને પૂછવાનું છેઃ શું તેની પસંદગીઓ વધુ સંગઠીત દુનિયાના નિર્માણ તરફની છે કે પછી નવા ભાગલા સર્જી રહી છે? વર્તમાન અને ઉદયમાન સત્તાઓની આ અંગે જવાબદારી છે. સ્પર્ધા સ્વાભાવિક છે, પણ સ્પર્ધાને કારણે કોઈ સંઘર્ષ કે મતભેદોને વિવાદમાં રૂપાંતરીત નહીં થવા દઈએ. મતભેદોને કારણે વિવાદો ઉભા ન થવા જોઈએ. શ્રોતાઓમાં બેઠેલા માનવંતા સભ્યો, પરસ્પરના મૂલ્યો અને હિતોને આધારે સહભાગીતા ઉભી કરવી તે એક સામાન્ય બાબત છે. ભારત પણ આ ક્ષેત્રમાં ભાગીદારી ધરાવે છે અને એ બાબતે અગ્રેસર છે.

આપણે તેમની સાથે વ્યક્તિગત મળીને કામ કરીશું અથવા ત્રણ કે તેથી વધુનું સ્વરૂપ રચીશું કે જેથી આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ જળવાય, પરંતુ આપણી મૈત્રી ભાવી શત્રુ સામે તાકાત વધારવા માટેનું જોડાણ નથી. આપણે સિદ્ધાંતો અને મૂલ્યો, શાંતિ અને પ્રગતિનો પથ પસંદ કર્યો છે, નહીં કે એક બીજા સાથે ભાગલાનો. દુનિયાભરમાં આપણા સંબંધો આપણી સ્થિતિ અંગે બોલશે અને આપણે જો સાથે મળીને કામ કરીએ તો આપણે આપણા સમયના સાચા પડકારોને પહોંચી વળવા માટે શક્તિમાન બનીશું. આપણે આપણી ધરતીની સુરક્ષા કરી શકીશું. આપણે પરસ્પર ઘૂસણખોરી ખાતરીપૂર્વક રોકી શકીશું. આપણે આપણાં લોકોનું આતંકવાદ અને સાયબર ધમકીઓથી રક્ષણ કરી શકીશું.

સમાપન કરતાં પહેલા હું ફરી કહેવા માંગુ છું કે ઈન્ડો- પેસિફીક ક્ષેત્રમાં આફ્રિકાના સાગરકાંઠાથી માંડીને અમેરિકા સુધી અમારો ઉદ્દેશ સમાવેશી બની રહેશે. અમે વેદાંત વિચારધારાનો વારસો ધરાવીએ છીએ, જે સૌની આવશ્યક એકરૂપતામાં અને વિવિધતામાં એકતા મનાવવામાં માને છે. સત્ય એક છે અને શિક્ષિત લોકો તેને ઘણાં સ્વરૂપે જુએ છે एकम् सत्यम्, विप्राः बहुदावदंति આ અમારી સંસ્કૃતિની પ્રાકૃતિક લાક્ષણિકતા, સહઅસ્તિત્વ, ખૂલ્લાપણું અને સંવાદનો પાયો છે. લોકશાહીની વિચારધારા એક રાષ્ટ્ર તરીકે અમને આકાર આપે છે અને અમે તેના દ્વારા દુનિયા સાથે સંકળાયેલા છીએ.

આથી તેનું રૂપાંતર પાંચ – સમાં થાય છે અને તે છે – સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્ધિ. આ શબ્દો શિખવા સરળ છે! આથી આપણે બધાં દુનિયાની શાંતિ માટે સન્માનપૂર્વક સંવાદ દ્વારા સંપૂર્ણ કટિબદ્ધતાથી આંતરરાષ્ટ્રીય નિયમો સાથે જોડાશુ.

આપણે બધાં લોકશાહી અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહિત કરીશું, જેમાં નાના કે મોટા તમામ રાષ્ટ્રોની સમાનતા અને સાર્વભૌમિકતા પર ભાર મૂકીશું. આપણે આપણાં સમુદ્રો, અવકાશ અને વાયુ માર્ગોને ખૂલ્લા અને મુક્ત રાખવા માટે એક બીજા સાથે કામ કરીશું. આપણાં રાષ્ટ્રોને આતંકવાદ અને સાયબર ધમકીઓથી મુક્ત રાખીશું અને અવરોધ કે સંઘર્ષથી મુક્ત રહીશું. આપણે આપણાં અર્થતંત્રને ખૂલ્લુ અને આપણાં સંબંધો પારદર્શક રાખીશું. આપણે પરસ્પરના સ્રોતો, બજારો અને સમૃદ્ધિને આપણા મિત્રો અને સહયોગીઓ સાથે વહેંચીશું. આપણે નવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ફ્રાન્સ અને અન્ય ભાગીદારોની સાથે મળીને આપણી ધરતીનું ટકાઉ ભાવિ ઈચ્છીએ છીએ.

આ રીતે આપણે પોતે અને આપણાં ભાગીદારો આ વિશાળ ક્ષેત્રમાં આગળ વધે તેવી ઈચ્છા રાખીએ છીએ. આ ક્ષેત્રનું પૌરાણિક ડહાપણ એ આપણો સમાન વારસો છે. ભગવાન બુદ્ધનો શાંતિ અને સંવેદનાનો સંદેશો આપણને સૌને જોડે છે. આપણે બધાએ સાથે મળીને માનવ સંસ્કૃતિ માટે મોટુ યોગદાન આપ્યું છે અને આપણે યુદ્ધની ભયાનકતામાંથી પસાર થયા છીએ અને શાંતિ માટે આશા રાખીએ છીએ. આપણે સત્તાની મર્યાદાઓ જોઈ છે અને આપણે સહયોગના ફળ પણ ચાખ્યા છે.

આ વિશ્વ એક મહત્વના નિર્ણય કરવાની ઘડીએ ઊભું છે. આપણને ઈતિહાસમાં ખરાબ ઉદાહરણોનું આકર્ષણ છે, પરંતુ ડહાપણનો પણ એક રસ્તો છે, જે આપણને ઉન્નત હેતુ તરફ દોરી જાય છે અને આપણાં હિતોના સંકુચિત દ્રષ્ટિકોણથી ઉપર ઉઠીને, આપણે જો બધાંને સમાન ગણીને, સાથે મળીને કામ કરીશું તો આપણાંમાંના દરેકના હિતને સારી રીતે પાર પાડી શકશે અને તમામ રાષ્ટ્રોના બહેતર હિત માટે કામ કરી શકશે. હું આપ સૌને આ પથને અનુસરવા માટે અનુરોધ કરૂં છું.

આપનો આભાર,

આપનો ખૂબ-ખૂબ આભાર.

 

NP/J.Khunt/RP