શંઘાઈ પાર્ટીના સચિવ અને ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સેન્ટ્રલ કમિટીના રાજકીય બ્યુરોના સભ્ય શ્રી હાન ઝેંગે આજે (5-5-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ગયા વર્ષમાં તેમની ચીન યાત્રા દરમિયાન શંઘાઈમાં શ્રી હાન જેંગની સાથે તેમની વાતચીતને યાદ કરી. શ્રી જેંગે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીની ગયા વર્ષની શંઘાઈ યાત્રાના પરિણામ સ્વરૂપ ભારતની બાબતમાં જાગૃતતા વધી છે અને શંઘાઈના લોકો દ્વારા ભારત યાત્રામાં વૃદ્ધિ થઈ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મુંબઈ-શંઘાઈ સહાયક શહેર સમજૂતીથી ભારત અને ચીનની આર્થિક રાજધાનીઓની વચ્ચે સંબંધ વધુ સુદૃઢ બન્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત-ચીન પ્રાંતિય નેતાઓના મંચની રચના પણ બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રગાઢ બનાવવાની દિશામાં સ્વાગત યોગ્ય પગલું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી હાન જેંગને વર્તમાન વૈશ્વિક, આર્થિક પરિદ્રશ્ય પર પણ ચર્ચા તરફ કહ્યું કે ભારત અને ચીનની મજબૂત આર્થિક વૃદ્ધિ વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિના ઈંજનના રૂપમાં કાર્ય કરી શકે છે.
AP/J.Khunt/GP
CPC Party Secretary of Shanghai, Han Zheng met PM @narendramodi. pic.twitter.com/tJAya9a5dP
— PMO India (@PMOIndia) May 5, 2016