Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વ્હાઇટ હાઉસ આગમન સમારોહમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

વ્હાઇટ હાઉસ આગમન સમારોહમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ


પ્રમુખ બિડેન,

પ્રથમ મહિલા, ડૉ. જીલ બિડેન,

પ્રતિષ્ઠિત મહેમાનો,

ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા મારા પ્રિય ભારતીય-અમેરિકન મિત્રો,

દરેકને હેલો!

શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ બિડેનનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને સમજદાર સંબોધન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

રાષ્ટ્રપતિ બિડેન, તમારી મિત્રતા માટે આભાર.

મિત્રો,

આજે એક રીતે જોઈએ તો, વ્હાઇટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત સમારોહ દ્વારા ભારતના 140 કરોડ દેશવાસીઓનું સન્માન, 140 કરોડ દેશવાસીઓનું ગૌરવ છે. આ સન્માન અમેરિકામાં રહેતા 40 લાખથી વધુ ભારતીય મૂળના લોકો માટે પણ એક સન્માન છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

લગભગ ત્રણ દાયકા પહેલા એક સામાન્ય નાગરિક તરીકે હું અમેરિકાની મુલાકાતે આવ્યો હતો. અને તે સમયે મેં બહારથી વ્હાઇટ હાઉસ જોયું. પ્રધાનમંત્રી બન્યા બાદ હું પોતે ઘણી વખત અહીં આવ્યો છું. પરંતુ ભારતીય-અમેરિકન સમુદાય માટે આટલી મોટી સંખ્યામાં વ્હાઇટ હાઉસના દરવાજા આજે પહેલીવાર ખોલવામાં આવ્યા છે. ભારતીય સમુદાયના લોકો પોતાની પ્રતિભા, મહેનત અને સમર્પણથી અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તમે બધા જ અમારા સંબંધની સાચી તાકાત છો.

આજે તમને મળેલા સન્માન માટે હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

મિત્રો,

ભારત અને અમેરિકા બંનેની સમાજ અને વ્યવસ્થા લોકશાહી મૂલ્યો પર આધારિત છે. આપણા બંને બંધારણો, તેના પ્રથમ ત્રણ શબ્દો, અને પ્રમુખ બિડેને હમણાં જ ઉલ્લેખ કર્યો છે – “અમે લોકો.” અમને બંનેને આપણી વિવિધતા પર ગર્વ છે.

અમે “સર્વજન હિતાય સર્વજન સુખાય” ના મૂળભૂત સિદ્ધાંતમાં વિશ્વાસ કરીએ છીએ. કોવિડ પછીના યુગમાં, વિશ્વ વ્યવસ્થા એક નવું સ્વરૂપ લઈ રહી છે. આ સમયગાળામાં, ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા સમગ્રની સંભવિતતા વધારવામાં પૂરક બની રહેશે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે, બંને દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણી મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહીની શક્તિનો સ્પષ્ટ પુરાવો છે.

મિત્રો,

હવેથી ટૂંક સમયમાં, રાષ્ટ્રપતિ બિડેન અને હું ભારત-યુએસ સંબંધો અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર વાતચીત કરીશું. મને ખાતરી છે કે હંમેશની જેમ, આજે પણ અમારી વાતચીત ખૂબ જ સકારાત્મક અને ફળદાયી રહેશે. આજે બપોરે મને યુ.એસ. કોંગ્રેસને ફરી એકવાર સંબોધનની તક મળશે. આ સન્માન માટે હું હૃદયના તળિયેથી તમારો આભાર માનું છું.

હું આ ઈચ્છું છું અને 140 કરોડ ભારતીયો પણ ઈચ્છે છે કે ભારતનો ત્રિરંગો અને અમેરિકાના “સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ” હંમેશા નવી ઊંચાઈઓને સ્પર્શતા રહે.

પ્રમુખ બિડેન, ડૉ. જીલ બિડેન,

ફરી એકવાર, 140 કરોડ ભારતીયો વતી, તમારા ઉષ્માભર્યા આમંત્રણ માટે, તમારા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તમારો આભાર માનું છું.

જય હિન્દ.

ગોડ બ્લેસ અમેરિકા.

ખુબ ખુબ આભાર.

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com