મહામહિમ
મહાનુભાવો,
તમારા અમૂલ્ય વિચારો અને સૂચનો બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ અમારી સામાન્ય ચિંતાઓ અને આકાંક્ષાઓને પ્રકાશિત કરી છે. તમારા વિચારોથી સ્પષ્ટ થાય છે કે ગ્લોબલ સાઉથ એકજૂથ છે.
તમારા સૂચનો અમારી વ્યાપક ભાગીદારીનું પ્રતિબિંબ છે. આજે અમારી ચર્ચા પરસ્પર સંવાદિતા સાથે આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. મને વિશ્વાસ છે કે આ આપણા સામાન્ય લક્ષ્યોને હાંસલ કરવામાં વેગ આપશે.
મિત્રો,
તમને બધાને સાંભળ્યા પછી, આજે હું તમારી સમક્ષ ભારત વતી એક વ્યાપક “ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ” પ્રસ્તાવિત કરવા માંગુ છું. આ કોમ્પેક્ટનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવો પર આધારીત હશે. આ કોમ્પેક્ટ ગ્લોબલ સાઉથના દેશો દ્વારા સ્વંય નિર્ધારિત કરવામાં આવેલી વિકાસની પ્રાથમિકતાઓ પર પ્રેરિત હશે.
આ માનવ–કેન્દ્રિત અને બહુ–પરિમાણીય હશે અને વિકાસ માટે બહુ–ક્ષેત્રીય અભિગમને પ્રોત્સાહન આપશે. તે ડેવલપમેન્ટ ફાઇનાન્સના નામે જરૂરિયાતમંદ દેશો પર દેવાનો બોજ નહીં નાખે. આ ભાગીદાર દેશોના સંતુલિત અને ટકાઉ વિકાસમાં ફાળો આપશે.
મિત્રો,
આ ‘ડેવલપમેન્ટ કોમ્પેક્ટ’ હેઠળ, અમે વિકાસ માટે વેપાર, સતત વૃદ્ધિ માટે ક્ષમતા નિર્માણ, ટેક્નોલોજીની વહેંચણી, પ્રોજેક્ટ વિશિષ્ટ કન્સેશનલ ફાઇનાન્સ અને અનુદાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. વેપાર પ્રમોશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, ભારત $2.5 મિલિયનનું વિશેષ ભંડોળ શરૂ કરશે. ક્ષમતા નિર્માણ માટે વેપાર નીતિ અને વેપાર વાટાઘાટોની તાલીમ આપવામાં આવશે. આ માટે એક મિલિયન ડોલરનું ફંડ આપવામાં આવશે.
ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં નાણાકીય તણાવ અને વિકાસ ભંડોળ માટે SDG સ્ટિમ્યુલસ લીડર્સના જૂથમાં યોગદાન આપી રહ્યું છે. અમે ગ્લોબલ સાઉથને સસ્તું અને અસરકારક જેનરિક દવાઓ આપવા માટે કામ કરીશું. અમે ડ્રગ રેગ્યુલેટરની તાલીમમાં પણ સહકાર આપીશું. અમને કૃષિ ક્ષેત્રમાં ‘કુદરતી ખેતી‘ના અમારા અનુભવો અને ટેકનોલોજી શેર કરવામાં આનંદ થશે.
મિત્રો,
તમે તણાવ અને સંઘર્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ આપણા બધા માટે ગંભીર બાબત છે. આ ચિંતાઓને દૂર કરવી એ ન્યાયી અને સર્વસમાવેશક વૈશ્વિક શાસન પર આધારિત છે. આવી સંસ્થાઓ જેમની પ્રાથમિકતાઓ ગ્લોબલ સાઉથને પ્રાધાન્ય આપે છે. જ્યાં વિકસિત દેશો પણ તેમની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરે છે.
વૈશ્વિક ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર ઘટાડવા પગલાં લો. આગામી મહિને યુએન ખાતે સમિટ ઓફ ધ ફ્યુચર આ બધા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની શકે છે.
મહામહિમ
મહાનુભાવો,
ફરી એકવાર હું તમારી હાજરી અને મૂલ્યવાન વિચારો માટે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે અમે ગ્લોબલ સાઉથની પ્રગતિ માટે અમારો અવાજ ઉઠાવવાનું અને અમારા અનુભવો શેર કરવાનું ચાલુ રાખીશું, આજે આખો દિવસ, અમારી ટીમો તમામ વિષયો પર ઊંડાણપૂર્વક વિચાર કરશે. અને આવનારા સમયમાં પણ આપ સૌના સહકારથી અમે આ મંચને આગળ લઈ જઈશું.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર!
AP/GP/JT
Delivering my closing remarks at the Voice of Global South Summit. https://t.co/fe3SNFlBrL
— Narendra Modi (@narendramodi) August 17, 2024