Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ સૂફી સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિશ્વ સૂફી સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિશ્વ સૂફી સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સૈયદ મોહમ્મદ, પ્રમુખ, ઓલ ઇન્ડિયા ઉલેમા અને માશહિક બોર્ડ

શાવકી ઇબ્રાહિમ અબ્દેલ કરીમ આલમ, ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી,

શેખ હાશિમુદ્દિન અલી ગિલાની, બગદાદથી

સૈયદ મિનહાજ ઉર રહેમાન, બાંગ્લાદેશથી

દિવાન અહેમદ મસૂદ ચિશ્તી, પાકિસ્તાનથી

સૈયદ નિઝામી, નિઝામુદ્દિન દરગાહ અને સૈયદ ચિશ્તી અજમેર શરીફથી,

મારા મંત્રાલયના સાથીદારો,

ભારતના વિદ્વાનો તથા સુફીઓ

હું, ભારત, આપણા પડોસી દેશો અને બીજા દૂરના દેશોમાંથી આવેલા મહેમાનોનું અભિનંદન કરું છું. તમારું આ સ્થળ પર સ્વાગત છે, જે અસિમિત સમયથી શાંતિનો ફુવારો છે , જે પરંપરાઓ અને આસ્થાઓના પ્રાચીન સ્ત્રોત છે, અને વિશ્વના તમામ ધર્મોનું સ્વાગત કર્યું તેમને જગ્યા આપી.

આ દેશમાં તમારું સ્વાગત છે, જે પ્રાચીન સમયથી ‘વસુધૈવ કુટમ્બકમ’માં વિશ્વાસ રાખે છે. અર્થાત જેના માટે સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે. વિશ્વાસ જે પવિત્ર કુરાનના દૈવિય સંદેશને અનુરૂપ છે તે એ છે કે મનુષ્ય જાતિ એક જ સમુદાય છે અને ત્યાર બાદમાં તે પોતાની વચ્ચે ભેદ કરવા લાગ્યા છે. વિશ્વાસ, જે મહાન પર્શિયન સૂફી કવિ સાદીના શબ્દોમાં સંભળાય છે જેને યુનાઇટેડ નેશન્સમાં લખવામાં આવ્યું છે કે તમામ મનુષ્ય એક જ સ્ત્રોતથી આવે છે અને આપણે એક પરિવાર છીએ.

આ પ્રાચીન શહેર દિલ્હીમાં તમારું સ્વાગત છે. – જે અનેક લોકો, સંસ્કૃતિઓ અને વિશ્વાસોની શ્રેષ્ઠતાથી બન્યું છે. આ દેશની જેમ , દિલ્હીના દિલમાં તમામ આસ્થાઓ માટે જગ્યા છે. ભલે ધર્મના માનનારાઓની સંખ્યા ઓછી હોય કે ભલે કોઇ ધર્મમાં માનનારાઓની સંખ્યા કરોડોમાં હોય. એના શાનદાર ધાર્મિક સ્થળોમાં સૂફી સંતો મહબૂબ – એ – ઇલાહી અને હજરત બખ્તિયાર કાકીની દરગાહ સામેલ છે જે તમામ ધર્મો અને વિશ્વના તમામ ખૂણાથી આવનારા લોકોને આકર્ષિત કરે છે. આ સંસાર માટે મોટી મહત્તા રાખનારો અસાધારણ કાર્યક્રમ છે, જે માનવ જાતિ માટે સમયની માગ છે. અત્યારે જ્યારે હિંસાનો કાળો પડછાયો મોટો થઇ રહ્યો છે , તો તમે આશાનું નૂર કે રોશની છો. આ જવાન હાસ્યને બંદૂકો ચૂપ કરી રહી છે, એવા સમયમાં તમારો અવાજ એક મલમ છે.

જ્યાં વિશ્વ ન્યાય અને શાંતિ માટે સભા આયોજિત કરવાનો પ્રયત્ન કરે છે, આ તે લોકોની સભા છે જેનું જીવન સ્વયં જ શાંતિ , સહનશીલતા અને પ્રેમનો સંદેશ છે. તમે જુદા જુદા દેશો અને સંસ્કૃતિઓમાંથી આવ્યા છો પરંતુ એક આસ્થાએ તમને બાંધી રાખ્યા છે. તમે અલગ અલગ ભાષાઓ બોલો છો પરંતુ તમારો અવાજ સોહાર્દનો સંદેશમાં મળે છે. અને તમે પ્રતિનિધિ છો ઇસ્લામી સભ્યતાની સમૃદ્ધ વિવિધતાના જે મહાન ધર્મની ઠોસ ધરા પર ઉભા છો. આ તે સભ્યતા છે જેનાથી વિજ્ઞાન, ચિકિસ્તા, સાહિત્ય, કળા, વાસ્તુકળા અને વાણિજ્યમાં પંદરમી સદી સુધી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.

તેણે પોતાના લોકોની બહુમુખી પ્રતિભા અને ઇસ્લામની વિભિન્ન સભ્યતાઓ સાથે સંપર્કના કારણે શીખ્યું – પ્રાચીન મિસ્ત્ર, મોસૈપોટામિયા એ આફ્રિકા , પર્શિયા, મધ્ય એશિયા અને કાકેશિયન ક્ષેત્ર , પૂર્વી એશિયાનું ક્ષેત્ર તથા બૌદ્ધ દર્શન તથા ભારતીય દર્શન અને વિજ્ઞાન. અને જેમ ઇસ્લામની સભ્યતા આ પ્રકારે સમૃદ્ધ થઇ, તેણે વિશ્વને પણ સમૃદ્ધ બનાવી છે.

તેણે એક વખત ફરીથી માનવ ઇતિહાસ માટે સ્થાયી શીખ આપી છે. ખુલ્લાપણું અને જાણવાની ઇચ્છા, સંપર્ક અને સ્વીકૃતિ તથા વિવિધતા પ્રત્યે સન્માન દ્વારા જ માનવતા આગળ વધે છે, દેશ ઉન્નતિ કરે છે અને સંસાર સમૃદ્ધ બને છે. અને આ સંદેશ છે સૂફીવાદનો જે ઇસ્લામનું સંસારમાં મોટું યોગદાન છે.

મિસ્ત્ર અને પશ્ચિમી એશિયાથી શરૂ થઇને સૂફી વાદ દૂર દૂર સુધી પહોંચ્યો છે. – માનવીય મૂલ્યો અને આસ્થાનો ઝંડો લઇને, અન્ય સભ્યતાઓના આધ્યાત્મિક વિચારોમાંથી બોધ લઇને, પોતાના સંતોના જીવન અને સંદેશથી લોકોને આકર્ષિત કરતા તે ભલે આફ્રિકાનું સહારા ક્ષેત્ર હોય, દક્ષિણ પૂર્વ એશિયા, તુર્કી હોય કે મધ્ય એશિયા, ઇરાન હોય કે ભારત, દરેક સ્થિતિમાં સૂફીવાદે મનુષ્યની એ ઇચ્છાને વ્યક્ત કરી છે જેમાં તે ધાર્મિક રિતી અન માન્યતાઓથી આગળ વધીને ઇશ્વરની સાથે ઉંડાણથી જોડાવા માગે છે. અને આઆધ્યાત્મિક જિજ્ઞાસામાં સૂફીઓએ ઇશ્વરના ચિરકાલિક સંદેશનો અનુભવ કર્યો છે કે માનવ જીવનમાં ઉત્તમતા તે ગુણોમાં દેખાય છે કે જે ઇશ્વરને પ્રિય છે, તમામ પ્રાણી ભગવાન દ્વારા બનાવવામાં આવ્યા છે અને જો આપણે ઇશ્વરને પ્રેમ કરીએ છીએ તો આપણે તેની તમામ રચનાઓ સાથે પ્રેમ કરવો જોઇએ.

જેમ કે હજરત નિઝામુદ્દીન ઔલિયાએ જણાવ્યું હતું કે ઇશ્વરને તે જ વહાલું લાગે છે જે મનુષ્યની ભલાઇ માટે ઇશ્વર સાથે પ્રેમ કરે છે અને જે મનુષ્યોને ઇશ્વર માટે પ્રેમ કરે છે. આ માનવતા અને ઇશ્વરની તમામ રચનાઓની એકતાનો સંદેશ છે. સૂફિઓ માટે ઇશ્વરની સેવા કરવાનો અર્થ માનવતાની સેવા કરવાનો છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના શબ્દોમાં તમામ પ્રાર્થનાઓમાં તે પ્રાર્થના ભગવાનને સૌથી સારી લાગે છે જેનાથી અસહાય અને ગરીબોની મદદ થાય.

માનવ મુલ્યો વિશે તેમણે ખૂબ જ સુંદરરૂપમાં જણાવ્યું હતું કે માણસોમાં સૂર્ય જેવો સ્નેહ, નદી જેવી ઉદારતા અને ધરતી જેવું આતિથ્ય સત્કાર હોવો જોઇએ કારણ કે આ તમામ લોકોને કોઇ પણ ભેદભાવ વગર લાભ પહોંચાડે છે અને આ માનવીય ભાવના કારણે, તેણે સમાજમાં મહિલાઓનો મોભો ઉંચો કર્યો તથા સ્થાન અપાવ્યું છે.

સૌથી ઉપર સૂફીવાદ વિવિધતા અને બહુલવાદનો ઉત્સવ છે. તેના વિષે હજરત નિઝામુદ્દીન ઔલિયાએ જણાવ્યું હતું કે દરેક સમાજનો વિશ્વાસ અને પ્રાર્થના કરવાની પોતાની રીત હોય છે.

આ શબ્દ પાક પૈગંબરને મળેલા સંદેશને દર્શાવે છે કે ધર્મમાં કોઇ બાધ્યતા નથી અને તમામ સમાજો માટે અમે પ્રાર્થના કરવાની રીત નક્કી કરી છે. જેનું તેઓ પાલન કરે છે અને આ કથન, હિન્દુ ધર્મના ભક્તિવાદના તે કથનની આત્મા સાથે પણ મેળ ખાય છે કે મહાસાગરમાં દરેક તરફથી આવનારી નદીઓ મળે છે અને બુલ્લે શાહની બુદ્ધિમતા : ઇશ્વર દરેક હ્દયમાં હળી મળી ગયો છે.

આ સમયની માગ છે. આ પ્રકૃતિનું સત્ય છે. અને આપણે તે જ્ઞાનને વનની વિશાળ વિવિધતા જોઇએ છીએ જ્યાં પૂરું સમતુલન અને સમન્વય હોય છે. તેનો સંદેશ વિચારધારાઓ અને ધર્મોની સીમાઓથી અલગ છે. આ એક આધ્યાતમિક શોધ છે જે પોતાના મૂળ પવિત્ર પેગમ્બર તથા ઇસ્લામના મૂળભૂત મૂલ્યોમાં મેળવે છે. ઇસ્લામનો વાસ્તવિક અર્થ શાંતિ છે.

એ આપણને પણ યાદ અપાવે છે કે જ્યારે આપણે અલ્લાહના 99 નામો વિશે વિચારીએ છીએ તો તેમાં એક પણ બળ અને હિંસાનો સંદેશ હોતો નથી. અલ્લાહ રહેમાન છે અને રહિમ પણ છે. સૂફીવાદ શાંતિ, ક્ષમા, સહ અસ્તિત્વ અને સમતુલનનું પ્રતિક છે. આ સમગ્ર સંસારમાં ભાઇચારાનો સંદેશ આપે છે. જે પ્રમાણે ઇસ્લામિક સભ્યતાનું મુખ્ય કેન્દ્ર ભારત બન્યું છે, તેવી જ રીતે આપણો દેશ સૂફીવાદનો એક સૌથી જીવંત અને પ્રભાવી કેન્દ્રના રૂપમાં વિકસ્યો છે.

પાક કુરાન અને હદીસમાં મજબૂત મૂળ જમાવ્યા છે, સૂફીવાદ ભારતમાં ઇસ્લામનો ચહેરો બન્યો છે. સૂફીવાદ ભારતના ખુલ્લાપન અને બહુલવાદમાં ઉછર્યો અને અહીંની જૂની આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાઇને પોતાની એક ભારતીય ઓળખ બનાવી અને તેણે ભારતની એક વિશિષ્ય ઇસ્લામિક વિરાસતને સ્વરૂપ આપવામાં મદદ કરી.

અમે તે વિરાસતને કળા, વાસ્તુકળા અને સસ્કૃતિના ક્ષેત્રમાં જોઇએ છીએ જે આપણા દેશ તથા આપણા સામૂહિક દૈનિક જીવનના રૂપનો એક ભાગ છે. અમે તેને ભારતની આધ્યાત્મિક અને બૌદ્ધિક પરંપરામાં જોઇએ છીએ. તેણે ભારતની સમાવેશી સંસ્કૃતિને વધુ સશક્ત બનાવી જે વિશ્વના સાંસ્કૃતિક ક્ષેત્ર પર આ મહાન દેશનું એક મોટું યોગદાન છે. બાબા ફરીદની કવિતા અને ગુરુ ગ્રંથ સાહેબમાં આપણને એક આધ્યાત્મિક સંબંધનો અહેસાસ થાય છે.

આપણે કરુણા જોઇ છે. સૂફી દરગાહોના લંગરોમાં અને ગામમાં સ્થાનિક પીરોની દરગાહો પર જ્યાં તમામ ગરીબ અને ભૂખ્યા, ખેંચાઇ આવે છે. હિન્દવીના શબ્દો સૂફી ખાનખાઓમાં બોલાતા હતા. ભારતીય કાવ્યમાં સૂફીવાદનું મોટું યોગદાન રહ્યું છે. ભારતીય સંગીતના વિકાસ પર તેનો ઉંડો પ્રભાવ છે.

સૂફી કવિ અને સંગીતકાર અમીર ખુસરોથી વધારે પ્રભાવ કોઇ બીજાનો નથી. આઠ શતાબ્દી બાદ પણ તેનું કાવ્ય અને સંગીતમય પ્રયોગ, હિન્દુસ્તાની સંગીતની આત્માનો ભાગ છે. ભારતીય સંગીતની તેમણે જેટલી પ્રશંસા કરી, તેટલી જ પ્રશંસા કોઇ બીજાની કરી નથી. ભારત પ્રત્યે પ્રેમ તેમનાથી વધારે અને કોણ આટલી સારી રીતે કરી શકતું હતું. પરંતુ , ભારત માથાથી પગ સુધી સ્વર્ગની તસ્વીર છે. સ્વર્ગના મહેલમાંથી ઉતરીને આદમ આવ્યા, તો તેમણે ફક્ત ભારત જેવા ફળોના ઉપવનમાં જ મોકલી શકાતા હતા. જો ભારત સ્વર્ગ ન હોત તો, આ સ્વર્ગના પક્ષી અર્થાત મોરનું ઘર કેવી રીતે હોત ?

આ સૂફીવાદની ભાવના, દેશ સાથે પ્રેમ તથા રાષ્ટ્ર પર ગર્વ ભારતમાં મુસલમાનોને પરિભાષિત કરે છે. તે આપણા દેશની શાંતિ, વિવિધતા અને આસ્થાની સમાનતાની કાલાતિત સંસ્કૃતિને પ્રતિબિબિંત કરે છે. તે ભારતની લોકતાત્રિક પરંપરામાં છે. દેશમાં પોતાના સ્થાન પ્રત્યે આશ્વસ્ત છે અને રાષ્ટ્રના ભવિષ્યમાં વિશ્વાસ રાખે છે. અને સૌથી વધીને તે ભારતની તે ઇસ્લામિક વિરાસતના મૂલ્યોથી પ્રભાવિત છે જે ઇસ્લામના ઉચ્ચત્તમ આદર્શોને કાયમ રાખે છે અને જેણે હંમેશા આંતકવાદ તથા ઉગ્રવાદની તાકાતોથી ઇનકાર કર્યો છે. હવે, જ્યારે તે વિશ્વના વિભિન્ન ભાગોમાં યાત્રા કરે છે, તે આપણા રાષ્ટ્રના આદર્શો અને પરંપરાઓના દૂત છે.

એક રાષ્ટ્ર તરીકે અમે ઔપનિષદ વિરુદ્ધ ઉભા હતા અને અમે આઝાદી માટે સંઘર્ષ કર્યો. સ્વતંત્રતાની લડાઇમાં અમુક લોકોએ સાથે છોડ્યો, હું માનું છું કે આ તે સમયની ઔપનિવેશિક રાજનિતી સાથે જોડાયેલુ હતું. પરંતુ મૌલાના આઝાદ જેવા આપણા મહાનત્તમ નેતાઓ, મૌલાના ગુસૈન મદાની જેવા મહાન આધ્યાત્મિક નેતાઓ અને લાખ્ખો સાધારણ નાગરિકોએ ધર્મના આધાર પર વિભાજનના વિચારને નકારી દીધો હતો. આજે ભારત અમારા અનોખા વિવિધ અને એકજૂટ સમાજની પ્રત્યેક વિચારધારાવાળા પ્રત્યેક સભ્યના સંઘર્ષો, બલિદાનો , વિરતા , જ્ઞાન, કૌશલ, કળા અને ગર્વના કારણે પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું છે. જે પ્રકારે સિતારના તાર અલગ અલગ ધ્વનિ પેદા કરે છે, અને એક થઇને સુંદર સંગીત બનાવી દે છે. આ ભારતની આત્મા છે અને આ જ ભારત દેશની શક્તિ છે. અમે સહું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, જૈન, બુદ્ધવાદ, પારસી, ધર્મમાં વિશ્વાસ રાખનારા અને ન રાખનારા, તમામ ભારત દેશના અભિન્ન અંગ છીએ.

એક સમયે સૂફીવાદ ભારતમાં આવ્યો પરંતુ આજે આ ભારતથી વિશ્વના અન્ય દેશો સુધી ફેલાઇ ગયો છે. પરંતુ આ પરંપરા ભારતની જ નહીં , આ સંપૂર્ણ દક્ષિણ એશિયાની વિરાસત છે. એટલા માટે આ ક્ષેત્રમાં અન્ય દેશોને હું એ અનુરોધ કરું છું કે તે અમારી ગૌરવશાળી વિરાસતને પુનર્જીવિત કરે અને આગળ વધારે. જ્યારે સૂફીવાદના આધ્યાતિમક પ્રેમ જેમાં આતંકવાદીની હિંસક શક્તિ નથી હોતી, ત્યારે તેનો પ્રવાહ સીમાને પાર કરે છે, એવામાં આ ક્ષેત્ર અમીર ખુસરોના કહેવા પ્રમાણે ધરતી પરનું સ્વર્ગ હશે.

જેમ કે મેં રૂઢિપ્રયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે : આતંકવાદ આપણને વહેંચે છે અને બર્બાદ કરે છે. વાસ્તવમાં જ્યારે આતંકવાદ અને કટ્ટરવાદ આપણા કાલખંડમાં ખૂહ જ વધારે વિધ્વંસક શક્તિ બની જાય, સૂફીવાદના સંદેશ વૈશ્વિક સ્તર પર પ્રાસંગિક થઇ જાય છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કેન્દ્ર છે, ત્યાં જ દૂરના દેશોના શહેરોમાં શાંતિ છે. આફ્રિકાના દૂરના ગામોથી લઇને પોતાના ક્ષેત્રના શહેરોમાં પણ શાંતિ છે પરંતુ આતંકવાદ લગભગ દૈનિક હિસાબથી ખતરો બની ગયો છે.

દરેક દિવસે ખતરનાક સમાચાર અને ડરાવનારી તસ્વીરો આપણી સામે આવે છે :

– સ્કૂલ નિર્દોષની કબરમાં ફેરવાઇ રહી છે.

– પ્રાર્થના કરનારી સભાઓ શોકસભામાં ફેરવાઇ રહી છે.

– પ્રાર્થના કરતા નમાઝી વિસ્ફોટના અવાજમાં ડૂબી રહ્યા છે.

– સમુદ્રી કિનારાઓ પર લોહી, મોલમાં નરસંહાર અને ગલીઓમાં ઉભેલી કારોમાં બોમ્બ વિસ્ફોટ.

– વિકસતા શહેર ખંડેર અને વિરાસતોનો નાશ થાય છે

– અને આગ તથા તોફાન સમુદ્રોના રસ્તાથી લાખ્ખો શરણાર્થીઓ, લાખ્ખો વિસ્થાપિતો, આખા સમુદાયનું વિસ્થાપન અને શબપેટીઓ સાથેના વાલીઓ

નવા વાયદા અને અવસરોની આ ડિઝિટલ સદીમાં આતંકની પહોંચ વધી રહી છે અને દરેક વર્ષે તેનાથી થનારી ક્ષતિ પણ વધી રહી છે. આ સદીના આરંભમાં દુનિયાભરમાં થયેલા હજારો આતંકવાદી હુમલામાં લાખ્ખો પરિવારે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. એકલા ગયા વર્ષે જ, હું 2015ની વાત કરી રહ્યો છું, 90થી વધારે દેશોને આતંકવાદી હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. સો દેશોમાં માતા અને પિતા રોજ પીડાની સાથે જીવે છે. તેઓ સિરિયાના જંગના મેદાનોમાં તેઓ પોતાના બાળકો ગુમાવી ચૂક્યા છે. અને વૈશ્વિક રૂપથી સક્રિય વિશ્વમાં એક ઘટના ઘણા દેશોમાં નાગરિકોને પ્રભાવિત કરે છે.

દરેક વર્ષે અમે 100 બિલિયન ડોલરથી વધારે ધનરાશિ દુનિયાને આતંકવાદીઓથી સુરક્ષિત કરવા પર ખર્ચ કરીએ છીએ, આ ધન રાશિ ગરીબોના જીવનને સારું કરવા પર ખર્ચ થઇ શકે છે. તેના સમગ્ર પ્રભાવનું આંકલન ફક્ત આંકડાઓના બળ પર ન કરી શકાય. આ આપણા જીવનનો અંદાજ બદલી રહ્યો છે. અમુક એવી તાકાતો અને જૂથ છે, જે સરકારની નિતિ અને ઇરાદાના માધ્યમ છે. અમુક અન્ય પણ છે, જે ભ્રામક વિશ્વાસના કારણે ભરતી કરવામાં આવ્યા છે. અમુક એવા લોકો છે, જેમને સંગઠિત શીબિરોમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. અમુક એવા છે, જે સીમાહિન સાઇબર જગતમાં પોતાના માટે પ્રેરણા શોધે છે. આતંકવાદ વિવિધ પ્રેરણાઓના કારણોનો ઉપયોગ કરે છે, જેમાંથી એકને પણ યોગ્ય ઠેરવી શકાય તેમ નથી. આતંકવાદી તે ધર્મને વિકૃત કરે છે, જેના સમર્થનનો તે દાવો કરે છે. તે કોઇ અન્ય સ્થાનના બદલે, પોતાની જમીન અને પોતાના લોકોને વધારે નુકસાન પહોંચાડે છે. અને તે તમામ ક્ષેત્રોને ડરના પડછાયામાં ધકેલી રહ્યા છે અને દુનિયાને ક્યાંક વધારે અસુરક્ષિત અને હિંસક સ્થાન બનાવી રહ્યા છે. આતંકવાદની સામે યુદ્ધ કોઇ ધર્મની સામેનો ટકરાવ નથી. એવું બની જ ન શકે. આ માનવતાના મૂલ્યો અને અમાનવીયતાની તાકાતો વચ્ચેનો ટકરાવ છે. આ સંઘર્ષને ફ્ક્ત સૈન્ય, ખુફિયા રાજકિય નિતિથી જ ન લડી શકાય.

આ એક એવો જંગ પણ છે, જેનાથી આપણા મૂલ્યોની તાકાત તથા ધર્મોના વાસ્તવિક સંદેશના માધ્યમથી આપણે દરેક હાલમાં જીતવું જ પડશે. જેવું મેં પહેંલા પણ કહ્યું હતું, આપણે આતંકવાદ અને ધર્મની વચ્ચે કોઇ પણ સંબંધ દરેક હાલમાં નકારવો જ પડશે. જે લોકો ધર્મના નામે આતંક ફેલાવે છે, તે ધર્મ વિરોધી છે અને આપણે સૂફીવાદનો સંદેશ ફેલાવવો પડશે, જે ઇસ્લામના સિદ્ધાંતો અને સર્વોચ્ચ માનવીય મૂલ્યો પર અડિગ છે. આ એક એવું કાર્ય છે, જેના દેશો, સમાજો, સંતો, વિદ્વાનો અને પરિવારોએ દરેક હાલમાં કરવું જ પડશે.

મનુષ્યો પ્રત્યે સદભાવ, કલ્યાણ, કરુણા અને પ્રેમ ન્યાયપૂર્ણ સમાજનો પાયો છે. મારા મતે ‘સહુનો સાથ, સહુનો વિકાસ’ પાછળ આ જ સિદ્ધાંત છે. અને આ મૂલ્યો અમારા સમાજની વિવિધતાને સરંક્ષિત તથા પોષિત કરવા માટે મહત્વપૂર્ણ છે. વિવિધતા કોઇ પણ સમાજની સમૃદ્ધિની પ્રકૃતિ અને સ્ત્રોતની વાસ્તવિક સચ્ચાઇ છે અને તે વૈમનસ્યનું કારણ ન બનવી જોઇએ. આપણે સમાવેશી અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે, ફક્ત સંવૈધાનિક પ્રાવધાન અથવા કાયદાની સુરક્ષાની જ નહીં પરંતુ સામાજિક મૂલ્યોની જરૂર છે. જ્યાં તમામ જોડાણનો અનુભવ કરે , પોતાના અધિકારો પ્રત્યે નિશ્ચિત થાય અને પોતાના ભવિષ્ય અંગે આશ્વસ્ત થાય.

આ વિશ્વમાં ભારે ફેરફાર તથા પરિવર્તનનો સમય પણ છે. છેલ્લી સદીના માધ્યમથી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન થયું છે. એક નવી વિશ્વ વ્યવસ્થાનો ઉદય થયો છે. ખૂબ જ નવા દેશોનો જન્મ થયો છે. નવી સદીના પ્રારંભથી આપણે ફરીથી એક ફેરફારના એક ખૂણા પર છીએ, જેને માનવ ઇતિહાસમાં પહેલેથી જ જોવાયું છે. દુનિયાના ઘણા ભાગોમાં ભવિષ્યને લઇને તથા દેશ અને સમાજના નાતે આપણે તેનાથી કેવી રીતે નીપટીએ, તેને લઇને અનિશ્ચિતતા છે. આ એક એવો સમય છે જે નિશ્ચિત રીતે હિંસા અને સંઘર્ષો પ્રત્યે ખૂબ જ અસુરક્ષિત છે.

વિશ્વ સમુદાયને પહેલેથી જ વધારે સતર્ક રહેવું પડશે અને અંધકારની તાકાતોનો મુકાબલો માનવીય મૂલ્યોની દિવ્ય ક્રાંતિથી કરવો પડશે. તો, આવો આપણે પવિત્ર કુરાનની શિક્ષાઓને યાદ કરીએ, જો કોઇ નિર્દોષનો જીવ લેખે, તે તે સમસ્ત લોકોનો જીવ લેવા બરાબર થશે, જો કોઇ એક જિંદગી બચાવશે તો એ સમસ્ત , જિંદગીઓને બચાવવા જેવું હશે. આવો, આપણે હજરત મોઇનુદ્દિન ચિશ્તીના સંદેશથી પ્રેરણા ગ્રહણ કરીએ, પોતાના આદ્યાત્મિક પ્રકાશથી વૈમનસ્ય અને યુદ્ધના વાદળો દૂર કરીને લોકોની વચ્ચે સદભાવના, શાંતિ અને સદભાવ ફેલાવીએ.

આવો, આપણે કવિ જલાલુદ્દિન રૂમીના શબ્દોમાં અપરિમિત માનવતાને યાદ કરીએ, તમામ માણસોના ચહેરાને કોઇ પૂર્વગ્રહ વગર સ્વયંના ચહેરામાં સમાહિત કરીએ. આવો , આપણે બાઇબલના સંદેશા પણ જોઇએ, આપણે સારાઇ, શાંતિ પ્રાપ્ત કરી અને તેનું પાલન કરવાનું આહવાન કરીએ છીએ. અને કબીરની એકાત્મકતામાં કહેવામાં આવ્યું છે કે નદી અને લહેરો એક છે. અને ગુરુનાનક દેવજીની પ્રાર્થનાને યાદ કરીએ કે ઇશ્વરની દુનિયામાં તમામ આનંદિત થાય અને શાંતિમાં રહે. આવો, આપણે મતભેદોની સામે સ્વામી વિવેદાનંદની અપીલ દ્વારા પ્રેરણા લઇએ અને તમામ ધર્મોના લોકો વિવાદનું નહીં પરંતુ સદભાવનું બેનર ઉઠાવે.

આપણે અહિંસાનો સંદેશ આપનારા ભગવાન બુદ્ધ અને મહાવીરના ચિરસ્થાઇ સંદેશને પણ યાદ કરીએ. અને આ મંચથી ગાંધીની, અને હંમેશાં ઓમ શાંતિ, શાંતિ, શાંતિ, વિશ્વમાં શાંતિથી સમાપ્ત થનારી કાલાતિત પ્રાર્થનાઓ આ ધરતીથી, આવે, આપણે દુનિયાને આ સંદેશ મોકલીએ :

– સદભાવ અને માનવતાના મધુર ગીતનું

– વિવિધતાને ગળે લગાવવા અને એકાત્મકતાની ભાવનાનું

– કરુણા અને ઉદારતાની સાથે સેવાનું

– આતંકવાદની સામે સંકલ્પનો, ઉગ્રવાદને નકારવાનો

– અને શાંતિ કાયમ કરવાના દ્રઢ સંકલ્પનો

આવો, આપણે હિંસાની તાકાતોને પોતાના પ્રેમ અને સાર્વભૌમિક માનવ મૂલ્યોની ઉદારતા સાથે પડકારીએ. અને આખરે આવો , આપણે આશાનું દિપ પ્રગટાવીએ અને આ દુનિયાને શાંતિની બગીચામાં ફેરવી નાંખીએ.

અહીં પધારવા માટે તમારા સહુનો ધન્યવાદ, જેના માટે તમે અડિગ છો, તેના માટે તમારો ધન્યવાદ, વધુ સારા જગતનું નિર્માણ કરવામાં તમારા દ્વારા બજાવવામાં આવતી ભૂમિકા માટે તમારો સહુનો ધન્યવાદ. ખૂબ

ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt