કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, શ્રી પ્રકાશ જાવડેકરજી, શ્રી પિયુષ ગોયલજી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, ગુજરાતના ખેડાના સાંસદ શ્રી દેવુસિંગ જેસિંગભાઈ ચૌહાણજી, ઉત્તર પ્રદેશના હરદોઇના સાંસદ ભાઇ શ્રી જય પ્રકાશ રાવતજી, પૂણેના મેયર મુરલીધર મહૌલજી, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયર બહેન ઉષાજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને મારાં વહાલાં ભાઇઓ અને બહેનો,
આપણા ખેડૂત સાથીઓ, જ્યારે હું એમની સાથે વાત કરી રહ્યો હતો કે કેવી રીતે બાયો–ફ્યુલ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને તેઓ સહજરૂપે અપનાવી રહ્યા છે, અને કેટલી સારી રીતે તેઓ પોતાની વાત કહી રહ્યા હતા. એમનામાં આત્મવિશ્વાસ પણ દેખાઇ રહ્યો હતો. સ્વચ્છ ઉર્જા– ક્લિન એનર્જીનું દેશમાં જે આટલું મોટું અભિયાન ચાલી રહ્યું છે, એનો બહુ મોટો લાભ દેશના કૃષિ ક્ષેત્રને પણ મળવો સ્વાભાવિક છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, ભારતે વધુ એક વિરાટ પગલું ભર્યું છે. ઇથેનોલ સેક્ટરના વિકાસ માટે એક વિસ્તૃત રોડમેપ આજે મને અત્યારે જારી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. દેશભરમાં ઇથેનૉલના ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલો મહત્વાકાંક્ષી ઇ-100 પાયલટ પ્રોજેક્ટ પણ પૂણેમાં શરૂ કરાયો છે. હું પૂણેવાસીઓને અભિનંદન આપું છું. પૂણેનાં મેયરને અભિનંદન આપું છું. આપણે આપણાં નક્કી કરેલા લક્ષ્યોને સમયસર હાંસલ કરી શકીએ, એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
સાથીઓ,
જો આપને ધ્યાનમાં હશે તો આજથી 7-8 વર્ષ પહેલાં, દેશમાં ઇથેનૉલની ચર્ચા બહુ ઓછી, ભાગ્યે જ થતી હતી. કોઇ એનો ઉલ્લેખ પણ કરતું ન હતું. અને જો ઉલ્લેખ કર્યો તો પણ જાણે રાબેતા મુજબની વાત હોય એવી રીતે થતો હતો. પણ હવે ઇથેનૉલ, 21મી સદીના ભારતની મોટી અગ્રતાઓ સાથે જોડાઈ ગયું છે. ઇથેનૉલ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી પર્યાવરણની સાથે જ એક વધુ સારો પ્રભાવ ખેડૂતોનાં જીવન પર પણ પડી રહ્યો છે. આજે આપણે પેટ્રોલમાં 20 ટકા ઇથેનૉલ મિશ્રિત કરવાના લક્ષ્યને 2025 સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે. અગાઉ જ્યારે આ લક્ષ્ય વિચાર્યું હતું ત્યારે એવું વિચાર્યું હતું કે 2030 સુધીમાં આપણે એને હાંસલ કરીશું. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી જે રીતે સફળતાઓ મળી છે, જનસમૂહનો સહયોગ મળ્યો છે, લોકોમાં જાગૃતિ આવી છે. અને દરેક જણ એના મહત્ત્વને સમજવા લાગ્યું છે. અને એના કારણે હવે આપણે 2030માં જે કરવા માગતા હતા એને 5 વર્ષ ઓછા કરીને 2025 સુધીમાં કરવાનું નક્કી કર્યું છે. 5 વર્ષ આગળ.
સાથીઓ,
આટલા મોટા નિર્ણયની હિંમત, છેલ્લાં 7 વર્ષોમાં દેશે જે લક્ષ્ય હાંસલ કર્યાં છે, દેશે જે પ્રયાસો કર્યા છે અને આપણને એમાં જે સફળતા મળી છે, એના કારણે જ આજે આ નિર્ણય કરવાની હિમ્મત આવી છે. 2014 સુધી ભારતમાં સરેરાશ માત્ર એક–દોઢ ટકા ઇથેનૉલનું જ મિશ્રણ થઈ શક્તું હતું. આજે એ લગભગ સાડા આઠ ટકા સુધી પહોંચી ગયું છે. વર્ષ 2013-14માં જ્યારે દેશમાં 38 કરોડ લિટર ઇથેનૉલ ખરીદવામાં આવતું હતું, હવે એનું અનુમાન 320 કરોડ લિટર કરતાં વધારેનું છે. એટલે કે લગભગ આઠ ગણું વધારે ઇથેનૉલ ખરીદવામાં આવ્યું છે. ગત વર્ષે જ ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ લગભગ 21 હજાર કરોડ રૂપિયાનું ઇથેનૉલ ખરીદ્યું છે. એનો એક મોટો ભાગ, જે 21000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, એનો એક મોટો ભાગ આપણા દેશના ખેડૂતોનાં ખિસ્સામાં ગયો છે. ખાસ કરીને આપણા શેરડી પકવતા ખેડૂતોને આનાથી બહુ લાભ થયો છે. વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત થવા લાગશે, તો આપ અંદાજ લગાવી શકો છો કે ખેડૂતોને કેટલી મોટી માત્રામાં ઑઇલ કંપનીઓ પાસેથી સીધા પૈસા મળશે. આનાથી, ખાંડના વધારે ઉત્પાદન સાથે સંકળાયેલાં જે પણ પડકારો છે, કેમ કે ક્યારેક ક્યારેક વધારે ઉપજ થઈ જાય છે, તો દુનિયામાં કોઇ પણ ખરીદનાર હોતો નથી. દેશમાં કિમત ઘટી જાય છે. અને સૌથી મોટો પડકાર, રાખવી ક્યાં એનું પણ સંકટ ઊભું થાય છે. આ તમામ પડકારોને ઓછા કરવામાં અને એનો સીધો લાભ શેરડીના ખેડૂતોની સુરક્ષા સાથે જોડાઇ જાય છે. બહુ લાભ થવાનો છે.
સાથીઓ,
21મી સદીના ભારતને, 21મી સદીની આધુનિક વિચારધારા, આધુનિક નીતિઓથી જ ઉર્જા મળશે. આ જ વિચાર સાથે આપણી સરકાર દરેક ક્ષેત્રમાં નિરંતર નીતિગત નિર્ણયો લઈ રહી છે. દેશમાં આજે ઇથેનૉલના ઉત્પાદન અને ખરીદી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર બહુ જોર આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઇથેનૉલ બનાવનારા મોટા ભાગના એકમો અને મોટા ભાગના 4-5 રાજ્યોમાં જ હતા, જ્યાં ખાંડનું ઉત્પાદન વધારે થાય છે. આનો વિસ્તાર સમગ્ર દેશમાં કરવા માટે જે સડેલું અનાજ હોય છે, નીકળેલું અનાજ હોય છે, એનો ઉપયોગ કરીને અનાજ આધારિત આસવણી (ડિસ્ટિલરીઝ)ની સ્થાપના કરાઇ રહી છે. કૃષિ કચરામાંથી ઇથેનૉલ બનાવવા માટે દેશમાં આધુનિક ટેકનૉલોજી આધારિત પ્લાન્ટ્સ પણ લગાવાઇ રહ્યા છે.
સાથીઓ,
આબોહવા પરિવર્તનના ખતરાને પહોંચી વળવા માટે જે વૈશ્વિક પ્રયાસો ચાલી રહ્યા છે એમાં ભારત એક આશાનું કિરણ બનીને ઉભર્યું છે. એક વિશ્વાસુ, માનવજાતના કલ્યાણ માટે એક ભરોસાપાત્ર સાથી તરીકે આજે ભારતે પોતાની ઓળખ બનાવી છે. જે દુનિયા ક્યારેક ભારતને એક પડકાર તરીકે જોતી હતી, આબોહવા પરિવર્તન, ભારતની આટલી મોટી વસ્તી, લોકોને લાગતું હતું કે સંકટ અહીંથી જ આવશે. આજે સ્થિતિ બદલાઇ ગઈ છે. આજે આપણો દેશ ક્લાઇમેટ જસ્ટિસનો અગ્રણી બનીને ઉભરી રહ્યો છે, એક વિકરાળ સંકટ સામે મોટી તાકાત બની રહ્યો છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ– એક સૂરજ, એક સૃષ્ટિ અને એક ગ્રિડની વ્યવસ્થાના વિઝનને સાકાર કરનાર આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, એનું નિર્માણ હોય કે પછી કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલ હોય, ભારત એક મોટા વૈશ્વિક વિઝનઈ સાથે આગળ વધી રહ્યું છે. ક્લાઇમેટ ચૅન્જ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના 10 પ્રમુખ દેશોમાં આજે પોતાનું સ્થાન એણે બનાવી દીધું છે.
સાથીઓ,
આબોહવા પરિવર્તનના લારણે જે પડકારો સામે આવી રહ્યા છે, ભારત એના પ્રત્યે જાગૃત પણ છે અને સક્રિયતાથી કામ પણ કરી રહ્યું છે. આપણે એક તરફ ગ્લૉબલ સાઉથમાં એનર્જી જસ્ટિસ પ્રતિ સંવેદનશીલતા અને ગ્લૉબલ નૉર્થની જવાબદારીઓના હિમાયતી છે, તો બીજી તરફ પોતાની ભૂમિકા પણ ગંભીરતાથી નિભાવી રહ્યું છે. ભારતે એનર્જી ટ્રાન્ઝિશનનો એક એવો માર્ગ પસંદ કર્યો છે જેમાં આપણી નીતિઓ અને નિર્ણયોમાં સખત અને મૃદુ બેઉ ઘટકોનું બરાબરનું મહત્ત્વ છે. જો હું સખત ઘટકની વાત કરું તો, ભારત દ્વારા નક્કી કરાયેલા મોટાં મોટાં લક્ષ્યો હોય, એને લાગુ કરવાની અભૂતપૂર્વ ઝડપ હોય, એને દુનિયા બહુ બારિકાઇથી જુએ છે. 6-7 વર્ષોમાં રિન્યુએબલ ઉર્જાની આપણી ક્ષમતામાં 250 ટકાથી વધારેનો ઉમેરો થયો છે. સ્થાપિત રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના મામલે ભારત આજે દુનિયાના ટોચના 5 દેશોમાં છે. એમાં પણ સૌર ઉર્જાની ક્ષમતાને છેલ્લાં છ વર્ષોમાં લગભગ 15 ગણી વધારાઇ છે. આજે ભારત, કચ્છમાં, ગુજરાતના કચ્છના રણમાં દુનિયાનો સૌથી મોટો સોલર અને વિન્ડનો હાઇબ્રિડ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે તો ભારતે 14 ગિગાવૉટના જૂનાં કોલ પ્લાન્ટસને પણ બંધ કરી દીધાં છે. દેશે મૃદુ અભિગમ સાથે પણ ઐતિહાસિક પગલાં લીધાં છે. આજે દેશનો સામાન્ય માનવી, પર્યાવરણ તરફી અભિયાન સાથે જોડાઇ ગયો છે, એ એનું નેતૃત્વ કરી રહ્યો છે.
આપણે જોઇએ છીએ કે કેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ આવી છે. લોકો પોતાની રીતે થોડા થોડા પ્રયાસ પણ કરી રહ્યા છે. હજી વધારે કરવાની જરૂર છે, પણ વાત પહોંચી છે, પ્રયાસ શરૂ થયા છે. આપણા દરિયાકાંઠાની સફાઇ જુઓ, નવયુવાનો પહેલ લઈને કરી રહ્યા છે. અથવા તો સ્વચ્છ ભારત જેવાં અભિયાન હોય, એને દેશના આમ નાગરિકોએ પોતાના ખભે લઈ લીધાં છે, પોતાની જવાબદારી લીધી અને મારા દેશવાસીઓએ આજે એને આગળ વધાર્યાં છે. દેશના 37 કરોડથી વધારે એલઇડી બલ્બ્સ અને 23 લાખથી વધારે ઉર્જા સક્ષમ પંખા આપવાના કારણે પર્યાવરણની સુરક્ષાનું જે કામ થયું છે, ઘણી વાર એની ચર્ચા કરવાની લોકોને કદાચ ટેવ જ છૂટી ગઈ છે પણ એ બહુ મોટો ચર્ચાનો વિષય હોવો જોઇએ. આવી જ રીત ઉજ્જવલા યોજના હેઠળ કરોડો પરિવારોને મફત ગેસ જોડાણો મળવાથી, સૌભાગ્ય યોજના હેઠળ વીજળીનાં જોડાણો મળવાથી, જે પહેલાં ચૂલામાં લાકડાં સળગાવીને ધુમાડામાં જિંદગી ગુજારવી પડતી હતી. આજે આ લાકડાં સળગાવવાની નિર્ભરતા ઘણાં અંશે ઓછી થઈ ગઈ છે. એનાથી પ્રદૂષણ ઓછું થવાની સાથે સાથે સ્વાસ્થ્ય અને એમાંય આપણી માતાઓ અને બાળકોનાં આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં બહુ મોટી મદદ મળી છે. પણ એની પણ બહુ ચર્ચા થઈ શક્તી નથી. ભારતે પોતાના આ પ્રયાસોથી કરોડો ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને રોક્યું છે અને આબોહવા પરિવર્તન ઓછું કરવાની દિશામાં ભારતને આજે અગ્રણી બનાવ્યું છે. એવી જ રીતે 3 લાખથી વધારે ઉર્જા કાર્યદક્ષ પમ્પ્સ એની મારફત પણ દેશ આજે લાખો ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભેળવાતો અટકાવી રહ્યો છે.
સાથીઓ,
આજે ભારત, દુનિયાની સામે એક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યું છે કે જ્યારે પર્યાવરણની સુરક્ષાની વાત હોય, તો જરૂરી નથી કે એવું કરવાથી વિકાસના કાર્યો પણ અવરોધિત થાય. ઈકોનોમી અને ઈકોલૉજી બેઉ એકસાથે ચાલી શકે છે, આગળ વધી શકે છે, અને ભારતે આ જ માર્ગ પસંદ કર્યો છે. અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા જંગલો પણ, આપણું વનક્ષેત્ર 15 હજાર સ્કેવર કિલોમીટર વધ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં વાઘની સંખ્યા, બમણી થઈ છે. દીપડાની સંખ્યામાં પણ લગભગ 60 ટકાની વૃદ્ધિ થઈ છે. આ બધા વચ્ચે, પેંચ નેશનલ પાર્કમાં વાઇલ્ડલાઇફ ફ્રેન્ડલી કૉરોડોર પણ સંવેદનશીલતાનું ઉદાહરણ આજે ચર્ચાનો વિષય છે.
સાથીઓ,
ક્લિન અને એફિસિયન્ટ એનર્જી સિસ્ટમ્સ, રિઝિલિયન્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાન્ડ ઈકો–રિસ્ટોરેશન, આત્મનિર્ભર ભારત અભિયાનનો એક બહુ મહત્ત્વપૂર્ણ ભાગ છે. પછી એ ગ્રીન કવરવાળા હાઇ વે –એક્સપ્રેસ વે હોય, સોલર પાવરથી ચાલતી મેટ્રો હોય, ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ હોય કે પછી હાઇડ્રોજનથી ચાલતા વાહનો સાથે સંકળાયેલાં સંશોધનો હોય, આ બધાં પત્ર એક વિસ્તૃત રણનીતિની સાથે કામ થઈ રહ્યું છે. પર્યાવરણ સાથે સંકળાયેલા આ તમામ પ્રયાસોના કારણે દેશમાં રોકાણની નવી તકો તો સર્જાઇ જ રહી છે, લાખો યુવાઓને રોજગાર પણ મળી રહ્યો છે.
સાથીઓ,
સામાન્ય રીતે ધારણા એવી છે કે હવાનું પ્રદૂષણ માત્ર ઉદ્યોગોથી જ ફેલાય છે પણ હકીકત એ છે કે હવાનાં પ્રદૂષણમાં પરિવહન, અસ્વચ્છ બળતણ, ડિઝલ જનરેટર્સ જેવાં કેટલાંય પરિબળો એમાં કઈક ને કઈક યોગદાન આપે જ છે. અને એટલે ભારત પોતાના નેશનલ ક્લિન એર પ્લાન મારફત આ તમામ દિશાઓમાં સાકલ્યવાદી અભિગમ સાથે કામ કરી રહ્યું છે. જળ માર્ગો અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી માટે આજે જે કામ થઈ રહ્યું છે, એ ગ્રીન ટ્રાન્સપોર્ટના મિશનને સશક્ત કરશે જ, દેશની લોજિસ્ટિક કાર્યદક્ષતાને પણ વધારે સારી બનાવશે. દેશના સેંકડો જિલ્લાઓમાં સીએનજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના હોય, ફાસ્ટેગ જેવી આધુનિક વ્યવસ્થા હોય, એનાથી પ્રદૂષણ ઓછું કરવામાં બહુ મદદ મળી રહી છે. આજે દેશમાં મેટ્રો રેલની સેવા 5 શહેરોથી વધીને 18 શહેરો સુધી પહોંચી ગઈ છે. સબર્બન રેલવેની દિશામાં પણ જે કામ થયું છે એનાથી અંગત વાહનોનો ઉપયોગ ઓછો થયો છે.
સાથીઓ,
આજે દેશના રેલવે નેટવર્કના એક મોટા હિસ્સાનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. દેશના એરપોર્ટ્સને પણ ઝડપથી સોલર પાવર આધારિત બનાવાઇ રહ્યા છે. 2014થી પહેલાં સુધી માત્ર 7 હવાઇ મથકોમાં સોલર પાવરની સુવિધા હતી જ્યારે આજે એ સંખ્યા 50થી વધારે થઈ ચૂકી છે. ઉર્જા કાર્યદક્ષતા માટે 80થી વધારે હવાઇ મથકોમાં એલઈડી લાઈટ્સ લગાવવાનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે. ભવિષ્યની તૈયારી સાથે સંકળાયેલું વધુ એક ઉદાજરણ હું આપની સમક્ષ જણાવવા માગું છું.
સ્ટેચ્યુ ઑફ યુનિટી, ગુજરાતમાં સરદાર વલ્લભભાઇનું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક બન્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી જે સ્થળે છે એ સુંદર કેવડિયા શહેરને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિક્સિત કરવા પર પણ કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડિયામાં બૅટરી આધારિત બસો, ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ જ ચાલશે. આના માટે ત્યાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવાશે.
સાથીઓ,
આબોહવા પરિવર્તન સાથે જળ ચક્રને પણ સીધો સંબંધ થઈ રહ્યો છે. વૉટર સાયકલમાં સંતુલન બગડે તો એની સીધી અસર જળ સુરક્ષા પર પડે છે. આજે દેશમાં જળ સુરક્ષાને લઈને જેટલું કામ થઈ રહ્યું છે એટલું પહેલાં કદી થયું નથી. દેશમાં જળ સ્ત્રોતોના નિર્માણ અને સંરક્ષણથી લઈને ઉપયોગ સુધી એક સાકલ્યવાદી અભિગમ સાથે કામ થઈ રહ્યું છે. જલ જીવન મિશન પણ એનું એક બહુ મોટું માધ્યમ છે. અને હું આપને યાદ અપાવવા માગું છું કે જલ જીવન મિશનમાં આ વખતે એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમાં દેશના નાગરિકોની મદદ મને જોઇશે. એ છે કે વરસાદના પાણીને બચાવો, કૅચ ધી રેઇન વૉટર, આપણે વરસાદના પાણીને અટકાવીએ, બચાવીએ.
ભાઇઓ બહેનો
લગભગ સાત દાયકામાં દેશના લગભગ 3 કરોડ ગ્રામીણ પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચ્યું તો બે વર્ષ કરતાય ઓછા સમયમાં 4 કરોડથી પણ વધારે પરિવારો સુધી નળ મારફત જળ પહોંચાડવામાં આવી ચૂક્યું છે. એક તરફ, પાઇપથી દરેક ઘરને જોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અટલ ભૂજલ યોજના અને કૅચ ધી રેઇન જેવાં અભિયાનોના માધ્યમથી ભૂજળનું સ્તર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે.
સાથીઓ,
વિકાસ અને પર્યાવરણમાં સંતુલન, આપણી આ પુરાતન પરંપરાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે જેને આપણે આત્મનિર્ભર ભારતની પણ તાકાત બનાવી રહ્યા છીએ. જીવ અને પ્રકૃતિના સંબંધોનું સંતુલન, વયષ્ટિ અને સમષ્ટિનું સંતુલન, જીવ અને શિવનું સંતુલન હંમેશા આપણા શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે. આપણે ત્યાં કહેવાયું છે કે यत् पिंडे तत् ब्रह्मांडे। એટલે કે જે પિંડ એટલે કે જીવમાં છે, એ જ બ્રહ્માંડમાં છે. આપણે જે કઈ પણ આપણા માટે કરીએ છીએ, એની સીધી અસર આપણા પર્યાવરણ પર પણ પડે છે. એટલે પોતાના સંસાધનોની કાર્યદક્ષતાને લઇને પણ ભારતના પ્રયાસો વધી રહ્યા છે. આજે જે સર્ક્યુલર ઈકોનોમીની વાત થઈ રહી છે એમાં એવી પેદાશો, વસ્તુઓ, એવી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેમાં સંસાધનો પર ઓછામાં ઓછું દબાણ પડે. સરકારે પણ એવા 11 ક્ષેત્રોની ઓળખ કરી છે જેમાં આપણે આધુનિક ટેકનૉલોજીના માધ્યમથી સંસાધનોને રિસાઇકલ કરીને સદુપયોગ કરી શકીએ છીએ. વૅસ્ટ ટુ વૅલ્થ, એટલે કે કચરામાંથી કંચન અભિયાન પર વીતેલા કેટલાંક વર્ષો,માં ઘણું કામ થયું છે અને હવે એને મિશન મૉડમાં બહુ ઝડપથી આગળ વધારાઇ રહ્યું છે. ઘરો અને ખેતરોમાંથી નીકળતો કચરો હોય, સ્ક્રેપ મેટલ હોય, લિથિયમ આયન બૅટરીઝ હોય એવા અનેક ક્ષેત્રોમાં રિસાઇકલિંગની નવી ટેકનોલોજીના માધ્યમથી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. એની સાથે સંકળાયેલ એક્શન પ્લાન, જેમાં રેગ્યુલેટરી અને વિકાસ સાથે જોડાયેલાં તમામ પાસાં હશે, એને આવનારા મહિનાઓમાં અમલમાં મૂકવામાં આવશે.
સાથીઓ,
જળવાયુની રક્ષા માટે, પર્યાવરણની રક્ષા માટે આપણા પ્રયાસો સંગઠિત હોય એ બહુ જરૂરી છે. દેશનો એક એક નાગરિક જ્યારે જળ, વાયુ અને જમીનના સંતુલનને સાધવા માટે એકજૂથ થઈને પ્રયાસ કરશે, ત્યારે જ આપણે આપણી આવનારી પેઢીઓને એક સુરક્ષિત પર્યાવરણ આપી શકીશું. આપણા પૂર્વજોની પણ કામના હતી– અને બહુ જરૂરી વાત આપણા પૂરવ્જો આપણા માટે કહીને ગયા છે. આપણા પૂર્વજની આપણી પાસેથી શું કામના હતી. બહુ સરસ વાત એમણે કરી. એમણે કહ્યું છે— पृथ्वीः पूः च उर्वी भव। એટલે કે સંપૂર્ણ પૃથ્વી, સંપૂર્ણ પરિવેશ, આપણા સૌ માટે ઉત્તમ હોય, આપણા સપનાંને સુઅવસર આપે એવી શુભકામનાની સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર એની સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને અનેક અનેક શુભકામના પાઠવું છું. આપ સૌ પોતાની કાળજી રાખો, પોતાની જાતને સ્વસ્થ રાખો. પોતાના પરિવારજનોને સ્વસ્થ રાખો. અને કોવિડ પ્રોટોકોલમાં કોઇ ઢીલાશ ન રાખે, એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Addressing a programme on #WorldEnvironmentDay. #IndiasGreenFuture https://t.co/4S0pEuKcVx
— Narendra Modi (@narendramodi) June 5, 2021
आज विश्व पर्यावरण दिवस के अवसर पर, भारत ने एक और बड़ा कदम उठाया है।
— PMO India (@PMOIndia) June 5, 2021
इथेनॉल सेक्टर के विकास के लिए एक विस्तृत रोडमैप अभी जारी हुआ है।
देशभर में इथेनॉल के उत्पादन और वितरण से जुड़ा महत्वाकांक्षी E-100 पायलट प्रोजेक्ट भी पुणे में लॉन्च किया गया है: PM @narendramodi
अब इथेनॉल, 21वीं सदी के भारत की बड़ी प्राथमिकताओं से जुड़ गया है।
— PMO India (@PMOIndia) June 5, 2021
इथेनॉल पर फोकस से पर्यावरण के साथ ही एक बेहतर प्रभाव किसानों के जीवन पर भी पड़ रहा है।
आज हमने पेट्रोल में 20 प्रतिशत इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को 2025 तक पूरा करने का संकल्प लिया है: PM @narendramodi
21वीं सदी के भारत को, 21वीं सदी की आधुनिक सोच, आधुनिक नीतियों से ही ऊर्जा मिलेगी।
— PMO India (@PMOIndia) June 5, 2021
इसी सोच के साथ हमारी सरकार हर क्षेत्र में निरंतर नीतिगत निर्णय ले रही है: PM @narendramodi
One Sun, One World, One Grid के विजन को साकार करने वाला International Solar Alliance हो,
— PMO India (@PMOIndia) June 5, 2021
या फिर Coalition for Disaster Resilient Infrastructure की पहल हो,
भारत एक बड़े वैश्विक विजन के साथ आगे बढ़ रहा है: PM @narendramodi
क्लाइमेट चेंज की वजह से जो चुनौतियां सामने आ रही हैं, भारत उनके प्रति जागरूक भी है और सक्रियता से काम भी कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 5, 2021
6-7 साल में Renewable Energy की हमारी capacity में 250 प्रतिशत से अधिक की बढ़ोतरी हुई है।
— PMO India (@PMOIndia) June 5, 2021
Installed रिन्यूएबल एनर्जी Capacity के मामले में भारत आज दुनिया के टॉप-5 देशों में है।
इसमें भी सौर ऊर्जा की capacity को बीते 6 साल में लगभग 15 गुणा बढ़ाया है: PM @narendramodi
आज भारत, दुनिया के सामने एक उदाहरण प्रस्तुत कर रहा है कि जब पर्यावरण की रक्षा की बात हो, तो जरूरी नहीं कि ऐसा करते हुए विकास के कार्यों को भी अवरुद्ध किया जाए।
— PMO India (@PMOIndia) June 5, 2021
Economy और Ecology दोनों एक साथ चल सकती हैं, आगे बढ़ सकती हैं, भारत ने यही रास्ता चुना है: PM @narendramodi
आज देश के रेलवे नेटवर्क के एक बड़े हिस्से का बिजलीकरण किया जा चुका है।
— PMO India (@PMOIndia) June 5, 2021
देश के एयरपोर्ट्स को भी तेज़ी से सोलर पावर आधारित बनाया जा रहा है।
2014 से पहले तक सिर्फ 7 एयरपोर्ट्स में सोलर पावर की सुविधा थी, जबकि आज ये संख्या 50 से ज्यादा हो चुकी है: PM @narendramodi
जलवायु की रक्षा के लिए, पर्यावरण की रक्षा के लिए हमारे प्रयासों का संगठित होना बहुत ज़रूरी है।
— PMO India (@PMOIndia) June 5, 2021
देश का एक-एक नागरिक जब जल-वायु और ज़मीन के संतुलन को साधने के लिए एकजुट होकर प्रयास करेगा, तभी हम अपनी आने वाली पीढ़ियों को एक सुरक्षित पर्यावरण दे पाएंगे: PM @narendramodi
पुणे के बालू नाथू वाघमारे जी ने बताया कि किस प्रकार जैविक खाद में किसानों की दिलचस्पी काफी बढ़ गई है। इतना ही नहीं इसके उपयोग से खर्च में भी कमी आई है। #IndiasGreenFuture pic.twitter.com/b8HrlAqMUH
— Narendra Modi (@narendramodi) June 5, 2021
आणंद के अमित कुमार प्रजापति जी को बायोगैस प्लांट से कई प्रकार के लाभ हुए हैं। स्वच्छता भी और कमाई भी…#IndiasGreenFuture pic.twitter.com/8Ly0ZyLyHr
— Narendra Modi (@narendramodi) June 5, 2021
हरदोई के अरविंद कुमार जी ने बताया कि वैज्ञानिक विधि से खेती करने से न केवल गन्ने का उत्पादन तीन गुना बढ़ा है, बल्कि इथेनॉल का प्लांट लगाने से उनका जीवन भी काफी सहज हुआ है। #IndiasGreenFuture pic.twitter.com/R2ssfQJH9H
— Narendra Modi (@narendramodi) June 5, 2021
आज से 7-8 साल पहले देश में इथेनॉल की कभी उतनी चर्चा नहीं होती थी। लेकिन अब इथेनॉल 21वीं सदी के भारत की बड़ी प्राथमिकताओं से जुड़ गया है।
— Narendra Modi (@narendramodi) June 5, 2021
इथेनॉल पर फोकस से पर्यावरण के साथ ही इसका बेहतर प्रभाव किसानों के जीवन पर भी पड़ रहा है। #IndiasGreenFuture pic.twitter.com/qsOTq7ggyp
जलवायु परिवर्तन के खतरे से निपटने के लिए जो वैश्विक प्रयास चल रहे हैं, उनमें भारत एक नई रोशनी बनकर उभरा है।
— Narendra Modi (@narendramodi) June 5, 2021
जिस भारत को दुनिया कभी चुनौती के रूप में देखती थी, आज वही भारत Climate Justice का अगुआ बनकर उभर रहा है, एक विकराल संकट के विरुद्ध बड़ी ताकत बन रहा है। #IndiasGreenFuture pic.twitter.com/lhTnI9C8Sd
विकास और पर्यावरण में संतुलन हमारी पुरातन परंपरा का एक अहम हिस्सा है, जिसे हम आत्मनिर्भर भारत की भी ताकत बना रहे हैं। #IndiasGreenFuture pic.twitter.com/AY7u55aV00
— Narendra Modi (@narendramodi) June 5, 2021