વિશ્વકર્મા જયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે “પીએમ વિશ્વકર્મા” નામની નવી યોજના લોન્ચ કરશે.
પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ ફોકસ માત્ર કારીગરો અને કસબીઓને આર્થિક રીતે ટેકો આપવાની ઇચ્છાથી પ્રેરિત છે પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા ખીલી ઉઠે એવો ઈરાદો પણ છે.
પીએમ વિશ્વકર્માને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ, વિશ્વકર્મા બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા વિના મૂલ્યે નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સાથે સંકળાયેલ કૌશલ્ય અપગ્રેડેશન, ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન, ₹1 લાખ (પ્રથમ હપ્તા) અને ₹2 લાખ (બીજા હપ્તા) સુધીની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સપોર્ટ, 5% ના રાહત દર, ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય ગુરુ-શિષ્ય પરમ્પરા અથવા વિશ્વકર્માઓ દ્વારા તેમના હાથ અને સાધનો વડે કામ કરતા પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે. પીએમ વિશ્વકર્માનું મુખ્ય ધ્યાન ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે તેની ખાતરી કરવા પર છે.
આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને કસબીઓને સહાય પૂરી પાડશે. પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલા આવરી લેવામાં આવશે. આમાં (i) સુથાર; (ii) બોટ મેકર; (iii) આર્મરર; (iv) લુહાર ; (v) હેમર અને ટૂલ કીટ મેકર; (vi) લોકસ્મિથ; (vii) સુવર્ણકાર; (viii) કુંભાર; (ix) શિલ્પકાર, પથ્થર તોડનાર; (x) મોચી (જૂતા/ચંપલનો કારીગર); (xi) મેસન (રાજમિસ્ત્રી); (xii) બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર; (xiii) ડોલ અને ટોય મેકર (પરંપરાગત); (xiv) વાળંદ; (xv) માળા બનાવનાર; (xvi) વોશરમેન; (xvii) દરજી; અને (xviii) ફિશિંગ નેટ મેકરનો સમાવેશ થાય છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com