Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિકાસ અને ક્લાયમેટ ચેન્જ અંગે જી-20માં પ્રધાનમંત્રીનું સંબોધન

વિકાસ અને ક્લાયમેટ ચેન્જ અંગે જી-20માં પ્રધાનમંત્રીનું સંબોધન

વિકાસ અને ક્લાયમેટ ચેન્જ અંગે જી-20માં પ્રધાનમંત્રીનું સંબોધન

વિકાસ અને ક્લાયમેટ ચેન્જ અંગે જી-20માં પ્રધાનમંત્રીનું સંબોધન

વિકાસ અને ક્લાયમેટ ચેન્જ અંગે જી-20માં પ્રધાનમંત્રીનું સંબોધન


રાષ્ટ્રપતિ એરડોગલ,

મહામહિમ,

હું એન્તાલિયાની આ સુંદર બેઠકમાં સ્નેહપૂર્ણ આતિથ્ય અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ માટે રાષ્ટ્રપતિ એરડોગન અને તુર્કીને ધન્યવાદ પાઠવું છું.

આપણે દુનિયા માટે એક સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવા માટે જી-20ના રૂપમાં એકત્ર થયા છીએ.

આજે, આપણે આતંકવાદના ભયાનક કૃત્યોની દુઃખદ છાયાની વિરૂદ્ધ સંક્ષોભ, દર્દ અને આક્રોશની લાગણી સાથે એકજૂથ છીએ.

આપણે આ સપ્તાહે પેરીસમાં થયેલા બર્બર હુમલા અને અંકારા તથા લેબેલોનમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની નિંદા માટે એકજૂથ છીએ. અમે સિનોઈમાં પાડી દેવાયેલા વિમાનમાં જીવ ગૂમાવી દેનારા લોકોનું દુઃખ પણ રશિયા સાથે વહેંચીએ છીએ.

અમારા માટે આ એક મુખ્ય વૈશ્વિક પડકાર છે. તેનાથી ફક્ત જીવનનો દુઃખદ અંત જ નથી આવતો પરંતુ આ વ્યાપક આર્થિક કિંમત સાથે આપણા જીવન જીવવાની પદ્ધતિઓ માટે પણ જોખમ પેદા કરે છે.

તે માટે એક વ્યાપક વૈશ્વિક પ્રતિક્રિયાની આવશ્યકતા રહેલી છે. તેનો સામનો કરવા માટે જી-20 માટે મુખ્ય પ્રાથમિકતા હોવી જોઇએ.

આ પડકાર માટે એક સત્રનું સમય નિર્ધારણ કરવા માટે હું તુર્કીને ધન્યવાદ પાઠવું છું.

મહાનુભાવ, આપણે બે મુખ્ય વૈશ્વિક પડકાર – વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ અંગે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છીએ.

આ વર્ષ એક મહત્વપૂર્ણ વર્ષ છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આપણે સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્યોને સ્વીકાર્યા છે. આપણે પોતાની પૃથ્વી માટેના એક દીર્ઘકાલિક ભવિષ્યથી કેટલાક દિવસોના અંતરથી જ દૂર છીએ.

મહામહિમજી,

એસડીજી લક્ષ્યોનો વ્યાપક સંગ્રહ છે જે વર્ષ 2030 સુધી દુનિયામાં ગરીબીની પૂર્ણ નાબૂદીને પોતાના પ્રમુખ લક્ષ્યના રૂપમાં સ્થાન આપે છે અને આ વૃદ્ધિ, વિકાસ, માનવ કલ્યાણ અને પર્યાવરણ વચ્ચે જે યોગ્ય સંતુલન જાળવી રાખે છે.

જી-20ને એસડીજીના અનુરૂપ પણ હોવું જરૂરી છે. આવું કરવા માટે આપણે ત્વરિત અને અધિક વ્યાપક આધારવાળા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકશું.

મહામહિમજી,

ભારતના વિકાસ લક્ષ્યને એસડીસી સાથે સંબંધ છે.

આપણે આપણા યુવાઓ માટે રોજગાર પેદા કરવા માટેના કૌશલ્યમાં વૃદ્ધિ અને રોકાણને વધારવા માટે, પાયાના માળખાની વિકાસની ગુણવત્તામાં વધારો અને ઝડપ, અધિક ઉત્પાદક અને મૂડીરોકાણમાં નરમાઈ-નાજૂકતા લાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

અમારી પાસે દુનિયાના સૌથી મોટા આર્થિક સમાવેશન કાર્યક્રમ છે. અને અમે અમારા નાગરિકોની દરેક પાયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે લક્ષ્ય તારીખો પણ નક્કી કરી રાખી છે.

મજબૂત આર્થિક અને શાસન સુધરણાના માધ્યમથી, અમે નજીકના ભવિષ્યમાં એક ઉચ્ચ વિકાસદરની મજબૂત સંભાવનાઓ સાથે લગભગ 7.5 ટકાનો વિકાસદર પણ મેળવ્યો છે.

પોતાના આકાર અને વિસ્તારને જોતા ભારત વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનું સ્તંભ બની શકે તેમ છે.

મહામહિમજી, ભારતમાં અમે વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જને પ્રતિસ્પર્ધાના ઉદ્દેશ્યોના રૂપમાં નથી જોતા. આ માનવતા અને પ્રકૃતિની એકતામાં વિશ્વાસ પર કેન્દ્રીત છે.

અમારી પાસે જલવાયુ પરિવર્તનના પડકારોના સમાધાન માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પણ રહેલી છે.

જેમાં 2022 સુધી રીન્યુઅલ એનર્જી ક્ષેત્રમાં 175 ગીગાવૉટની વધારાની ક્ષમતા પણ હાંસલ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જીવાશ્મ ઈંધણ પરની સબસિડીમાં ઘટાડો અને કોલસા પર કર, અને સ્વચ્છ પ્રૌદ્યોગિકીને વધારો આપવા માટે 3 અરબ અમેરિકી ડોલરનો રાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા કોષ.

અત્યંત મહત્વાકાંક્ષી / રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત અંશદાનના ઇરાદા સાથે, ભારત દુનિયાની સાથે ચાલી પડશે.

અમે ક્લાયમેન્ટ ચેન્જ અંગે સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનના પ્રારૂપની અંદર પેરીસમાં પણ એક નક્કર પરિણામ માટે આશાવાદ રાખીએ છીએ. આ પ્રારૂપ ઉચિત સામૂહિક કાર્યોઃ ઇક્વિટી અને સમાનતાનું સંતુલન છે પરંતુ જુદી જુદી જવાબદારીઓ તથા ક્રમશઃ ક્ષમતાઓ ધરાવે છે.

જી-20માં, અમે સસ્તી રીન્યુઅલ એનર્જી વિકસિત કરવા માટે એક અનુસંધાન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય લક્ષ્યોના સમર્થનમાં એક પ્રભાવી ભૂમિકા નિભાવી શકીએ છીએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઇએ કે સ્વચ્છ ઉર્જાની સાર્વભૌમિક વૈશ્વિક આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આર્થિક અને પ્રૌદ્યોગિકી ઉપલબ્ધ છે.

આપણે 2020 સુધી પ્રતિ વર્ષ 100 બિલિયન અમેરિકી ડોલરના લક્ષ્યને પૂરા કરવા પડશે.

જી-20 દેશોને 2030 સુધી શહેરોમાં સાર્વજનિક પરિવહન પર યાતાયતની હિસ્સેદારીમાં 30 ટકા સુધીનો વધારો કરવો જોઇએ.

આપણે કાર્બન ક્રેડિટથી ગ્રીન ક્રેડિટ તરફ બદલાવ લાવવાનો રહેશે.

જ્યારે આપણે લક્ષ્યોની વાત કરીએ છીએ, ત્યારે ફક્ત આપણને કેવળ જીવાશ્મ ઈંધણના ઉપયોગને જ ઓછુ ના કરવું જોઇએ પરંતુ આપણી જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.

સીઓપી-21 બેઠકના સમયે, સૌર સમૃદ્ધ દેશોના એક ગઠબંધન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાન્દની સાથે પ્રકૃતિની સાથે સદભાવમાં વિકાસ મારા પ્રસ્તાવનો લક્ષ્ય છે.

મહામહિમજી, હું વિકાસના કેટલાક મુદ્દાઓ સાથે મારી વાત સમાપ્ત કરવા ચાહુ છું.

હમણા પણ 2018 સુધી આપણા સામૂહિક સકળ ઘરેલુ ઉત્પાદનને વધારાના 2 ટકા સુધી વધારવા માટે ગયા વર્ષની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટેના અમારા પ્રયાસોમાં કેટલીક ખામીઓ રહેલી છે.

હું પ્રસ્તાવ મુકુ છું કે આપણે એ બાબત અંગે વિચાર કરીએ કે કેવી રીતે જી-20ને એવી સમર્થન પ્રણાલીથી સક્ષમ બનાવવામાં આવે જે અધિકત્તમ વિકાસ ક્ષમતાવાળા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત મુખ્ય બાધાઓમાં સહાયતા અને દેશની રણનીતિઓને કાર્યાન્વિત કરવાની સુવિધા પ્રદાન કરી શકે.

જી-20ને પાયાના માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી કરવાની જરૂર છે જેમ કે અમે 2014માં બ્રિસ્બેનમાં કર્યું હતું.

સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણને અનૂકુળ પાયાના માળખાથી વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ બન્નેનું સમાધાન કાઢી શકાય તેમ છે.

વિકાસશીલ દેશોમાં પાયાના માળખા માટે આર્થિક બાબતોના અંતરને દૂર કરવું એ પણ આપણી પ્રમુખ પ્રાથમિકતા હોવી જરૂરી છે.

કૃષિ અંગે જી-20 કાર્ય યોજનામાં ખાદ્ય નુકસાન અને નાના ધારકો પર ધ્યાન આપવાથી મને પ્રસન્નતાનો અનુભવ થયો છે.

વિકાસશીલ દેશોમાં વિપ્રેષિત ધન અર્થવ્યવસ્થા અને પરિવારો માટે આવકનું એક મોટું પ્રમુખ સ્રોત છે. એટલા માટે આપણે પ્રેષણના હસ્તાંતરણની ઉંચી કિંમતમાં ઘટાડો કરવા માટે 2030થી પહેલા એક લક્ષ્ય તિથિ નિર્ધારિત કરવી જોઇએ.

હું સાર્થક ચર્ચા અને નક્કર પરિણામો માટે આશાવાદ રાખુ છું.

ધન્યવાદ

J.Khunt/GP