Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં પંડિત દીનદયાળઉપાધ્યાય સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

હર હર મહાદેવ !!!

મહાશિવરાત્રી, રંગભરી એકાદશી અને હોળીના આપ સૌને ખૂબઅભિનંદન હો.

અહિયાં મોટી સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો !!

માં ગંગાના તટ પર આજે એક અદભૂત સંયોગ બની રહ્યો છે. અવધૂત બાબા ભગવાન રામની તપોસ્થળી આ બાજુ છે અને હવે દીનદયાળ ઉપાધ્યાયજીની સ્મૃતિ સ્થળી પણ ગંગાપાર ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવી છે.

સાથીઓ, માં ગંગા જ્યારે કાશીમાં પ્રવેશ કરે છે, તો તેઉન્મુક્ત થઇને પોતાની બંને ભુજાઓ ફેલાવી દે છે. એક ભુજા પર ધર્મ, દર્શન અને અધ્યાત્મની વિરાટ સંસ્કૃતિ વિકસિત થઇ અને બીજી ભુજા એટલે કે આ બાજુ, સેવા, ત્યાગ, સમર્પણ અને તપસ્યા મૂર્તિમાન થઇ છે. આ જ તટ પર સિદ્ધયોગી અવધૂત બાબા ભગવાન રામે તપ અને સાધનાનું પારંપરિક રૂપ બદલીને સેવા કરી, એક નવીન તપોસ્થળીને નિર્મિત કરી.

આજે આ ક્ષેત્ર, દીનદયાળજીની સ્મૃતિ સ્થળીનું જોડાવું, પોતાના નામ‘પડાવ’ની સાર્થકતાને વધુ સશક્ત કરી રહ્યું છે. એવોપડાવ જ્યાં સેવા, ત્યાગ, વૈરાગ્ય અને લોકહિત આ બધા જ એકસાથે જોડાઈને એક દર્શનીય સ્થળના રૂપમાં વિકસિત થશે. મને વિશ્વાસ છે કે આ ક્ષેત્ર જીવનના સાચા ઉદ્દેશ્યને જાણવા, સમજવા અને તેને પ્રાપ્ત કરવાના સંકલ્પની ભૂમિ બનશે.

સાથીઓ, આજનો આ દિવસ તે કરોડો ભારતીયોની માટે સપનું સાકાર થવા જેવો છે, જેમને પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી હંમેશાથી પ્રેરિત કરતા આવ્યા છે. અહિયાં જે દેશના સૌથી મોટા મોટા રેલ જંકશનોમાંથી એક છે, તે તેમની સ્મૃતિની માટે પહેલાથી જ સમર્પિત થઇ ચુક્યું છે. હવે અહિયાં જે સ્મૃતિ સ્થળ બન્યું છે, ઉદ્યાન બન્યું છે, તેમની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તેનાથી આવનારી પેઢીઓને પણ દીનદયાળજીના આચરણ અને વિચાર વડે પ્રેરણા મળતી રહેશે.

ભાઈઓ અને બહેનો, જેમના દિલમાં દલિત, પીડિત, શોષિત, વંચિત, દબાયેલા કચડાયેલા સમાજના કોઇપણ વ્યક્તિની માટે પીડા છે, અનુકંપા છે એવા તમામની માટે આ ભૂમિ પ્રેરણા ભૂમિ છે, પ્રેરણા સ્થળી છે જે દેશભક્તિના રંગમાં રંગાયેલા છે, જેમના જીવનમાં દળથી ઉપર દેશ છે, સ્વને બદલે સમસ્તની ચિંતા છે એવા દેશભક્તિના રંગમાં રંગાયેલા દેશના કોટિ કોટિ જનોની માટે આ તીર્થ ક્ષેત્ર છે જ્યાંથી દેશ માટે જીવવાની, દેશ માટે ઝઝૂમવાની અને દેશ માટે જીવન ખપાવી દેવા માટેની પ્રેરણા મળતી રહેશે. હું આજે આ ધરતીને નમન કરું છું, તે પુણ્યાત્માઓને નમન કરું છું. અને મને વિશ્વાસ છે કે દીનદયાળજીની આત્મા જ્યાં પણ હશે આપણને સતત આશીર્વાદ આપતી રહે છે, આપણને સતત પ્રેરણા આપતી રહે છે કારણકે આપણે સમાજના છેક છેવાડાના વ્યક્તિ માટે સમાજના દબાયેલાકચડાયેલા વ્યક્તિની માટે દલિત, પીડિત, શોષિત, વંચિત લોકો માટે આપણે આપણું જીવન હોમી દઈએ, તેમની સેવા માટે આપણને જે પણ જવાબદારીઓ મળી છે, તેનું સંપૂર્ણ રીતે નિર્વહન કરીએ.

સાથીઓ, દીનદયાળ ઉપાધ્યાયજીએ આપણને અંત્યોદયનો માર્ગ દેખાડ્યો હતો. એટલે કે જે સમાજની છેલ્લી હરોળમાં છે, તેમનો ઉદય. 21મી સદીનું ભારત, આ જ વિચારમાંથી પ્રેરણા લઈને અંત્યોદયની માટે કામ કરી રહ્યું છે. જે વિકાસની છેલ્લી પંક્તિમાં છે, તેને વિકાસની પહેલી પંક્તિમાં લાવવા માટે કામ થઇ રહ્યું છે.

પછી તે પૂર્વાંચલ હોય, પૂર્વી ભારત હોય, ઉત્તર પૂર્વ હોય, દેશના 100થી વધુ મહત્વાકાંક્ષી જીલ્લાઓ હોય, બધા જ ક્ષેત્રોમાં વિકાસની માટે અભૂતપૂર્વ કાર્યો થઇ રહ્યા છે. આ કડીમાં આજે આ પવિત્ર અવસર પર વારાણસી સહીત સમગ્ર પૂર્વાંચલને લાભ આપનારી આશરે 1200 કરોડ રૂપિયાથી પણ વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાં મોટા દવાખાના પણ છે, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનો પણ છે, રસ્તાઓ પણછે, ફ્લાયઓવર પણ છે, પાણીની યોજનાઓ પણ છે, બગીચાઓ પણ છે, શહેરોને વધુ સુંદર બનાવનારા પ્રોજેક્ટ્સ પણ છે. સામાન્ય માનવીની માટે સ્વાસ્થ્ય, શિક્ષા, સુવિધા, આસ્થા અને રોજગાર સાથે જોડાયેલ આ તમામ પરિયોજનાઓની માટે હું આપ સૌને, વારાણસી અને પૂર્વાંચલના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આ તમામ પ્રોજેક્ટ્સ વીતેલા 5 વર્ષોથી કાશી સહીત સંપૂર્ણ પૂર્વાંચલમાં ચાલી રહેલા કાયાકલ્પના સંકલ્પનો એક અતૂટ ભાગ છે. આ વર્ષો દરમિયાન વારાણસી જનપદમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્ય કાં તો પૂરા થઇ ગયા છે અથવા તો કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. દેવી અહલ્યાબાઈ હોલ્કર પછી આટલા મોટા સ્તરે કાશી નગરીમાં વિકાસના કાર્ય થઇ રહ્યા છે, તો તેની પાછળ મહાદેવની જ ઈચ્છા છે, બાબા ભોલેના જ આશીર્વાદ છે. એ આપણા સૌનું સૌભાગ્ય છે કે બાબાએ આ કાર્યો માટે આપણને સૌને દાયિત્વ સોંપ્યું છે, જવાબદારી આપી છે.

આ કાર્યોનો બહુ મોટો લાભ, બનારસ સહીત સમગ્ર પૂર્વાંચલને મળી રહ્યો છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને માર્ગ, ધોરીમાર્ગ, જળમાર્ગો, રેલવેને સરકારે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર યોગીજીની ટીમ ખૂબ ઝડપથી કામ કરી રહી છે. ખૂબ ટૂંક સમયમાં તેનો લાભ આ સંપૂર્ણ ક્ષેત્રને મળવાનો છે.

આજે અહિયાં ચૌકાઘાટ – લહરતારા માર્ગ પર બનેલા પુલનું લોકાર્પણ પણ થઇ ગયું છે. પહેલાની સ્થિતિ તમને ખબર છે. કેંટરેલવે સ્ટેશન હોય, બીએચયુ હોય, બસ સ્ટેશન હોય, વિમાનમથક હોય, આ બધી જ જગ્યાઓ સુધી આવવા જવામાં કેટલી સમસ્યા થતી હતી, કેટલો જામ લાગી જતો હતો. હવે આ જામમાંથી મુક્તિ મળી જશે. આ 4 લેનનો પુલ બનવાથી હવે લહરતારા– અલાહાબાદ અને ચૌકાઘાટ– દીનદયાળ ઉપાધ્યાય નગરનો રસ્તો પણ જોડાઈ ગયો છે. તેની સાથે સાથે જુદા જુદા ગામડાઓને જોડાનારા 16 રસ્તાઓનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેનાથી પ્રયાગરાજ, મિરઝાપુર, જૌનપુર, ગાજીપુર, આઝમગઢ, ગોરખપુર, બલિયાથી લઈને બિહાર સુધી આવતા જતા લોકોને પણ ખૂબ લાભ મળશે. જેમને સારનાથ સહીત તમામ અન્ય પ્રવાસના સ્થળો પર જવું છે, તેમને પણ આ રસ્તાઓ દ્વારા સુવિધા મળશે.

સાથીઓ, કાશી સહીત આ સમગ્ર ક્ષેત્રમાં થઇ રહેલા જોડાણના આ કામ તમારી સુવિધાની સાથે સાથે રોજગાર નિર્માણના પણ મોટા સાધનો તૈયાર કરી રહ્યા છે. ખાસ કરીનેપ્રવાસન પર આધારિત રોજગાર, જેને લઈને કાશી અને આસપાસના ક્ષેત્રોમાં ઘણી મોટી સંભાવનાઓ રહેલી છે, તેમને પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જેમાં દરેક સ્તર, દરેક વર્ગનો વ્યક્તિ ઓછામાં ઓછા રોકાણમાં વધુમાં વધુ કમાય છે. આ જ કારણ છે કે આજે જ્યારે ભારતમાં 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત થઇ રહી છે તોપ્રવાસન તેનો ખૂબ મહત્વનો ભાગ છે. ભારતની પાસે તો પ્રકૃતિની સાથે સાથે હેરીટેજ પ્રવાસનની પણ બહુ મોટી તાકાત છે, જેને 21મી સદીનું રૂપ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કાશી સહીત આપણી આસ્થા સાથે જોડાયેલ તમામ સ્થળોને નવી જરૂરિયાતોને અનુસાર, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવી રહ્યા છે. સારનાથનું સૌન્દર્યીકરણ થાય, ગંગાજીના ઘાટોનું સૌન્દર્યીકરણ થાય, આજે કાશી આવનાર દરેક શ્રદ્ધાળુ, દરેક પ્રવાસી સુખદ અનુભવ લઈને અહીંથી જાય છે. કેટલાક દિવસો પહેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી પણ અહિયાં આવ્યા હતા. તો અહિયાંના અદભૂત વાતાવરણ, દિવ્ય અનુભૂતિ વડે ખૂબ મંત્રમુગ્ધ થયા હતા. તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયા ઉપર તેમણે કાશીના સાથીઓની ખૂબ પ્રશંસા કરી છે.

સાથીઓ, કાશી વિશ્વનાથ ધામ સાથે જોડાયેલ પ્રોજેક્ટ્સ પર ચાલી રહેલા કામથી પણ તમે સૌ સારી રીતે પરિચિત છો. આજે પણ અહિયાં મંદિર પરિસરમાં બની ચુકેલા અન્નક્ષેત્ર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ભવન બનવાથી અહિયાં પ્રસાદ વિતરણ અને ભક્તોને ભોજન માટે થનારી અસુવિધા હવે હંમેશા હંમેશા માટે દૂર થઇ જશે. કાશી વિશ્વનાથ ધામમાં એવા તમામ કાર્યો ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે. ખૂબ ટૂંક સમયમાં બાબાનું દિવ્ય પ્રાંગણ એક આકર્ષક અને ભવ્ય રૂપમાં આપણા સૌની સામે આવશે. એ જ રીતે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિમાં પણ ભવ્ય મંદિરના નિર્માણની માટે ટ્રસ્ટની સ્થાપના કરી દેવામાં આવી છે. આ ટ્રસ્ટ હવે શ્રી રામ ધામના નિર્માણ પર ઝડપથી કામ કરવાનું શરુ કરી દેશે.

ભાઈઓ અને બહેનો, દેશભરમાં આસ્થા અને અધ્યાત્મ સાથે જોડાયેલ તમામ મોટા કેન્દ્રોને વિકસિત કરવાની સાથે સાથે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની માટે સુવિધાજનક પણ બનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આસ્થળો પર સતત સંપર્ક શ્રદ્ધાળુઓને મળે તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં આજે બાબા વિશ્વનાથની નગરીને ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર સાથે જોડનારી કાશી મહાકાલ એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવવામાં આવી છે. હવે કાશીમાં બાબાના દર્શન કર્યા પછી ઉજ્જૈનમાં મહાકાલના દર્શન થઇ શકશે અને આ જ ટ્રેનમાં આગળ વધતા ઇન્દોરમાં ઓમકારેશ્વરમાં પણ શ્રદ્ધા સુમન અર્પિત કરી શકાશે. એટલું જ નહી આરેલવે સેવા પ્રયાગરાજ, લખનઉ, કાનપુર, ઝાંસી, બીના, સંત હિરદારામ જેવા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વના ક્ષેત્રોને પણ જોડશે. આબધું મહાશિવરાત્રીના અવસર પર બાબાના ભક્તોને એક વિશેષ ઉપહાર સમાન છે.

ભાઈઓ અને બહેનો, કાશી આસ્થા અને અધ્યાત્મની સાથે સાથે જ્ઞાનનું પણ એક મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. વીતેલા 5 વર્ષોમાં બીએચયુ જેવા જ્ઞાન અને વિજ્ઞાનના મોટા કેન્દ્રને વિસ્તાર આપવામાં આવ્યો છે. આજે પણ અહિયાં વૈદિક જ્ઞાનથી લઈને આધુનિક ચિકિત્સા સાથે જોડાયેલ અનેક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે વારાણસી, પૂર્વાંચલનું એક બહુ મોટું મેડીકલ કેન્દ્ર બનીને બહાર આવી રહ્યું છે. અહિયાં કેન્સર જેવી ગંભીર બીમારીઓના આધુનિક ઈલાજની માટે અનેક દવાખાનાઓ તૈયાર થઇ ચુક્યા છે. પહેલા જે બીમારીઓના ઈલાજ માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, તેનો ઈલાજ હવે અહિયાં આગળ ઉપલબ્ધ થઇ રહ્યો છે. તેનો વ્યાપક લાભ ઉત્તરપ્રદેશની સાથે સાથે પૂર્વી ભારતના બહુ મોટા ભાગને થઇ રહ્યો છે. BHUમાં આજે જે સુપર સ્પેશ્યાલીટી દવાખાનાનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ તો 2016ના અંતમાં મેં જ કર્યો હતો. માત્ર 21 મહિનામાં 430 પથારીઓનું આ દવાખાનું બનીને કાશી અને પૂર્વાંચલના લોકોની સેવા માટે તૈયાર થયું છે. કબીરચૌરામાં જીલ્લા મહિલા ચિકિત્સાલયમાં 100 પથારીના મેટરનિટી વિંગ વડે શહેરની મહિલાઓ ઘણી મદદ મળશે.

હુંયોગીજી અને તેમની ટીમને અભિનંદન આપીશ કે સમગ્ર ઉત્તરપ્રદેશમાં મેડીકલ કોલેજ અને આયુષ્માન યોજના અંતર્ગત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે શુદ્ધપીવાના પાણી અને સ્વચ્છતાને લઈને પણ જે પ્રયાસ વીતેલા 2-૩ વર્ષોમાં અહિયાં થયો છે, તેનાથી એન્સીફેલાટીસ જેવી બીમારીઓ સામે લડવામાં ઘણી સહાયતા મળી છે.

સાથીઓ, આ જે કંઈ પણ છેલ્લા 5 સાડા 5 વર્ષોમાં આપણે હાંસલ કર્યું છે, હવે તેને વધુ ઝડપી ગતિએ આગળ વધારવાની જરૂરિયાત છે. સ્વચ્છતાને લઈને જે આ આંદોલન ચલાવવામાં આવ્યું છે,તેને આપણે ચાલુ રાખવાનું છે. બીજી બાજુ જળ જીવન મિશન અંતર્ગત આવનારા 5 વર્ષોમાં દરેક ઘર સુધી જળ પહોંચાડવા માટે પણ આપણે સંપૂર્ણ શક્તિથી કામ કરવાનું છે. હું તમને ખાતરી આપું છું કે આ કામની માટે ન તો બજેટ આડે આવશે ના સરકારના ઈરાદા નબળા પડશે. બનારસના કાયાકલ્પની મહાદેવની ઈચ્છાને આપણે બધા સાથે મળીને પૂરી કરીશું.

ભાઈઓ અને બહેનો, બદલાતા ભારતમાં દેશના વિકાસની ગાથામાં નવા અધ્યાય જોડવાનું કામ મોટા મોટા મેટ્રો શહેરો કરતા વધુ બનારસ જેવા ટીયર-2, ટીયર-૩ શહેરો જ કરશે. દીનદયાળજી, જે રીતે અંત્યોદયની વાત કરતા હતા, તે જ રીતે દેશના નાના શહેરોનો ઉદય, દેશના વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જશે. કેન્દ્ર સરકારની યોજનાઓનો બહુ મોટો લાભ, આ નાના શહેરો અને તેમાં રહેનારા લોકોને જ થયો છે. હમણાં તાજેતરમાં જ જે બજેટ આવ્યું છે, તેમાં સરકારે જાહેરાત કરી છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાથી ધૂનો ખર્ચ કરવામાં આવશે. તેનો બહુ મોટો ભાગ દેશના નાના નાના શહેરોના ખાતામાં આવશે.

સાથીઓ, દીનદયાળજી કહેતા હતા કે આત્મનિર્ભરતા અને સ્વયં સહાયતા એ બધી જ યોજનાઓમાં કેન્દ્રસ્થાને હોવા જોઈએ. તેમના આ વિચારોને સરકારની યોજનાઓ અને સરકારની કાર્ય સંસ્કૃતિમાં સતત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે જુઓ, મેક ઇન ઇન્ડિયાના કેન્દ્રમાં આત્મનિર્ભરતા છે. આજેરેલવેના ડબ્બાઓથી લઈને, મોબાઇલ ફોન અને સેના માટે આધુનિક અસ્ત્ર-શસ્ત્ર સુદ્ધા પણ ભારતમાં બનવા લાગ્યા છે. પૂર્વાંચલ સહીત સમગ્ર યુપીમાં પણ અનેક નવી ફેકટરીઓ વીતેલા 5 વર્ષોમાં લાગી ગઈ છે.

એ જ રીતે સ્ટાર્ટ અપ ઇન્ડિયાના કેન્દ્રમાં પણ આત્મનિર્ભરતા છે. વીતેલા 5 વર્ષોમાં લગભગ 26 હજાર નવા સ્ટાર્ટ અપ રજીસ્ટર થયા છે, જેના વડે ભારતના યુવાનોએ જ ભારતના લાખો યુવાનોને રોજગાર આપવાનું કામ કર્યું છે. મુદ્રા યોજનાના કેન્દ્રમાં પણ આત્મનિર્ભરતા અને સ્વયં સહાયતા રહેલા છે. આ યોજનાએ સમગ્ર દેશમાં લગભગ સાડા 5 કરોડ નવા ઉદ્યમીઓ તૈયાર કર્યા છે. આશરે૩ હજાર કરોડ રૂપિયાનું મુદ્રા ધિરાણ વારાણસીના જ લગભગ સાડા 6 લાખ સાથીઓને મળ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના મૂળમાં પણ સ્વયં સહાયતા જ છે. તે અંતર્ગત યુપીના લગભગ 2 કરોડ ખેડૂતોને આશરે 12 હજાર કરોડ રૂપિયા તેમના ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી ચુક્યા છે.

ભાઈઓ અને બહેનો, અમારી સરકાર સમાજની છેલ્લી હરોળમાં ઉભેલ વ્યક્તિ સુધી પહોંચવા માટે, તેના સુધી વિકાસના લાભ પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે. તમે જણાવો, તે 50 કરોડથી વધુ દેશવાસીઓ જેમને આજે આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાનો મફત ઈલાજ શક્ય બન્યો છે, તેઓ કોણ છે? તેઓ 70 વર્ષોમાં વિકાસની છેલ્લી હરોળમાં જ રહ્યા છે. આજે દેશમાં લગભગ 90 લાખ ગરીબ દર્દીઓને ઈલાજ મળી ચુક્યો છે, જેમાંથી યુપીના ૩ લાખ અને વારાણસીના આશરે 16 હજાર સાથીઓ છે. દેશના તે 11 કરોડ સાથી પણ છેલ્લી હરોળ પર જ રહ્યા હતા, જેમના ઘરોમાં પહેલીવાર શૌચાલય પહોંચ્યું છે. દેશના તે 8 કરોડથી વધુ પરિવારો પણ છેલ્લી હરોળ પર જ હતા, જેમને પહેલીવાર ઉજ્જવલાના ગેસના જોડાણો મળ્યા છે. તેમાં પણ યુપીના આશરે દોઢ કરોડઅને વારાણસીના લગભગ પોણા 2 લાખ પરિવારોને લાભ મળ્યો છે. તેમાં પણ આશરે 50 લાખ મારા દલિત ભાઈ બહેનના પરિવાર છે જેમને ઉજ્જવલાના ગેસના જોડાણો મળ્યા છે.

દેશના આશરે 2 કરોડ સાથી જેમને પાકા ઘર મળ્યા છે તેઓ પણ છેલ્લી હરોળ પર ઉભેલા લોકો હતા. આજે જેમને ૨૪ કરોડ દેશવાસીઓને 4 લાખ રૂપિયા સુધીનો અકસ્માત અને જીવન વીમો મળી રહ્યો છે, તેઓ પણ છેલ્લી હરોળ પર હતા. જે કરોડો ખેડૂતો, શ્રમિકો, નાના વેપારીઓને 60 વર્ષની ઉંમર બાદ ૩ હજાર રૂપિયાનું માસિક પેન્શનની સુવિધા નિશ્ચિતકરવામાં આવી છે તેઓ પણ વિકાસની છેલ્લી હરોળમાં જ રહ્યા છે.

સાથીઓ, આઝાદીના લાંબા સમયગાળા સુધી આ છેલ્લી હરોળને જાળવી રાખવામાં આવી કારણ કે તેમની સમસ્યાઓને ઉકેલવામાં નહી પરંતુ વધુ ગુંચવવામાં જ રાજનૈતિક હિતો સિદ્ધ થતા હતા. પરંતુ હવેપરિસ્થિતિઓ બદલાઈ રહી છે, દેશ બદલાઈ રહ્યો છે. જે છેલ્લી હરોળ પર રહ્યા છે, તેમને હવે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મહાદેવના આશીર્વાદથી, દેશ આજે તેવા નિર્ણયો પણ લઇ રહ્યો છે જે હંમેશા પાછળ મૂકી દેવામાં આવતા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાનો નિર્ણય હોય કે પછી નાગરિકતા સુધારા કાયદો, વર્ષોથી દેશને આ નિર્ણયોની રાહ હતી. દેશહિતમાં આ નિર્ણયો જરૂરી હતા અને દુનિયાભરના દબાણો હોવા છતાં, આ નિર્ણયો પર અમે અડગ છીએ અને અડગ રહીશું. આજે બાબા ભોલેનાથની નગરીમાં, અવધૂત બાબા ભગવાન રામના સાનિધ્યમાં, દીનદયાળની સ્મૃતિમાં, હું કાશીના લોકોને, દેશના લોકોને એ વિશ્વાસ અપાવું છું કે દેશની માટે આ કામો સતત ચાલતા જ રહેશે.

એકવાર ફરી આપ સૌને આટલી મોટી સંખ્યામાં અહિયાં આવવા બદલ, મને આશીર્વાદ આપવા માટે, ખૂબ ખૂબ આભાર !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

 

SD/GP/DS/RP