Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ઈમારત નિર્ધારિત સમયમર્યાદામાં જ તૈયાર થઇ જશે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે આ નવા ભારતના ઉત્સાહને જાળવી રાખવા અને જૂની પ્રથાઓ કે જે અંતર્ગત મહત્વની ઈમારતોનું નિર્માણ, રાજધાનીમાં પણ અમર્યાદિત સમય માટે વિલંબિત થતું રહે છે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ છે. આ સંદર્ભમાં તેમણે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક, પ્રવાસી ભારતીય કેન્દ્ર અને કેન્દ્રીય માહિતી આયોગના નવા કાર્યાલયનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે આ સરકારની કાર્યપદ્ધતીમાં પરિવર્તનનું એક પરિણામ છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવી કચેરીની ઈમારત વાણિજ્ય ભવન, એ ભારતના વ્યાપાર-વાણિજ્ય ક્ષેત્રમાં વધુ અન્ય માન્યતાઓને દુર કરવાનું કામ કરશે. દેશના વસતી વિભાજન અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા યુવાનોની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવી એ આપણી સૌની જવાબદારી છે.

ડિજિટલ ટેકનોલોજીનો સ્વીકાર કરવા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે જે જમીન પર નવું મકાન તૈયાર જઈ રહ્યું છે તે અગાઉ ડાયરેક્ટરેટ જનરલ ઑફ સપ્લાય એન્ડ ડિસ્પોઝલના હસ્તગત હતું. તેને હવે સરકારી ઈ-માર્કેટ (જીઈએમ) પ્લેસમાં બદલી નાખવામાં આવ્યું છે કે, જેણે ટૂંક સમયમાં જ 8700 કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરી છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે વાણિજ્ય વિભાગને વિનંતી કરી કે જીઈએમના વધુ વિસ્તૃતીકરણ પર કામ કરવામાં આવે અને દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના ફાયદા માટે ઉપયોગમાં લેવામાં આવે. તેમણે જીએસટીના ફાયદાઓ અંગે પણ જણાવ્યું અને કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોને અનુકુળ, વિકાસને અનુકુળ અને રોકાણને અનુકુળ વાતાવરણનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કઈ રીતે ભારત અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે તે દર્શાવવા માટે અનેકવિધ વિશાળ આર્થિક માપદંડો અને સુચકાંકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત હવે વૈશ્વિક સ્તરે ટોચના પાંચ ફિનટેક દેશોમાંનો એક છે. તેમણે જણાવ્યું કે ‘વેપાર માટેની સુગમતા’ અને ‘વ્યવસાય કરવાની સરળતા’ એ આંતરિક રીતે ‘જીવન જીવવાની સરળતા’ સાથે જોડાયેલા છે.

પ્રધાનમંત્રીએ નિકાસમાં વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મુક્યો અને કહ્યું કે આ પ્રયત્નમાં રાજ્યો ક્રિયાશીલ ભાગીદારો બનવા જોઈએ. તેમણે કહ્યું કે વાણિજ્ય વિભાગે વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગીદારીને વર્તમાન 1.6 ટકાથી વધારીને ઓછામાં ઓછી 3.4 ટકા સુધી વધારવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તેજ રીતે, તેમણે ઉમેર્યું, આયાતને ઘટાડવા માટે ઘરેલું ઉત્પાદન વધે તે માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. આ સંદર્ભમાં તેમણે ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ઘરેલું ઉત્પાદન વધારવા માટે અનેક પગલાઓ લીધા છે.

NP/GP/RP