Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વરિષ્ઠ પેન્શન બીમા યોજના – 2017


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વરિષ્ઠ પેન્શન બીમા યોજના 2017 (વીપીબીવાય 2017) શરુ કરવાની કાર્યોત્તર મંજૂરી આપી છે. તે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાનો ભાગ છે.

યોજનાનો અમલ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વૃદ્ધાવસ્થા દરમિયાન સામાજિક સુરક્ષા પ્રદાન કરવા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) મારફતે થશે, જે 60 વર્ષ કે તેનાથી વધારે વય ધરાવતી વ્યક્તિઓની વ્યાજની આવકનું ભવિષ્યમાં બજારની અનિશ્ચિત સ્થિતિના કારણે થતા સંભવિત ઘટાડા સામે સંરક્ષણ કરશે. યોજના 10 વર્ષ માટે વાર્ષિક 8 ટકાના નિશ્ચિત દરે પેન્શન પ્રદાન કરશે, જેમાં માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન મેળવવાના વિકલ્પ ખુલ્લા રહેશે. વળતરનો તફાવત એટલે કે એલઆઈસી દ્વારા પ્રાપ્ત રીટર્ન અને વર્ષે 8 ટકાના નિશ્ચિત દર વચ્ચેનો તફાવત ભારત સરકાર વાર્ષિક ધોરણે સબસિડી સ્વરૂપે વહન કરશે.

વીપીબીવાય-2017 શરૂઆત થયેથી એક વર્ષના ગાળા માટે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી મુકવાની યોજના છે.

AP/J.Khunt/GP