Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વરસાદને ઝીલો- ‘કૅચ ધ રેઇન’ અભિયાનની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

વરસાદને ઝીલો- ‘કૅચ ધ રેઇન’ અભિયાનની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ


કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શ્રીમાન શિવરાજ સિંહ ચૌહાણજી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, જળશક્તિ રાજ્ય મંત્રી શ્રી રતનલાલ કટારિયાજી, અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓના તમામ માનનીય અધિકારીગણ, દેશના ગામે ગામથી જોડાયેલા અને આંદોલનને ચલાવવાની સૌથી મોટી જવાબદારી જેમની છે એવા પંચ અને સરપંચગણ, તમામ લોકપ્રતિનિધિગણ, મારા વ્હાલાં ભાઇઓ અને બહેનો!

આજે મારું સદનસીબ છે કે મને હિંદુસ્તાનના અલગ અલગ ખૂણામાં આપણા ગામોના જે નેતાઓ છે, તેઓ પ્રકૃતિ માટે, પાણી માટે, ત્યાંની જનસુખાકારી માટે, કેવા એક સાધકની જેમ સાધના કરી રહ્યા છે, સૌને જોડીને આગળ વધી રહ્યા છે, મને બધાંની વાતો સાંભળીને એક નવી પ્રેરણા મળી, નવી ઊર્જા મળી અને કેટલાક નવા વિચારો પણ મળ્યા. મને વિશ્વાસ છે કે આપણા પ્રતિનિધિઓ સાથે આજે જે વાતો થઈ છે, જે લોકોએ સાંભળી હશે, દરેકને કંઈ ને કંઈ શીખવા મળ્યું હશે, મને પણ શીખવા મળ્યું છે, આપણા અધિકારીઓને પણ શીખવા મળ્યું છે, જનતા જનાર્દનને પણ શીખવા માટે મળશે.

મને આનંદ છે કે જળશક્તિ પ્રત્યે જાગૃતિ વધી રહી છે, પ્રયાસો વધી રહ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય જળ દિન સમગ્ર વિશ્વ આજે જળના મહત્ત્વને ઉજાગર કરવા માટે આંતરરાષ્ટ્રીય જળ દિવસ મનાવી રહ્યું છે. પ્રસંગે આપણે બે મહત્ત્વપૂર્ણ કાર્યો માટે એકત્ર થયા છીએ. આજે એક એવા અભિયાનની શરૂઆત થઈ રહી છે જે મેં મારામન કી બાતમાં પણ કહ્યું હતું પણ આજે દુનિયા સમક્ષ એક ઉદાહરણ મળે માટે અને ભારતમાં પાણીની સમસ્યાનો ઉકેલ મળે માટેકૅચ ધ રેઈનની શરૂઆતની સાથે કેનબેતબા લિંક નહેર માટે પણ બહુ વિરાટ પગલું લેવામાં આવ્યું છે. અટલજીએ ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના લાખો પરિવારોના હિતમાં જે સપનું જોયું હતું, એને સાકાર કરવા માટે આજે સમજૂતી થઈ છે અને બહુ મોટું કામ થયું છે. જો આજે કોરોના ના હોત અને જો આપણે ઝાંસી આવીનેબુંદેલખંડમાં આવીનેપછી ભલે ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ, આજે કાર્યક્રમ કરતે તો લાખો લોકો આવતે અને અમને આશીર્વાદ આપત, એટલું મોટું મહત્ત્વપૂર્ણ કામ થઈ રહ્યું છે.

ભાઇઓ અને બહેનો,

21મી સદીના ભારત માટે પાણીની પૂરતી ઉપલબ્ધતા, બહુ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. પાણી દરેક ઘર, દરેક ખેતરની જરૂરિયાત તો છે , જીવનના, અર્થવ્યવસ્થાના દરેક પાસા માટે પણ બહુ જરૂરી છે. આજે જ્યારે આપણે ઝડપી ગતિથી વિકાસની વાત કરી રહ્યા છીએ, પ્રયાસ કરી રહ્યા છીએ, તો જળ સલામતી વિના, પ્રભાવી જળ વ્યવસ્થાપન વિના શક્ય નથી. ભારતના વિકાસનું સપનું, ભારતની આત્મનિર્ભરતાનું સપનું, આપણા જળ સ્ત્રોતો પર આધારિત છે, આપણી જળ કનેક્ટિવિટી પર આધારિત છે. વાતની ગંભીરતાને સમજીને દાયકાઓ અગાઉ આપણે દિશામાં ઘણું બધું કરવાની જરૂર હતી અને હું આપને ગુજરાતના અનુભવથી કહું છું કે જો આપણે યોજનાબદ્ધ રીતે જન ભાગીદારીની સાથે પાણી બચાવવાની પહેલ કરીએ તો આપણને પાણીની સમસ્યા નહીં નડે, પાણી આપણા માટે  પૈસાથી પણ વધારે કિંમતી તાકાતના સ્વરૂપમાં ઉભરીને આવશે. કામ બહુ પહેલાં થઈ જવું જોઇતું હતું પણ કમનસીબે જેટલી માત્રામાં થવું જોઇએ, જેટલા વ્યાપક સ્વરૂપે થવું જોઇતું હતું, જન જનની ભાગીદારીથી થવું જોઇએ, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ. પરિણામ આવ્યું કે જેમ જેમ ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, જળસંકટનો પડકાર પણ એટલો વધી રહ્યો છે. જો દેશે પાણીની બચત પર ધ્યાન આપ્યું, પાણીના દુરુપયોગને નહીં અટકાવ્યો તો આવનારા દાયકાઓમાં સ્થિતિ બહુ વધારે બગડી જશે અને આપણા પૂર્વજોએ આપણને પાણી આપ્યું છે, આપણી જવાબદારી છે કે આપણે આવનારી પેઢીને પાણી સુરક્ષિત આપીને જવું જોઇએ. એનાથી મોટું કોઇ પૂણ્ય નથી અને માટે આપણે નક્કી કરીએ કે આપણે પાણીને બરબાદ થવા દઈશું નહીં, આપણે પાણીનો દુરુપયોગ થવા દઈશું નહીં, આપણે પાણીની સાથે પવિત્ર સંબંધ રાખીશું. આપણી પવિત્રતા પાણીને બચાવવા માટે કામ આવશે. દેશની વર્તમાન પેઢીની જવાબદારી છે કે આવનારી પેઢીઓ માટે અત્યારથી પોતાની જવાબદારી નિભાવે.

ભાઇઓ અને બહેનો,

આપણે વર્તમાનની સ્થિતિને પણ બદલવાની છે અને ભવિષ્યના સંકટોનો ઉકેલ પણ અત્યારથી શોધવાનો છે. એટલે અમારી સરકારે જળ સંચાલનને પોતાની નીતિઓ અને નિર્ણયોમાં પ્રાથમિકતાએ મૂક્યું છે. વીતેલા વર્ષોમાં દિશામાં અનેક પગલાં લેવાયાં છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હોય કે દરેક ખેતને પાણી અભિયાન હોય, ‘ પર ડ્રૉપ મોર ક્રૉપએનું અભિયાન હોય કે નમામિ ગંગે મિશન, જળ જીવન મિશન હોય કે અટલ ભૂજળ યોજના, તમામ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

 

સાથીઓ,

પ્રયાસોની વચ્ચે, પણ ચિંતાનો વિષય છે કે આપણા દેશમાં વરસાદનું મોટા ભાગનું પાણી બરબાદ થઈ જાય છે. ભારત વર્ષાજળની જેટલી વધારે સારી વ્યવસ્થા કરશે એટલી ભૂગર્ભ જળ પર દેશની નિર્ભરતા ઓછી થશે અને એટલા માટેકૅચ રેઈનજેવા અભિયાન ચલાવવામાં આવે, અને સફળ થવા બહુ જરૂરી છે. વખતે જળ શક્તિ અભિયાનમાં વિશેષ પણ છે કે એમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો, બેઉને સામેલ કરાઇ રહ્યા છે. ચોમાસાના આગમનમાં હજી કેટલાંક સપ્તાહોનો સમય છે અને એટલે માટે આપણે અત્યારથી પાણીને બચાવવાની તૈયારી જોરશોરથી કરવાની છે. આપણી તૈયારીઓમાં કોઇ કચાશ રહેવી જોઇએ. ચોમાસું આવતા પહેલાં ટાંકીઓની, તળાવોની સફાઈ થાય, કૂવાઓની સફાઈ થાય, માટી કાઢવાની હોય તો કામ પણ થઈ જાય, પાણી સંગ્રહની એની ક્ષમતા વધારવાની છે, વર્ષા જળ વહીને આવવામાં એના માર્ગમાં કોઇ અવરોધો હોય તો એને હટાવવાના છે, પ્રકારના તમામ કાર્યો માટે આપણે પૂરી શક્તિ લગાવવાની છે અને એમાં કોઇ બહુ મોટા ઇજનેરી કામની જરૂર નથી. કોઇ બહુ મોટા મોટા ઇજનેર આવીને કાગળ પર બહુ મોટી ડિઝાઇન કરી નાખે, ત્યારબાદ, કોઇ જરૂરી નથી. ગામના લોકોને બાબતોની ખબર છે, તેઓ બહુ સરળતાથી કરી લેશે, કોઇ કરાવવાવાળું જોઇએ બસ, અને એમાં ટેકનોલોજીનો જેટલો વધુ ને વધુ ઉપયોગ કરાશે એટલું વધારે સારું હશે. હું તો ઇચ્છીશ કે હવે મનરેગાનો એક એક પૈસો, એક એક પાઈ વરસાદ આવે ત્યાં સુધી માત્ર ને માત્ર કામ માટે લગાવવામાં આવે.

પાણી સંબંધી જે પણ તૈયારી કરવાની છે, મનરેગાના પૈસા હવે બીજે કશે નહીં જવા જોઇએ અને હું ઇચ્છીશ કે અભિયાનને સફળ બનાવવામાં તમામ દેશવાસીઓનો સહયોગ આવશ્યક છે, આપ તમામ સરપંચગણ, તમામ ડીએમ, ડીસી અને અન્ય સાથીઓની પણ બહુ મોટી ભૂમિકા છે. મને કહેવામાં આવ્યું છે કે આજે માટે વિશેષ ગ્રામસભાઓ પણ આયોજિત કરાઇ છે અને જળ પ્રતિજ્ઞા લેવડાવાઈ રહી છે. જળ શપથ જન જનનો સંકલ્પ પણ બનવા જોઇએ, જન જનનો સ્વભાવ પણ બનવો જોઇએ. જળ માટે જ્યારે આપણી પ્રકૃતિ બદલાશે, તો પ્રકૃતિ પણ આપણો સાથ આપશે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે જો સેના માટે કહેવાય છે કે શાંતિ સમયે જે સેના જેટલો વધારે પરસેવો પાડે, યુદ્ધ સમયે લોહી એટલું ઓછું વહે છે. મને લાગે છે કે નિયમ પાણીને પણ લાગુ પડે છે. જો આપણે પાણી વરસાદ પહેલાં, જો આપણે મહેનત કરીએ, યોજના કરીએ છીએ, પાણી બચાવવાનું કામ કરીએ તો દુકાળને કારણે જે અબજોખર્વોનું નુક્સાન થાય છે અને બાકીનાં કામ અટકી જાય છે, સામાન્ય માણસને મુસીબત આવે છે, પશુઓએ પલાયન કરવું પડે છે, બધું બચી જશે. એટલે જેમ યુદ્ધમાં શાંતિના સમયે પરસેવો પાડવો મંત્ર છે એમ જીવન બચાવવા માટે ચોમાસા પહેલાં જેટલી વધારે મહેનત કરીશું એટલો ઉપકાર થશે.

ભાઇઓ અને બહેનો,

વર્ષા જળથી સંરક્ષણની સાથે આપણા દેશમાં નદીના પાણીની વ્યવસ્થાઓ પર પણ દાયકાઓથી ચર્ચા થતી રહી છે. આપણે જોયું છે કે ઘણાં સ્થળે બંધ બન્યા છે પણ ખારાશ દૂર કરવાનું કામ થયું નથી. જો આપણે થોડું ડિસૉલ્ટિંગ કરીએ, એમાં જરા જે ઇજનેરો છે, એમના માર્ગદર્શનમાં કરવું જોઇએ, તો પાણી વધારે સંગ્રહાશે, વધારે રહેશે તો વધારે દિવસ ચાલશે, અને એટલે રીતે આપણી નદીઓ, આપણી નહેરો બધી વસ્તુઓ છે, બસ કરવાની જરૂર છે. દેશને પાણીના સંકટમાંથી બચાવવા માટે દિશામાં જ્યારે ઝડપથી કાર્ય કરવાની આપણા સૌની જવાબદારી છે. કેનબેતવા લિંક પ્રોજેક્ટ પણ વિઝનનો ભાગ છે. હું મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, અહીંના બેઉ મુખ્ય મંત્રીઓ, બેઉ સરકારો અને બેઉ રાજ્યોની જનતાને આજે હું જેટલા અભિનંદન આપું ઓછા છે. આજે બેઉ નેતાઓએ, બેઉ સરકારોએ એટલું મોટું કામ કર્યું છે જે હિંદુસ્તાનના પાણીના ઉજ્જવળ ભવિષ્ય માટે સુવર્ણ અક્ષરે લખાશે. સાધારણ કામ નથી, માત્ર એક કાગળ પર એમણે સહી નથી કરી, એમણે બુંદેલખંડની ભાગ્ય રેખાને આજે એક નવાં  રંગરૂપ આપ્યાં છે. બુંદેલખંડની ભાગ્ય રેખાને બદલવાનું કામ કર્યું છે અને માટે બેઉ મુખ્ય મંત્રીઓ, બેઉ રાજ્યોની સરકારો, બેઉ રાજ્યોની જનતા બહુ અભિનંદનનાં અધિકારી છે. પણ મારા બુંદેલખંડના ભાઇઓ, આપની પણ જવાબદારી છે કામમાં જેટલાં જોડાશો, એટલા જોડાશો કે કેનબેતવાનું કામ આપણી નજર સામે પૂરું થઈ જાય અને પાણી આપણને દેખાવા લાગે. આપણા ખેતરો હર્યા ભર્યા લાગવા માંડે, આવો મળીને કરીએ આપણે. પ્રોજેક્ટથી જે જિલ્લાઓના લાખો લોકોને, ખેડૂતોને પાણી તો મળશે , એનાથી વીજળી પણ પેદા થશે. એટલે તરસ પણ છિપાશે અને પ્રગતિ પણ થશે.

ભાઇઓ અને બહેનો,

પ્રયાસ ભગીરથ જેટલા મોટા હશે, તો દરેક લક્ષ્ય પ્રાપ્ત થાય છે. અને આજે આપણે દેશમાં જળ જીવન મિશનમાં પણ એવું થતાં જોઇ રહ્યા છીએ. માત્ર દોઢ વર્ષ અગાઇ આપણા દેશમાં 19 કરોડ ગ્રામીણ પરિવારોમાં માત્ર સાડા 3 કરોડ પરિવારોનાં ઘરોમાં નળ મારફતે પાણી આવતું હતું. મને આનંદ છે કે જળ જીવન મિશન શરૂ થયા બાદ આટલા ઓછા સમયમાં લગભગ 4 કરોડ નવા પરિવારોને નળ જોડાણ મળી ચૂક્યું છે. મિશનની સૌથી મોટી ખાસિયત પણ છે કે એના મૂળમાં જનભાગીદારી છે, સ્થાનિક શાસનનું મૉડીલ છે અને હું તો કહીશ અને મારા અનુભવથી હું કહું છું કે જળ જીવન મિશનમાં જેટલી વધારે સંખ્યામાં બહેનો આગળ આવશે, એટલી વધારે સંખ્યામાં બહેનો જવાબદારીઓ લેશે, તમે જો જો, પાણીનું મૂલ્ય માતાઓબહેનો જેટલું સમજે છે ને એટલું બીજું કોઇ સમજી નથી શક્તું. માતાઓબહેનોને ખબર હોય છે કે જો પાણી ઓછું છે તો ઘરમાં કેટલી તકલીફો વેઠવી પડતી હોય છે. જો માના હાથમાં પાણીની વ્યવસ્થા સોંપીશું, બહેનના હાથમાં પાણીની વ્યવસ્થા સોંપીને તમે જુઓ, માતાઓબહેનો એવું પરિવર્તન લાવીને આપશે, જે કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ. આપ સૌ પંચાયતી રાજના સાથી સારી રીતે જાણો છો કે સમગ્ર કાર્યક્રમને ગામ સંભાળે છે, ગામો ચલાવે છે. ખાસ કરીને મેં અગાઉ કહ્યું, એવી રીતે આપણી મહિલાઓના નેતૃત્વમાં એને આગળ વધારો, આપ જો જો, પરિણામ મળવા શરૂ થઈ જશે. મને ખુશી છે કે શાળા હોય, આંગણવાડી હોય, આશ્રમ શાળાઓ હોય, હેલ્થ અને વૅલનેસ સેન્ટર હોય, કૉમ્યુનિટી સેન્ટર્સ હોય. એવા સ્થળો પર પ્રાથમિકતાના આધારે નળથી જળ પહોંચાડાઈ રહ્યું છે.

સાથીઓ,

જળ જીવન મિશનનું એક અન્ય પાસું છે જેની ચર્ચા બહુ ઓછી થાય છે. આપણે ત્યાં આર્સેનિક અને અન્ય પ્રદૂષકોથી પાણીના કેટલાંક પ્રકારના તત્વો યુક્ત થાય છે, કેમિકલયુક્ત થાય છે, બહુ મોટી સમસ્યા છે. દૂષિત પાણીના કારણે ઘણાં પ્રકારની બીમારીઓ, લોકોનું જીવન બરબાદ કરી નાખે છે, એમાંય હાડકાની બીમારી તો જીવવું દુષ્કર કરી નાખે છે. બીમારીઓને આપણે અટકાવીએ તો અનેક જીવન બચી જશે. માટે પાણીનું ટેસ્ટિંગ પણ એટલું જરૂરી છે. પણ આપણે વરસાદના પાણીને બહુ મોટી માત્રામાં બચાવીશું તો જે બાકી તાકાત છે ઓછી થઈ જશે. આઝાદી પછી પહેલી વાર પાણીના ટેસ્ટિંગને લઈને કોઇ સરકાર દ્વારા આટલી ગંભીરતાથી કામ કરાઇ રહ્યું છે. અને મને વાતની પણ  ખુશી છે કે પાણીના ટેસ્ટિંગના અભિયાનમાં આપણા ગામડામાં રહેતાં બહેનોદીકરીઓને પણ સામેલ કરાઇ રહ્યાં છે. કોરોનાકાળ દરમ્યાન સાડા 4 લાખથી વધારે મહિલાઓને વૉટર ટેસ્ટિંગની તાલીમ અપાઇ ચૂકી છે. દરેક ગામમાં ઓછામાં ઓછી 5 મહિલાઓને પાણી ટેસ્ટ કરવા માટે તાલીમબદ્ધ કરાઇ રહી છે. પાણી વ્યવસ્થાશાસનમાં આપણી બહેનોદીકરીઓની ભૂમિકા જેટલી વધારે પ્રોત્સાહિત કરવામાં આવશે એટલાં સારાં પરિણામો મળવાં નક્કી છે.

મને વિશ્વાસ છે કે જનભાગીદારીથી, જન સામર્થ્યથી આપણે દેશના જળને બચાવીશું, અને દેશની આવતી જાલને આપણે ફરીથી એક વાર ઉજ્જવળ બનાવીશું. મારો ફરી એક વાર દેશના તમામ નવયુવાનોને, તમામ માતાઓબહેનો, તમામ બાળકોને, સ્થાનિક સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓને, સરકારના વિભાગો, તમામ રાજ્ય સરકારોને આગ્રહ છે કે જળ શક્તિ અભિયાનને સફળ બનાવવા માટે આપણે બધાં એક સંકલ્પ લઈને આગળ વધીએ. આવનારા 100 દિવસ, પાણીની તૈયારી, જેમ ઘરમાં મોટા મહેમાન આવવાના હોય, જેમ ગામમાં જાન આવવાની હોય ત્યારે કેવી તૈયારી કરે છે? મહિના અગાઉથી તૈયારી શરૂ થઈ જાય છે, કે ભાઇ જાન આવવાની છે. વરસાદ આવવા માટે સમગ્ર ગામમાં એવી તૈયારીઓ થવી જોઇએ. ભાઇ વરસાદ આવવાનો છે, ચાલો ભાઇ પાણી બચાવવાનું છે. એક પ્રકારનો ઉમંગઉત્સાહ શરૂ થઈ જવો જોઇએ. તમે જો જો, એક ટીપું બહાર નહીં આવે અને બીજું જ્યારે પાણી આવે છે તો પછી દુરુપયોગની ટેવ પણ પડી જાય છે. મારો આપને આગ્રહ છે કે પાણી બચાવવું જેટલું જરૂરી છે, એટલું જરૂરી પાણીનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવાનું પણ છે, એટલે એને આપણે કદી ભૂલવું જોઇએ.

હું ફરી એક વાર આજે વિશ્વ જળ દિવસ પર, વિશ્વ જળ દિન નિમિત્તે, પાણીને લઈને જાગૃતિ અભિયાનને અને જે સરપંચોએ જેમણે ધરતી પર કામ કર્યું છે, જે નવયુવકોએ ધરતી પર પાણી માટે પોતાનું મિશન બનાવ્યું છે, એવા અનેલ લોકો છે, આજે તો મને પાંચ લોકો સાથે વાત કરવાની તક મળી પણ હિંદુસ્તાનના ખૂણે ખૂણે એવા લોકો છે, એવી તમામ શક્તિઓને નમન કરતા આવો, આપણે પાણી માટે પ્રયાસ કરીએ. પાણીને બચાવવા માટે આપણે સફળ થઈએ અને પાણી આપણી ધરતીને પાણીદાર બનાવે, પાણી આપણા જીવનને પાણીદાર બનાવે, પાણી આપણી અર્થવ્યવસ્થાને પાણીદાર બનાવે, આપણે એક ઊર્જાથી ભરેલ રાષ્ટ્ર બનીને આગળ વધીએ, એક કલ્પનાની સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!!!

SD/GP/JD