પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી મંત્રિમંડળની બેઠકમાં “વન રેન્ક – વન પેન્શન” યોજનાને પાછલી અસરથી અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે. આનું વિવરણ નીચે મુજબ છેઃ
1. લાભોની ચૂકવણી 01 જુલાઈ, 2014 થી અમલી બનશે.
2. વર્ષ 2013માં સેવા નિવૃત્ત પેન્શન ધારકોને મળનારી ન્યૂનત્તમ અને અધિકત્તમ પેન્શનની ટકાવારી અનુસાર સમાન પદ અને સમાન સેવાકાળના આધાર પર 01 જુલાઈ, 2014ના અગાઉના પેન્શનધારીઓની પેન્શન ફરી વખત નક્કી થશે. જે પેન્શન ધારકો સરેરાશથી વધુ પેન્શન પ્રાપ્ત કરે છે તેમની સુરક્ષા કરાશે.
3. આનો લાભ યુદ્ધમાં શહીદ સૈનિકોની વિધવાઓ અને શારિરીક રૂપથી અક્ષમ પેન્શનધારકો સહિત પરિવાર- પેશનધારકોને પણ મળશે.
4. જે કર્મચારી સેના નિયમ, 1954ના નિયમ, 13 (3) 1 (i)બી, 13 (3) 1 (iv) અથવા નિયમ, 16બી અથવા નૌસેના અથવા વાયુસેનાના સમાન નિયમો અંતર્ગત પોતાના નિવેદન પર ડિસ્ચાર્જ થવાનો વિકલ્પ પસંદ કરે છે. તેમને “વન રેન્ક – વન પેન્શન”નો લાભ નહીં મળે. જે ભાવિ પ્રભાવથી લાગુ પડશે.
5. બાકીની રકમની ચૂકવણી 04 છમાસી હપ્તામાં ચૂકવાશે. હાલપૂરતું પરિવાર-પેન્શનધારકોની બાકીની રાશિની ચૂકવણી એક હપ્તામાં કરાશે, જેમાં ખાસ/ઉદાર પરિવાર-પેન્શન તથા શૌર્ય પુરસ્કાર વિજેતાનો સમાવેશ છે.
6. ભવિષ્યમાં દરેક પાંચ વર્ષમાં પેન્શન ફરી વખત નક્કી થશે.
7. 14-12-2015ના રોજ પટના હાઈકોર્ટના સેવા નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એલ. નરસિમ્હા રેડ્ડીની અધ્યક્ષતામાં ગઠિત ન્યાયિક સમિતિ ભારત સરકાર દ્વારા અપાયેલ સંદર્ભો પર પોતાનો રીપોર્ટ છ માસમાં સોંપશે.
“વન રેન્ક-વન પેન્શન”ના લાગુ થવા પર રક્ષા દળોના પેન્શન ધારકો/પરિવાર – પેન્શનધારકોને વધેલું પેન્શન મળશે. ન્યાયમૂર્તિ એલ નરસિમ્હા રેડ્ડીની ગઠિત ન્યાયિક સમિતિ થી 07-11-2015ના રોજ થનારા “વન રેન્ક – વન પેન્શન” આદેશના અમલીકરણથી ઉત્પન્ન અસંગતિઓ દૂર કરવામાં મદદ મળશે.
સમય-પૂર્વ સેવા નિવૃત્ત થનારા લોકો સહિત “વન રેન્ક-વન પેન્શન” લાગુ થવાથી બાકીની રાશિની ચૂકવણીના સંબંધમાં 10925.11 કરોડ રૂપિયા અને વાર્ષિક નાણાકીય બોજ 7488.7 કરોડ રૂપિયા થશે. 31 માર્ચ, 2016 સુધી 15.91 લાખ પેન્શન ધારકોને “વન રેન્ક-વન પેન્શન”નો પહેલો હપ્તો અપાયો, જેની કુલ રકમ 2,861 કરોડ રૂપિયા છે. સેવાકાળની સમયમર્યાદા જેવી સૂચનાઓના અંતરાળને સમાપ્ત કર્યા બાદ 1.15 લાખ પેન્શનધારકોની બાબતમાં પ્રાથમિકતાના આધાર પર પ્રક્રિયા શરૂ કરવાની સૂચના જમા કરાઈ રહી છે.
AP/J.Khunt/GP