Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાન દ્વારા તૃતિય ભારત આફ્રિકન શિખર સંમેલનની તૈયારી સંદર્ભે વક્તવ્ય


ભારત 26-29 ઓક્ટોબરના મધ્યમાં તૃતિય ભારત આફ્રિકી શિખર સંમેલન 2015નું આયોજન કરીને ગૌરવની લાગણી અનુભવે છે. આ વખતે આયોજનનું સ્તર ઉલ્લેખનીય રૂપથી વધ્યું છે અને અમે દરેક 54 આફ્રિકન દેશો અને આફ્રિકી સંઘોના નેતાઓને આમંત્રિત કર્યાં છે.

આ સંમેલન આફ્રિકાથી બહાર યોજાઈ રહેલા આફ્રિકી દેશોના સૌથી મોટા સમારોહમાંથી એક થવાનું છે, જે સોનેરી ભવિષ્યના સંશોધનમાં ગંભીરતાથી સંબંધ થવા અંગે ભારત અને આફ્રિકાની અભિલાષાને દર્શાવે છે.

ભારત અને આફ્રિકા વચ્ચે પારસ્પરિક સન્માન, વિશ્વાસ અને એકજૂટતા પર આધારિત ઐતિહાસિક સંબંધ છે. તાજેતરમાં જ આપણા સંબંધોએ પ્રગતિ સાધી છે અને આ પારસ્પરિક હિતની ભાગીદારીના રૂપે વિકસિત થયા છે.

ભારત આફ્રિકામાં મોટું રોકાણકાર છે અંદાજે 30 બિલિયન ડોલરના ભારતીય મૂડીરોકાણે આફ્રિકામાં નોકરીઓ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

માનસિક મિલાપ અને સાથે મળીને કામ કરવાથી ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવામાં ત્રીજુ ભારત-આફ્રિકી શિખર સંમેલન એક યુગાંતકારી ઘટના હશે.

ભારત આફ્રિકી શિખર સંમેલન દરમિયાન ઘણા અન્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત અને આફ્રિકાના વાણિજ્યમંત્રી, વ્યાપારિક પ્રતિનિધિઓ સાથે મળીને 23 ઓક્ટોબરના રોજ મુલાકાત કરશે.

અગ્રણી ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠનો તરફથી 27 અને 29 ઓક્ટોબરના રોજ સંમેલન સ્થળે એક વ્યાપાર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવશે. ભારત અને આફ્રિકા સહયોગ વિષય-વસ્તુ પર સીબીએસઈ દ્વારા આયોજીત થનાર જુદી જુદી પ્રતિસ્પર્ધાઓમાં 16000થી વધુ વિદ્યાલય ભાગ લઇ રહ્યાં છે.

AP/J.Khunt/GP