સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની સાથે સાથેસંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે યોજેલી કલાઈમેટ ચેન્જ સમિટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ સ્વીકાર્યો તે પછીસંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરવાની તેમને આ પ્રથમ તક મળી છે. તેમણે કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન જેવા ગંભીર પડકારને પાર પાડવા માટે આપણે હાલ જે કંઈ કરી રહ્યા છીએ તે પૂરતું નથી.વિશ્વમાં લોકોની વર્તણુકમાં પરિવર્તન લાવવા માટે લોક ચળવળ હાથ ધરવા તેમણે આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે પ્રકૃતિ માટે સન્માન, સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ, આપણી જરૂરિયાતો ઘટાડવી તથા આપણી આવક પ્રમાણે જીવવું તે આપણી પરંપરા અને વર્તમાન સમયમાંઆચરણમાં મુકવાયોગ્ય પ્રયાસ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કેલોભ નહીં પણ જરૂરિયાત એ આપણો માર્ગદર્શક સિદ્ધાંત છે અને એટલે જ ભારત આ સમસ્યાની ગંભીરતા અંગે વાત કરી રહ્યું છે એટલુ જ નહીં પણ એક વ્યવહારૂ અભિગમ અને રોડ મેપ બતાવી કહ્યું છે. અમે માનીએ છીએ કે ટન બંધ ઉપદેશ આપવા કરતાં વ્યવહારમાં એક ઔંસ જેટલુ પણ પાલન કરવુ તે મહત્વનુ બની રહે છે.
તેમણે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે જમીનમાંથી નીકળતા ન હોય તેવા (non-fossil) બળતણના વપરાશમાં વધારો કરવામાં આવશે.ભારતની પુનઃપ્રાપ્યઊર્જાની ક્ષમતા175 ગીગા વોટ કરતાં પણ વધુ કરવામાં આવશેઅનેતે પછી એમાં વધારો કરીને 450 ગીગા વોટ સુધી લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત ઈ-મોબીલીટી અને પેટ્રોલ તથા ડીઝલમાં નોંધપાત્ર પ્રમાણમાં જૈવઇંધણનુ મિશ્રણ કરીનેપરિવહન ક્ષેત્રને હરિત બનાવવા માગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કેભારતમાં 150 મિલિયન પરિવારોનેસ્વચ્છ રસોઈ ગેસ પૂરો પાડવામાં આવ્યો છે.
શ્રી મોદીએવધુમાં જણાવ્યું હતું કે જળ સંચય, વરસાદી પાણીનો સંગ્રહઅને પાણીના સ્રોતોના વિકાસ માટેજળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તથા આગામી થોડાં વર્ષમાં આ પ્રવૃત્તિઓ માટે અંદાજે 50 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કેઆંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ 80 દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની ઝુંબેશમાં જોડાયા છે. ભારત અને સ્વીડન અન્ય સહયોગીઓની સાથે મળીનેઉદ્યોગ ક્ષેત્રેથઈરહેલા ફેરફારો પર નજર રાખવા માટે અમે લીડરશીપ ગ્રુપશરૂ કરી રહ્યા છીએ. આ પહેલનેકારણેસરકારી તેમજ ખાનગી ક્ષેત્રને ટેકનિકલ ઈનોવેશનના ક્ષેત્રે તકો પ્રાપ્ત થશે. આ પ્રયાસથીઉદ્યોગ માટે લૉ-કાર્બન પાથવે પ્રાપ્ત થશે.
તેમણે કહ્યું કે માળખાગત સુવિધાઓને કુદરતી આપત્તિસામે ટકી રહે તેવી બનાવવા માટેભારત કુદરતી આપત્તિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સંગઠનની સ્થાપના કરી રહ્યું છે.
તેમણે અન્ય સભ્ય દેશોને પણ તેમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે સીન્ગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશનો અંત લાવવા માટે લોક ચળવળ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાતો કરવાનો સમય હવે પૂરો થયો છે. દુનિયાએ હવે કામગીરી કરી દેખાડવાનો સમય પાકી ગયો છે.
DK/J.Khunt/GP/RP
Earlier today, PM @narendramodi spoke at the @UN Summit on Climate Action. pic.twitter.com/dYVBFqZtqf
— PMO India (@PMOIndia) September 23, 2019
पिछले वर्ष "चैम्पियन ऑफ द अर्थ" अवार्ड मिलने के बाद यह U.N. में मेरा पहला संबोधन है।
— PMO India (@PMOIndia) September 23, 2019
और ये भी सुखद संयोग है कि न्यूयॉर्क दौरे में मेरी पहली सभा क्लाइमेट के विषय पर है: PM @narendramodi
Climate change को लेकर दुनिया भर में अनेक प्रयास हो रहे हैं।
— PMO India (@PMOIndia) September 23, 2019
लेकिन, हमें यह बात स्वीकारनी होगी, कि इस गंभीर चुनौती का मुकाबला करने के लिए उतना नहीं किया जा रहा, जितना होना चाहिए: PM @narendramodi
Addressing a Summit on Climate Change at the @UN. https://t.co/PswS5nEv1Y
— Narendra Modi (@narendramodi) September 23, 2019