Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકશાહી માટેની બીજી સમિટની લીડર-લેવલ પ્લેનરીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

લોકશાહી માટેની બીજી સમિટની લીડર-લેવલ પ્લેનરીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી


નમસ્કાર!

હું આપની સમક્ષ ભારતના 1.4 અબજ લોકોની શુભેચ્છાઓ લાવ્યો છું.

ચૂંટાયેલા નેતાઓનો વિચાર પ્રાચીન ભારતમાં, બાકીના વિશ્વના ઘણા સમય પહેલા એક સામાન્ય લક્ષણ સમાન હતો. આપણા પ્રાચીન મહાકાવ્ય, મહાભારતમાં, નાગરિકોની પ્રથમ ફરજ તેમના પોતાના નેતાની પસંદગી તરીકે વર્ણવવામાં આવી છે.

આપણા પવિત્ર વેદ, વ્યાપક-આધારિત સલાહકાર સંસ્થાઓ દ્વારા રાજકીય શક્તિનો ઉપયોગ કરવાની વાત કરે છે. પ્રાચીન ભારતમાં પ્રજાસત્તાક રાજ્યોના ઘણા ઐતિહાસિક સંદર્ભો પણ છે, જ્યાં શાસકો વારસાગત ન હતા. ભારત ખરેખર લોકશાહીની માતા છે.

મહાનુભાવો,

લોકશાહી માત્ર એક માળખું નથી; તે પણ એક આત્મા છે. તે એવી માન્યતા પર આધારિત છે કે દરેક મનુષ્યની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેથી જ, ભારતમાં, અમારી માર્ગદર્શક ફિલસૂફી છે “સબકા સાથ, સબકા વિકાસ”, જેનો અર્થ છે “સમાવેશક વિકાસ માટે સાથે મળીને પ્રયાસ કરવો”.

જીવનશૈલીના ફેરફારો દ્વારા આબોહવા પરિવર્તન સામે લડવાનો અમારો પ્રયાસ હોય, વિતરિત સંગ્રહ દ્વારા પાણીનું સંરક્ષણ કરવું હોય અથવા દરેકને રસોઈ માટે સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો પ્રયાસ હોય, દરેક પહેલ ભારતના નાગરિકોના સામૂહિક પ્રયાસો દ્વારા સંચાલિત થાય છે.

કોવિડ-19 દરમિયાન, ભારતનો પ્રતિસાદ લોકો-સંચાલિત હતો. તેઓએ જ મેડ ઈન ઈન્ડિયા રસીના 2 બિલિયન ડોઝનું સંચાલન કરવાનું શક્ય બનાવ્યું છે. અમારી ”વેક્સિન મૈત્રી” પહેલે લાખો રસીઓ વિશ્વ સાથે શેર કરી છે.

આને ”વસુધૈવ કુટુંબકમ” – એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની લોકશાહી ભાવના દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહાનુભાવો,

લોકશાહીના ગુણો વિશે કહેવા માટે ઘણું બધું છે, પરંતુ હું માત્ર એટલું જ કહી દઉં: ભારત, ઘણા વૈશ્વિક પડકારો હોવા છતાં, આજે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. આ પોતે જ વિશ્વમાં લોકશાહી માટે શ્રેષ્ઠ જાહેરાત છે. આ પોતે જ કહે છે કે ડેમોક્રેસી કેન ડિલિવર.

આ સત્રની અધ્યક્ષતા કરવા બદલ રાષ્ટ્રપતિ યુનનો આભાર.

અને આપ સૌની ઉપસ્થિતિ માટે તમામ પ્રતિષ્ઠિત નેતાઓનો આભાર.

ખૂબ ખૂબ આભાર.

GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com