પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળે આયુષ મંત્રાલય હેઠળ લેહમાં સ્વાયત સંસ્થા તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સોવા-રિગ્પાની સ્થાપના માટે અને બાંધકામના સ્તરેથી જ પોતાની રીતે પરિયોજનાના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે લેવલ-14 (રૂ.1,44,200-2,18,200/-) (પ્રી-રિવાઇઝ્ડ રૂ.37,000-67000/- + રૂ.10000/- ગ્રેડ પે)માં ડાયરેક્ટરનો હોદ્દો બનાવવા માટે મંજૂરી આપી છે.
લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના પગલે અને લદ્દાખની મૂળ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકાર દ્વારા લેહ ખાતે અંદાજે રૂ. 47.25 કરોડના ખર્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોવા-રિગ્પા (NISR)ની સ્થાપના કરીને સોવા-રિગ્પા તબીબી પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સોવા-રિગ્પા એ ભારતના હિમાલય પટ્ટાની પરંપરાગત તબીબી પ્રણાલી છે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ), હિમાચલ પ્રદેશ, લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશ અને હવે આખા ભારતમાં લોકપ્રિય રીતે આ પ્રણાલીથી સારવાર કરવામાં છે.
સોવા-રિગ્પા નેશનલ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી ભારતીય ઉપ-ખંડમાં સોવા-રિગ્પાના પુનરુત્થાનને ઘણો વેગ મળશે. આ ઇન્સ્ટિટ્યુટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ આવતા સોવા-રિગ્પાના વિદ્યાર્થીઓને તકો પૂરી પાડશે.
સંસ્થા આયુષ મંત્રાલય હેઠળ એક સ્વાયત નેશનલ ઇન્સ્ટિટ્યુટ બનશે, જેમાં અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યુટ્સ સાથે મળીને સોવા-રિગ્પામાં આંતરશાખીય શિક્ષણ અને સંશોધન કાર્યક્રમો હાથ ધરાશે અને તબીબી શાખાની વિવિધ પ્રણાલીઓના એકીકરણની સુવિધા આપશે.
NISR ની સ્થાપના કર્યા પછી, સાંસ્કૃતિક મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની હાલની સોવા-રિગ્પા સંસ્થાઓ – વારાણસીમાં સારનાથ ખાતે તિબેટીયન અધ્યયન કેન્દ્રિય યુનિવર્સિટી અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં આવેલા બૌદ્ધ અધ્યયન કેન્દ્રિય ઇન્સ્ટિટ્યુટ તેમજ NISR વચ્ચે તાલમેલ અને સહયોગ સ્થાપિત કરવામાં આવશે.
આનાથી સોવા-રિગ્પા ઉત્પાદનોનું ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, વિજ્ઞાનિક માન્યતા, ગુણવત્તા નિયંત્રણ અને પ્રમાણીકરણ તેમજ સલામતી મૂલ્યાંકન અને પ્રમાણિત સોવા-રિગ્પા આધારિત ક્ષેત્રિય સ્વાસ્થ્ય સેવાઓ મળશે તેમજ અનુસ્નાતક, સ્નાતક અને પોસ્ટ ડોક્ટરલ સ્તરે સોવા-રિગ્પાના આંતરશાખીય સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન મળશે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોવા-રિગ્પા શ્રેષ્ઠ સોવા-રિગ્પા સારવારને ઓળખી શકશે – જેમાં પરંપરાગત સોવા-રિગ્પા સિદ્ધાંતના માળખાની અંદર તેમની આદર્શ પ્રક્રિયાઓ અને સામાન્ય લોકોને સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં બાયો-મોલેક્યૂલર વેસ્ટર્ન મેડિસિન સાથે સંભવિત સહ-સંબંધનો સમાવેશ થાય છે.
હેતુ
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોવા-રિગ્પા (NISR)ને સોવા-રિગ્પા માટેના સર્વોચ્ચ ઇન્સ્ટિટ્યુટ તરીકે સ્થાપિત કરવાનો મૂળ હેતુ સોવા-રિગ્પાના પરંપરાગત ચાતુર્ય અને આધુનિક વિજ્ઞાન, સાધનો અને ટેકનોલોજી વચ્ચે ઉપયોગી તાલેમેલ બેસાડવાનો છે. તેનાથી સોવા-રિગ્પાના આંતરશાખીય સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
RP/DS