સાથીઓ,
હું આજે આપ સૌને વંદન કરવા માટે અહીં આવ્યો છુ. તમે ખૂબ જ બહાદુરીપૂર્વક લડાઇ લડ્યા હોવાથી, મેં થોડા દિવસ પહેલાં પણ કહ્યું હતું કે, જે વીર જવાનો આપણને છોડીને ચાલ્યા ગયા છે તેઓ પણ આમ જ નથી ગયા. તમે સૌએ મળીને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. કદાચ તમે ઇજાગ્રસ્ત છો, હોસ્પિટલમાં છો, તેથી કદાચ તમને અંદાજો નહીં હોય. પરંતુ 130 કરોડ દેશવાસીઓ આપ સૌના પ્રત્યે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. તમારું આ સાહસ, શૌર્ય સમગ્ર નવી પેઢી માટે પ્રેરણારૂપ છે અને આથી જ તમારું આ પરાક્રમ, તમારું આ શૌર્ય અને તમે જે કર્યું છે તે આપણી યુવા પેઢીને, આપણા દેશવાસીઓને આવનારા લાંબા સમય સુધી પ્રેરણા આપશે. અને આજે દુનિયાની જે સ્થિતિ છે, ત્યાં જ્યારે એવો સંદેશો જાય કે ભારતના વીર જવાનોએ આ પરાક્રમ કરી બતાવે છે, એવી એવી શક્તિઓની સામે કરી બતાવે છે, ત્યારે તો દુનિયા પણ જાણવા માટે ઘણી ઉત્સુક થઇ જાય છે કે આ નવજવાનો કોણ છે. તેમને કેવી તાલીમ મળી હશે, તેમનો ત્યાગ કેટલો ઊંચો છે. તેમની પ્રતિબદ્ધતા કેટલી ઉત્તમ છે. આજે આખી દુનિયા તમારા પરાક્રમનું વિશ્લેષણ કરી રહી છે.
હું આજે માત્રને માત્ર આપને વંદન કરવા આવ્યો છુ. તમને સ્પર્શીને, તમને જોઇને એક ઉર્જા લઇને જઉં છુ, એક પ્રેરણા લઇને જઉં છુ. અને આપણું ભારત આત્મનિર્ભર બને, દુનિયાની કોઇપણ તાકાતની સામે ક્યારેય નથી ઝુક્યા અને ક્યારેય ઝુકીશું પણ નહીં.
આ વાત હું તમારા જેવા વીર પરાક્રમી સાથીઓના કારણે બોલી શકુ છુ. હું આપને વંદન કરુ છુ, આપને જન્મ આપનારી વીર માતાઓને પણ વંદન કરુ છુ. શત્ શત્ નમન કરુ છુ એ માતાઓને જેમણે આપના જેવા વીર યોદ્ધાઓને જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, પાલન-પોષણ કર્યું છે અને દેશ માટે સોંપી દીધા છે. એ માતાઓનું જેટલું ગૌરવ કરીએ, તેમની સમક્ષ જેટલું માથુ ઝુંકાવીએ એટલું ઓછું પડે.
ફરી એકવાર સાથીઓ, આપ સૌ ખૂબ જલદીથી સાજા થઇ જાવ, તંદુરસ્ત થઇ જાવ અને ફરી સંયમ, ફરી સહયોગ એ જ વિચાર સાથે આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.
આભાર મિત્રો.
Interacting with our brave Jawans, who do everything to protect our nation. https://t.co/704f7Q9Fu4
— Narendra Modi (@narendramodi) July 3, 2020