Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લિક્વીડ, ફ્લેક્સીબલ અને ગ્લોબલ એલએનજી માર્કેટ ઉભુ કરવા ભારત અને જાપાન વચ્ચે સહયોગ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીયકેબિનેટે ભારત અને જાપાન વચ્ચે લિક્વીડ, ફ્લેક્સીબલ અને ગ્લોબલ એલએનજી માર્કેટ સ્થાપવા માટે કરેલા સહયોગ કરાર (MOC) ને મંજૂરી આપી છે.

આ સહયોગ કરારથી ભારત અને જાપાન વચ્ચે ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધોને પ્રોત્સાહન મળશે. તેનાથી ભારત માટે ગેસના પૂરવઠાના વિવિધિકરણમાં યોગદાન મળશે. આનાથી આપણી ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને ગ્રાહકો માટે વધુ સ્પર્ધાત્મક ભાવો તરફ દોરી જશે.

આ સહયોગ કરારમાં એલએનજી કોન્ટ્રાક્ટ, સ્થળ અંગેના નિયંત્રણને રદ કરતી જોગવાઈ, ભરોંસાપાત્ર એલએનજીના સ્પોટ ભાવો નક્કી કરવા તરફ તથા એલએનજીના માંગ અને પૂરવઠાને સાચી રીતે પ્રતિબિંબિત કરે તેવાક્રમ (indices) નક્કી કરવાની સંભાવનાઓ ચકાસવા તરફ દોરી જશે.

પશ્ચાદ્દભૂમિકાઃ

ભારત અને જાપાન દુનિયામાં ઉર્જાના મુખ્ય ગ્રાહકો છે. એલએનજી સેક્ટરમાં જાપાન એ સૌથી મોટું આયાતકાર છે અને ભારત પણ ચોથા નંબરનું સૌથી મોટુ આયાતકાર છે. જાન્યુઆરી 2016માં જેની પર હસ્તાક્ષર થયા હતા તે જાપાન-ઈન્ડિયા પાર્ટનરશીપ ઈનિશ્યેટિવ હેઠળ બંને પક્ષોએ સાથે મળીને કામ કરવા અને ડેસ્ટીનેશનલ રિસ્ટ્રીક્શન ક્લોઝમાં રાહત દ્વારા એનર્જી માર્કેટસને સારી રીતે કામ કરી શકે તે રીતે પ્રોત્સાહિત કરવાનું તથા એક પારદર્શક અને વિવિધિકરણ ધરાવતા લિક્વીફાઈડ નેચરલ ગેસ (એલએનજી) નું માર્કેટ ઉભુ કરવા સંમતિ સાધી છે.

J.Khunt