Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી 23 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત થયેલા 71,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ડિસેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.

દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે આ ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com