રાષ્ટ્ર કાલે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રાતઃ 7.30 કલાકે નવી દિલ્હીમાં સંસદ માર્ગ પર સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ ‘એકતા માટે દોડ’ હેતુ રાજપથ પર ઉપસ્થિત જન સમુદાયને સંબોધિત કરશે. તેઓ આ અવસર પર એકત્રિત લોકોને એકતાના શપથ લેવડાવશે.
પ્રધાનમંત્રી કાલે સવારે 8.15 કલાકની આસપાસ વિજય ચોકની લોનથી સરદાર પટેલની જયંતીના અવસર પર “એકતા માટે દોડ”ને ઝંડી બતાડીને રવાના કરશે. આમા ભાગીદારી સ્વૈચ્છિક છે અને ‘એકતા માટે દોડ’માં સ્કૂલના બાળકો અને ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થવાની આશા છે.
રાષ્ટ્રીય એકતા દિવસ પહેલા આજે (30 ઓક્ટોબર, 2015) નવી દિલ્હીમાં ભારત સરકારના કેટલાક કાર્યાલયોમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવાયા. આ રીતના સમારોહ રાજ્યો અને વિદેશમાં પણ આયોજિત કરાયા છે. વિભિન્ન સ્થાનો પર કેન્દ્રીય મંત્રીઓ પણ આ સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.
AP/J.Khunt
Tomorrow, on Rashtriya Ekta Diwas, India will run for unity! https://t.co/bVvF4qsuks
— Narendra Modi (@narendramodi) October 30, 2015