પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન – એનઆરએલએમ હેઠળ ગરીબી ઘટાડવા કેન્દ્રિત અને લક્ષિત હસ્તક્ષેપ માટે ગ્રામીણ કલ્યાણના કાર્યક્રમોમાં ફેરફારોને મંજૂરી આપી છે અને વ્યાજ દરમાં આર્થિક સહાયના લાભને વધુ વ્યાપક બનાવીને વધુ 100 જિલ્લાઓને સામેલ કરાયાં છે, હિમાયત કાર્યક્રમ તેમજ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના માટે અત્યંત ગરીબ વર્ગોમાંથી વધુ યુવાનોને કુશળ બનાવવા તેમજ તેમને રોજગાર આપવા આર્થિક સહાય વધારી છે. કેન્દ્રિય મંત્રીમંડળે આસામ ઉપરાંત ઉત્તર-પૂર્વનાં રાજ્યોને વર્ષ 2023-24 સુધીમાં તમામ ગ્રામીણ ઘરેલુ અનિશ્ચિતતાઓને પહોંચી વળવા ભંડોળની ફાળવણીના હાલના માપદંડમાં પણ છૂટછાટોને મંજૂરી આપી છે. આ ફેરફારો આ મુજબ છે :-
અ. એનઆરએલએમના અમલીકરણના માળખામાં ફેરફારો
1. સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસતી ગણતરી, એસઈસીસીના ડેટા અને અન્ય સામાજિક ક્ષેત્રનાં અંતરાયો સાથેના સંપાત દ્વારા ગરીબીમાં લક્ષિત ઘટાડા માટે આયોજન કરવું – એસઈસીસીના ડેટાનો ઉપયોગ સરકારને ગ્રામીણ વિસ્તારના કાર્યક્રમોમાં ગરીબી ઘટાડવા માટે કેન્દ્રિત અને લક્ષિત હસ્તક્ષેપ માટે વધુ જરૂરિયાત હોય તેવા લોકો સુધી પહોંચવામાં મદદરૂપ બનશે. એનઆરએલએમ પંચાયતી રાજની સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથો (એસએચજી)ને સામેલ કરીને ગરીબી મુક્ત પંચાયતો માટે આયોજન હાથ ધરવા એસઈસીસી ડેટાનો ઉપયોગ કરશે.
2. વધુ 100 જિલ્લાઓમાં વ્યાજની આર્થિક સહાય આપવામાં આવી છે. તમામ મહિલા સ્વ-સહાય જૂથોને રૂપિયા ત્રણ લાખ સુધીની બેન્ક લોન વાર્ષિક સાત ટકાના દરે ઉપલબ્ધ છે અને ઝડપી પુનઃચૂકવણી માટે વધારાના ત્રણ ટકાની રાહત પણ મળે છે, જેનાથી બેન્ક લોન પર વ્યાજનો અસરકારક દર ચાર ટકા થાય છે. આ લાભ ચાલુ નાણાંકીય વર્ષથી વધુ 100 જિલ્લાઓને અપાયો છે. જિલ્લાઓની પસંદગીના માપદંડ આ મુજબ છે :-
અ) ઈન્ટીગ્રેટેડ એક્શન પ્લાન (આઈએપી) તરીકે જાહેર થયેલાં તમામ નવાં જિલ્લાઓ, જે અગાઉની 150 જિલ્લાઓની યાદીમાં સામેલ નથી, તે તમામને આ યાદીમાં સામેલ કરાય છે.
બ) બાકીના જિલ્લાઓને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં જિલ્લાઓની કુલ સંખ્યાના પ્રમાણમાં પાછલી અસરથી રાજ્યોને ફાળવવામાં આવશે. રાજ્યો એનઆરએલએમના આઈએપી જિલ્લાઓમાંથી પાત્રતા ધરાવતા જિલ્લાઓ નક્કી કરશે.
ક) રાજ્યો ગરીબીના રેશિયોના આધારે એનઆરએલએમ હેઠળ માત્ર એક જ ફાળવણી પણ કરી શકશે.
3. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનામાં કૌશલ વિકાસ પર વધુ ભાર મૂકાયો. કેન્દ્રિય મંત્રીમંડળે એનઆરએલએમની નાણાંકીય સહાયમાંથી ડીડીયુ-જીકેવાયને 25 ટકા રકમ ફાળવવાની મર્યાદા હટાવવાને પણ મંજૂરી આપી છે, જેથી મંત્રાલય બીજી બાબતોની સાથે સાથે વ્યાપ વધારી શકે અને વિદેશમાં નોકરીઓ, કેદીઓને નોકરી, ઉદ્યોગ ઈન્ટર્નશીપ્સ, અધિકૃત સંસ્થાઓ અને શ્રેષ્ઠ નોકરીદાતાઓ દ્વારા તાલીમ તેમજ આઈટીઆઈ અથવા પોલીટેકનિક સંસ્થાઓમાંથી પાસ થયેલા ગરીબ ગ્રામીણ યુવાનો સહિત ગરીબ ગ્રામીણ યુવાનોના પુનઃકૌશલ કે કૌશલ વર્ધન માટે તાલીમ અભ્યાસક્રમો કે લાંબા ગાળાના રોજગારો પર પણ ધ્યાન આપી શકે છે.
4. એનઆરએલએમના વ્યાવસાયિક વહીવટનો ખર્ચ (વહીવટી ખર્ચ)
અ) વ્યાવસાયિક વહીવટનો ખર્ચ (વહીવટી ખર્ચા)ની હાલની મર્યાદા વધારીને એનઆરએલએમની ફાળવણીના છ ટકા કરવી.
બ) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના હેઠળ કૌશલ વિકાસ અને નિયુક્તિના વહીવટી ખર્ચાને એનઆરએલએમના ભાગ તરીકે મંજૂરી આપવી.
ક) એનઆરએલએમ હેઠળ માનવ સંસાધનના ઘટકને વર્લ્ડ બેન્ક સાથે થયેલી પ્રોજેક્ટના અમલીકરણની યોજના અને ધિરાણો અંગેની સમજૂતીની શરતો મુજબ ટોચની મર્યાદાના કાર્યક્ષેત્રથી બહાર રાખવો.
બ. જમ્મુ અને કાશ્મીરમાં હિમાયત કાર્યક્રમ હેઠળ નાણાંકીય ફાળવણી જરૂરિયાત આધારિત કરવી. કેન્દ્રિય મંત્રી મંડળે હિમાયત કાર્યક્રમના કુલ રૂ. 235.30 કરોડની ખર્ચ જોગવાઈને મંજૂરી આપતાં માંગ-આધારિત ફાળવણી અને એનઆરએલએમના એકંદર બજેટની મર્યાદામાં જોગવાઈને મંજૂરી આપી છે અને કેન્દ્ર સરકાર યોજનાને સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડશે.
ક. આસામ ઉપરાંત ઉત્તર પૂર્વનાં રાજ્યો માટે ભંડોળની ફાળવણીમાં હાલના માપદંડો ઉદાર બનાવાય, જેથી વર્ષ 2023-24 સુધીમાં તમામ ગ્રામીણ ઘરેલુ અનિશ્ચિતતાઓને પહોંચી શકાય. કેન્દ્રિય મંત્રીમંડળે આસામ ઉપરાંત ઉત્તર પૂર્વનાં રાજ્યો માટે પર્યાપ્ત નાણાં ઉપલબ્ધ બને તે માટે ભંડોળની ફાળવણીનાં હાલનાં માપદંડો હળવાં બનાવવાને મંજૂરી આપી છે, જેથી આ રાજ્યોમાં વર્ષ 2023-24 સુધીમાં બે-તૃતિયાંશ ઘરોને આવરી લઈને એનઆરએલએમ હેઠળ ફાળવણીને ગરીબી રેશિયો સાથે જોડ્યા વિના ગ્રામીણ ઘરેલુ અનિશ્ચિતતાઓ સામે રક્ષણ આપી શકાય.
J.Khunt/GP