Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજસ્થાનમાં જેતસર ખાતે સેન્ટ્રલ સ્ટેટ ફાર્મમાં 200 મેગાવોટ કે તેથી વધુ ક્ષમતા ધરાવતા સૌર ઉર્જા પાવર પ્લાન્ટની સ્થાપના


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં જેતસર ખાતે સેન્ટ્રલ સ્ટેટ ફાર્મ (સીએસએફ)માં 400 હેક્ટર જેટલી બિનઉપજાઉ ખેતીની જમીનનો ઉપયોગ 200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતો સૌર ઉર્જા પાવર પ્લાન્ટ સ્થાપવા મંજૂરી આપી છે. આ જમીન હાલમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વહીવટી અંકુશ હેઠળના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (સીપીએસઈ) નેશનલ સીડ્સ કોર્પોરેશન (એમએસસી)ના કબજામાં છે.

એનએસસી, પોતાના કબજા હેઠળની 5394 હેક્ટર જમીનમાંથી 400 હેક્ટર બિનઉપજાઉ જમીન, નક્કી કરવામાં આવેલા સીપીએસઈને ફાળવી આપશે, જે સૌર પાવર પ્લાન્ટની સ્થાપના અંગેના ખર્ચા ઉઠાવશે. પસંદ કરાયેલા સીપીએસઈએ પ્રોજેક્ટ માટે ટેરિફ આધારિક સ્પર્ધાત્મક બિડિંગ કરવાનું રહેશે. તેને 25 વર્ષના કરાર સમયગાળા માટે સૌર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે જમીન વાપરવાની મંજૂરી મળશે. આ સમયગાળો, પરસ્પર સંમત નિયમો અને શરતોને આધારે વધુ લંબાવી શકાશે અને તેના પછી, સમગ્ર પ્લાન્ટ જેમ છે તેમ, યથાવત્ રીતે, એનએસસીને સોંપી દેવાનો રહેશે. સૌર પાવર પ્લાન્ટ માટે બિનઉપજાઉ જમીન વાપરીને આ પ્રોજેક્ટ એનએસસી માટે આવક ઊભી કરશે અને રાષ્ટ્ર માટે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન પણ કરશે.

AP/J.Khunt/GP