ઉપસ્થિત સર્વ મહાનુભાવો
આજે 31 ઓક્ટોબરે આપણે સરદાર સાહેબની 140મી જયંતી ઉજવી રહ્યાં છીએ. આજનો દિવસ એ બાબત માટે પણ નહીં ભૂલી શકાય કેમ કે ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ બલિદાન આપ્યું હતું. આજે જ્યારે આપણે સરદાર સાહેબની જયંતી ઉજવી રહ્યાં છીએ. દરેક સમયે મહાપુરુષોનું જીવન, મહાપુરુષોની જીવનશૈલી આવનારી પેઢીઓને એક નવી ઉર્જા પૂરી પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે, તાકત આપે છે. દેશમાં કોઇને પણ આપણા આ મહાન વારસાને ભૂલાવી દેવા માટેનો કોઇ અધિકાર કોઇને પણ નથી. દેશ માટે જીવનારા-મરનારા, તેમની વિચારધારાનું મૂલ્યાંકન કરવું એ આપણું દાયિત્વ નથી. તેમના મહાન કાર્યોને યાદ કરવા, તેમાંથી કંઇક પ્રાપ્ત કરવા માટેની કંઇક ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો અને એ મહાન સંકલ્પોને લઇને જીવવનો પ્રયાસ કરવો એ દરેક પેઢીની જવાબદારી હોય છે. સરદાર સાહેબ, ભારતની એકતાની સાથે જે મહાપુરુષનો અતૂટ સંબંધ જોડાયો તે સરદાર સાહેબ હતા. તેઓ લોખંડી પુરુષના રૂપમાં એટલા માટે નથી ઓળખાયા કે કોઇએ તેમના અંગે છાપાંની કોઇ કોલમમાં તેમનું નામ લોખંડીપુરુષના રૂપમાં છાપી દીધું હોય. કોઇએ પ્રમાણપત્ર આપી દીધું હતું, તેઓ લોખંડીપુરુષ એટલા માટે માનવામાં આવ્યા અને આજે પણ લોખંડીપુરુષ એ શબ્દ સાંભળતા જ આપણી સમક્ષ સરદાર સાહેબની તસવીર છવાઈ જાય છે. તેનું કારણ તેમના જીવનના દરેક નિર્ણય, દરેક અવસ્થામાં જ્યારે પણ કોઇ પ્રકારના નિર્ણય લેવાની સ્થિતિ સર્જાઈ એ શક્તિએ તેમનો સાથ આપ્યો, એ સમજદારી સાથે કર્યા અને ત્યારે જઇને તેઓ લોખંડી પુરુષ તરીકે હિન્દુસ્તાનની અંદર અમર થઇ ગયા.
કદાચ દુનિયામાં ખૂબ ઓછા લોકો એવા હોય છે કે જેઓ એકથી વધુ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યા હોય અને દરેકની તે બાબતમાં પણ સ્વીકૃતિ હોય. તેઓ સરદાર સાહેબના નામથી પણ ઓળખાયા હતા અને લોખંડી પુરુષથી પણ ઓળખાયા છે અને બન્ને બાબતો બરાબર બરાબર સાથે ચાલતી રહી હતી. આવું ખૂબ ઓછું જોવા અને જાણવા મળે છે.
ભારતની એકતા માટે સરદાર સાહેબનું યોગદાન ઓછું ન આંકી શકાય તેમ છે. અંગ્રેજોનું સપનું હતું કે દેશ છોડ્યા પછી આ દેશ વેરવિખેર થઇ જાય. તેઓ ઇચ્છતા હતા કે રાજા-રજવાડાઓ વચ્ચે એક સંઘર્ષ સર્જાય અને ભારત ક્યારેય પણ એકતાના સૂત્રમાં નહીં બંધાઈ અને તે માટે તેમણે પોતાના શાસનકાળમાં વિભાજનકારી જેટલી પણ બાબતોને આગળ વધારવામાં આવે જેટલી પણ વાતોના બીજ વાવ્યા એ પ્રકારના દરેક પ્રયાસ કર્યા હતા. પરંતુ આટલા બધા પ્રયાસો પછી પણ તેઓ સરદાર સાહેબ હતા કે જેમણે ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું હતું. ખૂબ ટૂંકા સમયગાળામાં બાંધ્યું અને તેના દ્વારા રાજકીય કૌશલ્યનો પરિચય પણ આપ્યો.
તેમણે પોતાના લોખંડી વિચારનો પરિચય આપ્યો હતો. તેમણે પોતાની કુશળતાનો પરિચય પણ આપ્યો હતો. રાજા મહારાજા, તેમની જે પણ ઉંચાઈઓ હતી સમાજમાં તેમનું જે સ્થાન હતું. તેમના રાજી કરવા સમજાવવાનું કામ ખરેખર મુશ્કેલ હતું પરંતુ એ દરેક બાબતોને એક સીમિત સમય મર્યાદામાં રહીને પણ સરદાર સાહેબે કરી બતાવ્યું હતું. હિન્દુસ્તાનના ઈતિહાસની તરફ જોઇએ તો ચાણક્યે પણ ચારસો વર્ષ અગાઉ દેશને એક કરવા માટે ભગીરથ પ્રયાસ કર્યો હતો અને સારા એવા પ્રમાણમાં સફળતા પણ મેળવી હતી. ચાણક્ય પછી ભારતને એકતાના બંધનમાં બાંધવા માટે ખૂબ મહત્વનું કામ જો કોઇ મહાપુરુષે કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું અને તેના કારણે આજે કશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે એક સ્વરમાં ભારત માતાને યાદ કરીએ છીએ.
ભારત માતાની જય કહીએ છીએ. એ માતાનું સ્વરૂપ નિખારવામાં સરદાર સાહેબની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. અને એટલા માટે જ એ મહાપુરુષ જેમણે એક ભારત આપ્યું તેને શ્રેષ્ઠ ભારત બનાવવું એ આપણી સહુની ફરજ છે. આપણું સહુનું કર્તવ્ય છે અને તેના માટે એક ભારત શ્રેષ્ઠ ભારત બને. તે માટે સવા સો કરોડ દેશવાસીઓનો સામૂહિક પુરુષાર્થ આવશ્યક છે. નિર્ધારિત લક્ષ્યની તરફ પગલાંથી પગલાં મેળવીને ચાલવું જરૂરી છે. આપણી ગતિને સમયની માગણી અનુસાર ઝડપી કરવી આવશ્યક છે અને તે પ્રેરણા આપણને સરદાર સાહેબ તરફથી મળી શકી છે.
સરદાર સાહેબ મહાત્મા ગાંધીના ભારત પરત આવ્યા પછી સાર્વજનિક જીવનમાં આવ્યા હતા. ડિસેમ્બર 1915માં સરદાર સાહેબે સાર્વજનિક જીવનની શરૂઆત કરી હતી. આ ડિસેમ્બરમાં સરદાર સાહેબના સાર્વજનિક જીવનની યાત્રાની શતાબ્દીના વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. અને આ અર્થમાં પણ આ જીવન આપણને કેવી રીતે પ્રેરણા પૂરી પાડી શકે તેમ છે. આપણો નિરંતર પ્રયાસ રહેવો જોઇએ.
સરદાર સાહેબની અનેક વિશેષતાઓ હતી. તેઓ પ્રારંભિક કાળમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના મેયરના રૂપમાં ચૂંટાયા હતા અને શહેરના મેયરના રૂપમાં ચૂંટાયા પછી આજે ખૂબ ઓછા લોકોને આશ્ચર્ય થશે શહેરના મેયર ચૂંટાયા પછી સરદાર સાહેબે પોતાના શાસનના પ્રથમ 222 દિવસ, બસોને બાવીસ દિવસ, અમદાવાદ શહેરમાં સ્વચ્છતાને લગતું એક અભિયાન ચલાવ્યું હતું.
દરરોજ દેશ પર નજર રાખતા હતા અને સફાઈનું કામ 1920, 22, 24ના સમયગાળામાં સરદાર સાહેબે અમદાવાદના મેયર તરીકે સ્વચ્છતાના કામ માટે 222 દિવસ એક શહેર માટે અભિયાન ચલાવવું, એ કોઇ નાની બાબત નથી. સ્વચ્છતાનું મહત્વ કેટલું મહત્વપૂર્ણ હતું એ સમય દરમિયાન તે સરદાર સાહેબના વ્યવહારથી આપણને નજરે પડે છે અને મહાત્મા ગાંધી ખૂબ સચોટ વાતો કહેવામાં તેમની ખાસિયત રહેતી હતી, એક વિશેષતા રહેતી હતી. સરદાર સાહેબે આ અભિયાન માટે કારણ કે મહાત્મા ગાંધીને પણ સ્વચ્છતા ખૂબ પસંદ હતી. તો સરદાર સાહેબના આ 222 દિવસના અખંડ અવિરત સ્વચ્છતા અભિયાનને જોઇને મહાત્મા ગાંધીએ તેને શ્રેષ્ઠ કહ્યું હતું. તેમણે કહ્યું – જો વલ્લભભાઈ પટેલ કૂડાકચરાના પણ સરદાર બની શકે છે તો હવે માટે સફાઈની ચિંતા કરવાની જરૂર પડશે. ગાંધીજીની વાતોમાં સટીકતા છે.
સરદાર સાહેબની અન્ય એક વિશેષતા જુઓ, રાણી વિક્ટોરિયાના સન્માનમાં અમદાવાદમાં એક રાણી વિક્ટોરીયા બગીચો બનેલો છે. જ્યારે સરદાર સાહેબ મેયર બન્યા ત્યારે જુઓ કેવી રીતે વસ્તુઓને ચલાવવાની તેમનામાં ખાસિયત હતી. તેમણે નિર્ણય કર્યો કે રાણી વિક્ટોરિયા બગીચો ભલે રહે પરંતુ તેમાં પ્રતિમા તો લોકમાન્ય તિલકની જ સ્થાપિત થયેલી છે. અને મેયરપદે રહ્યાં તે દરમિયાન તેમણે લોકમાન્ય તિલકની પ્રતિમા સ્થાપિત કરી હતી. અંગ્રેજોનું શાસન હતું, રાણી વિક્ટોરિયા બગીચો હતો. પરંતુ આ સરદાર સાહેબની લોખંડી શક્તિનો અનુભવ હતો. તેમણે લોકમાન્ય તિલકની પ્રતિમા લગાવી હતી. અને પ્રતિમા લગાવી તો લગાવી તેમણે મહાત્મા ગાંધીને પણ આગ્રહ કર્યો હતો કે તેઓ આ પ્રતિમાનું લોકાર્પણ કરે અને મહાત્મા ગાંધી વિક્ટોરિયા ગાર્ડન ગયા અને લોકમાન્ય તિલકજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ દિવસે મહાત્મા ગાંધીએ એક સરસ વાક્ય લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા પછી એક નવી હિમ્મતનો પણ પ્રવેશ થયો છે. એટલે કે સરદાર સાહેબને કેવા રૂપમાં ગાંધીજી નિહાળતા હતા તે આ બાબતથી આપણા ધ્યાનમાં આવે છે.
આજકાલ આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ. મહિલા આરક્ષણ કોણ લાવ્યું તે બાબતનો શ્રેય કોણ લઇ જાય. એ બાબત અંગે વાદ-વિવાદ ચાલતા રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે એ સમયગાળામાં અંગ્રેજોની સરકાર હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલાઓ માટે 50 ટકા અનામતનો પ્રસ્તાવ લાવ્યા હતા. 50 ટકા અનામત 1930ના અગાઉના સમયની હું વાત કરી રહ્યો છું. સરદાર સાહેબ મહિલા સશક્તિકરણ માટે કેટલા સજાગ હતા એ સમયે તે આપણે જોઇ રહ્યાં છીએ.
હિન્દુસ્તાનની રાજનીતિમાં પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ એણે જે પ્રકારથી આપણી રાજનીતિને પ્રદૂષિત કરી છે. એક સરદાર સાહેબનું જીવન છે જે આપણને પ્રેરણા પૂરી પાડે છે કે તેમના પરિવારની કોઇપણ વ્યક્તિનું આજે હિન્દુસ્તાનના રાજકીય નક્શા પર દૂર દૂર સુધી જોવા મળતું નથી. કેટલા મોટા સંયમનું પાલન કર્યું હશે. પરિવારને કેવી રીતે આ પ્રકારે રાજકીય જીવનથી દૂર રાખવું એ તેમના માટે એક સુવિચારિત પ્રયાસ રહ્યો હશે તે બાબતના દર્શન આપણને થાય છે.
સરદાર સાહેબનું જીવન દેશની એકતા માટે સમર્પિત રહ્યું છે. આજે પણ હું માનું છું કે જો દેશને આગળ વધવાનું હશે, દેશને વિકાસની નવી ઉંચાઈઓને પાર કરવાનું હશે તો તેની પહેલી ગેરંટી છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાષા, કોઇપણ, વેષ હોય, પરિવેશ કોઇપણ હોય કોઇની પ્રેરણા સાથે સંકળાયેલી હોય વિચાર કોઇપણ વ્યવસ્થા સાથે જોડાયેલા રહેલા રહ્યા હોય પરંતુ આપણા સહુનું લક્ષ્ય આપણી ભારતમાતાને વિશ્વની નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવાનું હશે તો તેની પહેલી શરત છે એકતા, શાંતિ, સદભાવના.
એકતા, શાંતિ અને સદભાવનાના મંત્રને લઇને સવાસો કરોડ દેશવાસીઓએ ખભેથી ખભો મેળવીને સાથે પગલાં માંડીને જો હિન્દુસ્તાનનો એક નાગરિક એક પગલું આગળ વધે છે, હિન્દુસ્તાન સવાસો પગલાં આગળ વધી જાય છે. સવાસો કરોડ પગલાં આગળ વધી જાય છે અને એટલા માટે જ એકતાના આ મંત્રને લઇને એક રાષ્ટ્ર, એકતા સાથે જોડાયેલું રાષ્ટ્ર એકતાના મંત્રને લઇને ચાલનાર રાષ્ટ્ર એકતા માટે કંઇપણ ન્યોછાવર કરનાર રાષ્ટ્ર એજ આપણી સૌથી મોટી શક્તિ છે અને સરદાર સાહેબનો આપણા માટે એકતા એ જ સંદેશ છે.
આવનારા દિવસોમાં ભારત સરકાર તરફથી રાજ્યો સાથે મળીને તેમના સહયોગથી એક યોજના અમે બનાવવા માટેની વિચારણા કરી રહ્યાં છીએ. મેં એક નાનકડી કમિટી બનાવી છે એ કમિટી તેનો પ્રારૂપ તૈયાર કરી રહી છે અને એ યોજનાનું નામ છે – એક ભારત, શ્રેષ્ઠ ભારત. કલ્પના કંઇક આવી છે કે દરેક વર્ષે પોતાના રાજ્યને કોઇ અન્ય એક રાજ્ય સાથે જોડે. માની લો કે હરિયાણા નક્કી કરે કે 2016માં અમે તામિલનાડુ સાથે જોડાશું તો 2016માં હરિયાણામાં શાળાઓમાં બાળકોને ઓછામાં ઓછા 100 વાક્ય તામિલ ભાષામાં શિખવાડવામાં આવશે. દરેક બાળકને તમિલમાં ગીત શિખવાડવામાં આવશે. તમિલ ફિલ્મ ફેસ્ટીવલ હશે, તમિલ નાટ્ય પ્રયોગ હોય, તમિલ જમવાનો કાર્યક્રમ હશે અને હરિયાણાના લોકો યાત્રા કરવા માટે તામિલનાડુ જશે, તમિલનાડુના લોકો હરિયાણા આવે. એક આખું વર્ષ હરિયાણામાં તામિલનાડુ ચાલતું રહે અને તામિલનાડુમાં હરિયાણા ચાલતું રહે. દેશની એકતાના જોડવા માટેનો દેશને અન્ય રાજ્યોને ઓળખવા માટેનો અન્ય ભાષાઓને જાણવાનો એક સાહજિક ઉપક્રમ બનશે.
2017માં હરિયાણા કોઇ અન્ય રાજ્યને લઇ લે, 2018માં હરિયાણા અન્ય કોઇ રાજ્યને લઇ લે. આવનારા દિવસોમાં દરવર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત એક રાજ્ય બીજા રાજ્ય સાથે ત્યારે જઇને આપણે આપણા આ ભારતની વિવિધતાને ઓળખી શકીશું, ભારતની શક્તિને ઓળખી શકીશું.
એ પી જે અબ્દુલ કલામસાહેબે એક સરસ વાત કહી હતી, તેમણે કહ્યું કે હું પ્રથમ વખત રામેશ્વરથી જ્યારે દિલ્હી તરફ નિકળ્યો અને ટ્રેનના ડબ્બામાં હું મુસાફરી કરી રહ્યો હતો. કેટલાક કલાક પછી તરત કોઇ નવી ભાષા આવી જતી હતી, નવી ખાણી-પીણી આવી જતી હતી, નવી બોલી સાંભળવા મળતી હતી. હું હેરાન હતો કે મારો દેશ આટલી વિવિધતાથી ભરેલો પડ્યો છે. એ વાત મને પુસ્તકોથી સમજમાં નહોતી આવતી, તે રામેશ્વરમથી દિલ્હી નિકળતા સમયે આખા રસ્તે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મારા ધ્યાનમાં આવી હતી. એ નવી તાકત માટે આજે સરદાર સાહેબની જન્મજયંતિ આપણા માટે પ્રેરણાનું કારણ બનશે અને એટલા માટે જ સરદારસાહેબને હું આદરપૂર્વક અંજલિ અર્પુ છું, નમન કરું છું અને તેમના આશિર્વાદ ભારત માટે ત્યાગ તપસ્યા કરવાવાળા લક્ષ્યાવધિ મહાપુરુષોના આશિર્વાદ, આપણા સહુને દેશની એકતા, અખંડતા માટે, ભારતના વિકાસ માટે, ભારતને એક નવી ઉંચાઈએ લઇ જવા માટે એક નવી તાકત પૂરી પાડશે. આવી જ એ મહાપુરુષોને નમન કરતા સમયે આદરપૂર્વક તેમના આશિર્વાદની કામના છે.
હું અહીં એક સંકલ્પને કહીશ. આપ સહુથી મારો આગ્રહ છે કે આપણે સહુ આજે મારી સાથે સાથે એ સંકલ્પને બોલીશું. દરેકને પોતાના સ્થાને ઉભા થવા માટે હું પ્રાર્થના કરું છું. અને આપણે ભારત માતાનું મનમાં સ્મરણ કરીએ, ભારતના એ મહાપુરુષોનું સ્મરણ કરીએ અને વિશેષ રૂપથી આજે સરદાર સાહેબની જન્મજયંતી છે, સરદાર સાહેબનું સ્મરણ કરીએ અને મારી સાથે બોલીએ.
હું સત્યનિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રીય એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને પોતાના દેશવાસીઓ વચ્ચે આ સંદેશાનો પ્રચાર કરવા માટે શક્ય એ તમામ પ્રયાસ કરીશ. હું આ શપથ પોતાના દેશની એકતાની ભાવનાથી લઇ રહ્યો છું જેને સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિંતા અને કાર્યો દ્વારા સંભવ બનાવી શકાય. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું યોગદાન આપવા માટેનો સંકલ્પ પણ સત્યનિષ્ઠાપૂર્વક કરું છું.
ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય
ખૂબ ખૂબ આભાર.
I bow to SardarPatel. May his blessings always be with the nation & inspire us to scale newer heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2015
Paying homage to Sardar Patel. pic.twitter.com/lRlswkIcuB
— Narendra Modi (@narendramodi) October 31, 2015
My speech at the start of 'Run for Unity.' https://t.co/ltG5qTonBC pic.twitter.com/KmTC6sh9qT
— Narendra Modi (@narendramodi) October 31, 2015