પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને વીઝાની જરૂરિયાતોમાં છૂટ પર આદર્શ સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આનાથી અન્ય દેશના રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે ભારત અથવા સિગનેટરી દેશમાં વીજા મુક્ત પ્રવેશ પર આગમન અને 180 દિવસ (અથવા વધારે)ની કોઈપણ મર્યાદામાં 90 દિવસ (અથવા ઓછા) માટે રહેવાની સુવિધા થઈ જશે.
આ દુનિયાના બીજા દેશો માટે રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વીજા મુક્ત યાત્રાનો વિસ્તાર કરવા માટે ભારતમાં ચાલી રહેલા પ્રયાસોનો ભાગ છે, જે અંતર્ગત 69 દેશોની સાથે વીઝા મુક્ત સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. અત્યારે 130 થી વધુ દેશો છે, જેની સાથે ભારતને હજુ આ સમજૂતી કરવાની છે.
J.Khunt/GP