Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયા યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું વક્તવ્ય


આજથી મારી રશિયા યાત્રા શરુ થશે. અમારી સરકારનું ગઠન થયા બાદ આ મેરી પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. હું મારી આ યાત્રાના પરિણામો પ્રત્યે ખુબ આશાવાદી છું.

ઈતિહાસ, ભારત અને રશિયાના દસકાના ઘનિષ્ઠ સંબંધોનો સાક્ષી છે. રશિયા દુનિયામાં ભારતનાં સૌથી મુલ્યવાન મિત્ર દેશોમાંથી એક છે.

મારા મનમાં વર્ષ 2001ની યાદો તાજી થઇ રહી છે. મે ગજરાતના મુખ્યમંત્રીનો કાર્યભાર ગ્રહણ કર્યો જ હતો અને મને અટલજી સાથે રશિયા જવાનો મોકો મળ્યો હતો. સંભવત: આ ભારત-રશિયાના શરૂઆતી શિખર સંમેલનોમાંથી એક હતું. આ પરંપરા આજે પણ નિરંતર ચાલુ છે.

મારી યાત્રાથી ભારત અને રશિયા વચ્ચે આર્થિક, ઉર્જા તેમજ સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ વધુ ઊંડો થશે. અમે અન્ય ક્ષેત્રોની સાથે સાથે વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી તથા ખનન ક્ષેત્રોમાં સહયોગ વધારવા માંગીએ છીએ. ભારત અને રશિયા ન માત્ર બંને દેશોના, પરંતુ વિશ્વના લાભ માટે પોતાના વેપાર સંબંધોને વધુ આગળ વધારી શકે છે.

આ યાત્રા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વ્યાપક વિચાર-વિમર્શની સાક્ષી હશે. રશિયાના વ્યવસાયિકોને ભારતમાં રોકાણ માટે આમંત્રિત કરવા માટે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. હું ‘ભારતના મિત્ર એટલે કે ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા’ કાર્યક્રમમાં પણ હાજરી આપીશ. મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશોના લોકો વચ્ચે પહેલાથી મજબુત સંબંધોને મારી આ યાત્રા મહદઅંશે આગળ લઇ જશે.

AP/J.Khunt