પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના વિવિધ પ્રાંતોના 16 ગવર્નર્સને મળ્યા હતા અને તેમની સાથે આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તેમનું વિઝન જણાવતા કહ્યું હતું કે, બંને દેશોના પ્રદેશો અને પ્રાંતો વચ્ચેની ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે આવશ્યક છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2001માં રશિયાના એસ્ટ્રાખાન પ્રાંતની મુલાકાતને યાદ કરી હતી.
ગવર્નર્સે ભારત અને તેમના પ્રાંતો વચ્ચે આદાનપ્રદાન, પીપલ-ટૂ-પીપલ અને વ્યાવસાયિક જોડાણ માટેની તકો સમજાવી હતી.
આજના આ ઇન્ટરેક્શન્સમાં હાજર રહેનાર ગવર્નર્સમાં અર્ખાન્જેલ્સ્ક ઓબ્લાસ્ટ, એસ્ટ્રાખાન ઓબ્લાસ્ટ, ઇર્કુત્સ્ક રિજન, મોસ્કો રિજન, પ્રાઇમોર્યે ટેરિટરી, કાલ્મીકિયા પ્રજાસત્તાક, તાતરસ્તાન, સેન્ટ પીટર્સબર્ગ, સખાલિન ઓબ્લાસ્ટ, સ્વેર્દલોવસ્ક ઓબ્લાસ્ટ, તોમ્સ્ક ઓબ્લાસ્ટ, તુલા ઓબ્લાસ્ટ, ઉલીઓનોવ્સ્ક ઓબ્લાસ્ટ, ખાભરોવસ્કી ક્રાઇ, શેલ્યાબિન્સ્ક ઓબ્લાસ્ટ અને યારોસ્લાવ્લ બ્લાસ્ટના ગવર્નર્સ સામેલ છે.
TR
Governors of various Russian regions interacted with PM @narendramodi. They held talks on boosting economic & people-to-people ties. pic.twitter.com/VCZfvd5Yhn
— PMO India (@PMOIndia) June 2, 2017