Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાના નાયબ પ્રધાન મંત્રી શ્રી દમિત્રી રોગોઝિન પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

રશિયાના નાયબ પ્રધાન મંત્રી શ્રી દમિત્રી રોગોઝિન પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


રશિયાના નાયબ પ્રધાનમંત્રી શ્રી દમિત્રી રોગોઝિન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી દમિત્રી રોગોઝિન ભારત-રશિયા વચ્ચેની ઈન્ટર – ગવર્મેન્ટલ કમિશનની બેઠક માટે ભારતની મુલાકાતે આવ્યા છે. આ બેઠકનું ઉપાધ્યક્ષ પદ ભારતના વિદેશ મંત્રી સંભાળશે.

પ્રધાનમંત્રીએ ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષી પ્રોજેકટ સંતોષકારક રીતે ચાલી રહ્યા હોવા બાબતે સંતોષકારક નોંધ લીધી હતી. અને તેમણે રાજદ્વારી સંબંધો સ્થપાયાના 70 વર્ષની આ વર્ષે ઉજવણી સંદર્ભે બંને પક્ષો વચ્ચે અવારનવાર યોજાતી ઉચ્ચ સ્તરની વિનિમય બેઠકોની પ્રશંસા કરી હતી.

TR