રશિયાના નાયબ પ્રધાનમંત્રી શ્રી દમિત્રી રોગોઝીને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
તેમણે પ્રધાનમંત્રીને રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની શુભેચ્છા પાઠવી હતી તથા ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર પ્રગતિ વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ રશિયાને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું હતું તથા તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા, મજબૂત કરવા અને વિસ્તરણ કરવા રાષ્ટ્રપતિ પુટિન સાથેની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરી હતી. તેમણે જૂનમાં તાશ્કંદમાં રાષ્ટ્રપતિ પુટિન સાથેની બેઠક અને ચાલુ મહિનાની શરૂઆતમાં કુડાનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ 1નું વીડિયો-લિન્ક મારફતે ઉદ્ઘાટનના પ્રસંગને યાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત રાષ્ટ્રપતિ પુટિનની ભારત યાત્રાની આતુરતાપૂર્વક રાહ જુએ છે.
TR
Discussed several aspects of India-Russia ties in my meeting with Deputy PM Dmitry Rogozin. https://t.co/2jPuFLmKHu
— Narendra Modi (@narendramodi) August 20, 2016