Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાનાં રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ભારત-રશિયાનું સંયુક્ત નિવેદન (05 ઓક્ટોબર, 2018)


ભારત-રશિયાઃ પરિવર્તનશીલ વિશ્વમાં એક સ્થાયી ભાગીદારી

 

  1. પ્રજાસત્તાક અને ગણતાંત્રિક ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન 4-5 ઓક્ટોબર, 2018નાં રોજ નવી દિલ્હીમાં 19માં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનનાં પ્રસંગે મળ્યાં. ભારત અને રશિયાનાં સહયોગ ભારત-યુએસએસઆર વચ્ચે સહયોગ 1971ની શાંતિપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને સહયોગની સમજૂતી, ભારત ગણરાજ્ય અને રશિયન સંઘ વચ્ચે 1993ની મૈત્રીપૂર્ણ અને સહયોગ સંધિ તથા ભારત ગણરાજ્ય અને રશિયન સંઘ વચ્ચે 2000ની વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા, ભાગીદારીને ઊંચું સ્થાન આપીને વિશેષ સન્માનિત વ્યૂહાત્મક ભાગીદારી પર 2010નાં સંયુક્ત વક્તવ્યનાં નક્કર સ્તંભો પર આધારિત છે. ભારત અને રશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ છે તથા આ રાજકીય અને વ્યૂહાત્મક સહયોગ, સૈન્ય અને સુરક્ષા સહયોગ, અર્થતંત્ર, ઊર્જા, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સાંસ્કૃતિક તેમજ માનવીય સહયોગ પર આધારિત છે.
  2. ભારત અને રશિયાએ 21 મે, 2018નાં રોજ સોચીમાં થયેલી અનૌપચારિક શિખર સંમેલનની સમકાલિન પ્રાસંગિકતા અને મહત્ત્વનું ઘણું મૂલ્યાંકન કર્યું. આ શિખર સંમેલન આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં વિશિષ્ટ બેઠક હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વિશ્વાસ અને ભરોસો જોવા મળ્યો તથા પારસ્પરિક હિતનાં વિષયો પર નિયમિત સંપર્ક જાળવી રાખવા તેમજ સતત ચર્ચાવિચારણાની બંને દેશોની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી. આ બેઠકનાં તમામ મુખ્ય વિષયો પર પારસ્પરિક સહયોગ અને વિચારપ્રવાહને આગળ વધારવામાં આવ્યો. સોચી શિખર સંમેલને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાનાં નિર્માણમાં ભારત અને રશિયા વચ્ચે સંવાદ અને સહયોગની ભૂમિકા વ્યક્ત કરી. બંને પક્ષોએ આ પ્રકારની અનૌપચારિક બેઠકો જાળવી રાખવા અને નિયમિત સ્વરૂપે તમામ સ્તરે વ્યૂહાત્મક સંચાર જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી.
  3. બંને પક્ષોએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને સન્માનિત વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. બંને પક્ષોએ જાહેરાત કરી કે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આ સંબંધ એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે. બંને પક્ષોએ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા સહિયારી જવાબદારીઓની સાથે મુખ્ય શક્તિઓ સ્વરૂપે એકબીજાની ભૂમિકાઓની પ્રશંસા કરી.
  4. બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી કે તેમનાં સંબંધ પરિપક્વ અને વિશ્વાસયુક્ત છે. સંબંધોમાં તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે તથા આ ઊંડો વિશ્વાસ, પારસ્પરિક સન્માન અને એકબીજાની સ્થિતિની સમજદારીનું ઉદાહરણ છે. બંને પક્ષોએ પુનરોચ્ચાર કર્યો કે બહુસાંસ્કૃતિક, બહુભાષીય અને બહુધર્મી સમાજ ધરાવતા ભારત અને રશિયાએ વર્તમાન પડકારોનું સમાધાન કરવા માટે સભ્યતામૂલક વિવેકનો સમન્વય કર્યો છે. બંને દેશો વચ્ચે અગાઉ કરતાં વધારે સંપર્ક સ્થાપિત થયો છે અને તેઓ વિશાળ વિશ્વનું નિર્માણ કરવામાં યોગદાન આપી રહ્યાં છે.
  5. બંને દેશોએ વૈશ્વિક તણાવ ઘટાડવા અને સહિષ્ણુતા, સહયોગ, પારદર્શકતાનાં આદર્શોને પ્રોત્સાહન આપવા તથા આંતર-રાજ્ય સંબંધોમાં નિખાલસપણે કામ કરવા તમામ દેશોને અપીલ કરી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે વિશ્વનાં મોટાં ભાગોમાં મુખ્ય પડકારો ઝડપી અને પર્યાવરણને અનુકૂળ સતત આર્થિક વિકાસ, ગરીબી નાબૂદી, પારસ્પરિક અને દેશો વચ્ચે અસમાનતા ઓછી કરવા અને મૂળભૂત સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવાનાં છે. ભારત અને રશિયાએ આ લક્ષ્યાંકો પૂર્ણ કરવા એકબીજાની સાથે સહયોગનો સંકલ્પ વ્યક્ત કર્યો.
  6. બંને પક્ષોએ તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સંપર્કોમાં આવેલી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. મંત્રીસ્તરીય 50થી વધારે સફરથી સંબંધોને નવી ઊર્જા મળી છે. 2017-18નાં ગાળા માટે વિદેશ કાર્યાલયની સલાહ પર પ્રોટોકોલને સફળતાપૂર્વક લાગુ કર્યા પછી બંને પક્ષોએ એને વધુ પાંચ વર્ષ (2019-2023) માટે આગળ વધારવા પર સંમતિ વ્યક્ત કરી તથા આ સંબંધમાં પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા. રશિયાએ ઇકાટેરિનબર્ગ અને આસ્ત્રાખાનમાં ભારતનાં માનદ્ મહાવાણિજ્યિક દૂતની નિમણૂકને આવકાર આપ્યો. તેનાથી બંને દેશોની જનતા અને ક્ષેત્રો વચ્ચે વધારે ઘનિષ્ઠ સ્વરૂપે સંવાદને સહાયતા મળશે.
  7. બંને પક્ષોએ આંતરિક સુરક્ષા, ગેરકાયદેસર નશીલા દ્રવ્યોની દાણચોરી અને કટોકટીનાં વ્યવસ્થાપન પર સહયોગ માટે સંબંધિત અધિકારીઓ વચ્ચે નવેમ્બર, 2017માં થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું. આ સમજૂતીમાં વર્ષ 2018થી વર્ષ 2020નાં ગાળા માટે પ્રજાસત્તાક ભારતનાં ગૃહ મંત્રાલયનાં નશીલા દ્રવ્યોનાં નિયંત્રણ બ્યૂરો અને રશિયન સંઘનાં આંતરિક મંત્રાલય વચ્ચે સંયુક્ત કાર્યયોજના સામેલ છે. ભારતીય પક્ષે કટોકટીનાં વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં રશિયન પક્ષની ટેકનિકલ કુશળતાનો સ્વીકાર કર્યો અને તાલીમદાતાઓને તાલીમ તથા કટોકટી પછીની કામગીરી માટે માળખાગત વિકાસ સહિત સહયોગની સંભાવના શોધવા પર સંમતિ વ્યક્ત કરી.
  8. બંને પક્ષોએ ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠનાં સમારંભની સફળતા પર જણાવ્યું કે, બંને દેશનાં લોકોમાં સમારંભને લઈને ઉત્સાહ જોવા મળ્યો અને એનાથી બંને દેશોની જનતા વચ્ચે સંબંધ વધારે ગાઢ થયા. બંને પક્ષોએ વર્ષ 2017માં હસ્તાક્ષર થયેલા 2017-2019 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમનાં અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારતમાં વાર્ષિક રશિયન સમારંભ અને રશિયામાં ભારત સમારંભનું સ્વાગત કર્યું તથા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ, લેખક આદાન-પ્રદાન કાર્યક્રમ અને રાષ્ટ્રીય ફિલ્મ સમારંભનું પારસ્પરિક સમર્થન કરવાની પ્રશંસા કરી. બંને પક્ષોએ ગયા બે વર્ષમાં પર્યટનનાં ક્ષેત્રમાં પારસ્પરિક વિકાસનું સ્વાગત કર્યું અને એને સાર્થક દિશામાં મદદ આપવા પર સંમતિ વ્યક્ત કરી. ભારતે વર્ષ 2018માં રશિયામાં આયોજિત ફિફા વિશ્વકપનાં સફળ આયોજન બદલ રશિયાની પ્રશંસા કરી. બંને પક્ષોએ અનેક દાયકાઓમાં ભારત અને રશિયાનાં સંબંધોને પ્રોત્સાહન આપવા રશિયન વિજ્ઞાન અકાદમીની પ્રાચીન અધ્યયન સંસ્થાનાં યોગદાનનો સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સંસ્થાનાં 200માં સ્થાપના સમારંભની સફળતામાં ભારતનાં યોગદાન પર ભાર મૂક્યો.

અર્થતંત્ર

  1. બંને પક્ષોએ વેપાર, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન ટેકનોલોજી તથા સાંસ્કૃતિક સહયોગ પર 14 સપ્ટેમ્બર, 2018નાં રોજ રશિયન સંઘનાં ઉપપ્રધાનમંત્રી યુરી આઈ બોરિસોવ તથા પ્રજાતાંત્રિક ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સહ-અધ્યક્ષતામાં મોસ્કોમાં આયોજિત ભારત-રશિયા આંતર સરકારી પંચની 23મી બેઠકનાં પરિણામોનું સ્વાગત કર્યું.
  2. બંને પક્ષોએ વર્ષ 2025 સુધી દ્વિપક્ષીય રોકાણ વધારીને 30 અબજ ડોલર કરવાનાં લક્ષ્યાંકની સમીક્ષા કરી અને સંતોષ વ્યક્ત કર્યો કે, બંને દેશ આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની દિશામાં છે. બંને પક્ષોએ જણાવ્યું કે, વર્ષ 2017માં દ્વિપક્ષીય વેપાર 20 ટકાથી વધારે વધશે. બંને પક્ષોએ એને વધારવા અને વિવિધતા પ્રદાન કરવાની દિશામાં કામ કરવા પર સંમતિ વ્યક્ત કરી. બંને પક્ષોએ રાષ્ટ્રીય મુદ્રાઓમાં દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા સમર્થન વ્યક્ત કર્યું.
  3. બંને પક્ષોએ જણાવ્યું કે, ભારતનાં નીતિ પંચ અને રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે વ્યૂહાત્મક આર્થિક સંવાદની પ્રથમ બેઠક રશિયામાં વર્ષ 2018નાં અંતમાં યોજાશે.
  4. બંને પક્ષોએ વધુ એક યુરેશિયન આર્થિક સંઘ અને એનાં સભ્ય દેશો તથા બીજી તરફ ભારત વચ્ચે ચર્ચાવિચારણા શરૂ કરવાનું સ્વાગત કર્યું અને વાર્તાપ્રક્રિયા ઝડપથી આગળ વધારવા સમર્થન આપ્યું.
  5. બંને પક્ષોએ વેપાર અને આર્થિક સંબંધો તથા રોકાણ માટે સહયોગનાં વિકાસ માટે સંયુક્ત કાર્ય વ્યૂહરચના બનાવવાનાં સંબંધમાં સંયુક્ત અભ્યાસની સ્થાપનાની પ્રશંસા કરી. બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી કે એને આગળ વધારવામાં આવશે. બંને પક્ષોએ આ સંદર્ભમાં ભારતીય વિદેશ વેપાર સંસ્થા અને અખિલ રશિયન વિદેશ વેપાર એકેડેમીની નિમણૂક કરી છે.
  6. બંને પક્ષોએ ભારતમાં રશિયાના રોકાણકારોની સુવિધા માટે‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ દ્વારા થનારા કામો અને રશિયામાં ભારતીય કંપનીઓનાં સંચાલનની સુવિધા પ્રદાન કરવા માટે રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રાલય દ્વારા શરૂ થનારી ‘સિંગલ વિન્ડો સર્વિસ’ની પ્રશંસા કરી.
  7. બંને પક્ષોએ નવી દિલ્હીમાં 4-5 ઓક્ટોબર, 2018નાં રોજ આયોજિત 19મી વાર્ષિક શિખર બેઠકનાં પ્રસંગે ભારત-રશિયા વેપાર શિખર સંમેલનનાં આયોજનનું સ્વાગત કર્યું. તેમાં બંને પક્ષો તરફથી મોટી સંખ્યામાં વેપારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે દ્વિપક્ષીય સહયોગનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. આ મારફતે એ વાતનો મજબૂત સંકેત મળે છે કે બંને દેશોનાં વેપાર ક્ષેત્રોમાં આર્થિક, વેપારી અને રોકાણની ભાગીદારીને વધારવાનાં સંબંધમાં પ્રચૂર ક્ષમતા અને ઇચ્છા ઉપલબ્ધ છે.
  8. બંને પક્ષોએ ખનીજ, ધાતુકર્મ, ઊર્જા, તેલ અને ગેસ, રેલવે, ફાર્મા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રસાયણ, માળખાગત સુવિધા, ઓટોમોબાઇલ, ઉડ્ડયન, અંતરિક્ષ, જહાજ નિર્માણ અને વિવિધ ઉપકરણોનાં નિર્માણનાં ક્ષેત્રમાં પ્રાથમિકતા આધારિત નિવેશન યોજનાઓનાં અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ રશિયામાં એડવાન્સ ફાર્મા કંપની દ્વારા દવા મશીનરી લગાવવાનું સ્વાગત કર્યું. ભારતીય પક્ષે રશિયા પાસેથી ખનીજની આયાત વધારવાની ઇચ્છા જાહેર કરી. બંને પક્ષોએ એલ્યુમિનિયમનાં ક્ષેત્રમાં સહયોગ વધારવાનું મહત્ત્વ સૂચવ્યું.
  9. બંને પક્ષોએ ભારતીય રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ અને રશિયાનાં લઘુ અને મધ્યમ વેપાર નિગમ વચ્ચે સમજૂતી કરાર પર કરાયેલા હસ્તાક્ષરનું સ્વાગત કર્યું.
  10. બંને પક્ષોએ આ વાત પર ભાર મૂક્યો હતો કે, બંને દેશો માટે માળખાગત વિકાસ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, જેમાં સહયોગની અપાર ક્ષમતાઓ છે. ભારતીય પક્ષે ભારતમાં ઔદ્યોગિક કોરિડોરનાં વિકાસ માટે રશિયન કંપનીઓને આમંત્રણ આપ્યું, જેમાં માર્ગ અને રેલવે માળખું, સ્માર્ટ સિટી, વેગન નિર્માણ અને સંયુક્ત પરિવહન લોજિસ્ટિક્સ કંપનીની રચના સામેલ છે.

રશિયન પક્ષે ઉપર ઉલ્લેખિત ઔદ્યોગિક કોરિડોરની રૂપરેખાને સામેલ કરીને ભારતમાં સંયુક્ત પરિયોજનાઓને ધ્યાનમાં રાખીને ઉપગ્રહ આધારિત ટેકનોલોજીઓની મદદથી કરવેરાનાં સંકલનમાં કુશળ સેવાઓ પ્રદાન કરવાની રજૂઆત કરી.

રશિયન પક્ષે એ વાતમાં રસ પ્રકટ કર્યો કે જ્યારે ભારતનું રેલવે મંત્રાલય ટ્રેનની સ્પીડ વધારવાની યોજનાઓ પર નિર્ણય કરશે, ત્યારે રશિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છશે.

બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરનાં અમલ માટે પરિવહન શિક્ષણ, કર્મચારી તાલીમ અને વૈજ્ઞાનિક સમર્થનનાં ક્ષેત્રમાં સહયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. આ ઉદ્દેશ માટે બંને પક્ષોએ રાષ્ટ્રીય રેલવે અને પરિવહન સંસ્થા (વડોદરા) અને રશિયન પરિવહન યુનિવર્સિટી (એમઆઈઆઈટી) વચ્ચે સહયોગ સ્થાપિત રાખવા પર ભાર મૂક્યો હતો.

  1. બંને પક્ષોએ પારસ્પરિક સંપર્ક વધારવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે દ્વિપક્ષીય અને અન્ય ભાગીદાર દેશોની સાથે શક્ય એટલી ઝડપથી ચર્ચાઓ કરવા નાણાકીય સુવિધા, માર્ગ અને રેલવે માળખાનો વિકાસ તથા સીમા વેરા સંબંધિત વિલંબિત મુદ્દાઓ નક્કી કરવાનાં પ્રયાસોમાં ઝડપ લાવીને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (આઈએનએસટીસી)નાં વિકાસની અપીલ કરી. બંને પક્ષોએ વાયા ઈરાન રશિયા જતાં ભારતીય માલ પરિવહનનાં મુદ્દા પર મોસ્કોમાં આયોજિત થનાર‘પરિવહન સપ્તાહ – 2018’નાં ઉપલક્ષમાં ભારત, રશિયન સંઘ અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત ત્રિપક્ષીય બેઠકનું સ્વાગત કર્યું. ભારતીય પક્ષે ટીઆઈઆર કારનેટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માલ પરિવહન સીમા વેરા સંમેલનમાં પોતાનાં નેતૃત્વ વિશે રશિયન પક્ષને જાણકારી આપી. બંને પક્ષોએ પ્રાથમિકતાનાં આધારે આઈએનએસટીસી મંત્રીસ્તરીય અને સમન્વય બેઠક બોલાવવા પર સંમતિ વ્યક્ત કરી.
  2. વેપારને પ્રોત્સાહન આપવા માટે બંને પક્ષોએ એ વાત પર સંમતિ વ્યક્ત કરી કે કોઈ પણ ઉત્પાદનનાં આયાત/નિકાસનો સમય જરૂરી નિરીક્ષણ/નિયમોનાં પાલનનાં વિષયમાં તમામ પ્રયાસોને સંયુક્ત કરવામાં આવશે, જેથી આ પ્રકારનાં નિરીક્ષણમાં થનાર વિલંબને ઓછો કરી શકાશે.
  3. બંને પક્ષોએ પોતાનાં વેપાર પ્રદર્શનો અને મેળાઓ, સંસ્થાઓ/નિકાસ સંવર્ધિત પરિષદો તથા નિકાસ સંબંધિત અન્ય સંસ્થાઓની યાદીને વહેંચવાની સંમતિ વ્યક્ત કરી, જ્યાંથી બંને પક્ષોનાં આયાતકારો/નિકાસકારોની વિગત કોઈ પણને મળી શકે, જેથી તેમની સાથે વાતચીત શક્ય હોય.
  4. બંને પક્ષોએ ગ્રીન કોરિડોર યોજનાને ઝડપથી શરૂ કરવાનું સમર્થન કર્યું. એનો ઉદ્દેશ ભારત અને રશિયા વચ્ચે માલ પરિવહનનાં સંબંધમાં સીમા વેરાની કામગીરીને સરળ બનાવવાનો છે. બંને પક્ષોએ એને પારસ્પરિક વેપાર વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું. યોજના શરૂ થયા પછી બંને દેશોનાં સીમા વેરાનું વહીવટીતંત્ર એને આગળ વધારવા માટે કટિબદ્ધ થઈ જશે.
  5. બંને પક્ષોએ ભારતનાં રાજ્યો અને રશિયાનાં ક્ષેત્રો વચ્ચે સહયોગને મજબૂત કરવા અને તેને સંસ્થાગત સ્વરૂપ આપવાનાં પ્રયાસોની પ્રશંસા કરી. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા રશિયન સંઘનાં ક્ષેત્રો વચ્ચે સહયોગની ગતિને વધારવા માટે બંને પક્ષોએ સૂચન કર્યું કે બંને દેશોનાં વેપાર, ઉદ્યોગો અને સરકારી નિગમો વચ્ચે સીધા સંપર્કમાં ઝડપ લાવી શકાય. બંને પક્ષોએ અસમ અને સખાલિન, હરિયાણા અને બાશકોર્તોસ્તાન, ગોવા અને કાલિનિનગ્રાદ, ઓડિશા અને ઇર્કતુસ્ક, વિશાખાપટનમ તેમજ વ્લાદિવોસ્તોક વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવાનાં પ્રયાસોનું સ્વાગત કર્યું. બંને દેશોએ સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ, પૂર્વ આર્થિક મંચ અને ભાગીદારી/રોકાણ માટે શિખર સંમેલનો જેવી મુખ્ય કામગીરીઓમાં પ્રાદેશિક પ્રતિનિધિમંડળોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર સંમતિ વ્યક્ત કરી તથા ભારત-રશિયા આંતરક્ષેત્રીય મંચનાં આયોજનની ઇચ્છાનું સ્વાગત કર્યું.
  6. બંને દેશોએ કુદરતી સંસાધનોને સસ્તાં અને પર્યાવરણને અનુકૂળ ઉપભોગને સુનિશ્ચિત કરી ઉચિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બંને દેશોનાં આર્થિક સ્ત્રોતોનાં ઉત્પાદક, કુશળ અને આર્થિક ઉપયોગ સંબંધિત સંયુક્ત યોજનાઓની સંભાવના શોધવાનાં સંબંધમાં મળીને કામ કરીને સંમતિ વ્યક્ત કરી. બંને પક્ષોએ કૃષિ ક્ષેત્રને સહયોગનાં એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સ્વરૂપે સ્વીકાર કર્યો અને કૃષિ ઉત્પાદનોમાં વેપાર અવરોધો દૂર કરવા, વધારે ઉત્પાદન અને વેપાર વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.
  7. બંને પક્ષોએ હીરા ક્ષેત્રમાં પ્રાપ્ત સહયોગ સ્તરની પ્રશંસા કરી, જેમાં ભારતીય કંપનીઓને પીજેએસસી અલરોસા દ્વારા કાચા હીરાનાં પુરવઠા સંબંધિત નવી લાંબા ગાળાની સમજૂતી પર હસ્તાક્ષર, મુંબઈમાં અલરોસા પ્રતિનિધિ કાર્યાલય ખોલવું તથા ભારતસહિત દેશી હીરાનાં માર્કેટિંગ કાર્યક્રમનાં વિકાસનાં સંબંધમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉત્પાદક સંઘનાં ભારતીય રત્ન અને આભૂષણ નિકાસ પ્રોત્સાહક પરિષદ અને અલરોસા દ્વારા સંયુક્તપણે નાણાકીય પ્રોત્સાહન સામેલ છે. બંને પક્ષોએ રશિયાનાં દૂર પૂર્વમાં હીરા નિર્માણનાં ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ દ્વારા તાજેતરમાં થયેલા રોકાણની ચકાસણી કરી હતી.

બંને પક્ષોએ સંયુક્ત રોકાણ, ઉત્પાદન, પ્રોસેસિંગ અને કુશળ શ્રમ મારફતે કિંમતી ધાતુઓ, ખનીજો, કુદરતી સ્રોતો, લાકડીસહિત વન ઉત્પાદનોમાં સંયુક્ત સહયોગની તકો શોધવા પર સંમતિ વ્યક્ત કરી.

  1. રશિયન પક્ષે દૂર પૂર્વમાં રોકાણ કરવા માટે ભારતીય પક્ષને આમંત્રણ આપ્યું. ભારતીય પક્ષે મુંબઈમાં દૂર પૂર્વ એજન્સીનું કાર્યાલય ખોલવાનાં નિર્ણયનું સ્વાગત કર્યું. વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશ પ્રભુનાં નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે સપ્ટેમ્બર, 2018માં પૂર્વ આર્થિક મંચમાં ભાગ લીધો હતો. દૂર પૂર્વમાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવા અને ઇન્વેસ્ટમેન્ટ રોડ શોનું આયોજન કરવા માટે એક ઉચ્ચસ્તરીય રશિયન પ્રતિનિધિમંડળ ભારત આવશે.
  2. ટેકનોલોજી અને સ્ત્રોતોનાં સંબંધમાં બંને દેશો વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવામાં આવશે, ત્યારે એનાં સંબંધમાં રેલવે, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં ત્રીજા દેશોમાં સંયુક્ત પરિયોજનાઓને સક્રિય પ્રોત્સાહન આપવા માટે બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી.

 

વિજ્ઞાન અને ટેકનોલોજી

 

  1. બંને પક્ષોએ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહયોગ વધારવાની જરૂરિયાતો પર ભાર મૂક્યો અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર 10માં ભારત-રશિયા કાર્યસમૂહનાં સફળ આયોજનનું સ્વાગત કર્યું. એને ફેબ્રુઆરી, 2018માં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા રશિયન સંઘનાં વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે સંયુક્ત સ્વરૂપે સંચાલન કર્યું.
  2. બંને પક્ષોએ ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા રશિયાના મૂળભૂત સંશોધન ફાઉન્ડેશન વચ્ચે સફળ સહયોગની સમીક્ષા કરી. એણે જૂન, 2017માં આધારભૂત અને ઉપયોગી વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સંયુક્ત સંશોધનની પોતાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. બંને પક્ષોએ ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા રશિયન વિજ્ઞાન ફાઉન્ડેશન વચ્ચે સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને પક્ષોએ પારસ્પરિક પ્રાથમિકતા ધરાવતાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં વિવિધ પ્રયોગશાળાઓ, એકેડેમિક વિશ્વ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ અને સંગઠનો વચ્ચે આગળ જતાં સહયોગ માટેનાં વિષયમાં રોડમેપ તૈયાર કરવાનાં વિચારથી ભારત સરકાર અને રશિયન સંઘની સરકાર વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનાં ક્ષેત્રમાં સહયોગ માટે સંપૂર્ણ લાંબા ગાળાનો કાર્યક્રમ બીજી વાર સ્થાપિત કરવા સંમતિ વ્યક્ત કરી.
  3. બંને પક્ષોએ સૂચના અને સંચાર ટેકનોલોજીનાં ક્ષેત્રમાં, ખાસ કરીને, ઇલેક્ટ્રોનિક સિસ્ટમની ડિઝાઇન અને નિર્માણ, સોફ્ટવેર વિકાસ, સુપર કમ્પ્યુટર, ઈ-ગર્વમેન્ટ, જનસેવા પુરવઠો, નેટવર્ક, સુરક્ષા, સૂચના અને સંચાર ટેકનોલોજીઓનાં ઉપયોગમાં સુરક્ષા, ફિન-ટેક, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, માપદંડનું નિર્ધારણ, રેડિયો નિયંત્રણ અને રેડિયો ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમનાં નિયમનમાં પોતાનો સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી. બંને પક્ષોએ બ્રિક્સ અને આઇટીયુ સહિત વિવિધ મંચો પર પારસ્પરિક સમર્થન અને સમન્વય જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.
  4. બંને પક્ષોએ માર્ચ, 2018માં નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુ અને રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રી શ્રી મેક્સિમ ઓરેશ્કિન દ્વારા‘ભારત-રશિયા આર્થિક સહયોગઃ ભાવિ દિશા’ નામનાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ ભારતીય ઉદ્યોગ સંઘ અને સ્કોલકોવો ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર, 2018માં પહેલી વાર ભારત-રશિયા સ્ટાર્ટઅપ શિખર બેઠકનાં આયોજનનાં નિર્ણયની અતિ પ્રશંસા કરી. બંને પક્ષોએ ઓનલાઇન પોર્ટલ લોંચ કરવાના વિચારનું સ્વાગત કર્યું, જેથી બંને દેશોનાં સ્ટાર્ટ-અપ, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ અને મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને મદદ મળશે તથા એનાથી સ્ટાર્ટ-અપને દુનિયાભરમાં ફેલાવવાની દ્રષ્ટિએ જરૂરી સંસાધન ઉપલબ્ધ થશે.
  5. બંને પક્ષોએ બાહ્ય અંતરિક્ષમાં લાંબા સમયથી કાયમી અને એકબીજા માટે લાભદાયક ભારત-રશિયા સહયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો તથા ક્રમશઃ ભારત અને રશિયન સંઘમાં સ્થાપિત ભારતીય પ્રાદેશિક નૌવહન ઉપગ્રહ વ્યવસ્થા નૈવ-આઇસી અને રશિયાની નૌવહન ઉપગ્રહ વ્યવસ્થા ગ્લોનએસનું ડેટા સાથે સંબંધિત જમીન પરનાં સ્ટેશનોની કામગીરીઓનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે બાહ્ય અંતરિક્ષનાં ઉપયોગનાં ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સંમતિ વ્યક્ત કરી. એમાં માનવીય અંતરિક્ષ કાર્યક્રમ અને વિજ્ઞાન પરિયોજનાઓ સામેલ છે. આ ઉપરાંત બંને પક્ષોએ બ્રિક્સ દૂરસંવેદી ઉપગ્રહ માટે સહયોગનાં વિકાસને જાળવી રાખવા પર પણ સંમતિ વ્યક્ત કરી.
  6. બંને પક્ષોએ આર્કટિક અને અન્ય ક્ષેત્રો સહિત સંયુક્ત વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રમાં પારસ્પરિક સ્વરૂપે લાભદાયક સહયોગનાં વિકાસ પ્રત્યે રસ વ્યક્ત કર્યો. બંને પક્ષોએ એન્ટાર્કટિકમાં ભારત અને રશિયાનાં વિજ્ઞાનીઓ વચ્ચે લાંબા સમયથી થઈ રહેલા સહયોગ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો.
  7. બંને પક્ષોએ યુનિવર્સિટીઓનાં ભારત-રશિયા નેટવર્કની કામગીરીઓને કારણે સંભવિત બંને પક્ષોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંપર્ક વધારવાની સમીક્ષા કરી, જેની વર્ષ 2015માં સ્થાપના થયા પછી ત્રણ બેઠક થઈ ગઈ છે અને જેની કુલ સંખ્યા 42 સુધી પહોંચી ગઈ છે. બંને પક્ષોએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એકેડેમિક આદાન-પ્રદાન અને સંયુક્ત વિજ્ઞાન અને શૈક્ષણિક યોજનાઓ પ્રત્યે બહુ રસ પ્રકટ કર્યો.
  8. બંને પક્ષોએ કુદરતી ગેસસહિત રશિયાની ઊર્જા સંપત્તિ અને અક્ષય ઊર્જાનાં સ્ત્રોતોનાં ક્ષેત્રમાં સંભવિત સંયુક્ત યોજનાઓનાં અમલીકરણમાં ભારતનાં રસને જોઈને ભારત અને રશિયા વચ્ચે ઊર્જા સહયોગમાં વધારે વિસ્તરણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
  9. બંને પક્ષોએ ઊર્જા ક્ષેત્રમાં પારસ્પરિક લાભનાં સહયોગની સંભાવનાનો સ્વીકાર કર્યો અને પોતાની કંપનીઓને આ વાત માટે પ્રોત્સાહન આપ્યું કે, બંને દેશોમાં લાંબા ગાળાનાં કરાર, સંયુક્ત સાહસો અને ઊર્જાનાં અધિગ્રહણ સહિત ત્રીજા દેશોમાં પણ સંભવિત સહયોગનાં ક્ષેત્રમાં સહયોગની પ્રચૂર સંભાવનાઓ પર વિચાર કર્યો.
  10. બંને પક્ષોએ રશિયાનાં વાનકોર્નેફ્ટ અને તાસ-યુર્યાખનેફ્ટગેજોડોબિચા (Vankorneft and Taas-YuryakhNeftegazodobycha)માં ભારતીય કંપનીઓનાં રોકાણ અને એસ્સાર ઓઇલ કેપિટલમાં પીજેએસસી રોઝનેફ્ટ ઓઇલ કંપનીની ભાગીદારી સહિત ભારત અને રશિયાની ઊર્જા કંપનીઓ વચ્ચે ચાલુ સહયોગનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ કંપનીઓ તરફથી સંપૂર્ણ સહયોગનાં વિકાસની દિશામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને વાંકર ક્લસ્ટર પર પ્રારંભિક સમજૂતી વાર્તા ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી.
  11. બંને પક્ષોએ એલએનજીનાં ક્ષેત્રમાં રશિયા અને ભારતીય કંપનીઓને રસ હોવાનો પણ સ્વીકાર કર્યો અને ગેઝપોમ ગ્રૂપ અને ગેલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે લાંબા ગાળાનાં કોન્ટ્રાક્ટ અંતર્ગત એલએનજી પુરવઠો શરૂ થવાની બાબતને આવકાર આપ્યો.
  12. બંને પક્ષોએ પીજેએસસી નોવાટેક અને ભારતની ઊર્જા કંપનીઓ વચ્ચે વાટાઘાટનાં વિસ્તારને આગળ પણ ચાલુ રાખવા માટે પોતાનું સમર્થન આપ્યું તથા એલએજીનાં ક્ષેત્રમાં સહયોગને વિકસાવવા સંયુક્ત ઇરાદાનું સ્વાગત કર્યું.
  13. બંને પક્ષોએ બંને દેશોની કંપનીઓનાં સહયોગને વિકસાવવા અને રશિયાનાં આર્કટિક પટ્ટા સહિત રશિયામાં ઓઇલનાં ક્ષેત્રને સંયુક્તપણે વિકસાવવા અને પેચોરા અને ઓખોત્સ્ક દરિયાઈ પટ્ટી પર યોજનાઓનાં સંયુક્ત વિકાસની સંભાવનાઓ શોધવા માટે પોતાનું સમર્થન આપવાની વાત કહી.
  14. રશિયા અને અન્ય દેશોમાંથી પસાર થઈને ભારત સુધી ગેસ પાઇપલાઇન બનાવવા પર 2017માં થયેલા સંયુક્ત અભ્યાસનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ ભારત સુધી ગેસની પાઇપલાઇનનાં નિર્માણની સંભાવનાઓ શોધવા માટે ભારત અને રશિયાનાં મંત્રાલયો અને કંપનીઓ વચ્ચે ચાલુ મંત્રણાઓનું સમર્થન કર્યું તથા બંને મંત્રાલયો વચ્ચે સમજૂતી કરારનાં સંભવિત નિષ્કર્ષ પર પારસ્પરિક સંપર્ક જાળવી રાખવાની સંમતિ આપી.
  15. ભારત અને રશિયા વચ્ચે નાગરિક પરમાણુ સમજૂતી, આબોહવામાં પરિવર્તન પર પેરિસ સમજૂતી અંતર્ગત ભારતની ઊર્જા સુરક્ષા અને એની કટિબદ્ધતાઓ માટે વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય ભાગ છે. બંને પક્ષોએ કુડનકુલમ એનપીપીમાં બાકીનાં છ વિદ્યુત એકમોનાં નિર્માણમાં થયેલી પ્રગતિ અને એનાં સાધનોનાં નિર્માણ માટે થઈ રહેલા પ્રયાસોની પણ ચર્ચા કરી. બંને પક્ષોએ ભારતમાં રશિયાની ડિઝાઇનની બનેલ નવી એનપીપી અને પરમાણુ ઉપકરણોનાં સંયુક્ત નિર્માણ સહિત ત્રીજા દેશોમાં સહયોગ પર ચર્ચાવિચારણાને આવકાર આપ્યો.

બંને પક્ષોએ બાંગ્લાદેશનાં રુપુર પરમાણુ ઊર્જા યોજનાનાં અમલીકરણમાં ત્રિપક્ષીય સહયોગ પર સમજૂતીકરારને પૂર્ણ કરવામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો. બંને પક્ષોએ સંયુક્ત સ્વરૂપે પરમાણુ ક્ષેત્રની ઓળખમાં સહયોગનાં ક્ષેત્રોને પ્રાથમિકતા આપવા અને તેનાં અમલીકરણ માટે કાર્યયોજના પર હસ્તાક્ષર કરવા પર સંતોષ વ્યક્ત કર્યો.

  1. બંને પક્ષોએ આબોહવામાં ફેરફારની નકારાત્મક અસરને ઓછી કરવા સહિત હૉઇડેલ અને અક્ષય ઊર્જાનાં સ્ત્રોતો, ઊર્જા ક્ષમતા પર ગાઢ સહયોગને વધારે આગળ વધારવાની સંભાવનાઓ શોધવાનો નિર્ણય કર્યો.

સેના સાથે સંબંધિત ટેકનિકલ સહયોગ

  1. બંને પક્ષોએ ઉલ્લેખ કર્યો છે કે, બંને દેશો વચ્ચે સેના અને સેના સાથે સંબંધિત ટેકનિકલ સહયોગ એની વ્યૂહાત્મક ભાગીદારીનો એક મુખ્ય સ્તંભ છે. બંને પક્ષોએ ડિસેમ્બર, 2018માં સેના સાથે સંબંધિત ટેકનિકલ સહયોગ પર ભારત અને રશિયા વચ્ચે આંતરસરકારી પંચની આગામી બેઠકનું સ્વાગત કર્યું. સેના સાથે સંબંધિત સહયોગ માટે રોડમેપથી જવાનોને તાલીમ, સેનાનાં વરિષ્ઠ અધિકારીઓનું આદાન-પ્રદાન અને અભ્યાસસહિત બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર ક્રિયાનો માર્ગ સાફ કરી દીધો છે. રશિયાએ આર્મી ગેમ્સ 2018, આર્મી 2018 અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર મોસ્કો સંમેલનમાં ભારતની ભાગીદારીનું સકારાત્મક સ્વરૂપે મૂલ્યાંકન કર્યું છે. બંને પક્ષોએ ટ્રાઇ-સર્વિસીસ કવાયત ઇન્દ્ર 2017નાં સફળતાપૂર્વક પ્રશંસા કરી અને 2018માં પોતાનાં સંયુક્ત સૈન્ય અભ્યાસો ઇન્દ્ર નેવી, ઇન્દ્રા આર્મી અને એવિયા ઇન્દ્રા જાળવી રાખવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી.
  2. બંને પક્ષોએ ભારતને જમીન પરથી હવામાં હુમલો કરતી લાંબા અંતરની એસ-400 મિસાઇલ સિસ્ટમનાં પુરવઠા માટે કરાર પૂર્ણ કરવાનું સ્વાગત કર્યું.

બંને પક્ષોએ ભારત અને રશિયા વચ્ચે સેના સાથે સંબંધિત ટેકનિકલ સહયોગ વધારવા પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, જે લાંબા સમયનાં પારસ્પરિક વિશ્વાસ અને પારસ્પરિક સહયોગને દર્શાવે છે. બંને પક્ષોએ સૈન્ય સહયોગ પરની યોજનાઓની મહત્ત્વપૂર્ણ પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને બંને દેશો વચ્ચે સંયુક્ત સંશોધન અને સૈન્ય ઉપકરણોનાં સંયુક્ત ઉત્પાદનની દિશામાં સકારાત્મક પરિવર્તનની ઓળખ કરી. તેમણે ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ નીતિને પ્રોત્સાહન આપવા માટે સૈન્ય ઔદ્યોગિક સંમેલનનું મૂલ્યાંકન એક મુખ્ય વ્યવસ્થા સ્વરૂપે કર્યું.

બંને પક્ષોએ ઉચ્ચ ટેકનિકલમાં સહયોગ પર નવેમ્બર, 2017માં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યું, જેને સંયુક્ત સંશોધન અને વિકાસ માટે પરસ્પર હિતનાં ક્ષેત્રમાં નક્કર યોજનાઓની ઓળખ કરી.

આંતરરાષ્ટ્રીય મુદ્દા

  1. બંને પક્ષોએ બરાબરી, પારસ્પરિક સન્માન અને બિન-હસ્તક્ષેપને વૈશ્વિક સ્તર પર સ્વીકૃત આંતરરાષ્ટ્રીય કાયદા સ્વરૂપે પુષ્ટિ કરી, જેમ સંયુક્ત રાષ્ટ્રનાં ચાર્ટર અને દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અંતર્ગત મૈત્રીપૂર્ણ સંબંધો અને સહયોગ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય કાયદા પર 1970નાં ઘોષણાપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  2. બંને પક્ષોએ જુલાઈ, 2018માં દક્ષિણ આફ્રિકામાં 10માં બ્રિક્સ સંમેલનનાં પરિણામોની ચર્ચા કરી આ વાતની પુષ્ટિ કરી છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનાં કાર્યક્ષેત્રમાં સ્વચ્છ, નિષ્પક્ષ અને એક બહુધ્રુવીય વિશ્વનું નિર્માણ કરવામાં પ્રાથમિકતાઓનું રક્ષણ કરવું અને સંઘની અંદર વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં ઉત્પાદનની પ્રતિક્રિયાને ચાલુ રાખવામાં ભારત અને રશિયાનો ઇરાદો પ્રમાણિક છે.
  3. બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં એમનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય શાંતિ સામંજસ્ય પ્રક્રિયાની દિશામાં અફઘાન સરકારનાં પ્રયાસોને સમર્થન આપવાની ઘોષણા કરી. અફઘાનિસ્તાનમાં સતત ચાલી રહેલી હિંસા, સુરક્ષાની ગંભીર ચિંતાજનક સ્થિતિ અને વિસ્તારમાં એનાં માઠાં પ્રભાવથી ચિંતિત બંને પક્ષોએ ત્યાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ, આતંકવાદીઓની હિંસા, આતંકવાદીઓનાં આશ્રયસ્થળ અને નશીલા પદાર્થોની સમસ્યાથી છૂટકારો અપાવવા મોસ્કો ફોર્મેટ, અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહ અને આ જ પ્રકારનાં અન્ય ઉપાયો કરવા પર ભાર મૂક્યો. બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં બહારનાં હસ્તક્ષેપને ઓછો કરવાનાં પ્રયાસોમાં વૈશ્વિક સમુદાયને સામેલ થવાનું આહવાન કર્યું, જેથી ત્યાં અર્થવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા, એક સ્થિર, સુરક્ષિત, સંયુક્ત અને પ્રગતિશીલ તથા સ્વતંત્ર અફઘાનિસ્તાનું પુનઃનિર્માણ કરી શકાય. બંને પક્ષ અફઘાનિસ્તાનમાં સંયુક્ત વિકાસ અને ક્ષમતા નિર્માણની યોજનાઓ શરૂ કરશે.
  4. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંકલ્પ 2254 (2015)નાં પાલનમાં સીરિયાની સંપ્રભુત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડતાની સુરક્ષા કરનારી, સીરિયાનાં નેતૃત્વવાળી, સીરિયાની માલિકી ધરાવતી એક સમગ્ર રાજકીય પ્રક્રિયાનાં માધ્યમથી સીરિયામાં યુદ્ધનાં રાજકીય સમાધાન માટે ભારત અને રશિયાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું. તેમણે જીનિવા પ્રક્રિયા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત મધ્યસ્થતાની સાથે સાથે અસ્તાના પ્રક્રિયા માટે પોતાનાં સમર્થનની પુષ્ટિ કરી અને બંને પાસાંઓ વચ્ચે અનુપૂરકતા પર ભાર મૂક્યો. બંને પક્ષોએ શાંતિપૂર્ણ, સ્થિર, સાર્વભૌમિક સીરિયા દેશનાં નિર્માણ કરવામાં તમામ હિતધારકોને સક્રિય સ્વરૂપે કામ કરવાનું આહવાન કર્યું અને પૂર્વ શરતો વિના કે બાહ્ય હસ્તક્ષેપ વિના આંતર-સીરિયન વાર્તાનું સમર્થન કર્યું. બંને પક્ષોએ સીરિયાની જનતા સામે લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓને ઝડપથી સમાપ્ત કરવા, પુનઃનિર્માણની જરૂરિયાતો પર તાત્કાલિક ધ્યાન આપવા અને શરણાર્થીઓ અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓને પરત લાવવા આવશ્યક માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવાનાં પ્રયાસોમાં વધારો કરવાની અપીલ કરી.
  5. બંને પક્ષોએ પરમાણુ અપ્રસાર વ્યવસ્થાને મજબૂત કરવા તથા ઈરાન સાથે સામાન્ય આર્થિક સહયોગ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને સમર્થન આપવા માટે ઈરાન પરમાણુ કાર્યક્રમ વિશે કામ કરવા માટે સંયુક્ત વ્યાપક કાર્યયોજના (જેસીપીઓએ)નાં સંપૂર્ણ અસરકારક અમલીકરણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે અપીલ કરી કે ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત તમામ મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે અને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.
  6. બંને પક્ષોએ કોરિયન દ્વિપકલ્પમાં સકારાત્મક કામગીરીઓને આવકાર આપ્યો અને કૂટનીતિ અને વાતચીત દ્વારા આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે થયેલા પ્રયાસો માટે પોતાનાં સંપૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે, કોરિયન ટાપુનાં મુદ્દે સમાધાન માટે કાર્યવ્યવસ્થા તૈયાર કરતાં સમયે પરમાણુ પ્રસાર સાથે સંબંધિત એમની ચિંતાઓ અને એમનાં સમાધાનને ધ્યાનમાં રાખવામાં આવે એ જરૂરી છે.
  7. બંને પક્ષોએ બાહ્ય અંતરિક્ષમાં શસ્ત્રોની સ્પર્ધાની શક્યતા અને બાહ્ય અંતરિક્ષમાં સૈનિક સંઘર્ષને એક ક્ષેત્ર સ્વરૂપે બદલવાની શક્યતાઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ભાર મૂક્યો કે બાહ્ય અંતરિક્ષ (પીએઆરઓએસ)માં શસ્ત્રોની સ્પર્ધા અટકાવવાથી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ગંભીર જોખમને અટકાવી શકાશે. બંને પક્ષોએ બાહ્ય અંતરિક્ષમાં હથિયારો રાખવાની સ્પર્ધા અટકાવવા સહિત પીએઆરઓએસ પર કાયદેસર બાધ્યતા માટે સંભવિત તત્ત્વો પર ચર્ચાવિચારણા માટે સંયુક્ત રાષ્ટ્રનાં સરકારી નિષ્ણાતોનાં જૂથ દ્વારા પ્રથમ સત્રમાં કરવામાં આવેલી ચર્ચાવિચારણાનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, ક્રિયાત્મક પારદર્શકતા અને આત્મવિશ્વાસનું નિર્માણ કરનારા પ્રયાસ પીએઆરઓએસનાં ઉદ્દેશો પાર પાડવામાં પોતાનું યોગદાન આપી શકે છે.
  8. બંને પક્ષોએ રાસાયણિક શસ્ત્રોનાં વિકાસ, ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ પર આયોજિત સંમેલનમાં રાસાયણિક શસ્ત્રોનાં પ્રતિબંધ માટે સંગઠનોની કામગીરીઓનું રાજકીયકરણ રોકવા વિશે સંમેલનની ભૂમિકાનાં સંરક્ષણનાં ઉદ્દેશપૂર્ણ પ્રયાસો અને પહેલોનું સમર્થન કરવાનાં પોતાનાં નિર્ણયની પુષ્ટિ કરી. ભારતીય પક્ષે રશિયન સંઘ દ્વારા રાસાયણિક શસ્ત્રોનાં ભંડારને નષ્ટ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની વાતને આવકાર આપ્યો હતો, જે રાસાયણિક શસ્ત્રોથી મુક્ત વિશ્વનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને હાંસલ કરવાનાં એનાં મહત્ત્વપૂર્ણ યોગદાનને દર્શાવે છે.
  9. બંને પક્ષોએ તમામ પ્રકારનાં આતંકવાદ અને એનાં પ્રચારની ટીકા કરી અને કોઈ પણ પ્રકારનાં બેવડા માપદંડને નિર્ણાયક અને સામૂહિક પ્રક્રિયા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો મુકાબલો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને પક્ષોએ આતંકવાદી નેટવર્ક, નાણાકીય સ્રોતો, શસ્ત્રો અને લડાઈનાં સામાનનો પુરવઠો પૂરો પાડતાં સંસાધનોનો નાશ કરવા અને આતંકવાદી વિચારધારા, પ્રચાર અને ભરતીને અટકાવવા માટે પોતાનાં પ્રયાસોમાં વધારો કરવા સંમતિ વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય કાયદાનો હિસ્સો બનવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં વિલંબિત વ્યાપક આંતરરાષ્ટ્રીય આતંકવાદ સંધિને અપનાવવાનાં મહત્ત્વને માન્યતા આપી હતી. બંને પક્ષોએ આ સંધિનાં ઝડપી નિષ્કર્ષ માટે પોતાનાં સંપૂર્ણ પ્રયાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી. તેમણે રાસાયણિક અને જૈવિક આતંકવાદનાં પડકારોનો સામનો કરવા માટે બંને પક્ષોને રાસાયણિક અને જૈવિક આતંકવાદનાં કૃત્યોનું દમન કરવા માટે નિઃશસ્ત્રીકરણ પર આંતરરાષ્ટ્રીય સંધિ વિશે આયોજિત સંમેલનમાં બહુપક્ષીય સમજૂતીઓ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
  10. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનાં સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા પ્રત્યે પોતાની કટિબદ્ધતાની પુષ્ટિ કરી. બંને પક્ષોએ આ વિચાર સંયુક્ત કર્યો કે, જ્યારે પણ સાફ નિયત સાથે સામાન્ય રીતે માન્યતાપ્રાપ્ત સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય કાયદાનાં નિયમોનું અમલીકરણ કરવામાં આવે છે, ત્યારે તેમાં બેવડા માપદંડો લાગુ કરવા અને થોડાં દેશો દ્વારા પોતાની ઇચ્છાઓ બીજા દેશો પર થોપવાની શક્યતા રહેતી નથી. બંને પક્ષોએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરીને એકતરફી રીતે બળપૂર્વક ઉપાયોને લાગુ કરવા આ પ્રકારની કામગીરીઓનું સ્પષ્ટ ઉદાહરણ છે. બંને પક્ષ વૈશ્વિક અને સહિયારા હિતો પર આધારિત લોકતાંત્રિક વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે આગળ પણ હળીમળીને કામ કરતાં રહેશે.
  11. બંને પક્ષોએ વર્તમાન વૈશ્વિક વ્યવસ્થાને સારી રીતે પ્રતિબિંબિત કરવા અને વિકસતાં વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને વધારે અસરકારક બનાવવા માટે એમાં સુધારાની જરૂરિયાતને રેખાંકિત કરી. રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સ્થાયી સભ્યપદ માટે ભારતને સતત સહાય કરવાની વાતનો પુનરોચ્ચાર કર્યો. બંને પક્ષોએ પ્રાદેશિક અને વૈશ્વિક એમ બંને સ્તરે શાંતિ, સુરક્ષા અને ન્યાયસંગત વિકાસ સુનિશ્ચિત કરવા પરસ્પર હળમળીને કામ કરવા અને વિશ્વ વ્યવસ્થાની સ્થિરતાનાં માર્ગમાં આવનારા પડકારોનો સામનો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
  12. બંને પક્ષોએ સતત વિકાસ માટે 2030 એજન્ડાનાં સંપૂર્ણ અમલીકરણ માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. બંને પક્ષ સંતુલિત અને એકીકૃત રીતે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય જેવા ત્રણ પાસાંઓમાં સતત વિકાસનાં લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે ન્યાયસંગત, ખુલ્લાં, ચોમુખી, નવીનતા આધારિત અને સર્વસમાવેશક વિકાસ માટે કામ કરશે. તેમણે 2030 એજન્ડાનાં વૈશ્વિક અમલીકરણમાં સમન્વયની સાથે-સાથે સમીક્ષા માટે‘સતત વિકાસ પર ઉચ્ચસ્તરીય રાજનીતિક ફોરમ’ સહિત સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ભૂમિકા હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર સંમતિ પ્રકટ કરી, જેથી 2030 એજન્ડાનાં અમલીકરણમાં સભ્ય દેશોની મદદ કરવામાં એની ક્ષમતા વધારી શકાય. બંને પક્ષોએ વિકસિત દેશો પાસેથી સમયસર અને સંપૂર્ણ સ્વરૂપે પોતાની અધિકૃત વિકાસ સહાયતા આપવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની સાથે સાથે વિકાસશીલ દેશોને વધુ વિકાસ સંસાધન ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી
  13. બંને પક્ષોએ સતત વિકાસ અને ગરીબી નાબૂદીનાં સંદર્ભમાં હરિત વિકાસ અને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતી અર્થવ્યવસ્થાને વધારે પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા પ્રકટ કરી. તેમણે તમામ દેશો સાથે સહિયારા, પણ વિવિધ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓનાં સિદ્ધાંતો સહિત આબોહવામાં પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક સંમેલનનાં સિદ્ધાંતો અંતર્ગત અનુમોદિત પેરિસ સમજૂતીનો સંપૂર્ણ અમલ કરવા માટે અપીલ કરી. બંને પક્ષોએ વિકસિત દેશો પાસેથી વિકાસશીલ દેશોને નાણાકીય, ટેકનિકલ અને ક્ષમતાનિર્માણમાં સહાયતા કરવા વિનંતી કરી, જેથી પ્રદૂષણમાં ઘટાડો કરવા અને અનુકૂલન સાથે સંબંધિત એમની ક્ષમતા વધી શકે.
  14. બંને પક્ષોએ વૈશ્વિક સ્તરે પરમાણુ અપ્રસારને વધારે મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રશિયાએ પરમાણુ પુરવઠાકર્તા જૂથમાં ભારતનાં સભ્યપદ માટે પોતાનાં તરફથી સમર્થન આપ્યું.
  15. બંને પક્ષોએ સૂચના અને સંચાર ટેકનોલોજી (આઈસીટી)નાં ઉપયોગમાં વિવિધ દેશોનાં જવાબદાર આચરણનાં નિયમો, માપદંડો અને સિદ્ધાંતોને ઝડપથી અપનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો. એની સાથે જ બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાકીય વ્યવસ્થા વિકસાવવા ગુનાહિત ઉદ્દેશો માટે આઈસીટીનો ઉપયોગ કરવાની સમસ્યાનું સમાધાન કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. આ સંબંધમાં બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 73માં સત્ર દરમિયાન પ્રાસંગિક પ્રસ્તાવોનો સ્વીકાર કરવાનાં મહત્ત્વને રેખાંકિત કર્યું.
  16. બંને પક્ષોએ સ્વીકાર્યું કે આઈસીટીનાં ઉપયોગમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બ્રિક્સ દેશો વચ્ચે સહયોગની રૂપરેખા સ્થાપિત કરવાની જરૂર છે. એની સાથે બંને પક્ષોએ આ સંબંધમાં સહયોગ સંબંધિત બ્રિક્સ આંતર-સરકારી સમજૂતીનું કાર્યક્ષેત્ર વધારવાની દિશામાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
  17. બંને પક્ષોએ એક એવી પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થાની સ્થાપના કરવાનાં વિચારનું સમર્થન કર્યું, જે એશિયા-પેસિફિક ક્ષેત્રનાં તમામ દેશો અને હિંદ મહાસાગરમાં સમાન અને અવિભાજ્ય સુરક્ષા સુલભ કરાવશે. બંને પક્ષોએ પૂર્વી એશિયા શિખર સંમેલનો અને અન્ય પ્રાદેશિક મંચોનાં દાયરામાં રહીને આ વિષય પર બહુપક્ષીય સંવાદ જાળવી રાખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો. બંને પક્ષોએ એ વાત પર સંમતિ પ્રકટ કરી કે પ્રાદેશિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા પર કેન્દ્રિત તમામ નવી પહેલો બહુપક્ષવાદ, પારદર્શકતા, સમાવેશક અને પ્રગતિ અને સમૃદ્ધિનાં સહિયારા પ્રયાસોમાં પારસ્પરિક સન્માન અને એકતાનાં સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. એની સાથે જ આ પહેલો કોઈ દેશ વિરૂદ્ધ ન હોવી જોઈએ. આ સંબંધમાં બંને પક્ષોએ રશિયાનાં વિદેશ મંત્રી ઇગોર મોરગુલોવ અને ભારતનાં વિદેશ સચિવ વિજય ગોખલે વચ્ચે 24 ઓગસ્ટ, 2018નાં રોજ મોસ્કોમાં આયોજિત રચનાત્મક ચર્ચાવિચારણાનું સ્વાગત કર્યું.
  18. બંને પક્ષોએ પ્રાદેશિક બહુપક્ષીય ફોરમ જેમ કે બ્રિક્સ, જી-20, એસસીઓ અને પૂર્વ એશિયા શિખર સંમેલનોમાં પારસ્પરિક પ્રયાસોમાં સામંજસ્ય સ્થાપિત કરવા અને સમન્વય વધારવાનાં પોતાનાં દ્રઢ સંકલ્પની પુષ્ટિ કરી. ભારતે યુરેશિયન ઇકોનોમિક યુનિયન અંતર્ગત સહયોગનો દાયરો વધારવાની ઇચ્છા વ્યક્ત કરી.
  19. બંને પક્ષોએ આ વાત રેખાંકિત કરી હતી કે, જૂન, 2018માં ક્વિંગદાઓમાં આયોજિત એસસીઓ રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની બેઠકમાં ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભાગીદારી એક પૂર્ણકાલિન સભ્ય સ્વરૂપે આ સંગઠનની કામગીરીમાં ભારતની સફળ સહભાગીદારીને દર્શાવે છે. બંને પક્ષ એસસીઓનાં ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાઓનાં માપદંડો અને સિદ્ધાંતો પ્રત્યે પોતાની કટિબદ્ધતા પ્રકટ કરીને પોતાની કામગીરીઓની તમામ દિશાઓમાં આ સંગઠનની ક્ષમતાનો વધારે ઉપયોગ કરવાની દિશામાં પોતાનાં સમન્વિત પ્રયાસોને જાળવી રાખશે.

આતંકવાદ, માદક પદાર્થોની ગેરકાયદેસર દાણચોરી અને સંગઠિત અપરાધ સહિત સુરક્ષા અને સ્થિરતા સાથ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. એનાથી એસસીઓનાં પ્રાદેશિક આતંકવાદવિરોધી માળખા અંતર્ગત સહયોગ વધારે અસરકારક સાબિત થશે.

રશિયાએ આતંકવાદવિરોધી સૈન્ય અભ્યાસ ‘શાંતિ મિશન – 2018’માં ભારતની ભાગીદારીનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ એસસીઓનાં એક આર્થિક ઘટક વિકસિત કરવાનાં લક્ષ્યાંકને અત્યંત મહત્ત્વપૂર્ણ માને છે, જેમાં એ પરિવહન અને આધારભૂત માળખાગત યોજનાઓને પૂર્ણ કરવાનું સામેલ છે, જેનો ઉદ્દેશ એસસીઓની અંદર આંતરસંપર્ક સુનિશ્ચિત કરવાની સાથે સાથે વિશ્લેષકો, સમીક્ષકો, ભાગીદાર દેશો અને ઇચ્છુક દેશો સાથે પણ શ્રેષ્ઠ સંપર્ક સુલભ કરાવવાનો છે. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં એસસીઓની ભૂમિકા વધારવા પર વિશેષ ભાર મૂક્યો. બંને પક્ષ સંયુક્ત રાષ્ટ્ર અને એના સંગઠનો તથા અન્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોની સાથે એસસીઓનો સંપર્ક અને સહયોગ વધારવાની જરૂરિયાત સમજે છે. બંને પક્ષોએ એસસીઓ અંતર્ગત સાંસ્કૃતિક અને માનવીય સંબંધોને સુદ્રઢ કરવા પર સંમતિ વ્યક્ત કરી.

  1. બંને પક્ષોએ ખુલ્લી, સમાવેશક, પારદર્શક, બિનભેદભાવયુક્ત અને નિયમ આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થાને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધોનાં વિખંડન અને તમામ સ્વરૂપોમાં વેપાર સંરક્ષણવાદને અટકાવવા પર વિશેષ ભાર મૂક્યો.
  2. ભારતે એક મોટી યુરેશિયન ભાગીદારી સુનિશ્ચિત કરવાની દિશામાં રશિયા દ્વારા કરવામાં આવેલી પહેલનું સ્વાગત કર્યું, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સમાનતા તથા પારસ્પરિક સન્માનનાં સિદ્ધાંતોનું કડકતાપૂર્વક પાલન કરવાની સાથે સાથે એકબીજાનાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને રચનાત્મક સહયોગને પ્રભાવશાળી પ્લેટફોર્મ બનાવવા માટે રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનાઓ અને બહુપક્ષીય એકીકરણ યોજનાઓનું સંયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  3. બંને પક્ષોએ ભારત-રશિયા સંબંધોની દિશામાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનાં હિતો અને સમાન સ્થિતિઓને સહિયારી કરી અને બંને દેશોનાં લોકોની પારસ્પરિક સમૃદ્ધિ માટે ભારત અને રશિયાની વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે ઘનિષ્ઠ સહયોગ, સમન્વય અને ફાયદાને દ્રઢ કરવાને આગળ જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી.
  4. રશિયાનાં રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિનનાં શાનદાર આતિથ્ય માટે ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને વર્ષ 2019માં આયોજિત 20મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તેમને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

 

NP/J.Khunt/GP/RP