Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રન ફોર રીયોને લીલી ઝંડી આપતા પ્રધાન મંત્રી

રન ફોર રીયોને લીલી ઝંડી આપતા પ્રધાન મંત્રી

રન ફોર રીયોને લીલી ઝંડી આપતા પ્રધાન મંત્રી

રન ફોર રીયોને લીલી ઝંડી આપતા પ્રધાન મંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ (MDCNS), ઈન્ડિયા ગેટથી જવાહરલાલ નેહરૃ સ્ટેડિયમ (JNS), લોદી રોડ સુધીની રન ફોર રીયો દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, અને એ દ્વારા ઓલિમ્પિકની ભાવના તથા મૂડને સાકાર કરવા તથા રીયો જતા એથ્લેટસને વિદાય આપવા હજારો બાળકો તથા યુવાનો આ પાંચ કી. મી.ની દોડમાં સામેલ થયા. સમગ્ર દેશ આ રમત વીરો માટે ગૌરવ અનુભવી રહ્યો છે અને તેમને રમતગમતની આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના એક પ્રકાશન ” ઈન્ડિયન ઓલિમ્પિક જર્ની “નું વિમોચન કર્યું. આ પુસ્તકમાં આપણા દેશની ઓલિમ્પિક સિધ્ધિઓ અને ભવિષ્યની ઓલિમ્પિકસ માટેની તૈયારીઓ અંગે રસપ્રદ વિગતો આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ સ્ટેડિયમમાં રન ફોર રીયો ને લીલી ઝંડી આપતા પહેલા હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

રન ફોર રીયો નું આયોજન જાહેર જનતા અને ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ઓલિમ્પિકની ભાવના જગવવા અને રમતગમતની શક્તિ દર્શાવવા માટે રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત અત્યાર સુધીમાં સૌથી વધુ 119 એથેલેટના સમૂહને રીયો ખાતે યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા માટે મોકલી રહ્યું છે.

યુવા બાબતો અને રમતગમતનો સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી શ્રી વિજય ગોયેલે તેમના પ્રવચનમાં રન ફોર રીયો ને પ્રસ્થાન કરાવવાનું આમંત્રણ સ્વીકારવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય, પ્રધાનમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તથા દૂર દૂરના વિસ્તારોમાં રમતગમતને પ્રોત્સાહિત કરવા માટે કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું કે રિયો જનારા એથ્લેટના આશરે 80 ટકા એથ્લેટ દેશના ગ્રામ્ય પ્રદેશોનું અને ઉત્તર પૂર્વ વિસ્તારનું બેક ગ્રાઉન્ડ ધરાવે છે. તેમણે જણાવ્યું કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પાયાના સ્તરે અને ખાસ કરીને સ્વદેશી તથા લોકપ્રિય રમતો માટેની માળખાગત સુવિધાઓ અને સગવડો પૂરી પાડવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે.

TR