Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટાનો ટેલિફોન કોલ આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ પ્રમુખ કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા એક દાયકામાં ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની નોંધ લેતા, બંને નેતાઓ વેપાર, ટેક્નોલોજી, રોકાણ, ગ્રીન એનર્જી અને ડિજિટલ સ્પેસના ક્ષેત્રો સહિત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.

તેઓએ પરસ્પર લાભદાયી ભારત- EU FTAના વહેલા નિષ્કર્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નેતાઓ પરસ્પર અનુકૂળ સમયે ભારતમાં યોજાનારી આગામી ભારત-EU સમિટની રાહ જોઈ રહ્યા છે.

તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/IJ/GP/JD