Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે, “તમે હજારો વર્ષોથી ભારત અને મ્યાનમારના મહાન સુપુત્રો અને સુપુત્રીઓની સિદ્ધિઓ અને આકાંક્ષાઓનું, સંસ્કૃતિ અને સામાજિક સુધારણા, ભૂગોળ અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો” તેમણે મ્યાનમારની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય યહૂદીઓ અહીં ભારત માટે રાષ્ટ્રદૂત જેવા છે. તેમણે કહ્યું હતું કે યોગાને જે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે આ યહૂદીઓની સિદ્ધિ છે જેણે યોગાને વિશ્વના તમામ ખૂણે ખૂણે પહોંચાડ્યો છે.

“હું તમને મળી રહ્યો છું ત્યારે મને એવી લાગણી પણ થાય છે કે વિદેશમાં વસતા આપણા ભાઈઓનો ભારતમાં સરકારી શાસકો સાથેનો વાર્તાલાપ હવે માત્ર એક તરફી રહી ગયો નથી. ” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

અમે આપણા દેશમાં માત્ર સુધારા જ કરી રહ્યા નથી પરંતુ નવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ તેવી ખાતરી આપતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ગરીબી, આતંકવાદ. ભ્રષ્ટાચાર. કોમવાદ, જ્ઞાતિવાદથી મુક્ત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં કેન્દ્ર સરકાર માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમણે જણાવ્યું કે સારી સવલતો એટલે હવે માત્ર રસ્તાઓ અને રેલવે જ રહી નથી તેમાં હવે એવા પાસાનો સમાવેશ થાય છે જે સમાજમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર હવે આકરા નિર્ણયો લેવાથી ડરતી નથી.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે જીએસટીએ ભારતમાં હવે નવી સંસ્કૃતિનો ઉમેરો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની જનતાને વિશ્વાસ છે કે ભારતમાં પરિવર્તન શક્ય છે અને આપણી સિસ્ટમમાં જે દૂષણો ઘૂસી ગયા છે તે દૂર કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જન-સંપર્કથી જ ભારત અને મ્યાનમારના સંબંધો મજબૂત બનશે.

આ સંબોધન દરમિયાન યાંગુન પ્રાંતના મુખ્યમંત્રી શ્રી ફીયો મીન થીન પણ ઉપસ્થિત રહ્યા હતા.

TR