Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મ્યાન્મારનાં વરિષ્ઠ કમાન્ડર-ઇન-ચીફ જનરલ મિન આંગ હલિંગ પ્રધાનમંત્રી મોદીને મળ્યા


મ્યાન્માર સંરક્ષણ સેવાઓનાં વરિષ્ઠ કમાન્ડર-ઇન-ચીફ જનરલ મિન આંગ હલિંગ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

સીનિયર જનરલે પ્રધાનમંત્રીને લોકસભાની ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતનાં ઝડપી વિકાસની નોંધ લીધી હતી અને બંને પડોશી દેશો વચ્ચે વિશિષ્ટ સંબંધોને તમામ ક્ષેત્રોમાં ગાઢ બનાવવાની વાત કરી હતી, જેમાં સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં સહકાર સામેલ છે.

પ્રધાનમંત્રીએ મ્યાન્મારમાં તેમની મુલાકાત દરમિયાન તેમનાં ઉષ્માસભર આતિથ્ય સત્કારને યાદ કર્યો હતો. તેમણે ઘૂસણખોરી અટકાવવા, ક્ષમતા નિર્માણ, મિલિટરી-ટૂ-મિલિટરી સંબંધો અને દરિયાઈ સાથસહકારનાં ક્ષેત્રો તેમજ આર્થિક ક્ષેત્ર અને વિકાસમાં ભાગીદારીને ગાઢ બનાવવા ઉત્કૃષ્ટ સ્થિતિ વિશે નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ મ્યાન્યાર સંઘ સાથે વિશિષ્ટ દ્વિપક્ષીય ભાગીદારીને વધારે ગાઢ બનાવવા કામ કરવાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

RP