Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર સાથે સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર સાથે સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર સાથે સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન


મહામહિમ, સ્ટેટ કાઉન્સેલર,

પ્રતિનિધિમંડળના પ્રતિષ્ઠિત સભ્યો,

મીડિયાના સભ્યો,

મહામહિમ આંગ સાન સૂ કી ભારતની પ્રથમ વખત સત્તાવાર મુલાકાતે આવ્યાં છે અને તેમને આવકારવાનો મને ખરેખર આનંદ છે. મહામહિમ, તમે ભારતીયોથી પરિચિત છો. દિલ્હીના સ્થળો, જીવંતતા અને ચહલપહલથી પણ તમે વાકેફ છો. તમારું બીજું ઘર ભારત તમને આવકારે છે! મહામહિમ, તમે આદર્શરૂપ, મહાન નેતા છો.

તમારી સ્પષ્ટ દ્રષ્ટિ, તમારું પરિપક્વ નેતૃત્વ, સંઘર્ષ અને મ્યાનમારમાં લોકશાહી સ્થાપિત કરવામાં તમે મેળવેલી સફળતા સમગ્ર વિશ્વના લોકો માટે પ્રરણારૂપ છે. ભારતમાં તમારું સ્વાગત કરવાનું અમને ખરેખર સન્માન મળ્યું છે. અમે એક-બે દિવસ અગાઉ ગોવામાં બિમસ્ટેક અને બ્રિક્સ-બિમસ્ટેક આઉટરિચ શિખર સંમેલનોમાં તમારી ભાગીદારી બદલ પણ તમારા આભારી છીએ.

મહામહિમ,

મ્યાનમારે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ નવી સફર શરૂ કરી છે. આ સફર આશા અને ઘણી અપક્ષાઓ ધરાવે છે.

તમારી સક્રિયતા અને લોકપ્રિયતા તમારા દેશના વિકાસને આ ક્ષેત્રોમાં દોરે છે;

• કૃષિ, માળખાગત સુવિધા અને ઉદ્યોગમાં;

• તમારા શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરે છે અને યુવા પેઢીની કુશળતાને વિકસાવે છે;

• શાસનની આધુનિક સંસ્થાઓનું નિર્માણ કરે છે;

• દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે વધુ ગાઢ રીતે જોડે છે; અને

• નાગરિકોને સુરક્ષા પ્રદાન કરે છે.

મહામહિમ, મારે તમને ખાતરી આપવી જોઈએ કે, તમે મ્યાનમારને વધુ આધુનિક, સુરક્ષિત, આર્થિક રીતે સમૃદ્ધ અને વધુ શ્રેષ્ઠ જોડાણ ધરાવતા રાષ્ટ્ર બનાવવા સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી રહ્યો છો, ત્યારે ભારત તમને સંપૂર્ણ સાથસહકાર આપશે.

મિત્રો,

સ્ટેટ કાઉન્સેલર અને મેં હજુ હમણા અમારી ભાગીદારીના સંપૂર્ણ ક્ષેત્રો પર વિસ્તૃત અને ફળદાયક ચર્ચા સંપન્ન કરી છે. મ્યાનમાર સાથે ભારત મજબૂત વિકાસ સહકાર કાર્યક્રમ ધરાવે છે. કલાદાન અને ત્રિકોણીય હાઇવે જેવા મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સથી લઈને માનવ સંસાધન વિકાસ, હેલ્થકેર, તાલીમ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં અમે મ્યાનમાર સાથે અમારા સંસાધનો અને કુશળતા વહેંચીએ છીએ. ભારતે મ્યાનમારના વિકાસ માટે આશરે 1.75 અબજ ડોલરની સહાય કરી છે, જેના કેન્દ્રમાં મ્યાનમારના લોકો છે. વળી તે મ્યાનમાર સરકાર અને તેના લોકોની પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. આજે અમારી વાટાઘાટમાં અમે કૃષિ, વીજળી, નવીન ઊર્જા અને વીજ ક્ષેત્રો સહિત કેટલાંક ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વધારવા સંમત થયા છીએ. ભારત મ્યાનમારમાં યેઝિનમાં વેરિએટલ ડેવલપમેન્ટ એન્ડ સીડ પ્રોડક્શન સેન્ટર વિકસાવશે, જેથી બિયારણોની ગુણવત્તામાં વધારો થશે. અમે કઠોળના વેપાર માટે પારસ્પરિક લાભદાયક સમજૂતી વિકસાવવા પણ કામ કરીશું. અમે મણિપુરમાં મોરેહથી મ્યાનમારમાં ટમુ સુધી વીજળીનો પુરવઠો પ્રદાન કરવાની અને વધારવાની ઓફર કરી છે. અમે મ્યાનમાર સરકાર દ્વારા નિયુક્ત સાઇટ પર પ્રાયોગિક એલઇડી વીજળીકરણ પ્રોજેક્ટમાં ભાગીદારી પણ બનીશું. તાજેતરમાં વીજ ક્ષેત્ર સહકાર માટે થયેલા એમઓયુ આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં અમારા જોડાણને આગળ વધારવા માળખું ઊભું કરવામાં મદદ કરશે.

મિત્રો,

નિકટતમ અને મૈત્રીપૂર્ણ પડોશી તરીકે ભારત અને મ્યાનમારના સુરક્ષાના હિતો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અમે આપણી સરહદને સમાંતર વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને એકહબીજાના વ્યૂહાત્મક હિતોની સંવેદનશીલતા જાળવવા ગાઢ સંકલન સાધવા સંમત થયા છીએ, જે આપણા બંને દેશોના હિતોનું રક્ષણ કરશે. આપણા બંને દેશના સમાજો સાંસ્કૃતિક જોડાણ પણ ધરાવે છે, જે સદીઓ જૂના છે. અમે મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપમાં નુકસાન પામેલા પેગોડાને પુનઃસ્થાપિત કરવામાં સહાય કરી છે. ભારતનો પુરાતત્ત્વીય વિભાગ બોધ ગયામાં બે પ્રાચીન મંદિરો તથા રાજા મિન્ડન અને રાજા બેગીડોના શિલાલેખોને પુનઃસ્થાપિત કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરશે.

મહામહિમ,

મ્યાનમારને શાંતિ, રાષ્ટ્રીય સમાધાન તથા આર્થિક અને સામાજિક વિકાસના માર્ગે અગ્રેસર કરવામાં હું તમારા નેતૃત્વ અને તમારી પ્રતિબદ્ધતાની એક વખત ફરી પ્રશંસા કરું છું. વિશ્વસનિય ભાગીદાર અન મિત્ર તરીકે ભારત ખભેખભો મિલાવીને તમારી સાથે છે. હું તમને અને મ્યાનમારની જનતાને તમામ ક્ષેત્રોમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.

TR