Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને ઇએનટી હોસ્પિટલનું સંયુક્ત ઉદઘાટન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી માનનીય શ્રી પ્રવિંદ જુગન્નાથે આજે સંયુક્ત રીતે વીડિયો લિંક દ્વારા મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસના લોકોને આગામી સમયમાં જીવનની ગુણવત્તા સુધારવામાં મેટ્રો અને સ્વાસ્થ્ય પરિયોજનાઓ કેવી રીતે મદદરૂપ થશે તેનું મહત્વ ટાંક્યું હતું તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતામાં પણ તેની મહત્તા દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ એવો પ્રથમ પ્રસંગ છે જેમાં ભારતના અને મોરેશિયસના નેતાઓ વીડિયો લિંક દ્વારા સમગ્ર હિન્દ મહાસાગર પાર કરીને ભેગા થયા છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી જેની પ્રતિક્ષા હતી તે મેટ્રો એક્સપ્રેસ (લાઇટ રેલ ટ્રાન્ઝિટ) પરિયોજના, મોરેશિયસમાં પરિવહનમાં એક કાર્યદક્ષ, ઝડપી અને સ્વચ્છ સાર્વજનિક પરિવહન માધ્યમના રૂપમાં પરિવર્તન લાવશે. પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી ઇએનટી હોસ્પિટલ નોંધપાત્ર પ્રમાણમાં સ્વાસ્થ્ય સંભાળની સુવિધા લોકો સુધી પહોંચડાશે અને મોરેશિયસમાં સૌપ્રથમ પેપરલેસ ઇ-હોસ્પિટલ તરીકે લોકોને લાભ આપશે.

પ્રધાનમંત્રી જગન્નાથે આ પરિયોજના તેમજ મોરેશિયસમાં વિકાસની અન્ય પરિયોજનાઓના વિકાસમાં ભારતના સહકાર બદલ અત્યંત પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી. આ બંને લોકલક્ષી પરિયોજનાઓ સમયસર પૂર્ણ કરવા બદલ તેમાં તમામ હિસ્સેદારો અને યોગદાન આપનારાઓની પણ તેમણે ખૂબ પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રી મોદીએ પણ ગ્રાન્ટ સહાય દ્વારા રેનલ યુનિટ તેમજ મેડિ-ક્લિનિકના નિર્માણ અને એરિયા સ્વાસ્થ્ય કેન્દ્રોના નિર્માણમાં મોરેશિયસને સહકાર આપવાનો ભારતે નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

આ બંને નેતાએ બંને દેશના લોકોની સુખાકારી માટે તેમજ હિન્દ મહાસાગર પ્રદેશ અને સમગ્ર દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત-મોરેશિયસ સહકારમાં વૃદ્ધિ માટે આશાવાદ દર્શાવ્યો હતો.

RP