નમસ્તે!
કિ માનિયેર મોરિસ?
આપ લોગ ઠીક હવ જાના ?
આજ હમકે મોરીશસ કે ધરતી પર
આપ લોગન કે બીચ આકે બહુત ખુશી હોત બાતૈ!
હમ આપ સબ કે પ્રણામ કરત હઈ!
મિત્રો,
10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો… ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી… હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો… આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ… એક દિવસ પછી હોળી ત્યાં પણ છે… 14મી તારીખે બધે રંગો જ હશે…
રામ કે હાથે ઢોલક સોહૈ
લછિમન હાથ મંજીરા ।
ભરત કે હાથ કનક પિચકારી…
શત્રુઘન હાથ અબીરા…
જોગિરા……
અને જ્યારે હોળીની વાત આવે છે… તો ગુજિયાની મીઠાશ કેવી રીતે ભૂલી શકાય? એક સમય હતો… જ્યારે ભારતના પશ્ચિમ ભાગમાં મીઠાઈ માટે ખાંડ પણ મોરેશિયસથી આવતી હતી. કદાચ આ જ કારણ હતું કે ખાંડને ગુજરાતીમાં ‘મોરા‘ પણ કહેવામાં આવતું હતું. સમય જતાં, ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોની મીઠાશ વધુ વધી રહી છે. આ મીઠાશ સાથે… હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મિત્રો,
જ્યારે પણ હું મોરેશિયસ આવું છું, ત્યારે મને એવું લાગે છે કે જાણે હું મારા પોતાના લોકો વચ્ચે આવ્યો છું. અહીંની હવામાં, અહીંની માટીમાં, અહીંના પાણીમાં… ગવાયેલા ગીતોમાં… ઢોલના તાલમાં… દાળ પુરીમાં… કુચ્ચા અને ગાતો પિમામાં ભારતની સુગંધ છે… અને એ સ્વાભાવિક પણ છે… અહીંની માટીમાં ઘણાં હિન્દુસ્તાનીઓનું ….. આપણા પૂર્વજોનું લોહી અને પરસેવા અહીંની માટીમાં ભળેલા છે. આપણે બધા એક પરિવાર છીએ… આ ભાવના સાથે, પ્રધાનમંત્રી નવીન રામ ગુલામજી અને મંત્રીમંડળના સાથીદારો અહીં આપણી વચ્ચે હાજર છે. હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. પ્રધાનમંત્રી નવીનજીએ હમણાં જ જે કહ્યું… તે શબ્દો ફક્ત હૃદયમાંથી નીકળી શકે છે. તેમના હૃદયમાંથી નીકળેલા શબ્દો માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
મિત્રો,
મોરેશિયસના લોકો, મોરેશિયસ સરકાર અને હવે જેમ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે, તેમણે મને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનો નિર્ણય લીધો છે… હું તમારા નિર્ણયને નમ્રતાપૂર્વક સ્વીકારું છું. આ ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક સંબંધો માટે આદર છે. આ તે ભારતીયોને શ્રદ્ધાંજલિ છે જેમણે પેઢી દર પેઢી આ ભૂમિની સારી સેવા કરી છે… આજે તેઓએ મોરેશિયસને આ ઊંચાઈ પર પહોંચાડ્યું છે. આ સન્માન માટે હું મોરેશિયસના દરેક નાગરિક અને અહીંની સરકારનો આભાર માનું છું.
મિત્રો,
ગયા વર્ષે, ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન હતા. આ મોરેશિયસ અને ભારત વચ્ચેના સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. અને 12 માર્ચને રાષ્ટ્રીય દિવસ તરીકે પસંદ કરવો… એ આપણા બંને દેશોના સહિયારા ઇતિહાસનું પ્રતિબિંબ છે. આ એ જ દિવસ છે જ્યારે મહાત્મા ગાંધીએ ગુલામી સામે દાંડી સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ દિવસ બંને દેશોના સ્વતંત્રતા સંગ્રામોને યાદ કરવાનો દિવસ છે. બેરિસ્ટર મણિલાલ ડોક્ટર જેવા મહાન વ્યક્તિત્વને કોઈ ભૂલી શકે નહીં, જેમણે મોરેશિયસ આવીને લોકોના અધિકારો માટે લડવાનું શરૂ કર્યું. અમારા કાકા રામગુલામજીએ નેતાજી સુભાષ અને અન્ય લોકો સાથે મળીને ગુલામી સામે અભૂતપૂર્વ સંઘર્ષ કર્યો. બિહારના પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં, શિવ સાગરજીની પ્રતિમા આપણને આ પરંપરાની યાદ અપાવે છે. અહીં પણ, નવીનજી સાથે, મને શિવસાગરજીને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો છે.
મિત્રો,
જ્યારે હું તમારી વચ્ચે આવું છું… તમને મળું છું… તમારી સાથે વાત કરું છું… ત્યારે હું પણ બસો વર્ષ પહેલાંની એ વાતોમાં ખોવાઈ જાઉં છું… જેના વિશે આપણે ફક્ત વાંચ્યું છે… ગુલામીના સમયગાળા દરમિયાન જૂઠું બોલીને અહીં લાવવામાં આવેલા ઘણા ભારતીયો… જેમણે પીડા મળી, તકલીફ ભોગવી… વિશ્વાસઘાત સહન કર્યો… અને મુશ્કેલીઓના તે સમયગાળામાં તેમનો ટેકો હતો… ભગવાન રામ… રામ ચરિત માનસ… ભગવાન રામનો સંઘર્ષ… તેમની જીત… તેમની પ્રેરણા… તેમની તપસ્યા… તેઓએ ભગવાન રામમાં પોતાને જોયા… તેમને ભગવાન રામ પાસેથી વિશ્વાસ મળ્યો…
રામ બનિઇહૈં તો બન જઈહૈ,
બિગડી બનત બનત બન જાહિ ।
ચૌદહ બરિસ રહે વનવાસી,
લૌટે પુનિ અયોધ્યા માઁહિ ।।
એસે દિન હમરે ફિર જઇહૈં,
બંધુવન કે દિન જઇહૈં બીત ।
પુનઃ મિલન હમરૌ હોઈ જઈહૈ,
જઇહૈ રાત ભયંકર બીત ।।
મિત્રો,
મને યાદ છે… 1998માં, મને અહીં ‘આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલન‘ માટે આવવાની તક મળી… તે સમયે હું કોઈ સરકારી પદ પર નહોતો… હું એક સામાન્ય કાર્યકર તરીકે આવ્યો હતો. અને કેવો સંયોગ… નવીનજી તે સમયે પણ પ્રધાનમંત્રી હતા. પછી જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો… નવીનજી મારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી આવ્યા હતા.
મિત્રો,
ભગવાન રામ અને રામાયણ પ્રત્યે જે શ્રદ્ધા અને લાગણી મને ઘણા વર્ષો પહેલા અહીં અનુભવાઈ હતી, તે આજે પણ મને એવી જ લાગે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ લાગણીઓની લહેર જોવા મળી હતી, જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું… આપણી 500 વર્ષની રાહનો અંત આવ્યો… ભારતમાં તે સમયે જે ઉત્સાહ અને ઉજવણી હતી… આપણે અહીં મોરેશિયસમાં પણ એટલી જ મોટી ઉજવણી જોઈ. તમારી લાગણીઓને સમજીને, મોરિશિયસે પણ અડધા દિવસની રજા જાહેર કરી હતી. ભારત અને મોરેશિયસ વચ્ચેનો આ વિશ્વાસનો સંબંધ… આપણી મિત્રતાનો મુખ્ય આધાર છે.
મિત્રો,
મને ખબર છે કે મોરેશિયસના ઘણા પરિવારો હમણાં જ મહાકુંભથી પાછા ફર્યા છે. દુનિયા આશ્ચર્યચકિત છે, માનવ ઇતિહાસમાં આ દુનિયાનો સૌથી મોટો મેળાવડો હતો. 65-66 કરોડ લોકો. અને તેમાં મોરેશિયસના લોકો પણ આવ્યા. પરંતુ હું એ પણ જાણું છું કે મોરેશિયસમાં મારા પરિવારના ઘણા સભ્યો, તેમની ઇચ્છા હોવા છતાં, એકતાના આ મહાન કુંભમાં આવી શક્યા નહીં. હું તમારી લાગણીઓ પ્રત્યે સભાન છું. તેથી… હું તમારા માટે પવિત્ર સંગમનું અને તે જ સમયનું મહાકુંભનું પવિત્ર જળ લાવ્યો છું. આ પવિત્ર જળ આવતીકાલે અહીં ગંગા તળાવમાં અર્પણ કરવામાં આવશે. 50 વર્ષ પહેલાં પણ…ગંગાનું પાણી અહીં ગોમુખથી લાવવામાં આવતું હતું. અને ગંગા તળાવમાં અર્પણ કર્યું. હવે કાલે ફરી કંઈક આવું જ થવાનું છે. મારી પ્રાર્થના છે કે માતા ગંગાના આશીર્વાદ અને મહાકુંભના આ પ્રસાદથી, મોરેશિયસ સમૃદ્ધિની નવી ઊંચાઈઓને સ્પર્શે.
મિત્રો,
મોરેશિયસને ભલે 1968માં આઝાદી મળી હોય… પરંતુ આ દેશ જે રીતે બધાને સાથે લઈને આગળ વધ્યો… તે વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. દુનિયાના વિવિધ ભાગોમાંથી લોકો અહીં આવીને સ્થાયી થયા છે. એક રીતે, આ વિવિધ સંસ્કૃતિઓનો સુંદર બગીચો છે. અમારા પૂર્વજો અહીં ભારતના અન્ય ભાગોમાંથી લાવવામાં આવ્યા હતા, પછી ભલે તે બિહાર હોય કે યુપી. જો આપણે ભાષા, બોલી અને ખોરાક પર નજર કરીએ તો, મોરેશિયસમાં એક નાનું ભારત વસે છે. આ એક લઘુચિત્ર ભારત છે. ભારતીયોની ઘણી પેઢીઓએ મોરેશિયસને રૂપેરી પડદે પણ જોયું છે. જો તમે હિટ હિન્દી ગીતો જોશો, તો તમને તેમાં ઇન્ડિયા હાઉસ દેખાશે… આઈલ ઓક્સ સેર્ફ્સ… ગ્રીસ-ગ્રીસ બીચના દૃશ્યો જોઈશું… કૌડન વોટરફ્રન્ટ… રોચેસ્ટર ફોલ્સનો અવાજ… મોરેશિયસનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે જે ભારતીય ફિલ્મોનો ભાગ ન બન્યો હોય. એટલે કે જો સૂર ભારતીય હોય અને શૂટિંગ સ્થાન મોરેશિયસ હોય, તો ફિલ્મ હિટ થવાની ગેરંટી વધી જાય છે.
મિત્રો,
હું આખા ભોજપુરી પટ્ટા સાથે… બિહાર સાથે તમારા ભાવનાત્મક જોડાણને પણ સમજું છું. પૂર્વાંચલના સાંસદ હોવાને કારણે, હું જાણું છું કે બિહારમાં કેટલી સંભાવના છે. એક સમય હતો જ્યારે બિહાર વિશ્વની સમૃદ્ધિનું કેન્દ્ર હતું. હવે, આપણે સાથે મળીને બિહારનું ગૌરવ પાછું લાવવા માટે કામ કરી રહ્યા છીએ.
મિત્રો,
જ્યારે વિશ્વના ઘણા ભાગો શિક્ષણથી દૂર હતા, ત્યારે નાલંદા જેવી શિક્ષણની યાત્રા, એક વૈશ્વિક સંસ્થા, ભારતમાં, બિહારમાં હતી. અમારી સરકારે નાલંદા યુનિવર્સિટી અને નાલંદા ભાવનાને ફરીથી જીવંત કરી છે. ભગવાન બુદ્ધના સંદેશા આજે વિશ્વને વિશ્વ શાંતિ માટે પ્રેરણા આપે છે. અમે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આપણા આ વારસાને મજબૂત બનાવી રહ્યા છીએ. બિહારના મખાના, આજે ભારતમાં તેની ખૂબ ચર્ચા થાય છે. તમે જોશો કે એ દિવસ દૂર નથી જ્યારે બિહારનું આ મખાના વિશ્વભરના નાસ્તાના મેનુનો ભાગ બનશે.
આપણે જાણીએ છીએ કે અહીંના લોકોને મખાના કેટલું ગમે છે…
મને પણ મખાના ખૂબ ગમે છે…
મિત્રો,
આજે ભારત નવી પેઢી માટે મોરેશિયસ સાથેના પોતાના જૂના સંબંધોને સાચવી રહ્યું છે અને તેનું સન્માન કરી રહ્યું છે. મને ખુશી છે કે મોરેશિયસમાં ભારતીય ડાયસ્પોરાની સાતમી પેઢી સુધી OCI કાર્ડનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મને મોરેશિયસના રાષ્ટ્રપતિ અને તેમના પત્ની વૃંદાજીને OCI કાર્ડ આપવાનું સન્માન મળ્યું. મને પ્રધાનમંત્રી અને તેમના પત્ની વીણાજીને OCI કાર્ડ સોંપવાની તક પણ મળી. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન, મેં વિશ્વભરમાં સ્થાયી થયેલા ગિરમિટીયા (કરારબદ્ધ) સમુદાય માટે કેટલીક પહેલ કરવાનું પણ કહ્યું હતું. તમને જાણીને આનંદ થશે કે ભારત સરકાર ગિરમિટીયા (કરારબદ્ધ) મજૂરોનો ડેટાબેઝ બનાવવા પર કામ કરી રહી છે. ગિરમિટીયા મજૂર સમુદાયના લોકો કયા ગામડાઓ અને શહેરોમાંથી વિદેશ ગયા હતા તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અમે તે સ્થળોની પણ ઓળખ કરી રહ્યા છીએ જ્યાં તેઓ સ્થાયી થયા હતા. ભૂતકાળથી વર્તમાન સુધી, ગિરમિટીયા મજૂરોનો સમગ્ર ઇતિહાસ, તેમની સમગ્ર યાત્રાને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવી રહી છે. અમારો પ્રયાસ એ છે કે ગિરમિટીયા શ્રમ વારસા પર એક અભ્યાસ થવો જોઈએ… કોઈ યુનિવર્સિટી તેની સાથે સંકળાયેલી હોવી જોઈએ… અને સમય સમય પર વિશ્વ ગિરમિટીયા શ્રમ પરિષદનું પણ આયોજન થવું જોઈએ. ભારત મોરેશિયસ અને ગિરમિટીયા સમુદાય ધરાવતા અન્ય દેશો સાથે મળીને ‘ ઇન્ડેન્ચર્ડ લેબર રૂટ્સ‘ ઓળખવા પર પણ કામ કરશે. અમે આ માર્ગો સાથે સંકળાયેલા વારસા સ્થળો, જેમ કે મોરેશિયસમાં આવેલ અપ્રવાસી ઘાટ, ને સાચવવાનો પ્રયાસ કરીશું.
મિત્રો,
મોરેશિયસ ફક્ત એક ભાગીદાર દેશ નથી. અમારા માટે, મોરેશિયસ એક પરિવાર છે. આ બંધન ઊંડું અને મજબૂત છે, જે ઇતિહાસ, વારસો અને માનવ ભાવનામાં મૂળ ધરાવે છે. મોરેશિયસ ભારતને વિશાળ વૈશ્વિક દક્ષિણ સાથે જોડતો પુલ પણ છે. એક દાયકા પહેલા, 2015માં પ્રધાનમંત્રી તરીકે મોરેશિયસની મારી પહેલી મુલાકાત વખતે, મેં ભારતના SAGAR વિઝનની જાહેરાત કરી હતી. સાગરનો અર્થ થાય છે ‘પ્રદેશના બધા માટે સુરક્ષા અને વિકાસ’. આજે પણ, મોરેશિયસ આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં છે. રોકાણ હોય કે માળખાગત સુવિધા, વાણિજ્ય હોય કે કટોકટી પ્રતિભાવ, ભારત હંમેશા મોરેશિયસની સાથે ઉભું છે. મોરેશિયસ એ આફ્રિકન યુનિયનનો પહેલો દેશ છે જેની સાથે અમે 2021માં વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેણે નવી તકો ખોલી છે, જેનાથી મોરેશિયસને ભારતીય બજારોમાં પ્રાધાન્યક્ષમ પ્રવેશ મળ્યો છે. ભારતીય કંપનીઓએ મોરેશિયસમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે. અમે મોરેશિયસના લોકો માટે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સના નિર્માણમાં ભાગીદારી કરી છે. તે વિકાસને વેગ આપી રહ્યું છે, રોજગારીનું સર્જન કરી રહ્યું છે અને ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યું છે. ભારત મોરેશિયસમાં ક્ષમતા નિર્માણમાં ગર્વિત ભાગીદાર છે.
મિત્રો,
વિશાળ સમુદ્રી પ્રદેશો ધરાવતા મોરેશિયસને ગેરકાયદેસર માછીમારી, ચાંચિયાગીરી અને ગુનાઓથી તેના સંસાધનોને સુરક્ષિત રાખવાની જરૂર છે. એક વિશ્વસનીય અને ભરોષાપાત્ર મિત્ર તરીકે, ભારત મોરેશિયસ સાથે તમારા રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા અને હિંદ મહાસાગર ક્ષેત્રને સુરક્ષિત કરવા માટે કામ કરે છે. કટોકટીના સમયમાં, ભારત હંમેશા મોરેશિયસની સાથે ઉભું રહ્યું છે. જ્યારે કોવિડ-19 ત્રાટક્યું, ત્યારે ભારત 1 લાખ રસી અને આવશ્યક દવાઓ પહોંચાડનાર પ્રથમ દેશ હતો. જ્યારે મોરેશિયસ કટોકટીનો સામનો કરે છે, ત્યારે ભારત પ્રથમ પ્રતિભાવ આપનાર હોય છે. જ્યારે મોરેશિયસ સમૃદ્ધ થાય છે, ત્યારે ભારત સૌથી પહેલા ઉજવણી કરે છે. છેવટે, જેમ મેં પહેલા કહ્યું હતું, અમારા માટે, મોરેશિયસ એક પરિવાર છે.
મિત્રો,
ભારત અને મોરેશિયસ ફક્ત ઇતિહાસ દ્વારા જ જોડાયેલા નથી… આપણે ભવિષ્યની શક્યતાઓ દ્વારા પણ જોડાયેલા છીએ. ભારત જે તમામ ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, તે તમામ ક્ષેત્રોમાં તે મોરેશિયસને વિકાસ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. મોરેશિયસની મેટ્રો… ઇલેક્ટ્રિક બસો… સૌર ઉર્જા પ્રોજેક્ટ… UPI અને RuPay કાર્ડ જેવી આધુનિક સુવિધાઓ… નવી સંસદ ભવન… ભારત મૈત્રીપૂર્ણ ભાવનાથી મોરેશિયસને સમર્થન આપી રહ્યું છે. આજે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ છે. ખૂબ જ ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. ભારત હંમેશા ઇચ્છે છે કે મોરેશિયસને પણ ભારતના વિકાસનો સંપૂર્ણ લાભ મળે. તેથી, જ્યારે ભારતને G-20નું પ્રમુખપદ મળ્યું, ત્યારે અમે મોરેશિયસને ખાસ આમંત્રિત તરીકે સામેલ કર્યું. ભારતમાં આયોજિત સમિટમાં, પ્રથમ વખત, આફ્રિકન યુનિયનને G-20નો કાયમી સભ્ય બનાવવામાં આવ્યો. આ માંગણી વર્ષોથી ચાલી રહી હતી, પરંતુ તે ત્યારે જ પૂર્ણ થઈ જ્યારે ભારતને G-20નું પ્રમુખપદ મળ્યું.
મિત્રો,
અહીં એક પ્રખ્યાત ગીત છે…
તાર બાંધી ધરતી ઉપર
આસામાન ગે માઈ…
ઘુમી ફિરી બાંધિલા
દેવ અસ્થાન ગે માઈ…
ગોર તોહર લાગીલા
ધરતી હો માઈ…
આપણે ધરતીને માતા માનીએ છીએ. જ્યારે હું 10 વર્ષ પહેલાં મોરેશિયસ આવ્યો હતો, ત્યારે મેં આખી દુનિયાને કહ્યું હતું કે… હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ પર મોરેશિયસને સાંભળવું જોઈએ. મને ખુશી છે કે આજે મોરેશિયસ અને ભારત સાથે મળીને દુનિયાને આ દિશામાં જાગૃત કરી રહ્યા છે. મોરેશિયસ… ભારત આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, ગ્લોબલ બાયોફ્યુઅલ જોડાણ જેવી પહેલનો મુખ્ય સભ્ય છે. આજે મોરેશિયસમાં ‘એક પેડ મા કે નામ સાથે પણ સંકળાયેલું છે. આજે મેં અને પ્રધાનમંત્રી નવીન રામગુલામજીએ ‘એક પેડ મા કે નામ‘ અભિયાન હેઠળ એક વૃક્ષ પણ વાવ્યું છે. આ એક એવું અભિયાન છે જેમાં વ્યક્તિની જૈવિક માતા અને ધરતી માતા બંને સાથે જોડાણ જોવા મળે છે. હું મોરેશિયસના તમામ લોકોને આ અભિયાનનો ભાગ બનવા વિનંતી કરીશ.
મિત્રો,
21મી સદીમાં, મોરેશિયસ માટે ઘણી શક્યતાઓ ઉભરી રહી છે. હું તમને ખાતરી આપું છું કે ભારત દરેક પગલે મોરેશિયસની સાથે ઉભું છે. હું ફરી એકવાર પ્રધાનમંત્રી, તેમની સરકાર અને મોરેશિયસના લોકોનો આભાર માનું છું.
ફરી એકવાર તમને રાષ્ટ્રીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ આભાર.
નમસ્કાર.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
The deep-rooted cultural connection between India and Mauritius is evident in the warmth of the diaspora. Addressing a community programme. https://t.co/UWOte6cUlW
— Narendra Modi (@narendramodi) March 11, 2025
Whenever I come to Mauritius, it feels like I am among my own, says PM @narendramodi during the community programme. pic.twitter.com/2qDAfCBgpg
— PMO India (@PMOIndia) March 11, 2025
The people and the government of Mauritius have decided to confer upon me their highest civilian honour.
— PMO India (@PMOIndia) March 11, 2025
I humbly accept this decision with great respect.
This is not just an honour for me, it is an honour for the historic bond between India and Mauritius: PM @narendramodi pic.twitter.com/9cyCr6sje4
Mauritius is like a ‘Mini India’. pic.twitter.com/hLDaxVk9g5
— PMO India (@PMOIndia) March 11, 2025
Our government has revived Nalanda University and its spirit: PM @narendramodi pic.twitter.com/7xAZ38OYAw
— PMO India (@PMOIndia) March 11, 2025
Bihar's Makhana will soon become a part of snack menus worldwide. pic.twitter.com/XXDkaRGEYI
— PMO India (@PMOIndia) March 11, 2025
The decision has been made to extend the OCI Card to the seventh generation of the Indian diaspora in Mauritius. pic.twitter.com/20944PRFhT
— PMO India (@PMOIndia) March 11, 2025
Mauritius is not just a partner country. For us, Mauritius is family: PM @narendramodi pic.twitter.com/Giw7HNt7eb
— PMO India (@PMOIndia) March 11, 2025
Mauritius is at the heart of India's SAGAR vision. pic.twitter.com/qEXRSR81mH
— PMO India (@PMOIndia) March 11, 2025
When Mauritius prospers, India is the first to celebrate. pic.twitter.com/NsgYZRlgtC
— PMO India (@PMOIndia) March 11, 2025
Under the 'Ek Ped Maa Ke Naam' initiative, a sapling was planted by PM @narendramodi and PM @Ramgoolam_Dr in Mauritius. pic.twitter.com/Uqnuylots2
— PMO India (@PMOIndia) March 11, 2025
A splendid community programme in Mauritius! Thankful to our diaspora for the affection.
— Narendra Modi (@narendramodi) March 11, 2025
As I said during my speech- Mauritius is not just a partner country. For us, Mauritius is family. pic.twitter.com/RUpaibxT8r
The presence of my friend, Prime Minister Dr. Navinchandra Ramgoolam and Mrs. Veena Ramgoolam made today’s community programme in Mauritius even more special. I also handed over OCI cards to them, illustrating the importance he attaches to India-Mauritius friendship.… pic.twitter.com/MEZfnsQLME
— Narendra Modi (@narendramodi) March 11, 2025
मेरे लिए मॉरीशस का सर्वोच्च नागरिक सम्मान दोनों देशों के ऐतिहासिक रिश्तों के साथ ही उन भारतवंशियों का भी सम्मान है, जिन्होंने मॉरीशस को इस ऊंचाई तक पहुंचाने में अमूल्य योगदान दिया है। pic.twitter.com/yFN9ZwlSf6
— Narendra Modi (@narendramodi) March 11, 2025
प्रभु श्री राम हों या रामायण या फिर गंगा मैया के प्रति अटूट आस्था, भारत-मॉरीशस के बीच मित्रता का यह बहुत बड़ा आधार है। pic.twitter.com/Yu6yayPnPC
— Narendra Modi (@narendramodi) March 11, 2025
पूर्वांचल का सांसद होने के नाते मैं यह समझ सकता हूं कि बिहार और भोजपुरी बेल्ट के साथ मॉरीशस के कितने भावुक संबंध हैं। pic.twitter.com/RxKg2O27HR
— Narendra Modi (@narendramodi) March 11, 2025
The last decade has witnessed numerous efforts on the part of the Government of India to improve friendship with Mauritius. pic.twitter.com/bsoO3UsrkN
— Narendra Modi (@narendramodi) March 11, 2025
Mauritius is at the heart of our SAGAR Vision. pic.twitter.com/xAH2Wlymb7
— Narendra Modi (@narendramodi) March 11, 2025
India and Mauritius will continue working together to make our planet prosperous and sustainable. pic.twitter.com/Onoz40diOV
— Narendra Modi (@narendramodi) March 11, 2025