પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં માઇલન લક્ઝ્મબર્ગ એસ.એ.આર.એલ. અને / અથવા માઇલ જૂથ બી.વી, નેધરલેન્ડસ દ્વારા માઇલન લેબોરેટરીઝ લિમિટેડમાં 750 મિલિયન અમેરિકન ડોલર સુધીના સીધા વિદેશી રોકાણમાં વધારો કરવા માટે, ઇક્વિટી શેર અને / અથવા પરિવર્તનીય ડિબેન્ચરની સદસ્યતાના માધ્યમથી, શેરધારકોથી ડિમર્જર પછી જેપીએલની સંપૂર્ણ હિસ્સેદારીના અધિગ્રહણ માટે આવશ્યક ધનનો ભાગ પ્રદાન કરવા માટે, આર્થિક બાબતોના વિભાગના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે. આ શેરધારકોમાં ઓરજાબા અને નિવાસી ભારતીય શેરધારકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મંજૂરી સાથે જ દેશમાં 750 મિલિયન અમેરિકન ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવશે. આ અનુમોદન નીચે જણાવેલ શરતોના આધારે આપવામાં આવ્યું છેઃ
(1) વિદેશી મૂડીરોકાણના સમય ઉપભોગ્ય અને એનએલઈએમ દવાઓના ઉત્પાદન સ્તર અને ઘરેલુ બજારમાં તેની આપૂર્તિને નિરપેક્ષ માત્રાત્મક સ્તરે આવનારા પાંચ વર્ષ સુધી જાળવી રાખવું. આ સ્તર માટે માનદંડનો નિર્ણય, વિદેશી સીધુ મૂડીરોકાણના પ્રેરણના વર્ષના તરત પછી પૂર્વવર્તી ત્રણ નાણાકીય વર્ષમાંથી કોઇ એકમાં ઉપભોગ્ય સામગ્રીઓ અને / અથવા એનએલઇએમ દવાઓના ઉત્પાદનના સ્તરના સંદર્ભે કરવામાં આવશે. આ ત્રણ વર્ષમાંથી કોઇ વર્ષનો પણ સૌથી ઉચ્ચતમ સ્તરના ઉત્પાદન સ્તર તરીકે લેવામાં આવશે.
(2) અનુસંધાન અને વિકાસ ખર્ચને સીધા વિદેશી રોકાણના ઇન્ડકશનના સમયથી પાંચ વર્ષ માટે એક નિરપેક્ષ માત્રાત્મક સ્તરે, મૂલ્યના સંદર્ભમાં બનાવી રાખવું પડશે. તેના માપદંડનું સ્તર નક્કી કરવા માટે સીધા વિદેશી રોકાણના પ્રેરણના બરોબર અગાઉના ત્રણ નાણાકીય વર્ષમાં કોઇમાં પણ અનુસંધાન અને વિકાસ પર સૌથી વધુ ખર્ચવાળા નાણાકીય વર્ષના સ્તરથી નક્કી કરવામાં આવશે.
(3) સંબંધિત વહીવટી મંત્રાલય અને એફઆઈપીબી સચિવાલય, રોકાણ કંપનીમાં વિદેશી રોકાણના પ્રેરણની માહિતીની સાથે સાથે ટેકનોલોજી હસ્તાંતરણ સાથે સંકળાયેલી સંપૂર્ણ માહિતી પ્રદાન કરાશે.
(4) સીધુ વિદેશી રોકાણ મેળવનારી કંપની, આવનારા પાંચ વર્ષ સુધી, પાછલા ત્રણ નાણાકીય વર્ષોમાંથી કોઇ એકના ઉત્પાદન ઉચ્ચતમ માત્રાના સ્તર પર, ઘરેલુ ટેરિફ ક્ષેત્રો માટે એનએલઇએમ હેઠળ દવાઓનું ઉત્પાદન ચાલુ રાખશે.
(5) કંપનીને સીધા વિદેશી રોકાણ મળવાના અગાઉના ત્રણ નાણાકીય વર્ષમાંથી કોઇ એકમાં કરવામાં આવેલા અનુસંધાન અને વિકાસના અધિકત્તમ ખર્ચના સ્તરને જાળવી રાખવું આવશ્યક રહેશે. આ નિરપેક્ષ સ્તર આગળના પાંચ વર્ષ માટે જાળવી રાખવા જોઇએ.
(6) સંભવિત રોકાણકાર અને સંભવિત પ્રાપ્તકર્તા એકમના સંબંધમાં કોઇ બિનપ્રતિસ્પર્ધા શરત અથવા ઉપનિયમ નહીં.
(7) લેણ-દેણના દ્વિતિય ચરણમાં મેસર્સ જય ફાર્મા લિમિટેડના શેરોના અધિગ્રહણ માટે માઇલન સમૂહ દ્વારા તાજા વિદેશી ફંડોને લાવવું સામેલ છે. આ લેણ-દેણથી ઉત્પન્ન પૂંજીગત લાભની કર જવાબદારી ક્ષેત્ર ગઠન દ્વારા ચકાસવામાં આવશે.
(8) વિદેશી રોકાણકારો દ્વારા શેરોના અલગાવ પર લાભાંશના કરાધાન અને ભવિષ્યમાં પૂંજીગત આવક, વ્યાજથી આવક અને કોઇપણ અન્ય પ્રકારની આવકથી લાભને આ મામલે સંકળાયેલા તથ્યોને જોતા આયકર અધિનિયમ 1961ની જોગવાઈઓ અને ડીટીએએના અનુસાર ક્ષેત્ર ગઠન દ્વારા તપાસ કરાવવામાં આવશે.
(9) આયકર અધિનિયમ અથવા સંબંધિત ડીટીએએ હેઠળ કરમાં કોઇપણ પ્રકારની રાહતના દાવાની યોગ્યતા અને સીમાનું પરિક્ષણ અધિકરણ દ્વારા સ્વતંત્ર રૂપથી કરાવવામાં આવશે તથા આવું કોઇપણ અનુમોદન, રાહત આપવાની યોગ્યતાની માન્યતા નહીં રહેશે.
(10) અનુમોદન, આ નિર્ધારિત કરવા માટે કર તપાસથી કોઇપણ પ્રકારની છૂટ પ્રદાન નહીં કરવામાં આવે કે શું વિશિષ્ટ અથવા સામાન્ય એન્ટી અવોયડન્સ નિયમ લાગૂ પડી રહ્યા છે.
(11) એફઆઈપીબીના દિશા-નિર્દેશોના અનુસાર નિર્ધારિત વિભિન્ન ચૂકવણીઓ, સેવાઓ, સંપત્તિ, શેરો વગેરેનું ઉચિત બજાર મૂલ્યનું કાર કાયદા અને નિયમો હેઠળ કર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને કર પ્રયોજનના અનુસાર જુદુ જુદુ હોઇ શકે છે.
J.Khunt/GP