Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મૂળભૂત અને શોધકર્તા વૈજ્ઞાનિક અનુસંધાનના સંચાલન માટે એક સમન્વિત અનુદાન સ્પર્ધાના સંદર્ભમાં સહયોગ હેતુ ભારત અને રશિયા વચ્ચે કરાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળને આજે ભારત અને રશિયા વચ્ચે મે 2015માં થયેલ એક સમજૂતિથી માહિતગાર કરવામાં આવ્યું હતું. આ સમજૂતિ ભારત અને રશિયાના શોધકર્તાઓને મૂળ અને શોધકર્તા વિજ્ઞાન (બેઝિક એન્ડ એક્સપ્લોરેટરી સાયન્સ)ના ક્ષેત્રોમાં અનુસંધાન પરિયોજનાઓના સંયુક્ત અમલ માટે પ્રતિસ્પર્ધી અનુસંધાન અનુદાન ઉપલબ્ધ કરાવે છે.

સમજૂતિમાં અવધિ છ વર્ષ માટે માન્ય છે અને તેને વિજ્ઞાન અને ટેકનોલોજી (ડીએસટી) વિભાગ અને રશિયન વિજ્ઞાન ફેડરેશન (આરએસએફ) વચ્ચે પરસ્પર સમંતિના માધ્યમથી વધારી શકાય તેમ છે.

આ પ્રતિસ્પર્ધા ગણિત, કોમ્પ્યુટર અને પ્રણાલી વિજ્ઞાન, ભૌતિક અને અંતરિક્ષ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને વસ્તુ શાસ્ત્ર, જીવ અને જીવન વિજ્ઞાન, દવા, કૃષિ વિજ્ઞાન, પૃથ્વી વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિજ્ઞાન માટે પાયાના અનુસંધાનના ક્ષેત્રોમાં આયોજીત કરવામાં આવશે. આર્થિક સહાય માટે અનુસંધાન પરિયોજનાઓની ઓળખ કરવાનો નિર્ણય ડીએસટી અને આરએસએફ દ્વારા સંયુક્ત રુપથી લેવામાં આવશે. આ સહયોગના માધ્યમથી જ્ઞાનની નવી પેઢી, સંયુક્ત વૈજ્ઞાનિક પ્રકાશનો, જનશક્તિ પ્રશિક્ષણ અને આઈપી પેઢીને પ્રોત્સાહન મળશે.

AP/J.Khunt