પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નીતિમાં અનેક સુધારાને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ એફડીઆઇ નીતિને ઉદાર બનાવવાનો છે અને તેને સરળ બનાવવાનો છે, જેથી દેશમાં વ્યાપાર-વાણિજ્યમાં સરળતા ઊભી થાય, જેનાં પરિણામે દેશમાં એફડીઆઇનો પ્રવાહ વધશે, જે રોકાણ, આવક અને રોજગારીની વૃદ્ધિમાં વધારો કરશે.
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) આર્થિક વૃદ્ધિનું મુખ્ય પરિબળ છે અને દેશનાં આર્થિક વિકાસ માટે દેવા વિનાનાં નાંણાનો સ્ત્રોત છે. સરકારે એફડીઆઇ અંગે રોકાણને અનુકૂળ નીતિ બનાવી છે, જે અંતર્ગત મોટા ભાગનાં ક્ષેત્રો/પ્રવૃત્તિઓમાં સ્વચાલિત રૂટ પર 100 ટકા સુધી એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ, નિર્માણ, વિકાસ, વીમા, પેન્શન, અન્ય નાણાકીય સેવાઓ, સંપત્તિ પૂનર્નિર્માણ કંપનીઓ, પ્રસારણ, નાગરિક ઉડ્ડયન, ફાર્માસ્યુટિકલ્સ, ટ્રેડિંગ વગેરે અનેક ક્ષેત્રોમાં એફડીઆઇ નીતિમાં સુધારા કરવામાં આવ્યાં છે.
સરકારે લીધેલા પગલાંને પરિણામે દેશમાં એફડીઆઇ રોકાણમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન દેશમાં કુલ એફડીઆઈ રોકાણ 45.15 અબજ ડોલર મળ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં 36.05 અબજ ડોલર રોકાણ મળ્યું હતું. નાણાકીય વર્ષ 2015-16માં દેશમાં કુલ 55.46 અબજ ડોલરનું એફડીઆઇ મળ્યું હતું. નાણાકીય વર્ષ 2016-17માં 60.08 અબજ ડોલરનું કુલ એફડીઆઈ મળ્યું છે, જે અત્યાર સુધી કોઈ પણ વર્ષમાં દેશને મળેલું સૌથી વધુ એફડીઆઇ છે.
એવું માનવામાં આવે છે કે, દેશ ઘણું વધારે વિદેશી રોકાણ મેળવવાની સંભવિતતા ધરાવે છે, જેને એફડીઆઇ નીતિ વધુ ઉદાર બનાવીને અને સરળ બનાવીને પ્રાપ્ત કરી શકાશે. તે મુજબ, સરકારે એફડીઆઇ નીતિમાં અનેક સુધારા કરવાનો નિર્ણય લીધો છે.
વિગતઃ
એક જ બ્રાન્ડનાં છુટક વેચાણ – સિંગલ બ્રાન્ડ રીટેલ ટ્રેડિંગ (એસબીઆરટી)માં એફડીઆઇ માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી
iii. બિન-નિવાસી એકમ અથવા એકમો, તેઓ બ્રાન્ડના માલિક હોય કે ન હોય, તે વિશિષ્ટ બ્રાન્ડ માટે દેશમાં ‘એકલ બ્રાન્ડ’ વાળા ઉત્પાદનનો છૂટક કારોબાર કરવાની અનૂમતિ આપવામાં આવી છે. આ છૂટક વેપાર, સીધા બ્રાન્ડ માલિક દ્વારા અથવા એક જ બ્રાન્ડના છૂટક વેચાણ કરનારા ભારતીય એકમ અને બ્રાન્ડના માલિક વચ્ચે થયેલી કાનૂની તર્કસંગત સમજૂતિ દ્વારા કરી શકાય છે.
નાગરિક ઉડ્ડયન
હાલની નીતિ મુજબ, અનુસૂચિત અને બિન અનુસૂચિત હવાઇ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં કાર્યરત ભારતીય કંપનીઓની મૂડીમાં તેમની ચુકવેલી મૂડીનાં 49 ટકા સુધી સરકારી મંજૂરી અંતર્ગત વિદેશી એરલાઇન્સને રોકાણ કરવાની છૂટ છે. જોકે આ જોગવાઈ અત્યારે એર ઇન્ડિયાને લાગુ પડતી નથી, જેનો અર્થ એ છે કે વિદેશી એરલાઇન્સ એર ઇન્ડિયામાં રોકાણ ન કરી શકે. હવે આ નિયંત્રણ દૂર કરવાનો અને વિદેશી એરલાઇન્સને એર ઇન્ડિયામાં મંજૂરી મારફતે 49 ટકા સુધી રોકાણ કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે, જે નીચેની શરતોને આધિન છેઃ
નિર્માણ કામગીરી: વસાહતો, હાઉસિંગ, બિલ્ટ-અપ માળખાગત સુવિધા અને રિયલ એસ્ટેટ બ્રોકિંગ સેવાઓ
તે સ્પષ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે કે રિયલ-એસ્ટેટ બ્રોકિંગ સર્વિસ એ રિયલ એસ્ટેટ બિઝનેસ નહીં ગણાય અને એટલે સ્વચલિત રૂટ હેઠળ 100 ટકા એફડીઆઇ મેળવવાને પાત્ર છે.
પાવર એક્સચેન્જ
હાલની નીતિ કેન્દ્રિય વીજ નિયમનકારી પંચ (વીજ બજાર) નિયમન, 2010 હેઠળ નોંધાયેલ પાવર એક્સચેન્જમાં સ્વચલિત રૂટ મારફતે 49 ટકા એફડીઆઇ માટેની જોગવાઈ ધરાવે છે. જોકે એફઆઇઆઇ/એફપીઆઇ ખરીદી ગૌણ બજાર પૂરતી જ નિયંત્રિત હતી. હવે આ જોગવાઈ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી એફઆઇઆઇ/એફપીઆઇને પ્રાથમિક બજાર મારફતે પાવર એક્સચેન્જમાં રોકાણ કરવાની મંજૂરી મળશે.
એફડીઆઈ નીતિ હેઠળ જરૂરી અન્ય મંજૂરીઓ:
ચિંતાજનક દેશોમાંથી એફડીઆઇ દરખાસ્તની ચકાસણી માટે સક્ષમ સત્તામંડળ
હાલની પ્રક્રિયા મુજબ, ચિંતાજનક દેશોમાંથી સંકળાયેલા એફડીઆઇની અરજીઓને મંજૂરી માટે ફેમા 20, એફડીઆઇ નીતિ અને સુરક્ષા માર્ગદર્શિકા, જેમાં સમયે-સમયે થયેલા સુધારા મુજબ સુરક્ષા સાથે સંબંધિત મંજૂરીની જરૂર છે તથા તેનાં પર સ્વચલિત રૂટ સેક્ટર્સ/પ્રવૃત્તિઓ હેઠળ આવતા રોકાણ માટે ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે સરકારી મંજૂરીનાં રૂટ સાથે સંબંધિત કેસોમાં સેક્ટર્સ/પ્રવૃત્તિઓ માટે સુરક્ષા સંબંધિત મંજૂરીઓની જરૂર છે, જેની પ્રક્રિયા રોકાણની અરજી મુજબ સંબંધિત વહીવટી મંત્રાલયો/વિભાગો દ્વારા કરવામાં આવશે. હવે નિર્ણય લેવાયો છે કે સ્વચલિત રૂટ ક્ષેત્રોમાં રોકાણ માટે ચિંતાજનક દેશોમાંથી રોકાણની બાબતો માટે જ મંજૂરીની જરૂર છે, એફડીઆઇ અરજીઓ પર સરકારની મંજૂરી ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ (ડીઆઇપીપી) દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. સરકારી મંજૂરી મારફતે ચિંતાજનક દેશોનાં સંબંધમાં સુરક્ષા સંબંધિત મંજૂરીની પણ જરૂર છે, જેનાં પર સંબંધિત વહીવટી વિભાગ/મંત્રાલય દ્વારા પ્રક્રિયા ચાલુ રહેશે.
ફાર્માસ્યુટિકલ્સ:
ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર પર એફડીઆઇ નીતિ અન્ય બાબતોની સાથે સાથે જોગવાઈ કરે છે કે, એફડીઆઇ નીતિમાં સામેલ મેડિકલ ઉપકરણની વ્યાખ્યા દવાઓ અને કોસ્મેટિક્સ ધારામાં સુધારાને આધિન હશે. નીતિમાં સામેલ વ્યાખ્યા પોતાની રીતે સંપૂર્ણ હોવાથી એફડીઆઇ નીતિમાં દવા અને કોસ્મેટિક્સ ધારાનાં સંદર્ભને પડતો મૂકવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત એફડીઆઇ નીતિમાં સામેલ ‘મેડિકલ ઉપકરણો’ની પરિભાષાને સુધારવાનો નિર્ણય પણ લેવાયો છે.
ઓડિટ કંપનીઓનાં સંબંધમાં નિયંત્રણાત્મક શરતોની જોગવાઈઃ
હાલની એફડીઆઇ નીતિ વિદેશી રોકાણો મેળવતી ભારતીય રોકાણકાર કંપનીઓ દ્વારા નિયુક્ત થઈ શકે એવા ઓડિટર્સનાં લાયકાતો કે ખાસયિતોનાં સંબંધમાં કોઈ પણ જોગવાઈ ધરાવતી નથી. એફડીઆઇ નીતિમાં એવી જોગવાઈ કરવાનો નિર્ણય લેવાયો છે કે, જ્યારે વિદેશી રોકાણકાર ભારતીય રોકાણકાર કંપની માટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી ખાસ ઓડિટર/ઓડિટ કંપની પાસે ઓડિટ કરાવવા ઇચ્છે, ત્યારે આ પ્રકારની રોકાણકાર કંપનીઓનું ઓડિટ સંયુક્તપણે હાથ ધરવું પડશે, જેમાં એક ઓડિટર બંને કંપનીઓનાં ઓડિટરનો ભાગ ન હોવો જોઈએ.
NP/J.Khunt/GP/RP